Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૨

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૨

પપ્પા ના સવાલથી જીનલ જરા પણ ગભરાઈ નહિ ને તરત જવાબ આપ્યો.
ગઈ રાત્રે અમે બધી ફ્રેન્ડ મળી ને એક શોર્ટ ફિલ્મ નું રિહર્સલ કરી રહ્યા હતા. તેમાં પતી પત્ની ના પાત્રો પણ હતા. તેમાં પત્ની નું પાત્ર હું ભજવી રહી હતી. સવારે કઈ યાદ રહ્યું નહિ બસ કપડાં બદલી ને હું ઘરે આવતી રહી.
પપ્પા આપ મારી ફ્રેન્ડ ને ફોન કરીને પૂછી શકો છો. એક વિશ્વાસ સાથે જીનલે તેના પપ્પા ને કહ્યું.

પહેલે થી જીનલ પર પપ્પા ને વિશ્વાસ હતો એટલે બેટા તુ ધ્યાન રાખજે તું મારી આબરૂ છે. અને જા પહેલા ફ્રેશ થઈ આવ. આપણે બધાએ થોડી ખરીદી કરવા જવાનું છે. ખરીદી કરવા જવાનું છે. સાંભળી ને જીનલ ફટાફટ તૈયાર થઈ ગઈ અને બધાં બજારમાં ખરીદી કરવા ગયા.

બધા એક મોલ માં પહોચ્યા અને ખરીદી કરવાની શરૂઆત કરી. જીનલ ની નજર ડ્રેસ કરતા સાડી પર વધુ જતી હતી એટલે મમ્મીએ કહ્યું બેટી કેમ તારી નજર સાડી પર છે.? તારે સાડી પહેરવાની હજુ વાર છે.!! અત્યારે તો તારે ડ્રેસ ની જ ખરીદી કરવાની છે. મમ્મી ને મનાવતા જીનલ બોલી. આજ નહિ તો કાલે મારે સાડી તો પહેરવાની છે તો વિચારી રહી હતી કે અત્યારે સાડી પહેરવાનું શરૂ કરી દવ જેથી લગ્ન પછી સાડી બાબત થી મને કોઈ મુંજવણ ન રહે.

જીનલે તેની મમ્મી ને બહુ સમજાવી ત્યારે જીનલ ને એક સાડી લેવા દીધી. અને બાકીના ડ્રેસ ની ખરીદી કરી. એક સુંદર સાડી ની પસંદ કરીને જીનલ તેને ચેંજીંગ રૂમમાં જઈને સાડી પહેરી ને બહાર આવે છે. બહાર આવીને જેવી તેના મમ્મી પપ્પા પાસે આવે છે ત્યાં એક સાડી પહેરેલી એક છોકરી ઉભી હતી. દૂર થી જીનલ તેને ઓળખી શકી નહિ. જ્યારે જીનલે તેની પાસે જઈ જોયું તો છાયા હતી.

અચાનક સાડી પહેરેલી જીનલ ને જોઈને છાયા બોલી.
જીનલ તું...! સાડીમાં...ક્યાંક મારી જેમ તું પણ લગ્ન કરવાની છે..?? પણ સાચે તું ડ્રેસ કરતા તો તું સાડી માં બહુ સુંદર લાગે છે.

આભાર તારો..
ના ના છાયા બસ એમ જ...!!!
કેમ અહી એ કહે છાયા તું....?

હું લગ્ન ની ખરીદી કરવા આવી છું એટલે જોયું તો તારા મમ્મી પપ્પા છે તો એમને મળતી જાવ. ત્યાં તું પણ મળી ગઈ.
ચાલ તું ફ્રી હોય તો થોડી ખરીદી આપણે બંને સાથે કરીએ...?

જીનલે ના કહી. કહ્યું મારે હજુ મમ્મી પપ્પા સાથે થોડી ખરીદી કરવાની બાકી છે. તું જા છાયા, મારી ખરીદી થઈ જશે તો હું તને ફોન કરીશ.

છાયા સમજી ગઈ એટલે તે ત્યાં થી જતી રહી. જીનલ મમ્મી સાથે ખરીદીમાં મદગુલ થઈ ગઈ. ત્યાં જીનલ ના ફોનમાં વિક્રમ નો ફોન આવે છે. જીનલ હું પણ મોલ માં છું તારી બરોબર સામેના ભાગમાં તું અહી આવી શકે છે.? મારે તને મળવું છે.

મમ્મી હું આવી...કહીને જીનલ વિક્રમ પાસે પહોંચી. બંને મોલની અગાસી પર પહોંચી ને વાતો કરવા લાગ્યા.

જીનલે પૂછ્યું અહી કેમ વિક્રમ..?
જવાબ માં વિક્રમે કહ્યું હું છાયા સાથે આવ્યો છું. છાયા મારી ઘરે આવી અને મારા મમ્મી પપ્પા ને કહ્યું હું વિક્રમ સાથે થોડી ખરીદી કરવા માંગુ છું તમે હા કહો તો હું વિક્રમ ને સાથે લઈ જાવ. મમ્મી એ છાયા ને હા કહી અને મને કહ્યું તારે છાયા સાથે ખરીદી કરવા જવાનું છે. એટલે હું ના કહી શક્યો નહિ ને મારે છાયા સાથે આવવું પડ્યું. પણ જીનલ તું કેમ અહી.. ? આજે બહુ હોટ લાગી રહી છો..!!!

જેવી લાગુ છું તે તારી જ છું, હવે તો આપણા લગ્ન થઈ ચૂક્યા છે તો હવે આવનાર દિવસોમાં મારે સાડી જ પહેરવાની છે. એટલે હું મમ્મી પપ્પા સાથે સાડી લેવા આવી છું. પણ વિક્રમ હવે આપણા લગ્ન થઈ ચૂક્યા છે તો તારે હવે છાયા સાથે રહેવાનું નથી, તારે મારી સાથે રહેવાનું છે. હવે તું કોઈ પણ સંજોગો માં છાયા સાથે લગ્ન નહિ કરી શકે. સમજે છે ને તું...!!!

તને શું લાગે છે હું છાયા સાથે લગ્ન કરીશ એમ...!!! ના હું હંમેશા તારી સાથે જ રહેવા માંગુ છું. પણ વિચારું છું આ લગ્ન કઈ રીતે ટાળી શકું. વિશ્વાસ આપતો વિક્રમ જીનલ ને સમજાવવા લાગ્યો.

જીનલ જાણે જલ્દી વિક્રમ ને મેળવવા માંગતી હોય તેમ તેના ચહેરાં પર ઝુનુન આવી ગયું ને બોલી. કઈ નહિ બસ જેમ આપણે સાગર ને આપણી જિંદગી માંથી હટાવી દિધો તેમ...છાયા ને પણ હંમેશા માટે દૂર કરી દઈએ..
તારું શું કહેવું છે વિક્રમ. !????

સાગર ની જેમ છાયા ને પણ જીનલ તેની જિંદગી માંથી દૂર કરી દેશે જોશું આગળ...

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....