Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૩

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૩

વિક્રમ હવે કોઈ ગુનો કરવા માગતો ન હતો એટલે જીનલ ને સમજાવવા લાગ્યો.
તું શાંતિ રાખ જીનલ, હું કઈક કરું છું. અને જો કોઈ રસ્તો મળશે નહિ તો આપણે ભાગી જઈશું બસ. પણ હું બીજા ગુના માં ભાગીદાર થવા નથી માગતો. એક વિશ્વાસ સાથે જીનલ ને મનાવી લીધી.

જીનલ તેને ગળે વળગી ગઈ અને વિક્રમ ને કિસ કરવા લાગી. સારું આપણે વિચારી ને ચાલીશું.
કોઈ જોઈ જશે અને છાયા રાહ જોતી હશે તે ડર થી વિક્રમ જીનલ ને કહ્યું ચાલ આપણે જઈએ ક્યાંક આપણ ને કોઈ જોઈ જશે તો ખોટી તકલીફ આવી પડશે..

જીનલે ફરી વિક્રમ ને હગ કરી ને છૂટી પડી. પહેલા જીનલ નીચે ઉતરી અને પછી આજુબાજુ કોઈ નથી તે જોઈ ને વિક્રમ પણ નીચે ઉતરી ને છાયા પાસે પહોંચ્યો.

છાયા એ પહેલા જીનલ ને અગાશી પરથી નીચે ઊતરતી જોઈ જાય છે પછી પાછળ વિક્રમ આવતો હોય તે જોઈ જાય છે. પણ તેને કોઈ વિચાર આવતો નથી તેને લાગ્યું ઉપર કઈક ખરીદી વિભાગ હશે અને બંને કદાચ અચાનક સાથે ભેગા થયા હોય. એમ વિચારી ને ભૂલી જઈને વિક્રમ પાસે આવ્યો એટલે તેની સાથે છાયા વાતો કરવા લાગી.

જેમ જેમ લગ્ન ના દિવસો નજીક આવી રહ્યા હતા તેમ તેમ વિક્રમ ને ચિંતાઓ વધવા લાગી છે. તેને ખબર હતી જીનલ કોઈ હદ સુધી જઈ શકે છે. અને મોટી મુશ્કેલીઓ પણ લાવી શકે છે. એટલે તેણે ફરી એક વાર તેમના મમ્મી પપ્પા ને મનાવવાની કોશિશ કરી પણ તે માન્યા નહિ. જો જીનલ સાથે મે લગ્ન કર્યા છે એવું કહી મનાવવાની કોશિશ કરીશ તો તે મને ઘરથી કાઢી મૂકશે અથવા જીનલ સાથે દૂર કરવાનો રસ્તો શોધી કાઢશે એ ડર થી વિક્રમ તેમના મમ્મી પપ્પા ને વધુ કઈજ કહી શક્યો નહિ ને લગ્ન કરવા માટે તૈયારી દાખવી પડી.

લગ્ન નજીક આવી ગયા હતા એટલે છાયા લગ્નનું આમંત્રણ આપવા જીનલ ના ઘરે પહોંચે છે.
જીનલ ને તેમના લગ્ન ની કંકોત્રી આપતા છાયા બોલી. જો જીનલ તારે તો મારા લગ્ન માં આવવાનું જ છે. તું જ સૌથી મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તારી હાજરી મારા માટે બહુ જરૂરી છે. તું નહિ આવીશ તો હું લગ્ન કરીશ નહિ.

હાથમાં જીનલે કંકોત્રી તો લીધી પણ બહાર થી ચહેરા પર ખુશી હતી તો અંદર થી બહુ દુઃખી લાગી રહી હતી. પણ તેમની ખાસ ફ્રેન્ડ હતી અને ઘરે આવી ને મમ્મી પપ્પા સામે આમંત્રણ આપી રહી હતી એટલે જીનલ તેને આવવાની હા કહી. હું જરૂર થી તારા લગ્ન માં આવીશ બસ ને...
જીનલ ના મોઢે થી હા સાંભળીને છાયા તો ખુશ ખુશ થઈ ગઈ. જતા જતા જીનલ ના મમ્મી પપ્પા ને પણ કહ્યું કે અંકલ આન્ટી તમારે પણ મારા લગ્નમાં આવવાનું છું.

છાયા જેવી જીનલ ના ઘરે થી બહાર નીકળી એટલે તરત જીનલ તેના રૂમમાં જઇને વિક્રમ ને ફોન કર્યો.

આ બધું શું છે વિક્રમ....!!!
અત્યારે છાયા તેના લગ્ન ના આમંત્રણ આપવા આવી હતી અને હું તેને કઈજ કહી શકી નહિ ઉલ્ટા ની મારે હા કહેવી પડી. તું શું કરી રહ્યો છે.!!! મને લાગે છે તારે બે પત્ની બનાવવાનો ઈરાદો તો નથી ને.? કે મારો પ્રેમ ભૂલીને તેનો પ્રેમ મેળવવા માંગતો તો નથી ને...ગુસ્સા ના જીનલ જેમ ફાવે તેમ વિક્રમ ને ધમકાવવા લાગી.

વિક્રમ સમજી ગયો. જીનલ હવે ફુલ ગુસ્સા માં છે. મારે બધું કામ પડતું મૂકીને તેને મળવું પડશે અને તેને મળીને કોઈ રસ્તો કાઢવો પડશે. નહિ તો જીનલ કઈક કરી બેસશે. વિક્રમ તેને મળવા માટે બોલાવે છે.
જીનલ બોલી હું અત્યારે જ તને મળવા આવું છું કહીને ફોન મૂકીને ચાલતી થઈ.

જેવી ઘરની બહાર નીકળે છે એટલે તેમની મમ્મી પૂછે છે બેટા અચાનક ક્યાં જાય છે.?
"છાયા નું ખૂન કરવા."
ગુસ્સા માં જીનલ ભૂલી ગઈ કે હું શું બોલી રહી છું. પછી અચાનક ભાન થયું કે હું શું બોલી. એટલે મમ્મી ને કહ્યું "મમ્મી હું મઝાક કરું છું." હું છાયા ને મળવા જાવ છું અને થોડી વારમાં આવી જાવ છું.

વિક્રમ પહેલે થી જીનલ ની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં જીનલ ત્યાં પહોંચી. અને છાયા એ આપેલી કંકોત્રી વિક્રમ ના મો પર મારી.
કાયર, ડરપોક, હરામી, વિશ્વાસઘાતી..તારા થી કઈ થઈ શકે તેમ ન હતું તો મારી સાથે કેમ લગ્ન કર્યા..હું અત્યારે જ લગ્નના પુરાવા લઈને પોલીસ સ્ટેશન જાવ છું. કહીને જીનલ ચાલતી થઈ.

શું જીનલ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના લગ્નની બધી જાણકારી આપશે.? તે જોઈશું આગળ..

વધુ આવતા ભાગમાં.

ક્રમશ...