ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-21)
          " તમારી પાસે કોઇ સબૂત છે એ વાત સાબિત કરવાનો કે આ બધું આદિત્ય કર્યુ છે?" જજે રાઘવ ની દલીલ સાંભળી રાઘવ ને સવાલ કર્યો.
          " હા, માય લોર્ડ આ આદિત્યની બુક છે, વધારે કામનાં કારણે હું થોડો હતાશ થઈ ગયો હતો ત્યારે તેમની પાસે ગયો હતો. તેમની પાસેથી આ બુક મેં વાંચવા લીધી હતી. અને જ્યારે હું આ બુક વાંચતો હતો ત્યારે અંદર અમુક પેજ પર અમુક શબ્દો અને અક્ષર પર માર્ક કરેલું હતું, મે તે અક્ષરો અને શબ્દોને લખી તેનો મતલબ સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને આદિત્યના આ કાળાં ધંધા ની ખબર પડી." રાઘવ એ જજને બુક આપતાં કહ્યું સાથે બે ત્રણ કાગળ પણ હતા જેમાં તેણે તે બધું લખ્યું હતું.
           " એવું તો શું કહેવા માંગે છે એ બુકમાં કોઈ?" જશવંત થી ના રહેવાતાં રાઘવ ને પૂછ્યું.
           " જશવંત એ બુક માં કામિનીએ જ એ માર્ક કર્યા હતાં, તે આ બુક દ્વારા એમ જણાવવા માંગતી હતી કે 'i am kamini please save us for aditya, he kidnap the girls and send all the girls in abroad for prostitution' " રાઘવે જસવંત ને જવાબ આપતાં કહ્યું.
           " પણ તને કઈ રીતે ખબર કે આ માર્ક કામિનીએ જ કર્યું છે? એવું પણ બની શકે કે કોઈએ એમનેમ જ માર્ક કર્યું હોય અને તે તેને સિરિયસલી લઇ લીધું હોય." રાઘવ ની આ દલીલને કમજોર કરવાનો પ્રયત્ન કરતાં જશવંત બોલ્યો.
           " હા જસવંત હું તમારી વાત સાથે સહમત છું,  રાઘવ બની શકે કે આ માર્ક કોઈએ ખાલી જ કર્યું હોય." જશવંત ની વાત સાથે સહમત થતાં જજ બોલ્યાં.
           " માય લૉર્ડ મારી પાસે કઈ છે જે તમને બતાવું છે, જે જોઈ દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઇ જશે." જસવંતના સહાયકે જશવંતને એક કવર આપ્યું જે જોઈ જશવંતે જજને કહ્યું.
           " હા જશવંત તમારે શું બતાવવું છે?" જશવંત ની વાત સાંભળી જજે જશવંત ને પૂછ્યું.
           " માય લોર્ડ આ એક વિડિયો જે આ કેસનો ખુલાસો કરી દેશે અને ગુનેગાર કોણ છે તે સાબિત કરી દેશે." જશવંતે કવરમાંથી એક C.D. કાઢી જજને બતાવતાં કહ્યું અને તેને ચલાવવાં ની પરમિશન માગી.
           " ઠીક છે જસવંત તમે C.D. ચલાવી શકો છો." જજે જશવંત ને પરમિશન આપતાં કહ્યું. જસવંતે તે C.D. ચાલુ કરતાં પહેલાં કેટલાક કાગળ જજને આપે છે જે સી ડી ના ફોરેન્સીક રિપોર્ટ હતાં જેથી  C.D. ઓરીજનલ છે એ સાબિત કરી શકે. પછી જશવંત C.D. ચાલું કરે છે જેમાં સાફ દેખાય છે કે વિનયના હાથમાં છરી હોય છે એ છરી લઈ કામિનીને મારવાં માટે આગળ વધે છે અને એ છરી કામિની નાં ગળા પર મુકે છે. આ C.D. જોઈ કોર્ટરૂમમાં બધાની વચ્ચે ચર્ચા થવા લાગે છે.
           " ઓર્ડર ઓર્ડર, મહેરબાની કરીને બધાં ચુપ થઇ જાવ." જજે બધાને ચુપ કરાવતાં કહ્યું. અત્યારે દરેકના ચહેરા વીડિયો જોઇ દંગ રહી ગયાં હોય છે ઉપરાંત રાઘવ અને વિનય પણ આ વિડિયો જોઈ અચંભિત થઈ જાય છે.
           " હા તો રાઘવ આ વીડિયોને જોઈને હવે તમે શું કહેશો?" જજે રાઘવ ની સામે જોઈ પૂછ્યું. આ વિડીયો જોઈને રાઘવને શું બોલવું એ જ નહોતું સમજાતું.
           " રાઘવ જજ સાહેબ તને કંઈક પૂછે છે." રાઘવ ના ચૂપ રહેતાં જશવંતે રાઘવ ની નજીક જતાં રાઘવને કહ્યું. અત્યારે શું બોલવું એ જ રાઘવ ની સૌથી મોટી મુશ્કેલી હતી, અત્યારે રાઘવ નું દિમાગ પણ કામ કરતું બંધ થઈ ગયું હોય છે જો આવું ન થયું હોત તો રાઘવ ચોક્કસ કંઈક ઉપાય શોધી કાઢત. અચાનક રાઘવ બેહોશ થઈ જાય છે.
           " શું થયું રાઘવને? જશવંત જરા જુઓ તો." જજે જશવંત ને કહ્યું.
           " માય લૉર્ડ મને લાગે છે કે સ્ટ્રેસના કારણે રાઘવ બેહોશ થઈ ગયો છે." જશવંતે રાઘવને જોઈ જજને જવાબ આપતાં કહ્યું.
           " ઠીક છે, કોર્ટને અહીં જ સ્થગિત કરવામાં આવે છે આ કેસ ની કાર્યવાહી બે દિવસ પછી કરવામાં આવશે. રાઘવ ને અત્યારે ડૉક્ટર પાસે લઈ જાઓ." જજે જશવંતની વાત સાંભળી કોર્ટની કાર્યવાહી સ્થગિત કરતાં કહ્યું. જોષી દવે અને શંભુને રાઘવને દવાખાન લઈ જવાં માટે જણાવે છે, શંભુ અને દવે રાઘવ ની દવાખાન તરફ લઈ જાય છે, રસ્તામાં રાઘવ અચાનક ઉભો થઈ જાય છે.
           " રાઘવ કેવું છે તને? શું થયું હતું તને?" રાઘવ નાં ઊભાં થતાં જ દવે એ રાઘવ ને સવાલ કર્યો.
           " અરે યાર ત્યાં કોર્ટમાં મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું, શું કરું એ જ નહોતું સમજાતું માટે મેં બેહોશ થવાનું નાટક કર્યું." રાઘવે દવે ને જવાબ આપતાં કહ્યું.
           " અરે કોઈને ખબર પડશે કે તે નાટક કર્યુ છે તો જજ એના માટે તને દંડ ફટકારાશે!" રાઘવ ની વાત સાંભળી રાઘવ ને સમજાવતાં દવે બોલ્યો.
           " અરે વાંધો નહીં, મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું. એક કામ કર જ્યાં આદિત્યને દાખલ કર્યો છે ત્યાં લઈ જા મને." રાઘવે દવે ની વાતનો જવાબ આપતાં કહ્યું. દવે ના કહેવાથી શંભુ ગાડીને આદિત્યને દાખલ કર્યો હોય છે તે દવાખાના તરફ લઈ લે છે.
           " પણ તારે આદિત્યનું શું કામ છે?" દવાખાનામાં પહોંચી અંદર પ્રવેશતાં દવે એ રાઘવ ને પૂછ્યું.
           " મારે એની સાથે થોડી પૂછતાછ કરવી છે." દવેને જવાબ આપતાં રાઘવ બોલ્યો. ત્રણેય આદિત્યને દાખલ કરેલાં વોર્ડમાં પ્રવેશે છે અને આદિત્ય ની પાસે જઈને બેસે છે. રાઘવ તેની સાથે લઈને આવેલ વિડીયો કેમેરા નું રેકોર્ડીંગ ચાલુ કરે છે અને આદિત્યની પૂછપરછ ચાલુ કરે છે.
           " હા તો આદિત્ય તમે આટલો મોટો ધંધો કરતાં હતાં જે ખરેખર ખતરનાક હતો તમે એકલાં તો હશો નહીં? કોણ કોણ છે તમારી સાથે?"
           " ના, હું એકલો જ આ બધું કરતો હતો, મારો કોઈ સાથીદાર નથી." આદિત્ય એ રાઘવ નાં સવાલનો જવાબ આપતાં કહ્યું.
           " ઠીક છે, તમે બધી છોકરી ના આવાં બીભત્સ વિડીયો બનાવ્યાં છે જેમાં છોકરીઓ તમારો કોઈ પણ જાતનો વિરોધ કરતી નથી તમે તેમને કોઈ નશીલો પદાર્થ આપતાં હતાં?" રાઘવ એ આદિત્યને  સવાલ કર્યો જે સાંભળી આદિત્ય થોડીવાર માટે ચૂપ થઈ ગયો. રાઘવને ખબર હતી કે આદિત્ય છોકરીઓને કેવી રીતે વિરોધ કર્યા વગર આ કાર્ય કરતો હતો પણ રાઘવ તે આદિત્ય નાં મોં એ સાંભળવાં માંગતો હતો.
           " ના." આદિત્ય એ આખરે મૌન તોડતાં ટુંક માં જવાબ આપ્યો.
           " તો?" રાઘવ એ આદિત્ય નો જવાબ સાંભળી ફરીથી સવાલ કર્યો.
           " હું તે છોકરીઓને સંમોહિત કરી ને આ બધું કરતો હતો." આદિત્યએ રાઘવને જવાબ આપ્યો જે જવાબ રાઘવને જોઈતો હતો.
           " હા તો વિનયની સાથે પણ તમે એવું જ કર્યું હતું ને?" આદિત્ય નો જવાબ સાંભળી રાઘવ એ મહત્વનો સવાલ કર્યો. આદિત્ય રાઘવના આ સવાલનો જવાબ આપવા નહોતો માંગતો, પણ જવાબ આપવો જરૂરી હતો કેમ કે તેણે રાઘવને સત્ય જણાવી દીધું હતું.
            " ના." થોડું વિચાર્યા બાદ આદિત્યએ રાઘવને જવાબ આપ્યો જે સાંભળી રાઘવ થોડું આશ્ચર્ય માં મુકાયો.
            " ખરેખર! સાચું બોલો છો તમે?" આદિત્ય નો જવાબ સાંભળી રાઘવે આદિત્યને પૂછ્યું. પછી તેણે તેના મોબાઇલમાં રહેલ એક સીસીટીવી ફૂટેજ આદિત્યને બતાવી અને પૂછ્યું. " શું તમને લાગે છે કે તમે સાચું બોલી રહ્યા છો? આ વીડિયોમાં તમને લાગે છે કે વિનય નોર્મલ છે? તમને એમ લાગતું હોય કે તમે ખોટું બોલીને બચી જશો તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. મેં બીજા એક્સપર્ટની મદદ થી તે જાણ્યું છે કે વિનયને કોઈનાં દ્વારા સંમોહિત કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં તેની હરકત પરથી જ સાબિત થાય છે માટે સાચું બોલો એમાં જ તમારી ભલાઈ છે." 
           " હા મેં વિનયને પણ સંમોહિત કર્યો હતો, પણ કામિની નું મર્ડર કરવાં નહીં." રાઘવ ની વાત સાંભળી અંતે હાર માનતાં આદિત્ય પોતાનો ગુનો કબૂલ કરતાં કહ્યું.
           " તો શું કરવાં સંમોહિત કર્યો હતો?" 
           " મેં ફક્ત કામિનીને ડરાવવા વિનય નો ઉપયોગ કર્યો હતો." આદિત્યએ રાઘવને જવાબ આપતાં કહ્યું.
           " કેવી રીતે અને શા માટે?" આદિત્ય ની વાત સાંભળી રાઘવ એ બીજો સવાલ કર્યો. શંભુ ને અત્યારે કંટાડો આવી રહ્યો હોય છે, તેને અત્યારે ચા પીવાનું મન થઈ રહ્યું હતું.
           " કામિની મને પોલીસને જાણ કરી દેવાની ધમકી આપતી હતી જેથી મેં વિનયને સંમોહિત કરી કામિનીને ડરાવવા નો પ્રયત્ન કર્યો હતો." 
           " તો પછી વિનયે કામિનીનું મર્ડર કેમ કર્યું? જેવું કે આ વીડિયોમાં દેખાય છે." આદિત્ય ની વાત સાંભળી રાઘવે આદિત્યને વીડિયો બતાવતાં પુછ્યું. રાઘવ અત્યારે આદિત્ય પાસેથી નાના માં નાની વાત કઢાવવા માંગતો હતો.
To be continued............
 મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805 
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.