Chakravyuh - The Dark Side of Crime (Part-20) in Gujarati Crime Stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-20)

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-20)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-20)

" દવે સર સારું થયું તમે આવી ગયાં." રાઘવે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી આદિત્યની નજર ચૂકવવાનો પ્રયત્ન કરતાં કહ્યું અને એમાં તે સફળ પણ થયો. જેવો આદિત્ય રાઘવ ની વાત સાંભળી પાછળ ફર્યો તરત જ રાઘવ આદિત્યની નજર ચુકવી ત્યાંથી સંતાઈ ગયો, રાઘવ એ પોતાને મૂર્ખ બનાવ્યો છે એ વાતનું ભાન થતાં આદિત્ય ને વાર ન લાગી, રાઘવ ની આ વાતથી આદિત્ય વધારે ગુસ્સે ભરાયો અને તે રાઘવ ને શોધવાં લાગ્યો.
" ક્યાં ગયો રાઘવ? તું મારી નજરો થી બચીને ક્યાં જઈશ?" રાઘવ ને શોધતાં આદિત્ય બોલી રહ્યો હતો ત્યાં અચાનક કોઈ નાં ફોનની રીંગ વાગી, આ રીંગ રાઘવ ના ફોનની જ વાગી રહી હતી આદિત્યને રાઘવ ક્યાં છે એ ખબર પડતાં વાર ન લાગી. રાઘવને પોતાની મૂર્ખામી પર ગુસ્સો આવી રહ્યો હતો, તે ઉતાવળમાં પોતાનો ફોન સાઇલેન્ટ કરવાનું ભૂલી ગયો હતો. આદિત્ય એ પોતાનાં હાથમાં રહેલ પિસ્તોલ દ્વારા રાઘવ જે જગ્યા પર સંતાયો હતો તે જગ્યા પર ગોળીઓ ચલાવવાં લાગ્યો એ ગોળીઓ થી બચવા રાઘવ ત્યાંથી હટી જાય છે, રાઘવ કોઈ ફિલ્મનો હીરો નહોતો કે તે એકલાં હાથે હથિયાર વગર દસ-દસ ગુંડાઓને મારી શકે કે તેમનો સામનો કરી શકે, તે મહા મહેનતે આદિત્ય દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો‌. થોડી જ વારમાં આદિત્ય ના હાથમાં રહેલ પિસ્તોલ ની ગોળીઓ ખલાસ થઈ જાય છે જેનો ફાયદો ઉઠાવી રાઘવ ત્યાંથી નીકળી જાય છે.
"ત્યાં જ ઉભો રહેજે રાઘવ, જરાપણ ચાલાકી કરી છે તો ગોળી તારી ખોપડીની આરપાર થઈ જશે." અચાનક પાછળથી કોઈએ રાઘવ ના માથાં પર બંદૂક ધરતાં કહ્યું. તે વ્યક્તિ બીજું કોઈ નહીં આદિત્ય હતો આદિત્ય એ ફાયરિંગ રોકી રાઘવ ના બહાર આવવાની રાહ જોઈ ને ઉભો હતો, જેવો રાઘવ બહાર નીકળ્યો તરત જ આદિત્યએ બંદૂક તેના માથાં પર ધરી દીધી.
" તારા ભગવાનને છેલ્લી વખત યાદ કરી લે રાઘવ." આદિત્યએ રાઘવને કહ્યું. આદિત્ય હવે રાઘવ ની કોઈપણ ચાલ માં આવવાં નહોતો માંગતો રાઘવ હવે ફરી વખત સમય નો ફાયદો ઉઠાવી છટકી જાય તે પેહલાં જ આદિત્ય તેને મારવાં ઈચ્છતો હતો, જેથી તેણે પોતાનાં હાથમાં રહેલ બંદૂક ના ટ્રિગર પર રહેલી તેની આંગળી ને સખત કરી ટ્રિગર દબાવ્યું. રાઘવે પોતાની આંખો બંધ કરી દીધી એ સમજી કે આ તેની છેલ્લી ઘડી છે હવે તે નહીં બચી શકે માટે જેટલો સમય તેની પાસે હતો તે સમયમાં તે અંજલિ ની સાથે વિતાવેલી પળોને યાદ કરે છે. બંદૂક નું પૂરું ટ્રીગર દબાય તે પહેલાં જ આદિત્યના હાથમાં રહેલ બંદૂક નીચે પડી ગઈ.
બન્યું એવું કે આદિત્ય રાઘવ ને ગોળી મારવાં જઈ રહ્યો હતો તે દરમિયાન દવે ત્યાં આવી પહોંચ્યો અને આદિત્યને રાઘવ ના માથાં પર બંદૂક ધરેલી જોઈ સમય બગાડ્યા વગર દવેએ તેનાં પોકેટમાં રહેલી સર્વિસ રિવોલ્વર ની એક ગોળી આદિત્યને ખભાની આરપાર કરી નાંખી જેથી ઘાયલ થયેલાં આદિત્યના હાથ માંથી બંદૂક છૂટી ગઈ. રાઘવ ની આંખો હજુ પણ બંધ હોય છે, તેને એમ લાગે છે કે ગોળી તેના પર ચાલી છે.
" રાઘવ! રાઘવ!" દવેએ રાઘવ ની નજીક જતાં રાઘવને પોતાની તરફ ફેરવતાં કહ્યું.
" દવે તું! સારું થયું દવે તું સમયસર આવી ગયો નહિતર મારું તો મૃત્યુ નિશ્ચિત હતું, મને તો એમ જ હતું કે આ મારી છેલ્લી ઘડી છે." રાઘવે આંખો ખોલી દવે ને જોઈ ખૂશ થતાં બોલ્યો.
દવે અને તેની સાથે આવેલાં કોન્સ્ટેબલો બધાને પકડી લે છે અને આદિત્યને સારવાર માટે દવાખાનામાં મોકલવામાં આવે છે, દવે તમામ છોકરી ઓને તેમનાં ઘરે પહોંચાડવાનો બંદોબસ્ત કરે છે. રાઘવને એ વાતની ખુશી હોય છે કે તેણે પોતાનાં દેશની માસૂમ છોકરીઓને રાક્ષસ ના હાથમાંથી બચાવી લીધી. દવેના નીકળ્યાં પછી રાઘવ પણ તેની ઓફિસે જવા નીકળે છે.
" શું વિચારે છે રાઘવ?" ઓફિસમાં પ્રવેશતાં જ રાઘવને વિચારમાં ડૂબેલા જોઈએ અંજલિએ રાઘવ ને પૂછ્યું.
" અરે અંજલિ! આવ બેસ, કંઇ ખાસ નહીં કેસ વિશે." અંજલિ નો અવાજ સાંભળી વિચારો માંથી બહાર નીકળતાં રાઘવે અંજલિને જવાબ આપતાં કહ્યું.
" રાઘવ તારે આટલું મોટું જોખમ ઉઠાવવાની શું જરૂર હતી તને કંઈક થઈ ગયું હોત તો હું કેવી રીતે જીવત." અંજલિ એ રાઘવને ભેટી પડતાં કહ્યું અંજલિ ની આંખોમાંથી આંસુની વહી રહ્યાં હતાં.
" અરે ગાંડી તું કેમ રડે છે, મને કંઈ થયું તો નથી અરે ઉપરથી પેલી છોકરીઓ બચી ગઈ." રાઘવે અંજલિને સમજાવતાં કહ્યું.
" મારે કંઈ જ નથી સાંભળવું રાઘવ, જો આજ પછી તે આવું કંઈ કર્યું છે તો હું તને ક્યારેય માફ નહીં કરું."
" સારુ આજ પછી જોખમ ભરેલું કામ હું નહીં કરું, તું શાંત થઈ જા હવે મારે વિનયને મળવાં જવું છે." રાઘવે અંજલિને શાંત કરાવતાં કહ્યું અને પછી તે ત્યાંથી પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે.

#############
" દવે ક્યાં ગયો શંભુ?" રાઘવ એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં શંભુ ને પૂછ્યું.
" સર તો દવાખાને છે આદિત્ય ની જોડે." શંભુ એ રાઘવને જવાબ આપતાં કહ્યું. રાઘવ વિનય ને મળવા કોટડી માં પ્રવેશે છે.
" સર કંઈપણ કરો પણ મને અહીથી જલ્દી બહાર નીકાળો મારે ઘરે જવું છે." રાઘવ ને જોઈ વિનયે આજીજી કરતાં રાઘવને કહ્યું.
" તું ચિંતા ન કર હવે તારું કોઈ કંઈ જ નહિં બગાડી શકે, આ બધું કરનાર પકડાઈ ગયો છે, કાલે તને નિર્દોષ સાબિત કરીને જ રહીશ." રાઘવે વિનય ની પાસે બેસી તેના હાથ પર હાથ મૂકી વિનય વિશ્વાસ આપતાં બોલ્યો. જે સાંભળી વિનય ચહેરો પ્રફુલ્લિત થઇ જાય છે. વિનય ની સાથે થોડી ઘણી ચર્ચા કરી પછી રાઘવ ત્યાંથી નીકળે છે. રાઘવને હવે કાલનો ઇન્તજાર હોય છે જ્યારે કોર્ટમાં તે વિનય ને નિર્દોષ સાબિત કરી શકે પણ તે એ વાતથી અજાણ હતો કે તેની બાજી કાલે નિષ્ફળ જવાની છે.
" દવે આદિત્ય ની તબિયત કેવી છે તે કાલે કોર્ટમાં આવી શકે તેમ છે?" રાઘવે દવે ને ફોન કરી આદિત્યની ગવાહી ને લઈને ચિંતિત‌ થતાં પૂછ્યું. કેમ કે જો આદિત્ય કાલે કોર્ટમાં આવી ન શકે તો તેના કેસની પકડ ઢીલી પડે એમ હતી.
" સારી છે પણ મને નથી લાગતું કે આદિત્ય ગવાહી આપી શકશે." દવે એ રાઘવને જવાબ આપતાં કહ્યું. દવે ની વાત સાંભળી રાઘવ થોડો નર્વસ થઈ જાય છે.
અંતમાં એ દિવસ આવી ગયો જે દિવસની બધા રાહ જોઇને બેઠા હતાં. આ ફેંસલા ની અંતિમ ઘડી હતી, કે કામિની નું મર્ડર વિનયે જ કર્યું છે કે પછી બીજાએ. બધાં જ કોર્ટ રૂમમાં હાજર થઈ ગયા હોય છે ફક્ત જજની રાહ જોઈને બધાં બેસ્યા હોય છે થોડી જ વારમાં જજ પણ આવી જાય છે.
" કેસ નંબર 4428 કામિની મર્ડર કેસની કાર્યવાહી ચાલુ કરવામાં આવે." જજે ટેબલ પરથી ફાઈલ તેમનાં હાથમાં લઇ બંને પક્ષના વકીલો ને આદેશ આપતાં કહ્યું.
" માય લોર્ડ મારો ક્લાયન્ટ એકદમ નિર્દોષ છે તેને ફસાવવામાં આવ્યો છે." રાઘવ એ તેની દલીલ રજુ કરતાં કહ્યું.
" એવું તમે કયા આધારે કહી શકો રાઘવ." જશવંતે રાઘવ ની દલીલનો વિરોધ કરતાં કહ્યું.
" માય લોર્ડ આ જે મર્ડર થયા છે તેમાં મારા ક્લાયન્ટ નો કોઈ જ હાથ નથી કોઇએ તેને પોતાનું પ્યાદું બનાવી તેનો ઉપયોગ કર્યો છે." જશવંતની વાતનો જવાબ આપતાં રાઘવ બોલ્યો.
" રાઘવ તમે આમ ગોળ ગોળ વાતો કર્યા કરતાં સીધે સીધી વાત કહો તમે શું કહેવા માંગો છો?" રાઘવ ની વાત ન સમજાતાં જજે રાઘવને કહ્યું.
" માય લોર્ડ તે આદિત્ય છે જેણે આ બધો ખેલ ખેલ્યો હતો. તે છોકરીઓનું અપહરણ કરી તેમને વિદેશમાં તેમની ઇચ્છા વિરુદ્ધ દેહ વ્યાપાર માટે મોકલતો હતો." રાઘવે તેનાં હાથમાં રહેલાં કેટલાક ફોટાઓ અને કાગળો જજને બતાવતાં કહ્યું.
" મે ક્યાં ના પાડી રાઘવ કે આદિત્ય બધાં ધંધા નહોતો કરતો, પણ કામિનીના મર્ડર નું આ વાત સાથે શું લેવાદેવા છે? રાઘવ આપણે અત્યારે કામિની મર્ડર કેસની વાત કરીએ છીએ નહીં કે આદિત્યના ખોટા ધંધા ઓની અને એનો કેસ અલગથી ચાલશે માટે તમે અત્યારે કામિનીના મર્ડર કેસની ચર્ચા કરો તો સારું." રાઘવ ની વાત સાંભળી જશવંતે તેનો વિરોધ કરતાં કહ્યું.
" મતલબ છે માય લોર્ડ મતલબ છે. આદિત્ય છોકરીઓ નું અપહરણ કરી તેમનું જાતીય શોષણ પણ કરતો હતો અને જ્યારે કામીની એ વાત વિનય ને કરવાનું મન બનાવ્યું ત્યારે આદિત્ય એ કામીની નું મર્ડર કરી નાંખ્યું." રાઘવે પોતાની દલીલ રજુ કરતાં કહ્યું.
" તમારી પાસે કોઇ સબૂત છે એ વાત સાબિત કરવાનો કે આ બધું આદિત્ય કર્યુ છે?" જજે રાઘવ ની દલીલ સાંભળી રાઘવ ને સવાલ કર્યો




To be continued............


મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો

Mo:-7405647805

આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.