પાઈ(π) દિવસ
14મી માર્ચ એટલે પાઈ દિવસ. આપણે તારીખો લખવામાં દિવસ પહેલા અને મહિનો પછી લખતાં જેમકે 14/03 પરંતુ અંગ્રેજી કેલેન્ડર મહિનો પહેલા અને દિવસ પછી લખાય છે. જેમકે 03/14 હવે આને પાઈની કિંમત સાથે સરખાવો π=3.14 માર્ચ 14, 1879 આલ્બર્ટ આઈંસ્ટાઈનનો જન્મ દિવસ છે એટલે દુનિયામાં આજનો દિવસ પાઈ દિન તરીકે ઊજવાય છે. પાઈ દિવસની ઉજવણીની શરૂઆત સતાવાર રીતે અમેરિકામાં 2009માં થઈ હતી. 2008માં યુનાઈટેડ સ્ટેટસ હાઉસ રિપ્રેઝન્ટટેટીવ પાઈ ડે ની ઊજવણી ને માન્યતા આપી. તેને આર્કિમિડીઝ અચળાંક પણ કહે છે. તે એક અસંમેય સંખ્યા છે. તેમાં દશાંશચિહ્ન પછીના અંકો અનંત છે. તેના સૌથી વઘુ અંકો યાદ રાખવાના પ્રયત્ન સૌ પ્રથમ ભારતીય રાજન મહાદેવને કર્યો હતો તેણે 1988માં તેના 31,811 અંકો યાદ રાખ્યા હતા ત્યાર પછી જાપાનના એક વ્યકિત એ 40000 આંકડાઓ યાદ રાખ્યા હતા. પાઈ (π) એટલે વર્તુળના પરિઘ કે પરિઘિ અથવા ઘેરાવાના માપ અને વ્યાસનો ગુણોતર π એ ગ્રીક બરાક્ષરીનો 15મો અક્ષરછે જે અંગ્રેજી બરાખડી P ની સમકક્ષ છે. ગમે તેટલું મોટુ વર્તુળ બનાવો. આ મૂલ્ય બદલાતું નથી વ્યાસ અને ઘેરાવાનો ગુણોતર એજ રહેવાનો એનું મૂલ્ય આશરે 3.14 છે. સર આઈઝેક ન્યુટને 1665માં પાઈના 16 અંકો રેકોર્ડ કર્યા.
π નાં મૂલ્ય માટે 2015 વર્ષની ખૂબી છે 2015 ની 14મી માર્ચ સવારે9 વાગીને 26 મિનિટ અને 53 સેકંડ્નું મહત્વ છે આપણે તેને આમ લખીશુ 3/14/15 9:26:53 હવે, જો આપણે π નાં મૂલ્યમાં દશાંશચિહ્ન પછીના 10 સ્થાનો સુધી જઈએ તો 3.141592653 હજી આપણે આગળ વધીએ તો સેકંડના 60 ભાગ કરીએ જ્યારે58 માં ભાગ સુધી પહોચીએ ત્યારે π ના મૂલ્યમાં હજુ બે આંકડા ઉમેરાશે 3.14159265358 π ના મૂલ્યમાં દશાંશચિહ્ન ઉમેરતા જઈએ તો પણ એ રકમ નિ:શેષ નથી બનવાની આથી દશાંશચિહ્ન પછી કેટલા આંકડા ઉમેરી શકાય છે તે શોધવામાં ગણિતશાસ્ત્રીએને બહુ રસ પડે છે. અત્યાર સુધી દશાંશચિહ્ન પછી તેર હજાર અબજ આંકડા ઉમેરાઈ ગયા છે પણ હજી શેષ વધે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ ભૈમિતિક તકનીકીઓનો ઉપયોગ કરી π નાં મૂલ્યમાં દશાંશ સ્થણ પછી પાંચ અંકોનો અંદાજ કાઢયો હતો. અનંત શ્રેણીના આધારે π માટેનું સચોટ સૂત્ર એક મિલેનીયમ પછી મળયું.20 મી અને 21 મી સદીમાં ગણિતશાસ્ત્રીઓ અને કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ πનાં મૂલ્ય માટે ઘણાજ સંશોધનો કર્યા.
ચૌદમી સદીના અંતમાં કેરળમાં માઘવ નામના ગણિતજ્ઞ થઈ ગયા જેમણે અનંત શ્રેણીઓ વિશે કામ કર્યુ એમણે લખેલા એક પુસ્તકમાં π નું લગભગ સચોટ મૂલ્ય દર્શાવ્યુ છે. બેબિલોનમાં π વિશે માહિતી હતી અને ઈજિપ્તમાં પણ હતી ત્યાના રાજવી “ફેરાઓ”ના સિંહાસનોમાં પુરાતત્વશાસ્ત્રીઓને અમુક ગાણિતિક પેટર્ન જોવા મળી છે. બેબીલોનમાં 25/8 નો ઉપયોગ કરી π નાં મૂલ્યનો વિચાર કરવામાં આવ્યો હતો જ્યારે ઈજિપ્તવાસી ઓ એ 256/81 નો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે. 1706માં વિલિયમ જોંસે પ્રથમ π ના ખ્યાલનો ઉપયોગ કર્યો હતો જો કે π 1737માં સાચી લોકપ્રિયતા મેળવી. 1737માં સ્વિસ ગણિતશાસ્ત્રી લિયોનાર્ડ યુલરે તેની સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યુ. 22 ટ્રિલિયન કરતા વધારે અંકોની ગણતરી કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થયો હતો. 2016માં સ્વિસ વૈજ્ઞાનિક પીટર ટુબ 24 હાર્ડ ડ્રાઈવવાળા કમ્પ્યુટઋનો ઉપયોગ કર્યો હતો. જે π ની ગનતરી માટે નો વિશ્વ વિક્રમ છે. જો દર સેકંડે એક એ6કા વાંચો તો બધા અંકો વાંચતા 700,000 વર્ષથી વધુનો સમય લાગે. પીટસબર્ગમાં કાર્નેગી યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રી અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક પ્રોફેસર ડેવિડ એંડર્સન દ્વારા બનાવેલ વેબ સાઈટ π શોધ વેબસાઈટ પર π નાં 200 મિલિયન એંકો આપણે શોધી શકીએ છીએ.