Prem Pujaran - A Crime Story - Part 20 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૦

Featured Books
  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

  • काल का रहस्य

    रात के करीब दो बज रहे थे. पूरा मोहल्ला गहरी नींद में सोया था...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૦

સામે મંદિર હતું. પૂજારી સાથે લગ્નની સામગ્રી પણ મંદિર માં પડી હતી. અચાનક જીનલ ના મનમાં વિચાર આવ્યો. હું વિક્રમ સાથે લગ્ન કરી લઈશ તો પહેલો હક વિક્રમ પર મારો લાગશે અને આ લગ્ન થી વિક્રમ પણ છાયા સાથે લગ્ન નહિ કરી શકે. એટલે કાર માંથી જીનલ નીચે ઉતરી અને વિક્રમ નો હાથ પકડી ને કહ્યું ચાલ વિક્રમ આજે મને તું તારી પત્ની બનાવી દે.

બંને મંદિર ની અંદર પ્રવેશ્યા. જીનલ શણગારેલ મંદિર જોઈને ખુશ ખુશ થઈ ગઈ. બ્રાહ્મણ ત્યાં પહેલી થી જ લગ્ન ની તૈયારી સાથે હાજર હતા. વિક્રમે ત્યાં હાજર બ્રાહ્મણ ને કહ્યું આપ લગ્નની વિધિ ની શરૂઆત કરો. બ્રાહ્મણે લગ્નની વિધિ શરૂ કરી અને જીનલ અને વિક્રમ ને સામે બેસવાનું કહ્યું. એક પછી એક બ્રાહ્મણ મંત્ર ના જાપ કરવા લાગ્યા. અને બંને ને કહેવામાં આવ્યું કે આપ લગ્નના સાત ફેરા ફરવા માટે ઊભા થઈ જાવ.

વિક્રમ અને જીનલ બંને ઊભા થયા.બ્રાહ્મણ જેમ જેમ કહેતા ગયા તેમ તેમ બંને એ સાત ફેરા પૂરા કર્યા. પછી બ્રાહ્મણે વિક્રમ ને કહ્યું આપ કન્યા ના માથે કંકુ થી સેથો પૂરો અને ગળામાં મંગળસૂત્ર પહેરાવો.

જીનલ જે રોજ સપનું જોઈ રહી હતી તે સપનું આજે પૂરું થવા જઈ રહ્યું હતું. હંમેશા માટે જીનલ આજે વિક્રમ ની થવા જઈ રહી હતી. જીનલ તો બહુ જ ખુશ હતી. હવે વિક્રમ ક્યારે માથામાં સેથો પુરે અને ક્યારે તેમના ગાળામાં મંગળસૂત્ર પહેરાવે તેની રાહ જોવા લાગી.

હાથમાં કંકુ લઈને વિક્રમે જીનલ ના માથા પર સેથો પૂર્યો પણ પછી વિક્રમ અટકી ગયો. ત્યાં બ્રાહ્મણ બોલ્યા આપ કન્યા ને મંગળસૂત્ર પહેરાવો.
વિક્રમ તો મંગળસૂત્ર ભૂલી ગયો હતો એટલે બ્રાહ્મણ ને કહ્યું મહારાજ હું મંગળસૂત્ર ભૂલી ગયો છું. જો તમારા થી કોઈ વ્યવસ્થા થાય તો કરી આપો.

બ્રાહ્મણે પહેલા વિક્રમ ને ઠપકો આપ્યો કે લગ્ન કરવા છે ને મંગળસૂત્ર ની અહેમિયત ખબર નથી. આ લગ્ન કોઈ ગુંડ્ડાગુડ્ડી નો ખેલ નથી. આ એક પવિત્ર બંધન છે. જે અતૂટ હોય છે અને તેમાં મંગળસૂત્ર નો રોલ મહત્વ નો હોય છે. બાજુમાં પડેલ બેગ માંથી હાથ નાખીને એક સાદું મંગળસૂત્ર કાઢ્યું અને વિક્રમ ના હાથમાં આપ્યું.

મંગળસૂત્ર હાથમાં લઈને વિક્રમે જીનલ ના ગળા માં પહેરાવી દીધું. પછી એક બીજાએ માળા સામ સામે પહેરાવી એટલે બ્રાહ્મણ દેવતા એ કહ્યું તમારા બંને ના લગ્ન અહી ભગવાન ની સાક્ષી એ થઈ ચૂક્યા છે. હવે તમે તમારો સંસાર સુખેથી માણો. અને મારી દક્ષિણા આપતા જાવ.

વિક્રમે પોતાના પર્સ માંથી એક બે હજાર ની નોટ અને એક સિકો કાઢીને બ્રાહ્મણ ના હાથમાં આપ્યા ને કહ્યું બ્રાહ્મણ દેવતા આપ હવે તો ખુશ ને...!!?
હાથમાં રૂપિયા આવતા બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયા. હું ખુશ એટલે આપ બંને ખુશ કહીને બ્રાહ્મણ હસવા લાગ્યા.

જીનલ નો હાથ પકડી ને એક સાથે ભગવાન ના બંનેએ દર્શન કર્યા અને ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા. સાથે બ્રાહ્મણ દેવતા ના પણ આશીર્વાદ લઇને બંને કાર માં બેસી ગયા.

જીનલ અને વિક્રમ લગ્ન કરીને બહુજ ખુશ હતા. જીનલ લગ્ન ની ખુશી માં ઘરે જવાનું પણ ભૂલી ગઈ. એ વિચાર પણ ન આવ્યો કે હું ઘરે મોડી પહોશિષ તો ઘરે મમ્મી પપ્પા મારા પર તુટી પડશે ને ગુસ્સો કરશે. પણ વિચાર બસ એક જ આવી રહ્યો હતો કે આજથી હું આજીવન વિક્રમ ની પત્ની બનીને રહીશ. ત્યાં વિક્રમ બોલ્યો "ક્યાં ખોવાઇ ગઇ જીનલ."?

બસ વિચારી રહી હતી કે આપણું આગળ નું જીવન કેવું હશે. મારી અને તારી બંને ની મુરાદ આજે પૂરી થઈ ગઈ. હવે આપણે પતિ પત્ની બની ગયા છીએ. હવે તો હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું.

વિક્રમ પણ જાણે વિચારે ચડી ગયો હોય તેમ બીજે ધ્યાન રાખીને જીનલ ને જવાબ આપ્યો. જીનલ મને થોડો સમય આપીશ અચાનક આપણા લગ્ન થઈ જવાથી હું કોઈ તૈયારી કરી ચુક્યો નહિ. પહેલા હું માતા પિતા ને મનાવી લવ ન માને તો બીજા મકાન ની વ્યવસ્થા કરી લવ પછી આપણે સાથે રહીશું. તું સમજે છે ને જીનલ હું શું કહી રહ્યો છું. ધીરે થી વિક્રમ જીનલ ને સમજાવવા લાગ્યો.

જીનલે વિક્રમ ની હા માં હા મિલાવી. પણ એક ગંભીર સવાલ વિક્રમ ને પૂછી લીધો. આપણા લગ્ન આજે થયાં છે તો આપણી સુહાગરાત પણ આજે જ થવી જોઈએ.? જીનલ જીદે ચડી. મારે બસ આજે જ સુહાગરાત મનાવવી છે.


શું વિક્રમ અને જીનલ ની સુહાગરાત થશે..? જોશું આગળ.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....