Prem Pujaran - A Crime Story - Part 21 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૧

Featured Books
  • ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1

    ​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના...

  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૧

જીનલ ની જીદ સામે વિક્રમે સુહાગરાત માટે હા પાડી અને કાર સીધી સિટી તરફ લઈ ગયો. ત્યાં ફુલ માર્કેટમાં જઈને એક ટોપલો રંગબેરંગી ફુલ લીધા અને કાર તેના ફાર્મ હાઉસના મકાન પર ગયો. દુલ્હન કેમ ચૂપચાપ વિદાય પછી કાર માં બેઠી હોય, તેમ જીનલ પણ ચૂપચાપ બેઠી રહી. અને જોઈ રહી કે વિક્રમ મારા માટે શું શુ કરે છે.

વિક્રમ ફાર્મ હાઉસના મકાનમાં પર પહોંચ્યો એટલે કાર માંથી તે બહાર નીકળ્યો અને જીનલ નો હાથ પકડી મકાન ની અંદર લઇ ગયો. મકાનમાં જઈ તેમનો રૂમ ફૂલો થી શણગારવા લાગ્યો. જીનલ બસ સપના માં ખોવાઇ ગઇ હોય તેમ એક બાજુ બેસીને જોઈ રહી હતી. વિક્રમે થોડાજ સમય માં બેડ સુંદર ફૂલો થી સજાવી દીધો. સવાર નું કઈ ખાધું ન હતું એટલે બંને ને ભૂખ લાગી હતી. જીનલ પાસે જઈ વિક્રમે પ્રેમ થી પૂછ્યું પ્રિયે તને ભૂખ લાગી છે..? બોલ શું લાવું તારા માટે.? વિક્રમ સામે મીઠી સ્માઇલ કરી ને જીનલ બોલી ભૂખ તો બહુ લાગી છે. આપ જાવ અને જલ્દી કઈક સારું ખાવાનું લઈ આવો. વિક્રમે કહ્યું જીનલ તું અહી બેસ ત્યાં હું બહાર જઈને જમવાનું લઈ આવું.

વિક્રમ બહાર જમવા ગયો એટલે જીનલ વિચારવા લાગી સુહાગરાત તેમની નથી મારી પણ છે એટલે મારે પણ કઈક કામ કરવું જોઈએ એ વિચાર થી તે ઉભી થઇ ને વિક્રમ દ્વારા બેડ ને જે ફૂલો થી શણગારેલો હતો તેને વધુ સુંદર કેમ લાગે તે રીતે ફૂલો ગોઠવવા લાગી. બેડ ની ફરતી બાજુ ફૂલો ની હારમાળાઓ કરી અને બેડની વચ્ચે એક સરસ દિલ બનાવ્યું. જીનલે તો એક સુંદર સુહાગરાત બેડ તૈયાર કરી નાખ્યો. અને તે રૂમ બંધ કરીને બહાર બેસીને વિક્રમ ની રાહ જોવા લાગી.

ભૂખ તો બહુ લાગી હતી જીનલ ને એટલે વિક્રમ ના આવવાની રાહ જોતી બહાર નજર કરીને બેઠી હતી. થોડો સમય થયો એટલે વિક્રમ આવ્યો તેના હાથમાં પિઝા, બર્ગર અને બીજી ઘણી આઇટમો હતી. જે જીનલ ને પ્રિય વસ્તુ હતી. બંને ને બહુ ભૂખ લાગી હતી એટલે બંને એક બીજાને ખવડાવવા લાગ્યા. અને આ પ્રેમભર્યું તેમનું ભોજન એક કલાક સુધી ચાલ્યું.

સાંજ પડી ચૂકી હતી. એક બીજાને પ્રેમ થી ખવડાવવામાં વધુ પેટ ભરાય ગયું હતું. બંને જમીને ફાર્મમાં ચાલવા ગયા. અને હાથમાં હાથ પરોવીને ચાલતા ચાલતા વાતો કરવા લાગ્યા. જીનલ અને વિક્રમ થાકી ગયા હતા એટલે બહુ ચાલ્યા નહિ અને વધુ રાતે જાગવા પણ માંગતા ન હતા એટલે બંને રૂમમાં પહોંચ્યા. રૂમમાં તેનાથી બધું સુંદર શણગારેલ બેડ ને જોઈને વિક્રમ ખુશ થઈ ગયો. વિક્રમ સમજી ગયો કે આ જીનલ નું કામ હશે. જીનલ ને ઉંચકી ને બેડ પર વિક્રમ લાવ્યો. અને બંને વચ્ચે રોમાંસ શરૂ થયો. સુહાગરાત ની પહેલી શરૂઆત વિક્રમે જ કરી. પણ વિક્રમ તો જાણે ભૂખ્યો શેર હોય તેમ જીનલ પર તુટી પડયો. જીનલ કઈ સમજી શકી નહિ કે વિક્રમ આટલો હવસ ખોર કેમ થઈ ગયો. સુહાગરાત છે એમ સમજી ને જીનલે તે રાત્રે બહુ સહન કરી લીધું.

સવાર થયું એટલે વિક્રમે જીનલ ને જગાડી અને કહ્યું ચાલ તને ઘરે મૂકી જાવ, ઘરે તારી બધા રાહ જોતા હશે. જીનલ ઉઠી ને હાથ મો ધોયા વગર વિક્રમ સાથે ચાલતી થઈ. વિક્રમ જીનલ ને તેના ઘર સુધી મૂકીને આવ્યો. જીનલ જેવી ઘર ની અંદર પ્રવેશે છે ત્યાં તેમના પિતા નો એક જ સવાલ હતા. તું ક્યાં ગઈ હતી ને કોની સાથે હતી.? મને સાચી માહિતી જોઈએ..!??

ગુસ્સે થયેલા તેમના પિતા ને જોઈને જીનલ તેમને પ્રેમ થી સમજાવવા લાગી. હું ફ્રેન્ડ સાથે બહાર હતી ને રાત્રે મોડું થઈ ગયુ હતું એટલે ત્યાં જ મારે રોકાઈ જવું પડ્યું.

ખોટું બોલે છે જીનલ તું....!!!! એમ કહીને ચાર પાંચ થપ્પડ તેમના પિતાએ ગાલ પર મારી દીધી. જીનલ તો રડવા લાગી. ત્યાં તેમના રૂમ માંથી જીનલ ના મમ્મી બહાર આવ્યા.

કેમ મારી દીકરી ને તમે મારો છો...? જીનલ ને ગળે લગાડી ને ગાલ પર હાથ ફેરવ્યો. બેટી બહુ વાગ્યું તો નથી.

ગુસ્સે ભરાયેલા જીનલ ના પપ્પાએ તેમની પત્ની ને જીનલ થી દુર કરી ને કહ્યું જો જીનલ ની મમ્મી આ તારી દીકરી ની કરતૂત માથા પર સેથો છે. ગળા માં મંગળસૂત્ર છે આ ક્યાંથી આવ્યું.???


તેમના મમ્મી પપ્પા ને જીનલ શું જવાબ આપશે.? તે જાણીશું આગળ


વધુ આવતા ભાગમાં..

ક્રમશ....