Prem Pujaran - A Crime Story - Part 12 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૬

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૬

જીનલ ને ચક્કર આવતા જોઈને છાયા એ આંખના ઈશારા થી કહ્યું શું થયું જીનલ..? તારી તબિયત તો સારી છે ને...?

કઈ નહિ છાયા બસ આવો છોકરો મે મારી જિંદગીમાં નથી જોયો એટલે થોડા ચક્કર આવી ગયા. તે છોકરો બીજું કોઈ નહિ પણ જીનલ નો પ્રેમી વિક્રમ હતો જે આજે છાયા ને જોવા આવ્યો હતો. વિક્રમ પણ જીનલ ને જોઈને ચૂપચાપ રહ્યો અને તેની નજર હંમેશા નીચી રહી.

બંને પરિવારોએ થોડી વાતો કરી. બંને પરિવારો ને ગમી ગયું હતું એટલે છોકરા છોકરી ને વાત કરી લેવા બંને ના માતા પિતા એ બંને ને કહ્યું. જાઓ તમે બંને વાતો કરી લો.. છાયા તો ઉભી થઇ ને વિક્રમ સાથે વાત કરવા તેના રૂમમાં ગઈ પણ વિક્રમ ઉભો થઇ રહ્યો ન હતો એટલે તેમના મમ્મી પપ્પા એ કહ્યું બેટા વિક્રમ રૂમમાં જા અને છાયા સાથે વાતો કરી લે.

જ્યારે ઘરે થી વિક્રમ છાયા ને જોવા નિકળ્યો હતો ત્યારે તેના પપ્પાએ કહી દીધું હતું. કે અમને છાયા પસંદ છે અને તું ના પાડીશ નહિ. છાયા એક સંસ્કારી છોકરી છે અને બીજું તે આપણી જેમ ખાનદાન ની સાથે બાંધકામ સાથે જોડાયેલા છે. એટલે ના પાડવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. આમ પણ અત્યાર સુધી વિક્રમે તેના પ્રેમ વિશે તેના માતા પિતા ને કોઈ જ વાત કરી ન હતી એટલે છાયા પસંદ નથી તે કારણ શોધવું રહ્યું વિક્રમ ને...!!!

વિક્રમ તેમના માતા પિતા ના કહેવાથી છાયા સાથે વાત કરવા છાયા ના રૂમમાં પહોંચ્યો. છાયા નો સ્વભાવ એકદમ શાંત હતો એટલે તેણે પહેલા કોઈ વાત કરવાની પહેલ કરી નહિ. પણ કઈક તો વાત કરવી પડશે તે હેતુ થી વિક્રમે થોડી વાત શરૂ કરી.

આપણે એક જ કોલેજ માં હતા તો પણ અજાણ હતા આ કેવું....!!! છાયા મને તારો કોઈ પરિચય નથી એટલે તું તારા વિશે કહીશ તો મને થોડી ખબર પડે.??

સરમ અનુભવી રહેલી છાયા માથું નીચે કરી ને વિક્રમ ને જવાબ આપ્યો. હું પહેલી થી એકલી એકલી રહેતી. કોલેજ માં જીનલ સિવાઈ કોઈ મારું મિત્ર નથી રહ્યું. હા પણ વિક્રમ તારી ચર્ચા ઘણી મે કોલેજમાં સાંભળી છે.
એકવાત કરું વિક્રમ હું તને પહેલે થી પસંદ કરતી હતી પણ મારા શાંત સ્વભાવ ના કારણે કહી શકી નહિ.

આ સાંભળી ને તો વિક્રમ નો પ્રેમ જાણે ફિક્કો પડી ગયો હોય તેમ તે માયુસ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે છાયા માં એવો કોઈ જ અવગુણ નથી જે હું મમ્મી પપ્પા આગળ કહી ને ના કહી શકું.

શું વિચારે છે વિક્રમ...!!!
હું પસંદ ન હોય તો તું તારા મમ્મી પપ્પા ને ના કહી શકે છે. આમ પણ પહેલા આપણે બંને પસંદ હોવા જોઇએ..

વિક્રમ ના છૂટકે છાયા ને કહ્યું હું તને પસંદ કરુ છું. પછી તો છું છાયા ના ચહેરા પર તો રોનક આવી ગઈ જાણે કે તેને ગમતું પાત્ર મળી ગયું હોય તેમ રૂમ માંથી બહાર આવી હસતા ચહેરે મમ્મી અને જીનલ ની વચ્ચે બેસી ગઈ.

છાયા નો હસતો ચહેરો જોઈને છાયા ના મમ્મી પપ્પા અને વિક્રમ ના મમ્મી પપ્પા સમજી ગયા કે છાયા ને વિક્રમ પસંદ આવી ગયો છે. ત્યાં વિક્રમ આવ્યો એટલે તેમને પણ પૂછવામાં આવ્યું કે તને છાયા પસંદ છે.?? ના પાડી શકે તેવું કારણ મળ્યું નહિ એટલે થોડી પપ્પા સામે સ્માઇલ કરીને વિક્રમે હા પાડી. મને છાયા પસંદ છે.

મને છાયા પસંદ છે આ સાંભળીને તો જીનલ નું જાણે દિલ તુટી ગયું હોય તેમ અંદર થી ભાંગી પડી ને આંખમાંથી આંસુ આવી ગયા. કોઈ જુએ તે પહેલાં તો મારે કામ છે કહીને જીનલ ચાલતી થઈ. જીનલ ને ઘણું કહેવામાં આવ્યું કે રોકાઈ જા પણ જીનલ ત્યાં એક મિનિટ પણ રોકાઈ નહિ ને ત્યાંથી ભાગી છૂટી.

એકબીજા ને પસંદ આવતા બંને પરિવારો એ ગોળ ધાણા થી મો મીઠું કર્યું. અને સગાઈ ની તારીખ પણ લેવાઈ ગઈ.

વિક્રમ ઘરે આવીને જીનલ ને ફોન કર્યો પણ જીનલ ફોન રિસિવ કરતી ન હતી. ઘણી વાર ફોન કર્યા મેસેજ કર્યા પણ જીનલ કોઈ જવાબ જ આપી રહી ન હતી. વિક્રમ ને ચિંતા થવા લાગી. મારી જેમ જીનલ કઈક હાથમાં છરી કે કોઈ બીજું પગલું ભરી તો નહિ લે ને.!!! આ વિચાર થી વિક્રમ બેચેન થઇ રહ્યો હતો.

શું જીનલ સાચે કઈક કરી બેસશે તો નહિ ને.? તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ.....