Prem Pujaran - A Crime Story - Part 12 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૭

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૭


તે રાત્રે તો વિક્રમ ને ઊંઘ ન આવી. રાત્રે પણ વિક્રમે જીનલ ને ઘણા ફોન કર્યા પણ જીનલ ફોન પર કોઈ ઉતર આપી રહી ન હતી. માંડ માંડ વિક્રમ થી સવાર થયું એટલે વિક્રમ પોતાની બાઇક લઇને જીનલ ના ઘરે જવા નીકળ્યો ત્યાં રસ્તા માં જીનલ નો સામેથી ફોન આવ્યો. વિક્રમે બાઇક ઉભી રાખીને વાત કરવા લાગ્યો.

જીનલ તું ઠીક તો છે ને...?
મને તારી ચિંતા થઈ રહી હતી. આખી રાત ઊંઘ પણ નથી આવી. હું તને અત્યારે જ મળવા માંગુ છું. તું કયા છે. જીનલ...???

ધીરે થી જીનલ બોલી હું ઘર ની બહાર નીકળી છું ને હું અત્યારે ગુડ લક મોલ પર આવી રહી છું તુ ત્યાં આવી જા. હું તને ત્યાં મળું છું કહી ને જીનલે ફોન મૂક્યો.

જીનલ ગુડ લક મોલ પાસે પહોંચે તે પહેલાં વિક્રમ ત્યાં પહોંચી ને જીનલ ની રાહ જોવા લાગ્યો. જીનલ આવી એટલે બંને પહેલા તો મોલ ની આગળ ગાર્ડન હતું ત્યાં જઈને બેસ્યા.

જીનલે પહેલો સવાલ કર્યો. તું મને પસંદ કરે છે કે છાયા ને...??

જીનલ નો હાથ પકડી ને વિક્રમે કહ્યું "તને"..તું મારો પ્રેમ છે..

પ્રેમ છું તો તે કેમ છાયા ને પસંદ કરી. તું જોવા આવ્યો હતો ત્યારે છાયા ને ના પાડી શકતો ન હતો.!!! ગુસ્સા માં જીનલ સવાલો પર સવાલો કરવા લાગી.

જીનલ શાંત થા અને મારી વાત સાંભળ કહી ને નિરાંતે વિક્રમે વાત કરી. મને ઘરે થી ફોર્સ કરવાંમાં આવ્યું હતું કે તું છાયા ને ના પાડીશ નહિ, નહિ તો પરિણામ તારે ભોગવું પડશે. એટલે ન છૂટકે મારે છાયા ને પસંદ કરવી પડી. ઘણી સમજાવી તો પણ જીનલ માનવા તૈયાર થઈ નહિ. એટલે વિક્રમે કહ્યું તો હવે તું કહીશ તેમ કરીશ. બસ...

તું કોઈ પણ સંજોગો માં છાયા સાથે સગાઈ નહિ કરે. બોલ આપીશ મને પ્રોમિસ...

હું પ્રોમિસ આપુ છું પ્રેમ તને જ કરતો રહીશ અને લગ્ન પણ તારી સાથે જ કરીશ. બોલ જીનલ આપણે ક્યારે લગ્ન કરવા છે. આટલું કહીને વિક્રમે જીનલ ને મનાવી લીધી.

મોલ માંથી વિક્રમે એક ખુબ સુંદર ભેટ જીનલ ને આપી અને બંને હગ કરીને છૂટા પડ્યા.

સગાઈ ની તારીખ જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ છાયા નો ઉત્સાહ વધી રહ્યો હતો. ધીરે ધીરે છાયા વિક્રમ સાથે વાતો કરવા લાગી હતી. છાયા હંમેશા વિક્રમ ઘરે હોય ત્યારે જ ફોન કરતી. અને પસંદ નાપસંદ ની વાતો કરતી. વિક્રમ ઘરે હોય ત્યારે ન છૂટકે છાયા સાથે વાત કરવી પડતી. અને છાયા ના છાયા ના સવાલો ના જવાબ આપતો. ધીરે ધીરે વિક્રમ પણ છાયા સાથે વાતો કરવા લાગ્યો.

છાયા ને સગાઈ ની ખરીદી કરવા
માર્કેટ જવાનું હતું. છાયા સાથે વિક્રમ પણ આવી રહ્યો હતો. અત્યાર સુધી છાયા જીનલ સાથે જ બહાર ખરીદી કરવા ગઈ હતી એટલે વિક્રમ સાથે જવું તેને સરમ અનુભવી રહી હતી. એટલે જીનલ ને ફોન કરી ને કહ્યું તું કાલે મારી સાથે માર્કેટમાં શોપિંગ કરવા આવે છે. તે કહ્યું નહિ કે મારી સગાઈ ની શોપિંગ કરવાની છે. અત્યાર સુધી ક્યારેય જીનલે છાયા ને કોઈ પણ વાત પર ના કહી ન હતી એટલે હું કાલે જરૂર થી આવીશ એવું જીનલે ફોન પર છાયા ને કહ્યું.

વિક્રમ પહેલે થી માર્કેટ પર છાયા ની રાહ જોઈ રહ્યો હતો. છાયા ની સાથે જીનલ ને જોઈને ચોંકી ઉઠ્યો. વિક્રમ ને મનમાં પણ વિચાર ન હતો કે છાયા જીનલ ને સાથે લઈને આવશે. સામે જીનલ પણ વિક્રમ ને જોઈ ને તેને પણ સમજ ન પડી કે વિક્રમ અહી કેમ.!!! પહેલા વિચાર એ આવ્યો કે કદાચ મને અહી આવતા જોઈ ગયો હશે એટલે મળવા આવ્યો હશે.

જીનલ વિક્રમ પાસે આવી ને વિક્રમ ને ગળે વળગવા નું મન થયું પણ બાજુમાં છાયા હતી એટલે ખાલી મીઠી સ્માઇલ વિક્રમ સામે આપી. પણ વિક્રમ નો ચહેરો ઉદાચ હતો.
વિક્રમે કહ્યું ચાલો મોલ માં જઈએ.

ચાલતા ચાલતા છાયા એ વિક્રમ નો હાથ પકડ્યો ને સાથે ચાલવા લાગી. અને એક ઝવેલર્સ પર પહોંચ્યા. અને છાયા સોના ની રીંગ જોવા લાગી. છાયા ને નજર સોનાની વસ્તુઓ પર હતી અને વિક્રમ અને જીનલ એક બીજા ત્રાસી નજર થી જોઈ રહ્યા હતા. જીનલ ના ચહેરા પર ઘણા સવાલો હતા તો વિક્રમ પાસે તેના કોઈ જવાબ હતા નહિ.

છાયા એ એક સુંદર રીંગ પસંદ કરીને જીનલ ને બતાવી ને કહ્યું.
જો જીનલ આ રીંગ સગાઈ વખતે હું વિક્રમ ને અંગુથીમાં પહેરાવિશ તો કેવી લાગશે.??

આ સાંભળી ને જીનલ તો રડતી રડતી ત્યાં થી ભાગી.

આ વખતે જીનલ શું સાચે કઈક કરી બેસસે છે.? વિક્રમ શું ફરીથી જીનલ ને મનાવી લેશે. જોશું આગળ.

વધુ આવતા ભાગમાં..

ક્રમશ...