Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૮

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૮

બીજે દિવસ જીનલ કોલેજ માં સાગર ને શોધવા લાગી પણ સાગર ક્યાંય દેખાતો ન હતો. પણ ત્રણ દિવસ પછી સાગર કોલેજ માં દેખાયો એટલે જીનલ તેની પાસે પહોંચી. જીનલ ને આવતી જોઈને સાગર દૂર ભાગવા લાગ્યો.

સાગર ઉભો રે મારે તારી સાથે વાત કરવી છે. પ્લીઝ ઉભો રે હું તને કઈજ નહિ કહું.
જીનલ ના પ્રેમભર્યા શબ્દો સાગરના કાને પડતાં સાગર ઉભો રહી ગયો. જીનલ પાસે આવી ને સાગર ને કહ્યું મારે એક વાત કરવી છે.
તું પેલી બાજુ આવીશ.
સાગર તો જીનલ ની સામે જોઈ રહ્યો. તેને ડર લાગવા લાગ્યો કે જીનલ કઈક કહેશે તો નહિ ને પણ જીનલ સાગર ના હાવ ભાવ સમજી ને કહ્યું ગભરાઈશ નહિ હું તારી સાથે પ્રેમભરી વાતો જ કરવા આવી છું.

સાગર ને હજુ યકીન આવતું ન હતું. કે જીનલ હંમેશા મારી સાથે નફરત ભરી નજારો થી જોતી તે આજે પ્રેમભરી વાતો કરવા મારી પાસે આવી છે. !? પણ મનમાં એમ થયું મારી મન્નત પૂરી થઈ રહી છે. હવે લાગે છે જીનલ પણ મને પ્રેમ કરવા લાગી છે.

હજુ આગળ સાગર કઈ વિચારે તે પહેલાં જીનલ તેનો હાથ પકડી એક બાજુએ સાગર ને લઈ ગઈ અને સાગર ને પાસે બેસાડી ને વાતો કરવા લાગી.
સાગર મને સાચે આજે તારા પ્રેમ નો અહેસાસ થયો. તારો પ્રેમ એકદમ સાચો અને પવિત્ર છે. તારા પ્રેમ ની જીત થઈ સાગર આજથી હું તારી.

જીનલ ના મોઢે "આજ થી હું તારી" શબ્દ સાંભળીને સાગરના ચહેરા પર રોનક આવી ગઈ. જાણે કે તે સપનું જોઈ રહ્યો હોય તેવું તેને લખ્યું. સપનું તો નથી એ જાણવા જીનલ ના ગલ ને સાગરે પોતાના હાથ થી સ્પર્શ કર્યો.

હજુ સાગર વિશ્વાસ નથી આવતો ને ? એમ કહી જીનલ સાગર ને ગળે વળગી ગઈ અને સાગરના ગાલ પર જીનલે કિસ કરી. સાગર થોડો સરમ અનુભવતો હતો. તેને પણ જીનલ ને કિસ કરવી હતી પણ કહી શક્યો નહિ, પણ જીનલ સમજી ગઈ એટલે સાગર ને કહ્યું તું મને કિસ કરી શકે છે. પણ કોઈ જોઈ જશે તે ડર થી સાગર જીનલ ને કિસ નથી કરતો પણ તેને ફરી મળીશું ત્યારે કહી જીનલ સામે સ્માઇલ કરી. જીનલે પણ સ્માઇલ કરી ને કહ્યું ચાલ સાગર આપણે કાલે મળીશું. એમ કહી બંને છૂટા પડ્યા.

જીનલ તેના રૂમ પર જતી હતી ત્યારે રસ્તામાં વિક્રમ તેની રાહ જોઈ રહ્યો હતો. વિક્રમ પાસે આવીને જીનલ તેની બાઇક પાછળ બેસી ગઈ અને કહ્યું ચાલ આપણે દૂર જઈ વાતો કરીએ.

ફરી વિક્રમ જીનલ ને પેલા તેના મકાન માં લઇ ગયો અને બંને રૂમમાં બેસીને વાતો કરવા લાગ્યા.
વિક્રમે સવાલ કર્યો. તે સાગર ને કીધું "હું તને પ્રેમ કરું છું" તો તેનો હાવભાવ કેવો રહ્યો.?

પેલા તો મને જોઈ ગભરાઈ ગયો પણ મે પ્રેમ થી વાત કરી એટલે તે મારી સાથે દૂર જઈ મારી સાથે બેસ્યો ને વાતો કરવા લાગ્યા. મે તો પ્રેમ નો ઈઝહાર કરી દીધો એટલે તે તો જાણે પાગલ થઈ ગયો હોય તેમ તેના ચહેરા પર રોનક આવી ગઈ. જીનલ તો સાગર સાથે ની બધી વાત વિક્રમ ને કહેવા લાગી.

શું સાગર ની નજર તારા હોઠ કે બ્રેસ્ટ પર હતી.? ગંભીરતા થી વિક્રમે સવાલ કર્યો.

એક વાર મારા બ્રેસ્ટ પર સાગરે નજર કરી હતી પણ તે મારા હોઠ પર વધારે તેનું ધ્યાન હતું. એવું લાગી રહ્યું હતું કે અત્યારે જ મારા હોઠ પર તુટી પડશે. પણ અંદર થી ડર હોય તેવું મને લાગ્યું.

ફરી એક વાર વાત કરું જીનલ. એમ કહી વિક્રમે જીનલ ને કઈક કહેવા માટે કહ્યું.

શું કહેવું છે તારે વિક્રમ એમ પૂછવા નું ન હોય.

મને તો હજુ વિશ્વાસ નથી બેસતો કે સાગર નું આવું વર્તન સ્વાભાવિક છે પણ આટલી હદ સુધી જઈ શકે તેવો છોકરો મને નથી લાગતો. વિક્રમ જીનલ ને સમજવવા લાગ્યો.

હવે પ્લાન થઈ ગયો છે ને મે પ્રેમ કરવાનું નાટક પણ શરૂ કરી દીધું છે. હવે કઈ જ નહિ થાય. હવે જે થશે તે આપણી મરજી થી અને આપણા હિત માટે થશે. વિક્રમ બોલ આગળ મારે શું કરવાનું છે.?

ચાર પાંચ દિવસ તેની સાથે પ્રેમભર્યા દિવસો વિતાવ અને તેને જતાવી દે કે હું તારા પ્રેમ માં છું અને તું કહીશ તે હદ સુધી જઈશ. બસ તેનો વિશ્વાસ જીતી લે એટલે તેની સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ.

વિક્રમ ના કહેવાથી જીનલ સાગર સાથે શું કરવા જઈ રહી છે તે જોશું આવતા ભાગમાં.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....