Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૯

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૯


જીનલ તો સાગર ને એટલો પ્રેમ કરવા લાગી કે સાગરે એમ જ માની લીધું જીનલ મારી ગર્લ ફ્રેન્ડ નહિ પણ મારી પત્ની છે. જીનલ ના આવ્યા પછી તો સાગર ના વિચારો બદલાઈ ગયા. તે સાવ સાદો છોકરો થઈ ગયો. સાગર તેની કાળજી કરતા તો જીનલ ની વધુ કાળજી લેવા લાગ્યો.

બંને પ્રેમમાં ગળા ડૂબ થઈ ગયા. પણ હજુ સુધી સાગરે એવી કોઈ માંગણી કરી ન હતી કે પોતાની મર્યાદા વટાવી જાય કે જીનલ ને કોઈ નુકશાન થાય. પણ જીનલ સાગર ને એ અહેસાસ આપવા માંગતી હતી કે હું તારા વગર જીવી નહિ શકુ અને તું કહીશ તેમજ કરીશ.

એકવાર તો જીનલ સાગર ને કોઈ એકાંત સ્થળે લઈ ગઈ અને સાગર ને પહેલા ભેટી પડી પછી કિસ કરવા લાગી. અને સાગર ને કહ્યું તારે જે કરવું હોય તે કરી શકે. પણ સાગર ફક્ત જીનલ ને કિસ જ કરી શક્યો. તે મનમાં ઇચ્છતો હતો કે આ બધું હું લગ્ન પછી કરું. જીનલે ઘણું કહ્યું પણ સાગર આગળ વધ્યો નહિ. એકવાર તો જીનલ ને વિચાર આવ્યો કે હવસખોર સાગર આજે સરળ છોકરો કેમ દેખાઈ રહ્યો છે.

વાત વાતમાં જીનલે સાગર ને કહ્યું.
સાગર હું તારી સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવા માંગુ છું. બોલ તું મને લઈ જઈશ ને.?

સાગરે કહ્યું મારી પાસે તો બાઇક છે. તું કહીશ ત્યાં હું તને લઈ જઇશ. અને તે પણ બહુ દૂર નહિ. કેમ કે મારી બાઇક લાંબી ટ્રીપ કરી શકે તેવી નથી.

જીનલ ને તો લોંગ ડ્રાઈવ પર સાગર ને લઈ જવો હતો એટલે સાગર ને કહ્યું બાઇક પર તો બધા આપણ ને જોઈ જાય, મારે તો તારી પાસે ફૂલ મસ્તી કરવી છે. મારી ઈચ્છા છે આપણે કાર માં જઈએ. બોલ તારું શું કહેવું છે.

સાગર પાસે કાર તો હતી નહિ એટલે તેણે કહ્યું જીનલ તું કહે તો ભાડા પર કાર લઈએ.? પણ આપણે જઈશું કયા.??

સાગર જો તારી હા હોય તો મારા ફ્રેન્ડ પાસે કાર છે. તેની હું લઈ લવ. પણ તને ચલાવતા તો આવવડે છે ને..? અને સાંભળ હું તને એક એવી સારી જગ્યાએ લઈ જવા માંગુ છું જ્યાં તે તારી જિંદગીમાં તે જગ્યા જોઈ નહિ હોય. એમ કહુ તો તને સ્વર્ગ દેખાડીશ.

ના જીનલ મને કાર ચલાવતા નથી આવડતું. જો તે આપણી સાથે આવે તો મને કોઈ પ્રોબ્લેમ નથી તે કાર ચલાવશે આપણે પાછળ મસ્તી કરીશું. હસતા ચહેરે સાગરે જીનલ ને જવાબ આપ્યો.

આપણે બે દિવસ પછી જઈશું તું તૈયારી માં રહેજે અને સાંભળ કોઈ ને કહીશ નહિ કે હું જીનલ સાથે બહાર ફરવા જાવ છું નહિ તો આપણ ને મુશ્કેલી પડશે. આટલું કહી જીનલ ચાલતી થઈ.

સાગર ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. તે પોતાની બાઇક લઇ ગીત ગાતો ગાતો ઘર તરફ રવાના થયો.

જે દિવસે ફરવા જવાનું હતું તે દિવસે સાગર વહેલો ઊઠીને તૈયાર થઈ ગયો. મમ્મી પપ્પા ને લાગ્યું કે સાગર તૈયાર થઈ ક્યાંક જઈ રહ્યો છે એટલે પૂછ્યું "બેટા કયાંય બહાર જઈ રહ્યો છે તું.?"

હસતા ચહેરે પપ્પા ને જવાબ આપ્યો હા, પપ્પા હું બે દિવસ માટે બહાર જાવ છું.

પહેલા આવી રીતે કયાંય બે દિવસ સાગર બહાર ગયો ન હતો એટલે ગોપાલભાઈ એ પૂછ્યું બેટા બહાર એટલે ક્યાં જઈ રહ્યો છે.?

એ હું આવીને કહીશ તમને. અત્યારે પપ્પા મારે મોડું થઈ રહ્યુ છે.
પપ્પા ગોપાલભાઈ ના આંખમાં જાણે ચિંતાના વાદળો છવાઈ ગયા હોય તેમ. એ બેટા ધ્યાન રાખજે તારું. જતા સાગર ને કહ્યું.

સાગર રોડ પર આવીને જીનલ ને ફોન કર્યો.
જીનલ ક્યાં છે તું અને હું ક્યાં આવું.?

જીનલે પહેલે થી વિક્રમ સાથે મળી ને પ્લાન બનાવી રાખ્યો હતો એટલે સાગર ને કહ્યું સાગર તું દસ કિલોમીટર દૂર એક પરફેક્ટ હોટલ છે ત્યાં તું આવીજા. મારે થોડું કામ છે એટલે મારું કામ પૂરું કરીને હું ત્યાં આવું છું.
સાગર તો બસ પકડી ને પરફેક્ટ હોટેલ પહોંચી ગયો ને જીનલ ના આવવાની રાહ જોવા લાગ્યો.

જીનલે વિક્રમ ને ફોન કરી કહ્યું સાગર પરફેક્ટ હોટેલ પર આપણી રાહ જોઈ રહ્યો છે તું જલ્દી તારી કાર લઇ ને આવી જા. હું અહી તારી રાહ જોઈ રહી છું. અને સાંભળ પ્લાન પ્રમાણે બધું થઈ જવું જોઈએ હો.

હા થઈ જશે જીનલ તું ચિંતા ના કર, અને ફોન મુક એટલે હું જલ્દી ત્યાં પહોંચું.

આખરે જીનલ સાગર ને ક્યાં લઇ જવા માંગે છે.? તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ ....