My Better Half - 14 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | My Better Half - 14

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

My Better Half - 14

My Better Half

Part – 14

Story By Mer Mehul

બારણે અંકલ અને આંટી ઉભા હતાં. તેઓની પાછળ વૈભવી અને રોશનીનો ચહેરો દેખાઈ રહ્યો હતો.

“આવો આવો…” પપ્પાએ બે હાથ જોડીને તેઓને આવકાર્યા. અંકલે પણ બે હાથ જોડીને અભિવાદન સ્વીકાર્યું. બધા ઘરમાં પ્રવેશ્યાં. પાછળ વૈભવી અને રોશની પણ ઘરમાં પ્રવેશ્યાં. રોશનીએ સંપૂર્ણ સફેદ ડ્રેસ પહેર્યો હતો. હું જ્યારે પણ તેને જોતો જ્યારે બસ જોતો જ રહી જતો. તેણે મારી સામે જોઇને સ્માઈલ કરી. અમે બંનેએ સામસામેનાં પક્ષને પગે લાગવાની વિધિ પુરી કરી, બંને પક્ષે સામસામે ગળે મળવાની વિધિ પુરી કરી.

અમારી બેઠક આ મુજબ હતી. પપ્પા અને અંકલ એક સોફામાં બેઠા હતા. મમ્મી અને આંટી એક સોફામાં બેઠાં, ભાઈ સોફા ખુરશીમાં બેઠો હતો અને હું તથા વૈભવી…બંને પરિવારનાં કહેવાથી એક સોફામાં બેઠાં હતાં. ભાભી, દેવાંશી અને રોશની રસોડામાં હતાં. દેવાંશી બધા માટે પાણી લઈ આવી.

થોડીવાર બંને પરિવાર વચ્ચે ફોર્મલ વાતો થઈ, ત્યાં સુધીમાં ભાભી ચા લઈ આવ્યાં. ચા પીવાની વિધિ પછી ફરી થોડી વાતો થઈ.

“અમે નાસ્તો લઈ આવીએ ત્યાં સુધીમાં તું વૈભવીને પોતાનો રૂમ બતાવી આવ” હું અને વૈભવી જે સમયની રાહ જોઈ રહ્યાં એ સમય મમ્મીએ લઈને આપ્યો. હું ઉભો થયો અને વૈભવીને દાદરો ચડવાનો ઈશારો કર્યો. એ આગળ ચાલી પછી હું તેની પાછળ દાદરો ચડ્યો. અમે બંને મારાં રૂમમાં પ્રવેશ્યાં. મેં બારણાંને સ્ટોપર લગાવી દીધી.

“નોટ બેડ….” વૈભવીએ કહ્યું, “રૂમ તો સરસ છે…”

હું મૌન બનીને તેને જોઈ રહ્યો. એ મારાં તરફ ફરી.

“વાઈટ ડ્રેસમાં તું વધુ સુંદર લાગે છે” મેં સસ્મિત કહ્યું.

“મને લાગ્યું તું વાઈટ શર્ટ પહેરીશ એટલે હું વાઈટ ડ્રેસ પહેરીને આવી” વૈભવીએ કહ્યું. મેં તો વાઈટ શર્ટ જ પહેર્યો હતો પણ મમ્મીએ શર્ટ બદલાવી નાંખ્યો એવી તેને ક્યાં ખબર હતી..!

હું અત્યારે તેને જવાબ આપવાનાં મૂડમાં નહોતો. કદાચ એ પણ મારી વાત સમજી ગઈ હશે. એ મારી નજીક આવી અને મારો હાથ પકડીને મને બેડ તરફ ખેંચી ગઈ. અમે બંને બેડ પર બેઠાં. મને બરોબર યાદ છે, અમે જ્યારે અંજલીના રૂમમાં તેનાં બેડ પર બેઠાં હતા ત્યારે અમારી વચ્ચે દોઢેક ફૂટનું અંતર હતું. એ અંતર ઘટીને અત્યારે બે ઇંચનું થઈ ગયું હતું.

તેણે મારા ડાબા હાથમાં પિતાનો હાથ વિટાળ્યો અને મારાં ખભે માથું રાખી દીધું. મેં ડાબા હાથની આંગળીઓ તેનાં હાથની આંગળીઓમાં પરોવી દીધી.

“અની…” એ મારા કાનમાં ગણગણી.

“હંમ…” હોઠ ખોલ્યા વિના જ મેં કહ્યું.

“આઈ લવ યુ” તેણે કહ્યું.

મને ઝટકો લાગ્યો. બેશક અમે બંને એકબીજાને સમજવાની કોશિશ કરતાં હતાં પણ વૈભવી આટલી જલ્દી એકરાર કરશે એવી ધારણા મેં નહોતી બાંધી. હું મૌન બનીને તેનાં બોલવાની રાહ જોઈ રહ્યો.

“મને ખબર છે તને અજીબ લાગતું હશે..” એ બોલી, “બટ, ટ્રસ્ટ મી.. હું વિચારીને જ બોલું છું. આગળનાં વિસ દિવસ પછી આપણો જવાબ શું હશે એ મને નથી ખબર પણ તારું દિલ કેવું છે એ હું આ દસ દિવસમાં જાણી ચુકી છું. ભલે આપણે એકબીજાને ના કહીએ તો પણ તારાં માટે મારાં દિલમાં હંમેશા જગ્યા રહેશે. હું એ વાત યાદ રાખીશ કે તે કેવી રીતે મારાં પુરા પરિવારને વિખેરાતાં બચાવ્યો હતો..તું મને મનાવવા ઘર સુધી આવ્યો હતો, એ દિવસે રાત્રે જ મારે તને આ વાત કહેવી હતી. ઈનફેક્ટ હું છેલ્લાં બે દિવસથી તને આ વાત કહેવાની કોશિશ કરતી હતી પણ કહી નહોતી શકતી”

મેં મારો ડાબો હાથ તેનાં હાથમાંથી છોડાવ્યો અને તેની ગરદન ફરતે વીંટાળીને તેને પોતાનાં તરફ ખેંચી. તેણે પણ પોતાનાં બંને હાથ મારાં ફરતે વીંટાળી દીધાં. અમે બંને એકબીજાને જકડી રહ્યાં હતાં. કોણ વધુ જોર લગાવી શકે તેનાં માટે હરીફાઈ જામી હતી અને આ રમતમાં વૈભવી જીતી રહી હતી. તેણે મને કસીને જકડી રાખ્યો હતો.

મેં તેનાં વાળમાં ચુંબન કર્યું. ત્યારબાદ સહેજ નીચે ચહેરો લઈને તેને ફોરહેડ કિસ કરી. તેની આંખો બંધ થઈ ગઈ હતી. મેં મહેસુસ કર્યું, એ ઊંડા શ્વાસ લઈ રહી હતી.

હું આપોઆપ તેનાં તરફ ખેંચાવા લાગ્યો. સહેજ નીચે ચહેરો લાવીને મેં પોતાનાં નાક વડે તેનાં ગાલનો સ્પર્શ કર્યો. તેણે જવાબમાં મારી કમર પર પોતાનો હાથ દબાવી દીધો.

મેં જમણા હાથ વડે તેને હડપચી ઊંચી કરી અને તેનાં ચહેરાની એકદમ નજીક પહોંચી ગયો. અમે એકબીજાનાં શ્વાસની ગરમી મહેસુસ કરતાં હતા કે નહીં એ મને નથી ખબર, મારે જાણવું પણ નહોતું.

“વૈભબી…” હું ધીમેથી ગણગણ્યો, “બધું હું જ કરીશ કે….”

અફકોર્સ…!, મારી વાત અધુરી રહી ગઈ. એ એકદમથી આગળ વધી અને મારાં અધર પર પોતાનાં અધર ચાંપી દીધાં. મને તેનાં સૂકા પડી ગયેલાં હોઠ મહેસુસ થયાં. મારી આંખો આપમેળે બંધ થઈ ગઈ.

હવે બાજી વૈભવીએ સંભાળી લીધી હતી. તેણે પોતાનાં અધરને સહેજ મારાં તરફ ધકેલ્યા, જવાબમાં મેં પણ એવું જ કર્યું. અમે બંને વારાફરતી આ કાર્ય કરવા લાગ્યાં. થોડીવારમાં અમારાં બંનેના અધર ભીંજાઈ ગયાં.

જ્યારે અમારાં બંનેના અધર ભીંજાઈ ગયાં ત્યારે હું અલગ જ દુનિયામાં પ્રવેશી ચુક્યો હતો. હું આ પળને હંમેશા માટે કેદ કરવા ઇચ્છતો હતો. જો મારું ચાલે તો હું સમયને થંભાવી દેવા ઇચ્છતો હતો. મારાં માટે આ બેસ્ટ મોમેન્ટ હતી. મેં પહેલા પણ કિસ કરેલી પણ આ કિસમાં કોઈ જુદો જ જાદુ હતો જેણે મને આશ્ચર્યમાં મૂકી દીધો હતો. હું આસક્ત થઈ ગયો હતો.

હું જે મહેસુસ કરતો હતો કદાચ વૈભવી તેનાં કરતાં વધુ મહેસુસ કરી રહી હતી અને કદાચ એટલે જ એ પાગલોની જેમ મને ચૂમી રહી હતી. અમે મર્યાદાની પહેલી દરાર મિટાવી દીધી હતી, સ્પર્શની ભાષા સમજી લીધી હતી. હવે અમારાં માટે શબ્દો સરકારી દફતરમાં જમા થયેલા ફોર્મ જેવાં નકામા હતાં, બેકાર હતાં. અમે એકમેકમાં ધોળાઈ રહ્યાં હતાં, એકબીજાને ભીંજવવા મથી રહ્યા હતાં.

મેં પોતાનાં બંને હાથ વૈભવીથી અળગા કર્યા અને પછી બંને હાથ વૈભવીનાં ગાલ પર રાખી તેનાં ચહેરાને પોતાનાં ચહેરા તરફ ખેંચ્યો. એટલામાં તેનાં ચશ્મા વચ્ચે આવી ગયાં. તેનાં ચશ્મા મારી ડાબી આંખનાં ખૂણે અથડાયા.

બે ક્ષણ માટે હું વૈભવીથી અળગો થયો, ત્રીજી ક્ષણે તેની આંખો પરથી ચશ્મા હટાવ્યા અને ચોથી ક્ષણે ફરી વૈભવીનાં હોઠ પર આવી ગયો. એ સમય દરમિયાન અમને બંનેને શ્વાસ લેવાનો મોકો મળી ગયો હતો. બંનેએ ઊંડો શ્વાસ લીધો અને ફરી એકમેકમાં સમાઈ ગયાં.

અમે દસ મિનિટ સુધી એકબીજાનાં હોઠનું રસપાન કરતાં રહ્યાં. આ દસ મિનિટ મારી લાઈફની અત્યાર સુધીની શ્રેષ્ઠ દસ મિનિટ હતી. અમે બંને અળગા થયા ત્યારે વૈભવીની નજર નીચે હતી. મને મજાક સુજ્યું. મેં તેનાં હોઠ પર હાથ રાખીને ચીમટો ભરી લીધો.

“આઉચ…” વૈભવીએ સિસકરો કર્યો, “શું કરે છે તું..!”

“તને વહાલ…” મેં કહ્યું અને તેનાં ગાલ ખેંચ્યા. એ મારી તરફ ધસી અને મને ધક્કો મારીને મને બેડ પર સુવરાવી દીધો અને મારાં પર ચડી ગઈ. તેનું માથું મારી છાતી પર હતું, અમારાં બંને હાથની આંગળીઓ એકબીજાનાં હાથની આંગળીઓમાં પરોવાયેલી હતી. આગળની દસ મિનિટ સુધી અમે એ જ અવસ્થામાં મૌન સુઈ રહ્યાં.

આ વિસ મિનિટ કેવી રીતે પસાર થઈ ગઈ એની અમને જાણ જ ના રહી. મેં ઘડિયાળમાં જોયું તો પોણા સાત થઈ ગયાં હતાં.

“હવે જઈશું…” મેં તેનાં વાળમાં હાથ પસવારીને કહ્યું.

“ના…મારે આમ જ સુઈ રહેવું છે” તેણે કહ્યું.

“અરે પણ નીચે બધા રાહ જોતા હશે” મેં કહ્યું.

“ભલેને જુએ…મને ફર્ક નથી પડતો..” તેણે કહ્યું.

“તે દિવસની જેમ કોઈ આવી જશે તો તકલીફ થશે…આપણાં કપડાં પણ અસ્તવ્યસ્ત છે..કોઈ ગલત સમજશે તો…?”

“તને કોઈ પ્રોબ્લેમ છે ?” વૈભબીએ પૂછ્યું.

“ના…મને તો તું આવી રીતે ચોવીશ કલાક સૂતી રહે તો પણ ગમે….પણ અત્યારે નીચે જવું પડશે” મેં કહ્યું. એ મારા પરથી હટીને બાજુમાં સુઈ ગઈ. હું બેઠો થયો, એ પણ બેઠી થઈ. ત્યારબાદ એ ઉભી થવા જતી હતી ત્યાં મેં તેનો હાથ પકડ્યો અને તેને પોતાનાં તરફ ખેંચી. એ આસાનીથી મારાં તરફ ખેંચાય આવી.

“શું છે ?” તેણે લહેકો લઈને પૂછ્યું.

“આંખો બંધ કર” મેં કહ્યું.

“ના…તે દિવસે એકવાર ઘૂમી જા.. એકવાર ઘૂમી જા…કહીને મને ફસાવી લીધી હતી..આજે આંખો બંધ કરાવીને તું ફરી ફસાવીશ મને” તેણે કહ્યું.

તેની એકદમ નજીક જઈને મેં તસમાસતું, ફૂલ ફિલિંગ સાથે, એક ઝટકાવાળું ચુંબન ચોડી દીધું. તેની આંખો બંધ થઈ ગઈ અને તેનાં શ્વાસોશ્વાસની ગતી વધી ગઈ. તેની આંખો બંધ હતી એટલે મેં પેન્ટનાં પોકેટમાંથી તેનાં માટે લાવેલી રિંગ કાઢી. એની આંખો હજી બંધ હતી. મેં તેનો હાથ પોતાનાં હાથમાં લીધો અને તેની અનામિકા આંગળીમાં રિંગ પહેરાવી દીધી.

“હવે આંખો ખોલ” મેં કહ્યું.

“ઓહ..માય.. ગોડ” તેણે પોતાનાં હાથને જોઈને કહ્યું, “રિંગ…!”

“પસંદ આવીને ?” મેં પુછ્યું.

“રિંગ તો પસંદ આવી જ પણ રિંગ આપવાવાળો વધુ પસંદ આવ્યો” તેણે શરમાઈને કહ્યું.

“આગળની ચર્ચા હવે પછી કરીશું..” મેં કહ્યું, “ચાલ..નહીંતર તમે જશો પછી મારું આવ્યું બનશે”

એ ઉભી થઈને કાચ પાસે ગઈ. પોતાનો ડ્રેસ કાચમાં જોઈને વ્યવસ્થિત કર્યો. મેં પણ મારાં શર્ટને વ્યવસ્થિત કર્યો અને અમે બંને બહાર આવી ગયાં.

અમે બહાર આવ્યાં ત્યારે બધાં વાતોમાં મશગુલ હતાં. ભાભી, દેવાંશી અને રોશની નાસ્તાની ડિશ રસોડામાંથી લાવતાં હતાં. વૈભવી તેઓની સાથે કામમાં લાગી ગઈ. હું સોફા પર જઈને બેઠો.

“લો..અની આવી ગયો” ધરમશીભાઈએ મારાં તરફ જોઈને કહ્યું, “તમે એને જ પૂછી લ્યો”

મેં ધરમશીભાઈ તરફ આંખોથી ઈશારો કરીને શું વાત ચાલી રહી છે એ પૂછ્યું.

“અરે તારાં મમ્મી કહે છે કે બંનેની હા હોય તો વહેલી તકે સગાઈ કરી લેવી..” ધરમશીભાઈએ ધમકો કર્યો, “હું એને સમજાવું છું કે બંનેએ એક મહિનાનો સમય માંગ્યો છે તો પહેલાં એકબીજાને સમજી લેવા દો”

“તમે બરોબર જ કહો છો ભાઈ..” આંટીએ ધરમશીભાઈનો પક્ષ લીધો, “બાળકોને હજી સમય આપવો જોઈએ”

“મને લાગ્યું બંને એકબીજાને પસંદ કરે છે…” મમ્મીએ પોતાનો બચાવ કર્યો.

“પસંદ કરે છે તો પણ એકબીજાને સમજવા વધુ સમય મળી જશે બેન…”અંકલે મારી મમ્મીને ઉદ્દેશીને કહ્યું.

“એ બધી ચર્ચા પછી કરીશું…પહેલાં નાસ્તો કરી લો” ધરમશીભાઈએ હસીને કહ્યું. બધાએ નાસ્તાને ન્યાય આપ્યો.

નાસ્તો કર્યા બાદ થોડીવાર ચર્ચા થઈ જેમાં, સગાઈ થાય પછી કેટલા સમયમાં લગ્ન કરવા..લગ્ન દિવસે કરવા કે રાત્રે તેવા ટોપિક હતાં. હું અને વૈભવી બધું સાંભળતા હતાં. અમે બંને એકબીજા સામે જોઇને સ્મિત કરી રહ્યાં હતાં.

*

રાતનાં સાડા નવ થયાં હતાં. હું જમીને મારાં રૂમમાં બાલ્કનીમાં ઉભો હતો. હું વૈભવી વિશે વિચાર કરતો હતો. તેણે આજે પોતાનાં પ્રેમનો એકરાર કર્યો હતો, મારાં માટે તેનાં દિલનાં દરવાજા ખોલી દીધાં હતાં. જવાબમાં મેં તેને ચુંબનથી નવરાવી દીધી હતી. અમે જેટલા ચુંબન કર્યા તેમાં એક અલગ જ નશો હતો. હું હજી પોતાનામાં વૈભવીનાં શરીરની સુગંધ મહેસુસ કરી શકતો હતો. સહસા મારો ફોન રણક્યો. ડિસ્પ્લે પર ‘મિસ. ચશ્મિશ’ લખ્યું હતું. મેં કૉલ રિસીવ કર્યો.

અમે બંને અડધી મિનિટ માટે કશું ના બોલ્યાં.

“શું વિચારે છે..?” વૈભવીએ મૌન તોડતાં પૂછ્યું.

“હું તારાં વિશે જ વિચારતો હતો” મેં કહ્યું, “તે જે સરપ્રાઈઝ આપ્યું એ પ્રાઈઝલેસ હતું”

“તું કેવી રીતે કિસ કરતો હતો…” તેણે હસીને કહ્યું, “હજી મને હોઠોમાં દર્દ થાય છે”

“સૉરી..પણ હું ત્યારે ભાનમાં જ નહોતો” મેં કહ્યું, “તને જોઈને હું પાગલ બની જાઉં છું”

“ઓ મજનું…પાગલ ન થઈ જતો…લોકો મારાં હસબન્ડને પાગલ કહે એ હું સહન નહિ કરી શકું” એ હસીને બોલી.

“તારે તો ખુશ થવું જોઈએ…પોતાની પત્ની માટે પાગલ થઈ જાય એવો પતિ નસીબદાર છોકરીને જ મળે” મેં કહ્યું.

“એ વાત સાચી કહી…હું નસીબદાર તો છું જ…” તેણે કહ્યું, “આટલાં ઓછાં સમયમાં આવો પરફેક્ટ છોકરો મળવો એ નસીબની વાત છે”

હું મૌન રહ્યો. વૈભવી મારાં વિશે બોલતી હતી એ મને ગમતું હતું.

“અની…કંઈક બોલને..કેમ ચૂપ છે તું ?” વૈભવીએ લાંબો લહેકો લીધો.

“હું તને સાંભળું છું…તારા કહેલાં શબ્દો પર વિચાર કરું છું” મેં કહ્યું.

“આપણે કૉલ કટ કરીએ પછી તારી પાસે વિચારવાનો ઘણોબધો સમય છે…અત્યારે મારી સાથે વાતો કર…”

“મને તારી સાથે વાત કરવાની ઈચ્છા નથી થતી…” મેં કહ્યું.

“કેમ…?, શું થયું ?, મેં કોઈ ભૂલ કરી છે ?” વૈભવીએ મારાં પર પ્રશ્નોનો મારો કર્યો.

“પહેલાં પુરી વાત તો સાંભળી લે…” હું હસ્યો, “મને તારી સાથે વાત કરવાની ઈચ્છા નથી થતી, તારાં ખોળામાં માથું રાખવાની ઈચ્છા થાય છે, તને બાહુપાશમાં જકડીને ઊભા રહેવાની ઈચ્છા થાય છે, તને ફરી એકવાર….”

“બસ બસ…સમજી ગઈ હું…” એ હળવું હસી, “સ્ટ્રોંગવાળી ફીલિંગ આવે છે એમ બોલ ને…!”

“હા..” મેં કહ્યું.

“તું જે ફીલિંગ્સની વાતો કરે છે એનાં માટે આપણે મળવું પડે અને મળવા માટે તારે મારાં ઘરે આવવું પડે” તેણે કહ્યું, “બોલ આવી શકીશ મારાં ઘરે ?”

“આવી શકું પણ તેનાં બદલામાં મને શું મળશે ?” મેં પૂછ્યું.

“હમણાં જે તે વાત કહી એ બધી ઘટનાં બનશે…અને બધી ઘટનાની શરૂઆત હું કરીશ” તેણે કહ્યું. મારાં ચહેરા પર શૈતાની સ્માઈલ આવી ગઈ.

“અડધી કલાક પછી હું તારાં રૂમમાં હઈશ” મેં કહ્યું.

“ઑઑ…મજાક કરું છું” તેણે ગભરાઈને કહ્યું, “કોઈને નથી આવવાનું હો”

“પણ હું મજાક નથી કરતો..” મેં કહ્યું, “હું આવું છું”

“અરે પણ…મમ્મી-પપ્પાને શું કહીશ તું ?” તેણે પુછ્યું.

“એ તારે નથી જોવાનું…તે જે પ્રોમિસ આપ્યું છે એ પૂરું કરજે”કહેતાં મેં ફોન કટ કરી દીધો. જલ્દી તૈયાર થઈને નીચે આવી ગયો. સોફા પર મમ્મી અને ધરમશીભાઈ બેઠાં હતાં.

“મમ્મી હું બહાર જાઉં છું” મેં કહ્યું, “સચિનને બોલાવ્યો છે”

“જલ્દી આવી જજે” મમ્મીએ કહ્યું. ત્યાં સુધીમાં હું બારણે પહોંચી ગયો હતો. મેં બાઇક બહાર કાઢી અને અંજલીનાં ઘર તરફ બાઇક ચલાવી.

વૈભવીનાં ઘરે હું કેવી રીતે જઈશ એ મને નહોતી ખબર પણ મારે વૈભવીને મળવું હતું. પંદર મિનિટમાં હું તેનાં એપાર્ટમેન્ટ બહાર પહોંચી ગયો. અત્યારે અંકલ સામે જવામાં મને હોશિયારી ન લાગી. મેં ચોરીછુપે વૈભવીને મળવાનું વિચાર્યું. તેનાં રૂમમાં જવા માટે માત્ર બે જ રસ્તા હતાં. એક તેનાં ઘરમાં થઈને દરવાજાવાળો અને બીજો તેની બાલ્કનીમાંથી થઈને.

હિન્દી ફિલ્મો તો બધાએ જોઈ જ હશે. જ્યારે હીરો ચોરીછુપે હિરોઇનને મળવાનું નક્કી કરે ત્યારે તેની પાસે બાલ્કનીવાળો ઓપ્શન હોય જ છે. જો કે ફિલ્મમાં હીરોને સીધો બાલ્કનીમાં દેખાડવામાં આવે છે અને અહીં મારે બાલ્કનીમાં કેવી રીતે પ્રવેશ કરવો એ વિચારવાનું હતું. મેં એપાર્ટમેન્ટનું નિરીક્ષણ કર્યું. વૈભવીનાં રૂમની બાલ્કની પર જવા માટે મારી પાસે એક જ રસ્તો હતો. લિફ્ટ અને દાદરાની આગળ પાર્કિંગ હતું. પાર્કિંગ પછી સાત ફૂટની એપાર્ટમેન્ટની દીવાલ પડતી હતી. એ દિવાલ ચડીને હું પાઇપ લાઇન દ્વારા વૈભવીની બાલ્કનીની નજીક, બે ફ્લેટ વચ્ચેની જગ્યા પર પહોંચી શકતો હતો. એ જગ્યાએથી બિંબની અડધા ફૂટની પાળીએથી હું બાલ્કનીનાં ખૂણે પહોંચી શકતો હતો અને ત્યારબાદ રેલિંગ પકડીને બાલ્કનીમાં કૂદી શકતો હતો.

મારી પાસે બીજો પણ એક ઉપાય હતો. સાત ફૂટની દિવાલથી બાલ્કની વચ્ચે નવેક ફૂટનું અંતર હતું. દીવાલ પરથી કૂદીને હું બાલ્કનીએ લટકી નહોતો શકતો પણ જો.સીડી મળી જાય તો આ રસ્તો આસાન હતો.

દીવાલ સુધી પહોંચવા માટે મારે પાર્કિગમાં થઈને પસાર થવું પડતું હતું અને પાર્કિગમાં કાકા બેઠાં હતાં. મારે કાકાની નજરમાં આવ્યા વિના જવાનું હતું. મેં એક યુક્તિ કરી. મારી બાઇક મેં ગેટની બહાર ઉભી રાખી દીધી અને કાકાને અવાજ આપીને બોલાવ્યાં.

“કાકા મારે મોડું થાય છે, પ્લીઝ તમે બાઇક પાર્કિગમાં રાખી દેશો ?” હું ઉતાવળમાં હોઉં એવી રીતે બાઇક પરથી ઉતર્યો. કાકાએ તે દિવસે મને જોયો હતો એટલે મને ઓળખવામાં તેને કોઈ પ્રોબ્લેમ ના થઇ એવું મને લાગ્યું. ‘થેંક્યું’ કહીને એપાર્ટમેન્ટ દોડ્યો અને એક પિલર પાછળ જઈને છુપાઈ ગયો.

મેં આવા કાંડ કોઈ દિવસ નહોતાં કર્યા, હું કોઈનાં હાથે ઝડપાઇ જાઉં તો ઈજ્જતનો કચરો થવાનો ભય હતો પણ અત્યારે મને એવાં કોઈ વિચાર નહોતાં આવતાં. કાકાએ બાઇકને દોરીને પાર્કિંગ સુધી લઈ આવ્યાં અને બાઇક સ્ટેન્ડ કરીને પાછા દરવાજા પાસે પોતાની ખુરશી પર જઈને બેસી ગયાં.

હું દબેપાવ ત્યાંથી નીકળ્યો. એક કારની આડશ લઈને હું વૈભબીનાં ફ્લેટની વિંગ નીચે આવી ગયો. મેં આજુબાજુ નજર કરી પણ સીડી કે એવી કોઈ વસ્તુ મને નજરે ના ચડી જે મને સીધો બાલ્કનીમાં પહોંચાડી દે.

હું પાળી પર ચડી ગયો અને પાઇપલાઈનનાં સહારે બંને ફ્લેટ વચ્ચે જે જગ્યા હતી ત્યાં ચડી ગયો. મારાં બંને હાથ અને બંને પગ જુદી જુદી વિંગની દીવાલે ચીપકેલા હતાં. બેશક હું સ્પાઇડરમેન નહોતો પણ અત્યારે તેનાંથી કમ પણ નહોતો. જો સ્પાઇડરમેન જેવી શક્તિ મારામાં હોત તો હું અત્યારે વૈભવી પાસે હોત.

મેં બિંબની અડધા ફૂટવાળી પાળી પર એક પગ રાખ્યો અને વૈભવીનાં રૂમની દીવાલે પીઠ ટકાવી દીધી. હવે મારાં હાથ એકપણ દીવાલ સાથે ચીપકેલા નહોતાં. મેં બંને હાથ ફેલાવીને પંજા દીવાલ સાથે રાખેલા હતાં. હું કરચલાની જેમ આડો ચાલવા લાગ્યો. વૈભવીનાં રૂમનો ખૂણો આવ્યો એટલે મેં શરીરને ઘુમાવ્યું અને છાતીનો ભાગ દીવાલ સાથે લગાવી દીધો. મેં દીવાલ બદલી લીધી હતી. અત્યારે હું જે દીવાલની પાળીએ ઉભો હતો એ જ દીવાલમાં બાલ્કની પડતી હતી.

મેં હાથ લાંબો કર્યો અને રેલિંગ પર હાથ રાખી દીધો. ધીમે ધીમે સરકીને હું બાલ્કનીમાં કૂદી ગયો. હું બાલ્કનીમાં પહોંચી ગયો હતો. મેં કોઈ મોટી જંગ જીતી લીધી હોય એવું મને ફિલ થઈ રહ્યું હતું.

મોબાઈલ હાથમાં લઈને મેં વૈભવીને કૉલ કર્યો.

“ક્યાં છે તું ?” તેણે ફોન રિસીવ કરીને પુછ્યું.

“બાલ્કનીવાળી બારી ખોલ પછી કહું અને રૂમમાં રોશની હોય તો બહાર મોકલી દેજે” મેં કહ્યું. તેણે ફોન કટ કરી દીધો આજે એ જ મિનિટે બારી ખોલી.

(ક્રમશઃ)