ASTIK THE WARRIOR - 3 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-3

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-3

"આસ્તિક"
એક ઇચ્છાધારી લડવૈયો
અધ્યાય-3

મહર્ષિ જરાત્કારુ પક્ષીરાજ ગરુડની સલાહ માનીને પદમાસને સમાધીમાં બેઠાં. બધા પક્ષીઓએ પોતાનું એક એક પીંછું મહર્ષિનાં માથે પરોવીને જાણે એક મુગુટ બનાવી દીધો અને મહર્ષિનું સન્માન કર્યું. મહર્ષિને ખૂબ આનંદ થયો એમનાં માથા પર ગોળાકાર આકારે વર્તુળાકારે મુગુટની રચના થઇ ગઇ અને જાણે કોઇ અજ્ઞાત જ્ઞાન જ્ઞાત થયું હોય એમ ખૂબ આનંદીત થઇને બોલી ઉઠ્યાં... વાહ પક્ષીરાજ તમે તો મને સારી દિશા બતાવી દીધી પક્ષીઓનાં સમૂહે મને જ્ઞાનની રાહ મળી ગઇ હું તમારાં સહુનો ખૂબ ખૂબ આભાર માનુ છું.
પક્ષીરાજ ગરુડે કહ્યું મહર્ષિ આપ અહીંથી સીધાંજ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો તમને તમારું લક્ષ્ય મળી જશે અને જે પુકાર છે ત્યાં સુધી પહોંચી જશો.
મહર્ષિએ બધાનો આભાર માનીને અવાજની દિશામાં પ્રયાણ કરવા માંડ્યુ. ધીમે ધીમે પ્રભુનાં નામનું રટણ કરતાં કરતાં આગળ વધી રહેલાં. માનો પુકારનો ધ્વની નજીકને નજીક આવી રહેલો. વરસાદે વિરામ લીધો હતો છતાં ભર સવારે જાણે વાદળોનાં ઘટાટોય બંધારણને કારણે આછું અંધારું થઇ ગયુ હતું વાતાવરણમાં ભેજ અને ઠંડક ખૂબ હતી પ્રહર થી પ્રહર બદલાતો જતો હતો અને તેઓ ધીમે ધીમે આગળ વધી રહેલાં.
મહર્ષિ ઘણું પગપાળા ચાલીને આગળ વધી રહેલાં સાંજ પડવા આવી હતી. એમણે સાંધ્ય પૂજા કરવાનો સમય થતાં તેઓ ફરીથી એક વૃક્ષની આડશે આશરો લીધો અને સંધ્યા પ્રાર્થના કરવા બેઠાં એમની એકાગ્રતા અને લયથી તેઓ સમાધીમાં ઉતરી ગયાં.
સંધ્યા કર્યા પછી એમણે આંખો ખોલી તો આકાશમાં અદભૂત દ્રશ્ય જોયું એમણે જોયુ કે નભનાં ચંદરવામાં મોટું ગોળાકાર વર્તુળ સર્જાયું હતું.. સાંજ ઢળી ગઇ હતી છતાં આકાશમાં પ્રકાશિત વર્તુળ જોઇને અચરજ થયું એમણે મનોમન પ્રશ્ન કર્યો આ શું કૌતુક છે ? એમણે હાથ જોડીને માઁને પ્રાર્થના કરી કે હે માં આ શું સર્જન છે ? મને નથી ખબર તમે મને સમજાવો.
મહર્ષિની પ્રાર્થના અને અરજ સાંભળીને એમનાં મનમાંજ અગોચર અવાજે જવાબ આપ્યો અને અગમ્યવાણી સંભળાઇ. "પુત્ર આ વર્તુળાકાર ચક્ર જે દેખાય છે એ વરુણ દેવની સભા છે એમાં બધાં ગ્રહ નક્ષત્ર આવીને સૃષ્ટિ પર થનાર જળવૃષ્ટિનું આયોજન થઇ રહ્યુ છે દરેક પ્રદેશમાં વરસાદ વરસસે અને ધરતી તૃપ્ત થશે. અને હાં એમાં ખાસ પિતૃઓને પણ સંતોષ અને શાંતિ થાય એમનો મોક્ષ મુક્તિ થાય એવી ગોઠવણ છે તું પણ આગળ વધ અને તારું નિશ્ચિત લક્ષ્ય જે કુદરતે નક્કી કર્યું છે એ પૂર્ણ કર.
મહર્ષિએ હાથ જોડીને આભાર માન્યો અને તેઓ રાત્રીનો અંધકાર છવાઇ જાય પહેલાં આગળ ચાલવાનુ ચાલુ કર્યું. તેઓની અંદર એટલી પીડા હતી પુકારને કારણ કે તેઓ ક્યાંય રોકાયા વિના રાત્રી દરમ્યાન પણ ચાલતાજ રહ્યાં કોઇ જગ્યાએ અટક્યા નહીં વિશ્રામ ના લીધો.
આમને આમ પરોઢ થવા આવી એમણે ફરીથી કોઇ જળાશય આવે એટલે ચહેરો ધોઇ ધ્યાનમાં બેસવા નક્કી કર્યું એક જળાશય આવતાં એમણે હાથ-પગ ધોઇ ચહેરાને ધોઇને પ્રાર્થના કરવા માંડી... ફરીથી અગોચર અવાજે એમને કહ્યું "વત્સ હવે તું ઘણો નજીક છે બસ થોડો સમય ઉત્તર દિશામાં ચાલતો રહે. પ્રહર પુરો થતાં થતાં માં તું પહોચી જઇશ. સુખી થાવ...
મહર્ષિને આનંદ થયો કે હવે મારાં લક્ષ્યથી ઘણો નજીક છું અને એમણે ફરીથી ચાલવાનું ચાલુ કર્યું થોડેક આગળ જઇને લાગ્યુ કે કોઇ ગામની સીમ આવતી જણાય છે. ભલે ગામ દૂર છે પણ અહીં આગળ વસ્તી હોવી જોઇએ એમ વિચારતાં વિચારતાં આગળ વધી રહ્યાં.
પક્ષીઓ અને અગોચર પ્રાણીઓનાં અવાજ આવવા લાગ્યાં. મહર્ષિ એ અવાજને ઓળખવા એનો અર્થ ઉકેલવા પ્રયત્ન કરવા લાગ્યા જે પુકાર ધ્વની હતો એ પણ સાવ નજીક હતો એવું લાગ્યું. સૂક્ષ્મ રીતે એમનાં હૃદયના પણ કંઇ ના સમજાય એવી લાગણી થઇ રહી હતી તેઓ અવાજની દિશામાં આગળ વધી રહેલાં હવે પુકાર ખૂબજ સ્પષ્ટ સંભળાય રહી હતી એમણે આગળ વધતાં જોયુ કે કોઇ મોટો કૂવો દેખાઇ રહ્યો છે.
એમની નજર કૂવા તરફ ગઇ અને એક મોટું અચરજ જોયુ હવે સવારનો પ્રહર બરાબર થઇ ગયો હતો સૂર્યનારાયણ પૂરા પ્રકાશમાન હતાં. બધુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતું.
મહર્ષિએ જોયુ કે મોટાં વિશાળ કૂવાની બાજુમાં એક મોટું વૃક્ષ હતું એની ડાળ મોટી મોટી એ કૂવા તરફ લટકતી હતી અને એ લટકતી મોટી ડાળ પર ઊંધા માથે કોઇ ઋષીઓ જાણે લટકી રહેલાં આ દ્રશ્ય જોઇને એ ખૂબ વિચારમાં પડી ગયાં અને ચિંતિત સ્વરે બોલી ઉઠ્યાં અરે ઋષિ મહાત્મો આપ આમ વૃક્ષની ડાળ પર ઊંધા માથે શા માટે લટકી રહ્યાં છો ? શા માટે કોઇએ તમારી દશા આવી કરી છે. તમે શા માટે આવી પીડા સહન કરી રહ્યાં છો ? તમારી આ કણસતી દુઃખ ભરી પુકાર હું કેટલી દૂરથી સાંભળતો સાંભળ્યાં તમારી પાસે આવ્યો છું ? તમે શા માટે અહીં લટકી રહ્યાં છો અને પુકારી મને કેમ રહ્યાં છો ?
ડાળી પર લટકતા ઋષિગણોએ કહ્યું "હે પુત્ર જરાત્કારુ સાંભળ અમે તારાં પિતૃઓ છીએ અમારી મૃત્યુ પછી સદગતિ નથી થઇ તારું પિતૃતર્પણ બાકી છે જેથી અમને ગતિ કે મોક્ષ નથી થઇ રહ્યો.
પુત્ર તું અમારુ તર્પણ કરીને અમારી સદગતિ કરાવ અમને મુક્તિ અપાવી તારું અધુરુ કર્મ અને ઋણ પુરુ કર.
મહર્ષિ જરાત્કારુએ કહ્યું પણ તમે મારાં પિતૃ છો એ મને કેમ જ્ઞાત ના રહ્યું ? હું મારી ફરજથી ક્યારેય અળગો રહીજ ના શંકુ મારાથી આવો અપરાધ કેમ થયો ? મને માફ કરો મારા લીધે તમારે આટલી પીડા સહેવી પડી હું અત્યારે આજ ક્ષણે તમારુ તર્પણ કરી ઋણ મુક્ત થઇશ જેથી મને મારાં આત્માને સંતોષ થશે.
મહર્ષિએ કહ્યું "તમે મને જ્ઞાન આપો કે હું શું વિધી કરુ કે તર્પણ કરુ કે તમારી સહુની મુક્તિ થાય અને આ ભૂમી કઇ છે ? શા માટે હું આટલા સુધી ખેંચાઇ આવ્યો ?
પિતુઓએ કહ્યું "પુત્ર તું અમારુ વિધી પૂર્વક પિતૃ તર્પણ કર અમારી સદગતિ થશે આ મોરા ગામની ભૂમિ છે ખૂબ પવિત્ર છે તું આ ઋણયુક્ત થઇશ પછી ખૂબ સુખી અને સંતુષ્ટ થઇશ તું તર્પણ વિધી પૂર્ણ કર પછી તને આશિષ આપીને આખી વાત કરીશુ.
મહર્ષિ જરાત્કારુએ હાથ જોડી નમસ્કાર કરીને તર્પણ વિધી કરવા માટે પરવાનગી માંગી અને આજ્ઞા કરવા કહ્યું. પિતુઓએ કહ્યું પુત્ર તુ તર્પણવિધી આ કુવાનાં જળથી સ્નાન કર્યા પછી કર તો અમારી મુક્તિ નિશ્ચિત થઇ જાય.
મહર્ષિ જ
માથે ચઢાવી કૂવાનાં જળથી સ્નાનાદી બધુ પતાવીને પિતૃઓએ આપેલા જ્ઞાન દ્વારા તર્પણ વિધી ચાલુ કરી જેમ જેમ વિધી પૂજા ચાલુ થઇ અને ધીમે પિતૃઓને સુખ મળવા માંડ્યુ એમનાં દીલમાંથી આશીર્વાદ વરસી રહેલાં.
જરાત્કારુ વિધી કરી રહેલાં એમની આંખમાંથી પણ અશ્રુધારા વહી રહેલી એમનાં ઋણ અશ્રુઓથી પૂજાવિધીથી ધોવાઇ રહેલાં પૂર્ણ થઇ રહેલાં. દીલમાં એક અનોખો ઉમંગ હતો આનંદ હતો.
પિતૃઓનાં જીવ પણ સંતૃપ્ત થઇ રહેલાં અને સદગતિ નાં માર્ગે જવા નિશ્ચિત થઇ ગયાં. મહર્ષિએ સંપૂર્ણ વિધી પૂરી પવિત્રતાથી પૂર્ણ કરીને એને સંતૃષ્ણ કરવા વૃક્ષનાં ફળ ઉતારીને ખાવા માટે પ્રસાદીમાં આપ્યાં.
જેવી પૂજાવિધી પૂર્ણ થઇ એની સાથેજ ત્યાં ચારો તરફ એક અગમ્ય પવિત્ર તેજ પ્રકાશમાન થયું અને પિતૃઓએ કહ્યું પુત્ર તે આજે તારી ફરજ પુરી કરી છે અમે પિતૃઓનું સંતૃપ્ત થયાં છીએ તારુ ઋણ દૂર થયુ છે ભલે તું સન્યાસી છે પણ હવે તારો એ સમય પણ પૂર્ણ થયો છે તારાં જીવનમાં જે તપે સારુ કામ કરવાનું છે એમાં તું જ્ઞાત થા. ખૂબ સુખી થા.
મહર્ષિ એ આનંદીત થતાં કહ્યું હે પિતૃદેવ તમે સંતૃપ્ત થયાં તમારી સદગતિ થઇ રહી છે એ જાણીને મને અપાર આનંદ આવી રહ્યો છે તમે મને સંપૂર્ણ આશીર્વાદ આપો.
પિતૃઓએ કહ્યું "પુત્ર તારુ ખૂબ અગત્યનું જે કામ બાકી છે એ હવે પૂર્ણ કરજો. તારે તારુ આ એકાંકી બ્રહ્મચર્યનુ વ્રત પુરુ કરવાનું છે અને ખાસ કામ માટે તારે સંસારી બનવાનુ છે અને એનાં માટે તારે....
વધુ આવતા અંકે ---- અધ્યાય-4