The Corporate Evil - 37 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-37

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-37

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-37
તલ્લિકા ઘોષે અમોલને સ્પષ્ટ ના પાડી દીધી કે મારે અગાઉની ઘણી પેન્ડીંગ ફાઇલો પડી છે એનો નીકાલ કરવાનો છે હું નવા પ્રોજેક્ટને નહીં સંભાળી શકું. વળી મારી "ની" knee નું ઓપરેશન કરાવવાનુ છે તેથી હું બે-ત્રણ મહીનાની લીવ પર જવાની છું તો તમે નવી એપોઇન્ટમેન્ટ કરી લો તો સારુ વળી મેં અનુપ સરને પણ જણાવી દીધુ છે.
અમોલને તો જોઇતું હતું અને વૈદે કીધું એવો ઘાટ થયો. એને થયું હાંશ ટાઢે પાણીએ ખસ ગઇ. પાપાની આ સેક્રેટરી આમેય મારી સાથે ટ્યુનીંગ નથી વળી એ સીનીયર હોવાથી વારે વારે મને સલાહો આપ્યા કરે છે ભલે જતી લીવ પર આગળનાં કામની ફાઇલો પુરી કરે એટલે ઘણું અને એનાં મનમાં કંઇક વિચારીને લડ્ડુ ફુટવા માંડ્યાં.
એણે કેબીનમાંતી જોયુ કે તલ્લિકા એની જગ્યાએ પહોચી ગઇ છે અને એને ખરેખર ચાલવાની તક્લીફ છે જ. એટલે એને વિચાર આવ્યો અને તરતજ અમલમાં મૂક્યો એ એની ચેમ્બરમાંથી નીકળીને સીધો તલ્લિકા ઘોષની કેબીનમાં ગયો અને એકદમ સાહજીક લાગણીથી બોલ્યો "મેમ તમે ઘણાં સીનીયર છો અને આપણી કંપનીનાં ઘણાં અગત્યનાં કામ, પ્રોજેક્ટ સંભાળ્યા છે તમને જતા જોઇને મેં નોંધ્યુ છે કે તમને ચાલવામાં પણ તકલીફ છે તમે વેળાસર "ની" નું ઓપ્રેશન કરાવી લો હું કાલથીજ તમારી રજા સેક્શન કરુ છું ચાલુ પગારે અને "ની" નાં ઓપરેશનનો ખર્ચ પણ કંપની ઉપાડશે હું શ્રોફને કહીને આ બધાં કામ નીપટાવી લઇશ તમે ચિંતા ના કરો.
તલ્લિકાને આ દંભી માણસમાં લાગણીભર્યા શબ્દો બીલકુલ સ્પર્શયાજ નહીં છતાં જાણે સમજી ના હોય એણ કહ્યુ "ઓહ અમોલ થેંક્સ.. પણ કામ અટવાશેએ મને નહીં ગમે થોડા દિવસ ખેંચી લઊં... અમોલે દબાણ કરતાં કહ્યુ તમે "ની" ની સારવાર કરાવી પૂરતો આરામ લઇ પાછાં આવી જ્જો પછી તમારે જ બધુ જોવાનું છે.
તલ્લિકાએ એની જવાબદારી નિભાવતાં વિવેક કર્યો ઓકે અમોલ હું રજા પર ઊંતરું છું પરંતુ તમે નવી એપોઇમેન્ટ કરાવી લો એને એક વીકની ટ્રેઇનીંગ આપીને રજા ઉપર ઉતરી જઇશ એન્ડ થેંક્સ ફોર યોર ફીલીંગ્સ.
અમોલને લાગ્યું આ નહીં માને અને નવા આવનારને ટ્રેઇનીંગ જરૂર છે જ નહીંતર મારુ કામ અટકી જશે એટલે કહ્યું "ઓકે મેમ ધેટ્સ રાઇટ હું તાત્કાલીક એપોઇન્ટમેન્ટ કરાવી લઊં છું થેંક્સ કહીને એ એની ચેમ્બરમાં પાછો આવી ગયો.
ચેમ્બરમાં આવીને મોબાઇલમાં નંબર લગાવ્યો અને કહ્યું. હલલો, મેં પ્રોજેક્ટની જે વાત કરી હતી એ ફાઇનલ છે નવી ઓફીસ અને નવા પ્રોજેક્ટમાં મારે નવી એપોઇન્ટમેન્ટ કરવાની છે એટલે તમે તાત્કાલીક મને બે માણસ નક્કી કરી આપો. ઇટ્સ અરજન્ટ એક મેઇલ અને એક ફીમેઇલ અને તમને ખબર છે મારે કેવા માણસ જોઇએ.
મારી નવી ઓફીસ 15 દિવસમાં તૈયાર કરવા કોન્ટ્રાક્ટર અપાઇ ગયો છે આજે ડીઝાઇન નક્કી થઇ જશે.
સામેથી શ્રોફે કહ્યું પણ 15 દિવસમાં તૈયાર થઇ જશે ? અમોલે કહ્યું "હાં થઇ જશે કોન્ટ્રાક્ટજ એવી રીતે આપ્યો છે કે ટાઇમ લીમીટ પછી જો કામ અઘુરૃં રહ્યુ તો એક દિવસનાં એક લાખ પેમેન્ટમાંથી કપાઇ જશે. એવો ઇન્ટીરીયર અને કોન્ટ્રાક્ટર મળી ગયો છે હમણાં સાંજ સુધીમાં ડીઝાઇન પણ ફાઇનલ થઇ જશે. મને બે માણસ કાલથીજ આપો અહીં એક વીક તલ્લિકા મેડમ ટ્રેઇનીંગ આપી દે એટલે કામની સમજણ કેળવાઇ જાય. પણ યાદ રહે માણસો ખૂબ વિશ્વાસુ અને... તમને ખબર છે મારે કેવા જોઈએ ઓકે ?
સામેથી શ્રોપે કહ્યું "નિશ્ચિંત રહો હું વ્યવસ્થા કરુ છું અને અમોલ ખાસ વાત એ છે કે આગળનાં કેસનાં પેમેન્ટ અંગે વાત કરુ છું એ પૈસા કાલ સુધીમાં મળી જાયતો સારુ તો હું બધો વ્યવહાર પતાવીને ફાઇલ બંધ કરું.
અમોલે કહ્યું "કાલે તમે તમારાં "વિશ્વાસુ" ને મોકલજો અથવા હું જ આવીને આપી જઇશ જે હશે એ સવારે કાલે કહું છુ એમ કહીને ફોન મૂક્યો.
***********
નીલાંગ સવારે વહેલો ઉઠી ગયો છતાં એનાં માથા પર જાણે ભાર હતો કાલે બે જ પેગ પીધાં હોવાં છતાં જાણે હેંગ ઓવર લાગી રહેલું એ નાહી ધોઇ તૈયાર થઇને આઇને કહ્યું "આઇ આજે ટીફીન ના બનાવશો મારે જલદી નીકળ્વુ છે હું જમવાનું મેનેજ કરી લઇશ. તમે કોઇ કામની કે રસોઇની ઉતાવળ ના કરશો.
આઇએ કહ્યું "દીકરા પણ તું સમયસર જમી લેજે હમણાંથી તારે ખૂબ કામ રહે છે સવારે વહેલો નીકળે છે સાંજે મોડો આવે છે રાત થઇ જાય છે. તો નીલાંગી અત્યારે તારી સાથે નથી આવવાની ?
નીલાંગે કહ્યું "ના આઇ હમણાંથી એ ટ્રેઇનમાં જાય છે મારે ઝડપથી પહોચવું પડે છે ચાલ પછી વાત કરીશું. એમ કહી તૈયાર થઇને નીકળી ગયો. બાઇક સ્ટાર્ટ કરી થોડે આગળ જઇને બાઇક સાઇડમાં પાર્ક કરીને એણે નીલાંગીને ફોન કર્યો. "નીલાંગી મારે પહેલાં નીકળવાનુ થયુ છે હું નીકળી ગયો છું તું ટ્રેઇનમાં જ પહોંચી જ્જે અને પાછા વળતાં સમયસર ફ્રી થયો તો તને લઇને આવીશ પણ કંઇ નક્કી નથી જે હશે હું ફોન કરીને જણાવીશ. નીલાંગીએ આર્શ્ચય સાથે પૂછ્યું "કેમ એવી શી ઉતાવળ છે કે આટલો વહેલો નીકળી ગયો ?
નીલાંગે કહ્યું "નીલો સત્ય જાણવા માટે મહેનત કરવી પડે છે બધેથી સાચી માહીતી નથી મળતી ઘણાં લોકો અસત્ય અથવા અર્ધસત્ય બોલે છે એટલે અમારાં જેવા રીપોર્ટરોનું કામ વધી જાય છે જાતે જ સત્ય શોધવું પડે છે. એમ કરી ફોન કાપી નાંખ્યો.
નીલાંગી હાથમાં ફોન પકડીને ઉભી રહી એ નીલાંગીનાં બોલેલાં શબ્દો સમજવા પ્રયત્ન કરી રહી એને ચોક્કસ ભાન થયુ કે નીલાંગ મારાં ઉપર તો નથી બોલી રહ્યો ને ?
***************
નીલાંગની બાઇક ચોક્કસ જગ્યાએ જઇને ઉભી રહી. માળા જોવાં લાઇનબંધ મકાન એમાં કેટલીયે વસ્તી રહેતી હતી એણે ખખડધજ એવાં માળાનાં મકાન નજીક બાઇક પાર્ક કરીને એ એમાં પ્રવેશી ગયો અને ભોંયતળિયેનાં બે ખોલીનાં મકાન પાસે એણે પૂછ્યું "દેશપાંડે છે ? અંદરથી કોઇ આવ્યુ નહીં માત્ર અવાજ આવ્યો "કોણ છે ભાઉ ?
નીલાંગે એ મકાનનાં પ્રવેશદ્વાર પાસે ઉભા રહીને કર્યુ હું નીલાંગ મ્હાત્રે.. ત્યાં અંદરથી મોટાં પેટવાળો દેશપાંડે ઉભો જઇને આવ્યો... હો હો ભાઉ આવો.. તમને મકાન મળી ગયું ? નીલાંગે કહ્યું "રઘુભાઇએ એવું સમજાવેલું કે શોધતા વાર જ ના લાગી દેશપાંડે બોલ્યો "આમેય તમે પત્રકારો ગમે ત્યાં પહોચી જાવ અને પેટ પર હાથ ફેરવતાં હસવા માંડ્યો.
નીલાંગે કહ્યું "સર મારી પાસે સમય ઓછો છે રઘુ ભોસલેએ તમારી વાત કરી હતી એટલે સીધોજ તમારી પાસે આવ્યો છું તમે ઘણાં સીનીયર કોન્સ્ટેબલ છો. પણ એક પ્રશ્ન થાય છે સર આટલા વરસોની નોકરી પછી તમારું પ્રમોશન કેમ નથી થયુ ? દેશપાંડેએ નીલાંગની આંખમાં આંખ પરોવીને જવાબ આપતાં.
કહ્યું "ભાઉ તમે મને સર કહ્યું એજ આશ્ચર્ય છે. હું કોન્સેબલમાંથી ક્યારેક આગળ ના વધ્યો એ મારી પ્રમાણિક્તાનું ઇનામ છે. તમારે જે માહીતી જાણવી છે એની તપાસમાં તમે શું કરશો ? તમારે શું કામ છે ? પછી હું બધીજ ઇન્ફ્રરમેશન આપું કારણ કે હું સોદો કરી પૈસા નથી માંગતો સેવા જ કરું છું સરકારની અને તમારાં જેવાની એટલે જ આવાં ખોલી જેવા મકાનમાં રહું છું અને પ્રમોશન નથી મેળવતો.
નીલાંગે દેશપાંડેને બધી વાત સમજાવી. દેશપાંડે માથું હલાવતો રહ્યો. પછી કહ્યું "ઓકે એમ વાત છે તો સાંભળ ભાઉ રઘુનાં કહેવાથી જ હું તારું આ કામ કરુ છું અને બધી જ માહિતી જણાવું છું પણ આ માહીતીનો એવા ઉપયોગ કરજે કે જેણે ગુનો કર્યો છે એને સજા મળે એણાં મારું મહેનતાણું આવી ગયું.
નીલાંગે બે હાથ જોડીને કહ્યું "ના કામ પાકુ થઇ ગયું અને પાર પડી ગયું તો તમારું ઇનામ નક્કી જ અને દેશપાંડેએ હસતાં હસતાં કહ્યું માહીતી આ પ્રમાણે છે પણ ઇનામની આશાએ નથી કીધુ.
નીલાંગે સામાન્ય સીનીયર હવાલદારની સામે જોઇ રહ્યો એની આંખમાં આદર આવ્યો અને હાથ જોડાઇ ગયાં. થેંક્સ કહીને ત્યાંથી નીકળી ગયો. મનમાં ખૂબ ખુશજ હતો. હવે જે ગુનેગાર છે નહીં છટકી શકે. અને બાઇક પ્રેસ તરફ મારી મૂકી.
**********
શ્રોફ એની ચેમ્બરમાં થોડી અકળામણ સાથે બેઠો હતો. એણે ભાવેને બોલાવ્યો અને સૂચના આપી એટલે ભાવે "યસ સર હું મોકલુ છું અને કામ સમજાવી દઊં છું.
શ્રોફે કહ્યું "તું ખાલી મારી પાસે મોકલ કામ સમજાવવું અને ધાર્યુ કરાવવાનું કામ મારું છું તારે ચિંતા નથી કરવાની અને "સોરી સર" કહી ભણે બહાર નીકળી ગયો.
શ્રોફની ચેમ્બરમાં વિશ્વનાથ કામ્બલે અને નીલાંગી પ્રવેશ્યા. શ્રોફે ખૂબ મૃદુતાથી કહ્યું "વિશુ તું અને નીલાંગી બંન્ને હમણાં જ અમોલસરની ઓફીસ જાવ અને જરૂરી ફાઇલ અને જે આપે એ કેશ લઇ આવો આપણી ગાડી લઇને જાવ ડ્રાયઇવર ને હું કહી દઊં છું. નીલાંગી સાંભળી રહી એને વિચાર આવ્યાં પણ ચૂપ રહી.. ત્યાંજ શ્રોફની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો અને અમોલ બેગ લઇને પ્રવેશ્યો. શ્રોફ ઉભો થઇ ગયો અને નીલાંગી અમોલ તરફ જોઇ રહી.. અને અમોલે નીલાંગીને...
વધુ આવતા અંકે --- પ્રકરણ-38