The Corporate Evil - 38 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-38

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-38

ધ કોપોરેટ એવીલ
પ્રકરણ-38
શ્રોફની ચેમ્બરમાં વિશ્વનાથ કામ્બલે અને નીલાંગી આવ્યાં. શ્રોફે બંન્નેની તરફ નજર કરી નજરમાં માયાળુ ભાવ લાવીને સૂચનાં આપી કે વિશુ અને નીલાંગી તમે બંન્ને અમોલસરની ઓફીસમાં જઇ નવા પ્રોજેક્ટની ફાઇલ અને જે આપે એ કેશ લઇ આવો. હું ડ્રાઇવરને સૂચના આપું છું. તમે કાર લઇને જાવ અને કામ પતાવી સત્વરે પાછા આવો.
શ્રોફનાં મનમાં રમી રહેલો પ્લાન બંન્ને જણાં સમજે એ પહેલાં જ શ્રોફની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો અને અમોલ બેગ સાથે પૂરા હક્ક અને દમામ થી પ્રવેશ્યો. અમોલને જોઇને શ્રોફ ખુરશીમાં ઊભો થઇ ગયો અને બોલ્યો અરે તમે ?
અમોલે ચેમ્બરમાં વિશ્વનાથ અને નીલાંગીને જોયાં અને વારાફરતી બંન્ને તરફ જોયું. નીલાંગીની તરફ એની નજર ખોડાઇ ગઇ નીલાંગી પણ અમોલને જોઇ રહી થોડીવાર ચૂપકીદી છવાઇ.
શ્રોફ ચૂપકીદી તોડતાં કહ્યું વિધુ-નીલાંગી તમે હમણાં જાવ હું પછી બોલાવું છું અને બંન્ને ચેમ્બર બહાર નીકળી ગયાં. શ્રોફે પૂરા સ્વમાનથી અમોલને કહ્યું "અરે તને આવી ગયાં ? હું આ બંન્નેને તમારે ત્યાં આવવા જ સૂચના આપી રહેલો.
અમોલે કહ્યું "શ્રોફે તમે તો જાણો છો મારો સ્વભાવ કે હું જે કામ હાથમાં લઊં એ સત્વરે પતાવવામાં માનું છું મારે નવી ઓફીસમાં સેટલ થવાનુ છે નવો આર્મીનાં સાધનોનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે અને એમાં કેટલા પૈસા વેર્યા છે એ તમે જાણો છો મારે એ ફટાફટ ચાલુ કરવો છે. આજ સમયે તલ્લિકામેમ રજા પર જવાનુ કહે છે એમને શારીરિક તકલીફ છે એ રજા ઉપર ઉતરી જાય પણ એમનાં હાથ નીચે થોડી ટ્રેઇનીંગ મળી જાય અને કામ સરળતાથી આગળ વધે એટલાં માટે મેં તમને બે માણસ તાત્કાલીક જે હોંશિયાર અને વિશ્વાસુ હોય એ આપવા કીધું છે.
શ્રોફે કહ્યું "એ તમારાં વહીવટમાં જ હતો. અને તુ.. આઇ મીન તમે આવી ગયાં.. મારી ચેમ્બરમાં જે હતાં વિશ્વનાથ અને નીલાંગીને હું મોકલવા માંગતો હતો તમે જોઇ લો પરખી લો પછી આગળ નક્કી થાય અને પેલી બાકીની કેશ...
શ્રોફ આગળ બોલે પહેલાં અમોલે બેગ આગળ ધરીને કહ્યું એમાં બાકી રહેલી બધી કેશ અને ઉપર 5 લાખ છે જો માણસોની એપોઇન્ટમેન્ટ માટે છે મારી પસંદ શું છે તમને ખબર છે. એ પ્રમાણે વ્યવસ્થા કરી આપો.
શ્રોફે કહ્યું વિશ્વનાથ ખૂબ જ હોશિયાર, ખંતીલો અને વિશ્વાસુ છે એની એપોઇન્ટમેન્ટ કાલથીજ કરી લો. અમોલે કહ્યું અને પેલી છોકરી ? શું નામ કીધું તમે ?
શ્રોફ કહ્યું નીલાંગી... પણ એને હું અહીંનુ કામ તમારી ઓફીસનાં ફાઇલોનાં અભ્યાસનાં બહાને થોડાં દિવસ મોકલુ છું એમાં ઉતાવળ કરવામાં જોખમ છે ખૂબ વિશ્વાસુ અને જરૂરીયાતમંદ છે એટલે વાંધો નહીં આવે પણ.. ધીરજથી કામ લેવુ સારુ.. એ નક્કી તમારી રીતે કરી લેજો.. તમને બધી ખબર છે એનો વિશ્વાસ જીતી એપોઇન્ટ કરી લેજો હમણાં તો હું કામ માટે રોજ મોકલુ છું એવું રાખજો પછી એ ટ્રેઇન થઇ જાય ત્યાં સુધીમાં તમે અંગે...
શ્રોફને અટકાવતાં અમોલ બોલ્યો "બાકીનું મારા ઘર છોડીદો હું ફોડી લઇશ. શ્રોફે કહ્યું હમણાં તમારો કેસ ગાજેલો છે એટલે સાવધાન રહી કામ કરવા કહુ છું સ્થિતિ નાજુક છે એટલે ગાળીઓ ખૂબ ચીકાશથી ભેરવજો તો વાંધો નહીં આવે બાકી તમે સમજદાર છો એમ કહીને હસતાં હસતાં કેશ લઇ લીધી.
અમોલે કહ્યું "એ બંન્નેને તમારી હાજરીમાં જ મારી ઇન્ડ્રોડક્શન કરાવીને કામ સમજાવી દો કાલથી અહીં હાજરી પુરાની મારે ત્યાં મોકલો અને ગાડીની વ્યવસ્થા કરી આપજો આવવા જવા એટલે કોઇ શંકા જ ના રહે. કામ તમે સમજાવજો બાકી હું મારું કામ કાઢી લઇશ. તમારી પાસેથી માણસ લેવામાં ફાયદા સાથે સલામતી છે.
શ્રોફે હસતાં હસતાં કહ્યું "બોલો શું લેશો ? ચા-કોફી કે ઠંડુ ? હું એલોકોને પણ બોલાવુ છું કહીને પ્યુનને ફોનથી સૂચના આપી કે વિશ્વનાથ અને નીલાંગીને અંદર મોકલે.
વિશ્વનાથ અને નીલાંગી બંન્ને જણાં ફરીથી શ્રોફની ચેમ્બરમાં આવ્યાં અને ઉભા રહ્યાં. ત્યારે અમોલ અને શ્રોફ પ્રોજેક્ટની વાતો કરી રહેલાં. થોડીવાર પછી શ્રોફે વિશ્વનાથ અને નીલાંગીને કહ્યું "જુઓ આ અમોલ સર છે એમનાં નવા પ્રોજેક્ટની ફાઇલ તૈયાર થઇ ગઇ છે તમારે હમણાં એમની ઓફીસ જઇને તલ્લિકા મેમ પાસે કામ સમજી લેવાનુ છે પ્રોજેક્ટ અંગે ટ્રેઇનીંગ અને માહિતી લેવાની છે એનાં માટે તમને સ્પેશીયલ ઊંચુ વળતર જાણ ચૂકવવામાં આવશે તારી કામ અંગેની ખંત અને વિશ્વાસની જોઇને ખાસ પસંદ કરવામાં આવે છે. અહીંથી રોજ ડ્રાઇવર તમને ત્યાં લઇ જશે અને પાછા લઇ આવશે.
વિશ્વનાથે ખુશ થતાં કહ્યું "ઓકે સર હું તૈયાર છું અને નીલાંગી નામ સાંભળીનેજ થીજી ગેયલી ડરી ગયેલી. શ્રોફે કહ્યું બેટા તું શું કહે છે ? આમાં તારી પ્રગતિ સમાયેલી છે મનમાં કોઇ ડર કે પ્રેજ્યુડાઇઝ રાખ્યા વિનાં ટ્રેઇનીંગ લઇ લો અને તમને બંન્નેને ખાસ વધારાનું વળતર પણ ચૂકવવામાં આવશે હું પણ તમારાં સાથમાં જ પ્રોજેક્ટ જોવાનો છું.
નીલાંગીએ નીચી નજરે પગનાં અંગુઠાથી જમીન ખોભી બોલી ઓકે સર... એણે હા પાડતાં તો હા પાડી દીધી પણ તરત નીલાંગ.. યાદ આવી ગયો એને ડર લાગ્યો કે નીલાંગને શું કહીશ ? કહું કે ના કહું ? એ વિચારમાં પડી ગઇ.
શ્રોફ આગળ ચાલ ચાલતાં કહ્યું "ટ્રેઇનીંગ પુરી થયેજ સારી રકમનું વળતર ચૂકવાઇ જશે પછી આગળ કામ કરીશું.
વિશ્વનાથ અને નીલાંગી બંન્નેએ ઓકે સર કહ્યું અને નીલાંગીએ કહ્યું "કાલથી જવાનુ છે ને ? હું જઊં બાકીનું પેન્ડીંગ કામ નીપટાવી લઊં. શ્રોફ ખુશ થતાં કહ્યું "ઓકે તું જા. અને નીલાંગી ચેમ્બરની બહાર નીકળી ગઇ.
શ્રોફે વિશ્વનાથને કહ્યું "નીલાંગી અજાણી જગ્યાએ જતાં અચકાતી હોય એવું લાગે છે પણ તું સાથે રહી સંભાળી લે જે તું થઇ શકે છે. વિશ્વનાથે "ઓકે સર થેંક્સ કહીને નીકળી ગયો.
શ્રોફે અમોલને કહ્યું "આ કેસની રામાયણના થઇ ના હોત તો બધુ સરળતાથી પતી જાત નહીં વાંધો આવે.
અમોલે કહ્યું " તમે ક્યારનાં કેસ કેસ કરો છો પણ મેં ક્યારનું સુલટાવી દીધુ બધું ઠીક છે પણ મને એવું લાગે છે કે મેં આ છોકરીને ક્યાંક જોઇ છે.. સાલુ યાદ નથી આવતું પણ મને છોકરી ગમી છે જો જો આનેજ ફાઇનલ કરાવજો.
શ્રોફે કહ્યું "આને ક્યાં જોઇ હોય ? સાવ સામાન્ય ઘરની ગભરૂ છોકરી છે.. છે ખૂબ મહેન્તુ અને વિશ્વાસુ.. તને... તમને ખાસ સલાહ આપું કોઇ વાતે ઉતાવળનાં કરશો નહીંતર બાજી બગડી જશે માંડ બહાર નીકળ્યાં છીએ વધુ મારે તમને કહેવાનુજ ના હોય.
અમોલે કહ્યું "તમે એની ચિંતા છોડો બસ કાલથી મોકલી આપો અને ચા પાણી કરીને અમોલ નીકળી ગયો.
શ્રોફ વિચારમાં પડી ગયો મેં નક્કી તો કરી દીધુ પણ આ છોકરી સાચે જશે ખરીને ? ડરેલી જણાઇ હતી.. જોઇએ.
નીલાંગી એની જગ્યાએ આવીને વિચારમાં પડી ગઇ એને થયું આ તો પેલો જ અમોલ.. નીલાંગ તો આની પાછળ આદુ ખાઇને પડ્યો છે હું વાત કરીશ તો મને ઘસીને ના પાડી દેશે ઉપરથી સેકડો સવાલ કરશે મને મારે હમણાં એને કંઇ કહેવુંજ નથી પછી સમય આવે કહીશ.
બીજું એ કે હું ત્યાં જઊં તો નીલાંગને કામની માહીતી પણ કઢાવી લઇશ અને સારુ વળતર પણ મળશે મને શું કરી લેવાનો છે હું એવી મરાઠણ છું ને કે કંઇ ચાલવાનુ નથી મારે કામથી કામજ રાખવાનું છે બીજી પંચાતમાં જ નહીં પડું અને ત્યાંજ ફરીથી શ્રોફનું તેડ઼ું આવ્યું એ પાછી ચેમ્બરમાં ગઇ. શ્રોફે નીલાંગીને જોતાં કહ્યું "કેમ દીકરા તું ડરેલી હોય એવી લાગતી હતી ? તું જઇશ તો ખરીને ? કે કોઇને હજી પૂછવાનું છે ? મને ખબર છે ખૂબ તગડી રકમ આપશે આપણે કામથી કામ રાખવાનું ભલે એનો કેસ થયેલો પણ એતો નિદોર્ષજ છે બાકી હું તારાં સાથમાં જ છું તારુ ભવિષ્યમાં બની જશે મને કોઇ શંકા નથી.
નીલાંગી કહે એમનાં કેસ સાંભળ્યો છે ઘણું જાણુ છું એ સમયે થોડો ડર લાગેલો પણ મારે એમની પર્સનલ જીંદગી સાથે શું લેવા દેવા ? હું મારું કામ કરીશ બીજા કશામાં નહીં જવુ તમે છો સર પછી મારે શું ચિંતા ?
શ્રોફે હાંશ કરતાં કહ્યું "તારાં સાથમાં જ છું કોઇ ચિંતા નથી કાલથી તારી અને વિશુની ડ્યુટી ત્યાં ચાલુજ અને વળતર અંગે પણ જે ધ્યાન આપીશ વધુમાં વધુ તને ફાયદો થાય એવુંજ ગોઠવી આપીશ.
નીલાંગી થેંક્યુ કહીને બહાર નીકળી ગઇ અને શ્રોફની મેલી નજર એને જતાં જોઇ રહી.
સાંજે છૂટીને નીલાંગીએ નીલાંગને ફોન કર્યો "નીલુ ક્યાં છું ? તું આવે છે કે હું નીકળી જઊ ? નીલાંગે કહ્યું "તું નીકળી જા આજે મેળ નહીં પડે અને નીલાંગીની નજર...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-39