No stay or no .... in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | ના રહેવાય કે ના....

Featured Books
Categories
Share

ના રહેવાય કે ના....

(નિજ દ્વારા એક મંદ મંદ સ્મિત રેલાવે એવી હાસ્ય રચના)

એ ડોક્ટર પાસે ગયો
આમ તો કઈ મોટી તકલીફ નહોતી
પણ બેસવાની જગ્યાએ એક નાની ફોલ્લી હતી,
હવે તમે એમ કહેશો કે નાની ફોલ્લી માં ડોક્ટર પાસે શું જવાનું,
હા ભાઈ હા પહેલા નાની જ હતી પણ અત્યારે મોટી છે એટલે જ આવું ને ડોક્ટર પાસે યાર,
ચીલ... એના મને ટપાર્યો, હમણાં શાંતિ રાખ,
એ વિઝિટિંગ રૂમ માં બેઠો,
સામેજ કેસ કાઢવા વાળી બેઠી હતી, એક ક્ષણ માટે નજર એક થઈ, એણે મોઢું ફેરવી લીધું,
એ કેસ કાઢવા ગયો, પેલી એ તકલીફ પૂછી,
અરે યાર હવે આને શી રીતે કહેવું ,
કીધું કે ખાનગી છે, ડોક્ટર ને જ કહીશ,
ના, અમારે અહીં કેસ માં લખવું પડે, ઓહ, અરે યાર, ઠીક છે,લખો પગે તકલીફ છે
ઓકે વેટ કરો,ત્યાં બેસો, નંબર આવે એટલે મોકલું છું,
ઠીક છે કહી એ બેઠો...

સામે ટીવી ચાલતું હતું, સાલું પેટ્રોલ ની સૌથી સારી એવરેજ ટીવી પર આવે છે, કેવી રીતે, અરે મારા બાપ ક્રાઇમ પેટ્રોલ, સાલું ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે, ઠીક છે, મારા થી બહુ હસાતું નથી, કેમ એવું ના પૂછો યાર.. કીધું તો ખરું કે નીચે..............??!!!!!!

બાજુ વાળાએ શું થયું એમ પૂછ્યું
અરે યાર તમારે શી પંચાત, એક તો બેસાતું નથી, એણે ખાલીખાલી હસી દીધું,
એની પીડા વધવા માંડી,
સિસ્ટર જરા જલ્દી અંદર જવા દો ને,
નઈ જવાય, નંબર આવે ત્યારે જ જવાનું,
હવે એણે આજુબાજુ જોવા માંડ્યું,
સામે એક યુવતી બેઠેલી જોઈ, તે પણ વારેઘડીએ એની જગ્યાએથી હાલ્યા કરતી હતી, એને પણ?.........
ના ના એવું લાગતું નથી, પૂછી જ લીધું, તો કહે પથરી ને લીધે બેક પેઇન છે, સારું છે કે મારી જેવું નથી, અરે યાર મારાથી આવું ના વિચારાય,

સામે એક ચપટા ડાચા વાળો કોઇ ત્રીસેક વરસ નો યુવાન હતો, જન્મ વખતે જ એની દાદી એ એનું માથું બરાબર દબાવી દીધું હશે, જેથી માથુ સહિત આખો ચહેરો ચપટો થઈ ગયો હશે... પૂછ્યું તો કહે બગલ માં ગુમડું થયું છે,
સાલું લોકો ને ક્યાં ક્યાં ગૂમડા થાય છે?...

એની બાજુ માં કોઈ કાકા ઊંહકારા ભરતા હતા, ભયંકર પીડા એમના મોંઢા પર દેખાતી હતી, બાજુ માં એના સગાને પૂછ્યું તો કહે, નીચેની સાઇડ પર કાંઈક ગૂમડા જેવું છે તે આજે નસ્તર મૂકવાનું છે...
ઓહ ઓહ .... એ ટેન્શન માં આવી ગયો... ફૂલ એસી માં પણ એને પરસેવો થવા માંડ્યો... મને પણ નસ્તર જ મૂકશે કે શું,
એ ધીમે ધીમે ડરવા માંડ્યો, કોઈ ને લઈ ને આવ્યો હોત તો સારું થાત ,
એક તો જીંદગી માં પહેલી વાર કોઈ દવાખાને ચડયો , એમાંય પાછું નીચેનું ગુમડું લઈને,
એણે ડોક્ટર નું નામ વાંચ્યુ,
Dr. સુશીલ મેહતા. MS (જનરલ સર્જન)
હમ... દવાખાનું તો બરાબર છે, સર્જન છે એટલે વાંધો નઈ આવે,

ઓહ પીડા હજી વધતી હતી, એના મોંઢા પર તાણ પણ વધતી જતી હતી...
એટલામાં એના નામની બૂમ પડી
તમારો નંબર આવી ગયો.. અંદર જાઓ
એ કન્સલ્ટિંગ રૂમ માં ગયો...
સિસ્ટરએ એને બેડ પર લીધો,
હવે પાછી ડોક્ટર ની રાહ જોવાની?...
અને આખરે ડોક્ટર આવ્યા,
કોઈ લેડી હતી, પુછ્યું કે શું તકલીફ છે?
એણે કીધું કે ડોક્ટર ને આવવાં દો એને જ મારી તકલીફ બતાવીશ...
અરે ભાઈ હું જ ડોક્ટર છું,
ઓહ, આહ મગજ સુન્ન મારી ગયું, બે યાર સુશીલ નામ છોકરી નું પણ હોય શકે?...
એ બહાર નીકળી ગયો,
રિસેપ્શનીટ એ પૂછ્યું કેમ અંદર શું થયું?!!!!!

કઈ નઈ યાર, મને એમકે ડૉ. સુશીલ જેન્ટસ હશે આતો લેડી છે,
યાર આવા તે કઈ નામ હોય...

અરે સર તમારું બી નામ જુઓ, મિસ્ટર નીલમ
આવા નામ બી કઈ છોકરાઓ ના હોય?!!!!!

માથું ધુણાવતો એ બહાર નીકળી ગયો,સાલું બીજા દવાખાને બરાબર પૂછવું પડશે...
.
.
..
.
.

"જતીન ભટ્ટ .... નિજ '