વિરોધ
મિત્રો , આજે વિરોધ શબ્દ વિશે વાત કરવી છે. વિરોધ આ શબ્દ આપણે અવાર -નવાર કયાંકને કયાંક સાંભળીએ છીએ.આપણે ને જે નથી ગમતું તેનો આપણે વિરોધ કરીએ છીએ. ખાસ કરીને આ શબ્દ ટી.વી માં ન્યુઝમાં બહુ સંભાળતો હોય છે.
ખાસ કરીને રાજકારણને લગતા સમાચાર હોય ત્યાં તો બહુ હોય.સતા પક્ષ ની કોઇ બાબત કરે એટલે તનો વિરોધ કરવા વિપક્ષ તૈયાર જ હોય.વિરોધના પ્રકારો ધણા હોય શકે.
એક પંકિત પ્રસ્તુત કરુ છું .
વિરોધ કરના જરૂરી હૈ
લેકિન ઉસકા તરીકા સહી હોના ચાહિયે.
અર્થ : કોઇ પણ વ્યકિત , વસ્તુ , કાયદાઓનો વિરોધ કરવો જોઇએ.પરંતુ વિરોધ એવો હોવો જોઇએ કે જે કોઇને નુકસાન ના પહોંચાડે.
અહી એક વાત રજુ કરવા માગું છું.
આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશ પહેલા મુધલો અને અંગ્રેજો રાજ કર્યુ છે.આપણે ને ગુલામ બનાવ્યા.તે વખતે ધણા બધા લોકોએ અવાજ ઉઠાવ્યો.પણ અંગ્રેજો તેઓનો અવાજ દબાવવા માટના ખુબ જ પ્રયત્નો કર્યા. સામે પક્ષે કાંતિકારીઓએ પણ હાર ના માની.
કાંતિકારીઓ વધુને વધુ પ્રવૃતિઓ ચાલુ કરી અને લોકોને પણ પોતાની સાથે જોડતા ગયા.અંગ્રેજો માં પણ ડર બેસતો ગયો.કે હવે બહુ દિવસ આપણે ચાલે તેમ છે નહી.
ગાંધી જી અંગ્રેજો સામે સત્યાગ્રહ અને અહિંસા ની લડતનું બ્યુગલ ફુંકયું.અંગ્રેજા સામે લડત ની શરુઆત થઇ હતી.એક વિચારધારા એવી હતી જેઓ હિંસાના માર્ગ આઝાદી મેળવવા માટે હતા.ગાંધી જી અહિંસા ની વાત કરતા હતા.
બંને વચ્ચે વિરોધ થતો પણ મતભેદ ના થતો.અને કાંતિકારીઓ પણ બાપુ ની વાત માની ને આગળ પોતાનું કામ કરતા હતા.બાપુ ની વાત ને ટાળતા નહોતા. બાપુનો પ્રભાવ વધતો હતો.ધીમે ધીમે આંદોલનો થયા.અને અંગ્રેજો ભારતને આઝાદ કરવાની વાત કરી.
આ જ મુદા પર આપણા દેશમાં ધણા લોકોમાં વિરોધના સુર જોવા મળે છે.ધણા લોકો એમ માને છે કે ગાંધીજી આઝાદી અપાવી તો કેટલાક લોકો એમ માને છે કે ભગતસિંહ , સુભાષચંદ્ન બોઝ , ચંદશેખર આઝાદની કાંતિકારી ઓ પ્રવૃતિ ઓના લીધે આઝાદી મળી છે.
હું ચોકકસ પણે એટલું જ કહીશ કે આ વિવાદમાં કુદતા પહેલા તમે બંનેને વાંચો અને સમજો.તેઓની વિચારધારા અલગ હતી પણ લક્ષ એક જ હતું કે આઝાદી મેળવવી.તેઓઓ એમ કહેતા નથી કે અમે આઝાદી અપાવવી છે તો આપણે કોણ છીએ આ લોકો ને જજ કરવા વાળા.
ગઇકાલની વાત લઇ લો ધણા લોકો ગાંધી જી નો વિરોધ કરતા હતા , કેમ કે તેઓને ગાંધી પસંદ નથી.આપણે કોઇનો પણ વિરોધ કરતા પહેલા તેમના વિશે થોડું વાંચવું જોઇએ અને પછી વિરોધ કરવો હોય તો કરો.આ વાત પર થોડું મંથન કરજો.
વિરોધ કરવો જોઇએ પણ બધી જ વાતોનો વિરોધ કરવો અથવા તો કાંઇ પણ જાણ્યા વગરનો વિરોધ કરવો એ મારી દષ્ટિ એ યોગ્ય નથી.વિરોધ પણ યોગ્ય રીત થી થવો જોઇએ.
સતા પક્ષ અને વિરોધ પક્ષે વચ્ચે વિરોધ બહુ થતો હોય છે.વિરોધ પક્ષ કોઇ પણ કાયદાનો વિરોધ કરે છે અને વિરોધ પક્ષનું કામ પણ એ જ છે.વિરોધ કરવાનો.પરંતુ ધણી વાર વિરોધ હિંસાત્મક બની જાય છે.એ ના હોવું જોઇએ.વિરોધ શાંતિપુર્ણ હોવો જોઇએ.
મિત્રો આ સિરીઝમાં પહેલા ભાગથી છેલ્લે સુધી જોડાયેલ રહેજો.વાંચતા રહો.અને અભિપ્રાય ચોકકસ થી આપો.
આભાર