Contemplation of the mind - 9 in Gujarati Motivational Stories by Pandya Ravi books and stories PDF | મન નું ચિંતન - 9

Featured Books
Categories
Share

મન નું ચિંતન - 9

પ્રકરણ 9 : મન નું ચિંતન

લેખક : રવિ પંડયા

મિત્રો , એક નવા જ પ્રકારની સિરીઝ ચાલુ કરી તેના લગભગ 8 પ્રકરણો તમારી સમક્ષ પ્રસ્તુત થઇ ચુકયા છે.આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળી રહયો છે. હજી પણ આગળના પ્રકરણોમાં મળતો રહેશે તેવી આશા રાખું છું. હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.


આજનો શબ્દ : સવાર

મિત્રો , આજે સવાર શબ્દ વિશે થોડી વાતો કરવી છે.સવાર શબ્દ દરરોજ સંભાળતો શબ્દ છે.મમ્મી ને દરરોજ રાડો પાડી ને બોલવું પડે કે બેટા સવાર પડી ગઇ છે .હવે ઉઠો.આપણે તો કહયું હજી થોડી વાર સુવા દે ને .


સવાર કોને ના ગમે ? સવારે આળસુ ના પીર હોય તેને ના ગમે.જે લોકો આળસુ હોય તેને વહેલા ઉઠવું ના ગમતું હોય તે લોકો માટે સવાર બોરિંગ લાગતી હોય છે. સવારના વહેલા ઉઠવાની વાત અમુકને સારી લાગે તો અમુક ને તો ખાલી કહીએ ત્યાં ભડકી ઉઠે.કહે કે હું વહેલો ઉઠું તો મારો દિવસ ખરાબ જાય.


સવારના જે લોકો વહેલા ઉઠે છે , તે જ લોકો સવાર ને માણી શકે.સવાર ના વહેલા ઉઠે એટલે તેઓને એક તો વાતાવરણ ની શુદ્ર હવાઓ મળે.પંખીઓનો કલરવ સાંભળવા મળે.એક નવા જ પ્રકારની એનર્જી મળે છે.એનર્જી તમારો આખો દિવસ ખુબ જ સરસ અને સ્ફર્તિદાયક દાયક બનાવી દે છે.

સવાર જો સ્ફુર્તિદાયક બની જાય તો આખો દિવસ પણ સ્ફુર્તિલો જોવા મળે છે.સવારમાં જો કસરતો કરવામાં આવે તો દિવસ બની ગયો તેમ સમજવાનું.જે લોકો ને વહેલા ઉઠવવાની આદત નથી તે લોકો માટે આ બધુ નિરર્થક ગણાય.

પહેલાના લોકો એક કહેવત બહુ કહેતા, રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર. એક કહેવત ના માધ્યમ થી વહેલા સવારે ઉઠવવાના કેટલા ફાયદા છે તે વર્ણવી દીધું છે.

એક નાની વાત અહી પ્રસ્તુત કરુ છું.


એક ગઢકા નામનું નાનું એવું ગામ.માંડ પાંચ સો લોકોની વસ્તી હશે.પરિવાર દષ્ટિ 130 કે 140 ની આસપાસના પરિવાર.તે ગામ માં બધા લોકો હળી મળી ને રહે.તહેવારોની ઉજવણી પણ સંયુકત રીતે થાય.

ગામડામાં લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસ જમી લે.8 વાગ્યાની આસપાસ સુઇ જાય.વહેલા 4 કે 5 વાગ્યાની આસપાસ ઉઠીને પોતાના કામોમાં લાગી જાય.આ બધું ગામડાના લોકો માટે સામાન્ય હોય.

જયેશભાઇ નામના વ્યકિતનો પરિવાર . તેના ઘરમાં બે છોકરીઓ અને એક છોકરો.બે માણા પોતે.છોકરા ઉચ્ચ અભ્યાસ માટે બહાર ભણતો હતો.વેકેશન હતું એટલે તે આવ્યો હતો.

શહેરમાં હોય એનું જીવન ચેન્જ હોય.રાત્રે સુવાનું નકકી ના હોય . વહેલા ઉઠવવાનું નકકી ના હોય.તે અહી આવીને પણ આમ કરતો હતો.આ સાંભળીને ગામના બીજા ત્રણ -ચાર છોકરાઓ પણ આમ કરવા લાગ્યા.

ગામ લોકો ને ખબર પડી આ જયેશભાઇના છોકરામાંથી શીખે છે.જયેશભાઇને વાત કરી .જયેશભાઇ કીધું કે હું સમજાવીશ.જયેશભાઇ છોકરાને કહયું કે તે કોઇ બીજા છોકરાઓને વાત કરી હતી.કે મોડું સુધી સુવવાનું.તેને હા પાડી.

જયેશભાઇ કહયું કે હવે કોઇને વાત ના કરતો.અને તું પણ વહેલો ઉઠતો જા.અને મારી સાથે ખેતરે આવતો જા.તેના છોકરાઓ આદર્શ હતા.તેના પપ્પાની વાત માનતો હતો.તે બીજે દિવસે સવારે વહેલો ઉઠી ગયો અને ખેતરે જવા લાગ્યો.

જયેશભાઇ સમજાવ્યું તો સમજી ગયો.તેને બીજા છોકરાઓને પણ કહયું કે વહેલા ઉઠતા જાવ અને ખેતરે જતા જાવ.વાતાવરણની હવા તમને પ્રફુલ્લિત બનાવી દેશે.

મિત્રો અભિપ્રાય જરુર થી આપજો.આ સિરીઝમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો.

આભાર

અસ્તુ