Hasta nahi ho bhag 6 in Gujarati Comedy stories by પ્રથમ પરમાર books and stories PDF | હસતા નહીં હો! - ભાગ ૬

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

હસતા નહીં હો! - ભાગ ૬



શીર્ષક:આંતરડાં રમે છે અંતાક્ષરી!

જેની મને લગભગ આદત પડી ગઈ છે એવા એક ઉત્તમ ઔષધિ ચૂર્ણની એક ચમચી હજુ હમણાં જ ગટગટાવી ગયો.કારણકે મારા આંતરડા અંતાક્ષરી રમવાને ટેવાયેલા છે.લોકો અને મારા અંગત સંપર્કમાં જે કોઈ આવ્યા હશે એ બધાનું એવું માનવું છે કે એકંદરે મારામાં બુદ્ધિ ઓછી છે અને હું મુર્ખતાની ચરમસીમા છું.ઘણી વખત મને વિચાર આવે છે કે જેને બુદ્ધિ ઈશ્વરે નાખેલી છે કે નહિ એના પર પરિસંવાદ થઈ શકે એમ છે એના આંતરડા અંતાક્ષરી રમી શકાય એટલા ગીત યાદ કેમ રાખતા હશે?આ સંશોધનનો વિષય છે.

હું જ્યારે જ્યારે રાતે ચરમ સુખની અનુભૂતિ કરાવનાર નિદ્રામાં આરૂઢ થાઉં કે તરત જ મારા આંતરડા અંતાક્ષરી રમવાનું શરૂ કરી દે છે.કોઈક વખત ગુજરાતી ગીતો લલકારે છે તો ક્યારેક હિન્દી!કોઈક વખત તો અંગ્રેજી પણ ગાતા હોય છે.મને એમ લાગે છે કે નાનું આંતરડું અને મોટું આંતરડું જ્યારે ગીત ગાય છે ત્યારે એના માપમાં વધારો-ઘટાડો થતો હશે જેથી એની પ્રતિક્રિયારૂપે મારું પેટ પણ ગીતો ગાઈને પોતાનું અસ્તિત્વ જાહેર કરે છે. જ્યારે એ ગીતો ગાઈને મને અસહ્ય વેદના આપે ત્યારે પછી હું એ બધા ની અંતાક્ષરી પર પરદો પાડવા ઉપર ઉલ્લેખ કર્યા મુજબનું ચૂર્ણ મારી
પેટરૂપી ગટરમાં પધરાવું છું અને એ પૂરી હિંમતથી ચૂર્ણ સામે લડે છે પણ અંતે હારીને મૌન ધારણ કરે છે અને હું નિદ્રામાં પોઢી જાઉ છું.આવું અનેક રાત્રીઓમાં બન્યું છે અને મારા શરીરના અન્ય અંગો એના સાક્ષી છે.ઘણી વખત તો હું બાથરૂમને પણ એનું સાક્ષી બનાવું છું.

આમ તો હું નવરો જ હોઉં છું એટલે મને ઘણી વખત દુનિયામાં પરિવર્તન કરવાના વિચારો આવે છે પણ વળી બિચાળા ઇતિહાસના વિદ્યાર્થીઓને વધારાનું મારું ચરિત્ર ભણવું પડશે ને મને ગાળો દેશે એવા વિચારથી હું પરિવર્તન કરવાનું માંડી વાળું છું. આવા વખતે હું એકવાર નવરો હતો અને મેં એક જગતનું મહાન સંશોધન કરી નાખ્યું,પણ જગતે આટઆટલું સંશોધન કર્યા બાદ પણ કશુંય કલ્યાણ કરી નાખ્યું નથી એવો નિ:સ્પૃહતાથી ભરેલો વિચાર કરીને પેટન્ટ નોંધાવવાનું પણ માંડી વાળ્યું.

તો હવે વાત મેં કરેલા સંશોધનની.મેં મારા આંતરડા ક્યારે અંતાક્ષરી રમે છે એના પર સંશોધન કર્યું છે અને એના માટે ગુજરાત ની કોઈપણ યુનિવર્સિટી મને પીએચ.ડી.ની ડિગ્રી આપે તો હું ના નહીં પાડું.મારા સંશોધન મુજબ હું જ્યારે પણ વણેલા કે ફાફડા ગાંઠીયા, ખમણ, મીઠાઈ,પંજાબી,ચાઈનીઝ, ઢોસા વગેરે જેવો હળવો ખોરાક ખાઉં છું ત્યારે જ તેઓને જાણે બળ મળે છે અને તેઓ અંતાક્ષરી રમતા રમતા ગીતો પોકારી ઉઠે છે.મેં મારા સ્વજનોને અનેક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મને આવું બધું ખાવા દો આનાથી મારા આંતરડાંને બળ મળે છે પણ તેઓ મારા સંશોધનની દરકાર કર્યા વિના મને આ બધું જ ખાતા અટકાવે છે અને એને બદલે ભાખરી, રોટલી,શાક,દાળ-ભાત,ખીચડી વગેરે જેવી ભારેખમ ચીજો ખવડાવે છે ને એને લીધે મારા આંતરડા બળવિહીન બને છે અને અંતાક્ષરી રમી શકતા નથી.કુરુક્ષેત્રના મેદાન પર સામે સ્વજનો જોઈને અર્જુનને થયેલા વિષાદની માફક મારા આ વિષાદને કોણ સમજે?

ખેર,જવા દો એ બધી વાતો કારણકે હવે મારા આંતરડાનો અંતાક્ષરી રમવાનો સમય થઈ ગયો છે.કારણ કે આજે મેં વણેલા ગાંઠિયા અને સંભારો ધરબી ધરબીને પેટ નામે ગટરમાં પધરાવ્યા છે,ના પરાણે દબાવ્યા છે. તમારે આવું થાય છે કે માત્ર હું જ આંતરડાનો અવાજ સાંભળવા સક્ષમ છું?

"ઘડીક થાય છે બુડ બુડ,
ઘડીક થાય છે ઘુરૂર ઘુરૂર;
કોણ જાણે કેમ આજે,
મારા આંતરડાં રમે છે અંતાક્ષરી!"