Hasta Rahevu in Gujarati Comedy stories by પ્રથમ પરમાર books and stories PDF | હસતા નહીં હો! - 2

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હસતા નહીં હો! - 2

શીર્ષક:અર્ધનગ્ન સાધુની મજાક

જોકે કોઈ જાણીતા કે અજાણ્યા સગાવ્હાલા ને ઘરે જતો જ નથી પરંતુ બિલાડી જેમ ઉંદરને ખાવા દોડે તેમ કોઈ વધારે પડતો મારા યજમાનપદને સ્વીકારવા અધીર થઈ જાય ત્યારે હું અતિથિ બનું છું. એવા જ એક અતિ ઉત્સાહી યજમાનના ઘરે હું બાળપણમાં ગયેલો.તે યજમાનને ત્યાં ઈશ્વરની કૃપાથી અને યજમાનની ક્રિયાથી તેમને ત્યાં એક તોફાની,ગોલમટોલ છોકરો અવતરેલો. એ માત્ર તોફાની જ નહિ પરંતુ થોડો હરામી પણ ખરો! પોતે કરેલા કુકર્મોને જેવી રીતે અસુરો દેવોના અભિમાનનું નામ આપી દેતા તેવી જ રીતે આ યજમાનના ઘરે ઈશ્વરે નાખેલો આ દૈત્ય પોતાના દોષનો ટોપલો બીજાના માથે નાખી દેતો. આખાયે ગામમાં એ દૈત્યની ફરિયાદ ખૂબ જ આવતી.એક બે વખત ગામના સરપંચના હુક્કામાં છીકણી ભરી દીધેલી અને પછી સરપંચની જે હાલત થઈ એ તો કોઈ અલંકારશાસ્ત્રી પણ વર્ણવી શકે તેમ નથી.
ત્યારબાદ એક વખત હું અને એ દૈત્ય બંને એ યજમાનના ઘરમાં રમી રહ્યા હતા એમાં વળી અમે કાળ ચોઘડિયામાં છુટ પીચ નામની જૂના મિત્રો પર ખાર દડા મારીને ઉતારવાની રમત રમવા લાગ્યા.ત્યાં સામે માટલા જેવું પેટ,માથે વાળનો દુકાળ,ડીલે માત્ર ગંજી અને વચ્ચે પથ્થર મારો તો સરકી જાય તેવું ધોતિયું પહેરીને એક વયોવૃધ્ધ વડીલ બેઠા હતા. એની આંખોમાં હંમેશા ગુસ્સો રહેતો.ચશ્માંમાંથી જ્યારે કોઈની સામે જુએ ત્યારે એમ લાગે જાણે કોઈએ એના દીકરાનું અપહરણ કરીને એની પાસે ૫૦ લાખ રૂપિયા માંગી લીધા હોય!પણ સ્પષ્ટતા કરી દઉં કે એ વડીલને ગુસ્સો એનો ન હોય કે એના દીકરાનું અપહરણ કર્યું પણ સાલું એના દિકરા ની કિંમતરૂપે ૫૦ લાખ જેટલી મોટી રકમ માંગી એનો હોય! જોકે વાત તો અહી મારી કરવાની છે.

હવે અમારી સૂટ પીસ ની કિંમત ફુલ થી એ જમી થોડે દૂર ઊભો રહી ગયો અને એ દૈત્યએ, મને જાણે આતંકવાદી સમજી પોલીસ કમિશનરે See and Shoot નો આદેશ આપ્યો હોય અને મને કોઈ બહાદુર અધિકારી ગોળી મારતો હોય એ રીતે એને મારા પર દડાનો પ્રહાર કર્યો પણ મારી સમયસૂચકતાને લીધે હું જરા આખો ખસી ગયો અને એ દડાનો પ્રહાર, ગુસ્સોજાણે હાડમાં હોય એવા વયોવૃદ્ધ વડીલ પર થયો અને એ પણ એના ટકામાં!હવે તો તમે જાણો જ છો કે શું થવાનું હતું!એ વડીલ એવા ગુસ્સે ભરાયા કે કાયદેસર ધોતી હાથમાં પકડી એ દૈત્ય અને મારી બંનેની પાછળ પડ્યા અને એમાં ગુસ્સાનો પારો ઉપર ચડ્યો અને હાથની પકડ ઢીલી થઇ ને તેઓ નીચે પટકાણા અને સમસ્ત ગ્રામજનો ની વચ્ચે અમારારૂપી દુ:શાસન વડે પરોક્ષ રીતે એ વયોવૃદ્ધ વડીલરૂપી દ્રૌપદીના ચીર (અહીં ધોતી)હણાયા.

પણ તફાવત એટલો હતો કે મહાભારતમાં દુ:શાસન સ્થિર ઊભો હતો પરંતુ અહીં અમે પાછળ કૂતરું પડ્યું હોય એવી ઝડપે ભાગી રહ્યા હતા.અમે ભાગતા ભાગતા જ આ 'દ્રૌપદી વસ્ત્રાહરણ'નો પ્રસંગ જોયો હતો.અમે સ્પર્ધામાં જીતવા માટે દોડતા હોય એવી ઝડપથી દોડતા હતા તેથી અમે છેક ગામના પાદરને વટીને એક વિશાળ મેદાનમાં આવી પહોંચ્યા અને ઊભા રહેતાં જ જાણે કચ્છ કે રાજસ્થાનના રણમાં આવી ચડ્યા હોય એવું લાગ્યું.આ એ જમાનો હતો જ્યારે માતા પિતા છોકરાઓને 'બેબી' કહી ને પંપાળતા નહોતા પણ છોકરાને રેઢીયાળ ઢોરની માફક રખડવાની છૂટ આપતા અને એટલે જ નકોર પાકતા. એટલે ઘરે ચિંતાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો.

પણ રણ ની વચ્ચે એક રામ મંદિર નામનું સ્થળ અમને દેખાયું. પણ ત્યાં જતાં પહેલાં એ મંદિરની બાજુમાં એક દુકાન હતી ત્યાંથી અમે લોલીપોપ અને એક રૂપિયામાં જુદા જુદા ફ્લેવરનો આનંદ આપતી પેપ્સી નામની અત્યંત આનંદદાયક વસ્તુ ખરીદવાનો નિર્ણય કર્યો પણ પૈસા તો હતા નહીં હવે કરવુ શું? ત્યારે પહેલાં દૈત્યનો પરિચય આપતી વખતે કહેલું ને કે એ હરામી પણ હતો આથી એને મસ્ત મજાનો લોલીપોપ અને પેપ્સી પદાવવાનું ચક્કર ચલાવ્યું. તેણે પેલા દુકાનદારે કહ્યું ,"કેમ છો માસા?" પેલા ભાઈને તેમણે સીધા માસા બનાવ્યાં પણ પેલા સૂકાયેલી લાકડી જેવા શરીરવાળા,નાના કપાળમાં મોટો ચાંદલો લગાવ્યો હોય તેવી આંખો વાળા અને જાણે ઈશ્વરે પેટ આપ્યું જ ન હોય તેવા દુકાનદારે કહ્યું ,"બોલને ભાણા શું કામ હતું?"

"તમારા ઘરે દીકરો અવતર્યો છે ને?"ખબર નહીં પણ ઈશ્વરે અમારો સાથ આપ્યો અને દુકાનદારે માથું હકારમાં ધુણાવ્યું," તો જલ્દી જાવ ને ગામમાં મીઠાઈ વહેંચવાનું શરુ કરો."પેલો દૈત્ય બોલ્યો. ત્યારે અતિ આશ્ચર્યના ભાવ સાથે પેલા દુકાનદારે કહ્યું,"આ શુભ કાર્ય તો મેં દસ વર્ષ પૂર્વે જ કરી નાખેલું. અત્યારે તો એ દસ વર્ષનો છે."અમારી ભોઠપની કોઈ સીમા ન હતી.પણ છતાં પેલો નાક વગરનો દૈત્ય બોલ્યો,"તો અમને મીઠાઈ કેમ ન ખવડાવી?" દુકાનદારે કહ્યું,"ભાઈ મેં તો પાંચ કિલો મીઠાઈ વહેંચી વહેંચી હતી પણ ત્યારે તારો જન્મ નહોતો થયો તો હું શું કરું?"દૈત્ય બોલ્યો," હા બસ તો હવે તો હું તમારી સામે ઉભો છું ને! મીઠાઈ નહીં તો કંઈ ને મને અને અમારા મહેમાન ને પેપ્સી ને લોલીપોપ તો ખવડાવો!"આ રીતે અમે લોલીપોપ અને પેપ્સી મેળવ્યા તમને લાગશે કે આ ખોટું છે પણ ના,આ એ સમય હતો જ્યારે ગામના લોકોની નિર્દોષતા ને લીધે આ શક્ય બનતું.

પછી અમે રામ મંદિરમાં ગયા મને લોલિપોપ તથા પેપ્સીની લિજ્જત માણી.થોડી વાર થઈ અને એક વિચિત્ર સાધુ બહાર આવ્યા. એ સાધુએ આપણે જેને આપણા આંતરવસ્ત્રો કહીએ એના કરતા પણ ઓછા વસ્ત્રો ધારણ કર્યા હતા. આમ તો હું પહેલેથી શહેરમાં ઉછર્યો એટલે આવા સાધુઓનો બહુ પરિચય નહીં.આથી એ સાધુનો આવો કંજૂસીભર્યો વેશ જોઈને મારા થી હસી પડાયું.પણ મારી સાથે,બાળપણથી જ ગામડામાં ઉછર્યો હોવા છતાં પણ એ દૈત્ય પણ હસ્યો.આમ પોતાની મજાક ઉડતી જોઇ,પોતાના ત્યાગની ઠેકડી ઉડી રહી છે એવું જાણીને તે સાધુ સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિમાંથી બહાર આવ્યા અને ગુસ્સે ભરાયા.કેટલાય ખુન કરી બેઠો હોય,કેટલાય લોકોને લૂંટી લીધા હોય,કેટલીય છોકરીઓની છેડતી કરી હોય,પોલીસનો માર ખાઇને રીઢો થઇ ગયો હોય એવા કોઈ ગુનેગારને સીબીઆઈ વાળા પકડે તેમ અર્ધનગ્ન સાધુએ અમને પકડ્યા પણ આનાથી મોટી સમસ્યા એ હતી કે તે સાધુ હિંદીભાષી હતા.અમે બંને રડવા લાગ્યા.

મને તો હવે એમ કે આ સાધુ હવે અમને જવા નહીં દે અને અમને બંનેને તેના જેવા જ અર્ધનગ્ન સાધુ બનાવી દેશે કારણકે તે સાધુની આંખોમાં દેખાતી ગુસ્સાની જવાળા અત્યંત ઊંચી હતી. ત્યાં પેલો દૈત્ય અર્ધ હિન્દી(બાવાહિન્દી) માં બોલ્યો ,"હમકો માફ કર દો. અમે દુસરી બાર કભી મજાક નહિ કરીએ.માફ કર દો." ખબર નહીં પણ એને અમારી દયા આવી અને એની આંખોની જ્વાળા શાંત થઈ પછી અન્નપૂર્ણાના અવતાર ની માફક પૂછ્યું," ખાના ખાઓગે?" ત્યારે પેલા દૈત્યએ કહ્યું,"નહીં.હમ પેટ ભર કે હી આયે હે."આટલું બોલીને એ દૈત્યને છોડીને મેં હરણફાળ દોટ મૂકી.પાછળ જોયું કે તે દૈત્ય જાણે મારો શિકાર કરવા ઇચ્છતો હોય એવી રીતે મારી પાછળ દોડ્યો આવતો હતો.ઘરે જઈને મને ઢોરમાર મારવામાં આવ્યો.માર અમને બંનેને પડવો જોઈતો હતો પરંતુ માત્ર મને જ પડ્યો.કેમ?જવાબ નિબંધની શરૂઆતમાં જ છે કે દૈત્યને બીજા પર દોષારોપણ કરવાની ટેવ હતી.કદાચ હું એને છોડીને ભાગ્યો હતો એનો બદલો એણે લીધો હતો. પણ હવે કોઈ દિવસ અતિથી ન બનવાની મેં ભીષ્મ પ્રતિજ્ઞા કરી.