The Corporate Evil - 20 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-20

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-20

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-20
નીલાંગી મોડી સાંજ સુધી ઓફીસમાંજ હતી અને શ્રોફ સર સાથે શીખવા કરતાં એમની આત્મપ્રસંશા સાંભળી રહી હતી. શ્રોફે મંગાવેલી કોફી પીધી હતી. ઓફીસમાં લગભગ બધાંજ ઘરે જઇ ચૂક્યાં હતાં. સોમેશ પણ આવીને ઘરે જઊં છું એમ કહીને જતો રહ્યો. પ્યુન મહેશ શાહણે આવીને પૂછી ગયો કંઇ જોઇએ છે ?
પોતાની આત્મશલાઘા પુરી થયાં પછી શ્રોફે કહ્યું નીલાંગી એક ખૂબજ અગત્યનાં સમાચાર આપું. આજેજ હમણાં મારાં પર આવ્યા છે. આપણાં કલાયન્ટ અનુપ ઇન્ડસ્ટ્રીઝવાળાં અમોલની મોડલ વાઇફ અનિસાએ ગઇકાલે સુસાઇડ કર્યુ છે. હજી વાત બધે પ્રસરી નથી પણ હું અનુપસરને ઓળખું છું એ પ્રમાણે વાત દબાઇ જવાની સાચુ કારણ બહાર નહીં આવે. અનુપ સર ખૂબ શુઢ અને પહોચેલો માણસ છે.
નીલાંગીએ આશ્ચર્ય સાથે કહ્યું ઓહો પેલી મોડલ અનીસા એતો ખૂબજ સુંદર હતી મીસ વર્લ્ડ બની છે અરે હમણાં થોડાં સમય પહેલાં તો એ લોકોનાં લગ્ન થયાં હતાં. અમોલ પણ સ્માર્ટ અને હેન્ડસમ છે મસ્ત જોડી હતી એટલામાંજ નંદવાઇ ગઇ ? ઓહો આતો મોટી ન્યૂઝ લાઇન છે મીડીયા અને છાપાવાળાને તો લ્હેર પડી જવાની.
શ્રોફ કહે પણ અનુપનાં ઘરની વાત છે એટલે ખબર નહીં દબાવી દેશે બજારમાં ઉછળવા નહીં દે પૈસાનું પાણી કરશે પણ... પછી ખબર નહીં મીડીયામાં બધો વેચાઇ જાય એવાં પણ નથી કોઇકતો માઇનો લાલ બધુ બહાર કાઢશે હવે થોડાં દિવસ હોટ ન્યૂઝ બની રહેવાનાં. કહે છે ને મોટાં ઘરની મોટી વાતો.
નીલાંગી આ પણ આપણાંજ કલ્યાન્ટ છે હવે એમનાં પોર્ટફોલીયોમાં જબરજસ્ત ચહલપહલ થવાની કંપનીનો શેરથી શરૂ કરીને બધી ગોસીપ.. એની અસર કંપની પર. આ માર્કેટ ખૂબજ સેન્સીટીવ છે.
નીલાંગી મને નવાઇ એ લાગે છે કે હજી સુધી મારાં પર અનુપ સરનો ફોન કેમ નથી આવ્યો. આજકાલમાં આવશેજ કંઇને કંઇ પર્સનલ મેસેજ મોકલશે અથવા કહેશે. મને ખાત્રી છે.
નીલાંગી શ્રોફ સામે જોઇ રહી.. પછી શ્રોફનાં ફોનમાં કોઇ મેસેજ આવ્યો વાંચીને શ્રોફ થોડો સ્થિર થઇ ગયો અને કહ્યું "નીલાંગી મારે કંઇક IMP કામ આવી ગયું છે તું ઘરે જઇ શકે છે આપણે પછી શાંતિથી આગળ વધીશુ એમ કહી પોતાની સીટ પરથી ઉભો થઇને ફટાફટ કેબીનની બહાર નીકળી ગયો. અને નીલાંગી એને ફોલો કરતી ચેમ્બરની બહાર નીકળી.
નીલાંગી ચેમ્બરની બહાર નીકળી અને એણે જોયું એનાં મોબાઇલ પર રીંગ આવી. નીલાંગનો ફોન હતો. નીલાંગી થોડી ઉત્તેજીત અને હતપ્રભ હતીજ ત્યાં નીલાંગે પૂછ્યું "નીલો તું ક્યાં છે ? ઘરે પહોંચી ગઇ કે હજી ઓફીસમાં છે ?
નીલાંગીએ કહ્યું અરે ના જસ્ટ પત્યું હું હવે ઓફીસથી નીકળું છું અને તું ? તું ક્યાં છે ? હું સ્ટેશન પહોચું ફટાફટ મોડું થઇ ગયું છે.
નીલાંગે કહ્યું "હું મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પહોંચુ છું તું નીકળી જા અને લોકલમાં નીકળ 8.30ની લોકલ છે એમાં આવ હું સેન્ટ્રલથી આવી જઊં છું પછી બધી વાત કરું નીલાંગ ખૂબજ એક્ષ્સાઇટેડ હતો.
નીલાંગે પહેલાં સીધા ઓફીસ જવા વિચારેલું પણ પછી વિચાર ફેરવી નાંખ્યો અને મુંબઇ સેન્ટ્રલથી એને થોડાં પેપર્સ લેવાનાં હતાં એ લઇ લીધાં અને લોકલની રાહ જોવા લાગ્યો.
નીલાંગીએ 8.30ની લોકલ પકડી અને મુંબઇ સેન્ટ્રલ આવવાની રાહ જોવા લાગી ટ્રેઇનમાં ખાસ ભીડજ નહોતી ખાલી ખાલી જ હતી જાણે. મુંબઇ સેન્ટ્રલ આવી ગયું અને નીલાંગ ટ્રેઇનમાં ચઢી ગયો પરંતુ નીલાંગીથી આગળનાં ડબ્બામાં ચઢાયુ હતું એ ટ્રેઇનમાં અંદરથીજ નીલાંગીનાં ડબામાં આવી ગયો.
નીલાંગી વીન્ડો સીટ પાસે બેઠી હતી નીલાંગ એની પાસે આવી ગયો અને બરાબર એની બાજુમાં આવીને બેસી ગયો. નીલાંગ અને નીલાંગી બંન્ને ખૂબજ ઉત્સાહમાં અને કંઇક કહી દેવાની ઉત્તેજનામાં હતાં.
નીલાંગીએ કહ્યું કેટલુ લેટ થઇ ગયુ આજે ઓફીસમાં નીલાંગે કહ્યું આટલા મોડાં પહેલીવાર ઘરે સાથે જઇ રહ્યાં છે. અને કંઇક અગમ્યજ બન્યુને મોડાં પણ સાથે જઇ રહ્યાં છીએ. નીલાંગે કહ્યું "શું સમજાવ્યુ શીખવ્યુ મોડાં સુધી તમારાં શ્રોફે ? મારી પાસે જબરજસ્ત ન્યૂઝ છે એ પછી કહું. નીલાંગીએ કહ્યું મારી પાસે પણ તારાં માટે ન્યૂઝ છે.
નીલાંગીએ કહ્યું "પહેલાં મારું સાંભળી લે... આજે શ્રોફ સરે એમણે કંપની ચાલુ કરી ત્યારથી આટલી સફળતા મળી એની એમની કેરીયરની સફરની વાતો કરી આગળ કોર્પોરેટની વાત કરતાં હતાં અને કોઇ મેસેજ આવ્યો એમનાં હાવભાવ બદલાઇ ગયાં.. એમણે કહ્યું બાકીનું પછી જોઇશું મારે જવું પડસે અને ટેન્શનમાં ઓફીસમાંથી નીકળી ગયાં.
નીલાંગે કહ્યું "તને રોકી ત્યાં સુધી ઓફીસમાં કેટલાં જણાં હતાં ? નીલાંગી વિચારમાં પડી ગઇ ગઇ એણે કહ્યું. છેક સુધી સોમેશ ભાવે એકાઉન્ટન્ટ હતાં અને મહેશ શાહણે પ્યુન બેજ જણાં હતાં બાકી બધો સ્ટાફ નીકળી ગયો હતો.
અને નીલુ હાં છેલ્લે છેલ્લે સોમેશભાવે પણ નીકળી ગયેલો બહાર પ્યુન અને ચેમબરમાં હું અને શ્રોફ સર બેજ જણાં હતાં. પણ શ્રોફ સર ઘણાં સારાં માણસ છે એટલે તું બીજા કોઇ આડા અવળા વિચાર કરીને હેરાન ના થઇશ પ્લીઝ.
નીલાંગ થોડીવાર નીલાંગીને શાંતિથી સાંભળી રહ્યો પછી એની આંખોમાં જ. જોયા કર્યુ નીલાંગીએ કહ્યું "શું થયુ ? આમ કેમ તું જોયા કરે છે ? ટ્રેઇનની ઝડપ વધી રહી હતી બહારથી પવન ખૂબજ આવી રહેલો નીલાંગીનાં વાળનાં ઝુલ્ફા ઉડી રહેલાં.
નીલાંગે નીલાંગીનાં વાળને ખૂબ વ્હાલથી સરખા કર્યા. અને નીલાંગીની આંખમાં આંખ પરોવીને કહ્યું "નીલો તું ભોળી છે એટલે તને પોઝીટીવ વિચાર આવે છે એકાંતમાં સગા બાપનો તારે વિશ્વાસ નહીં કરવાનો સમજી ? શ્રોફ કોઇ બીજી માટીનો નથી બન્યો. આ મારી સલાહ કે ટોકેલું યાદ રાખજે કામ લાગશે અને સાવ એકાંતમાં કામ કરવાની ના પાડી દેવાની ભલે નોકરી છોડી દેવી પડે આ સાંભળી લે અને આમ જ હું કહુ છું એમ જ ફોલો કરવાનું સમજી ? તું પુરુષ નામનાં પ્રાણીને ઓળખતી નથી હું પુરુષ છું એટલે કહુ છું પુરુષ આંખથી વિચાર સુધી ઘણો પાપી હોય છે અને એકાંતમાં એ વિચારવિહીન રાક્ષસ બને છે. એને જો વાસના જાગ્રત થઇ તો સામે કોણ છે ક્યું પાત્ર છે શું ઊંમર સંબંધ છે કંઇ નથી જોતો.
નીલો તને પ્રશ્ન થશે કે હું પુરુષ છું તો હુ પણ એવું કરી શકું ? હું પુરુષ છું પણ સમતોલ છું મારાં વિચારોને મેં એવાં કેળવ્યા અને પોષ્યા છે કે મને મારી જાત પર વિશ્વાસ છે કે હું એવું કોઇ કામ નહીંજ કરું જે મારે ના કરવું જોઇએ. બધાં પુરષો એવાં નથી હોતાં અને બધાં સારાં નથી હોતાં પણ તમે કેવી રીતે ઓળખી શકો ? એની ખબર એને નજરથી5 ઓળખી શકો.
નીલાંગી નીલાંગને શાંતિથી સાંભળી રહી હતી એણે કીધુ એય મારા નીલુ હું સમજી ગઇ છું બધીજ રીતે હું કાળજી લઇશજ મારાં નીલુનાં પ્રેમ માટે મારી પુરી પાત્રતા હશેજ અને પાત્રતા ભૂલમાં પણ કે કોઇની ભૂલમાં ગુમાવી તો કદી તારી સામે નહીં આવુ.. પણ આ બધી વાતોમાં અગત્યની વાત મારે કહેવી હતી જે રહી જ ગઇ.
નીલાંગે કહ્યું "પાત્રતા રાખવી આપણાં હાથમાં છે કેવી રીતે ના રહે ? તારી કે કોઇની ભૂલ એટલે ? તારી ભૂલ થાયજ નહીં અને કોઇ ભૂલ કરવા જાય એ પહેલાં એને પતાવી ના નાંખીએ ? આવી છૂટી પડવાની વાત કરી હારી નહીં જવાનું કંઇ નહીં છોડ પણ સાયકોલોજીકલ મને ઘણાં વિચાર આવે છે. તારે શું કહેવાનું હતું જે મારું કામનું હતું ?
નીલાંગીએ નીલાંગનાં હાથ પર હાથ વીંટાવીને કહ્યું મારો નીલુ મારી બધીજ ખબર રાખે કાળજી રાખે પછી કોની મગદૂર છે મને સ્પર્શ શું નજર પણ નહીં બગાડી શકે.. એમ કહીને બેઠા બેઠાં જ નીલાંગને વળગી ગઇ.
તારાં માટે કામની વાત એ હતી કે જોરદાર હોટ ન્યૂઝ આપુ છું હું શ્રોફ સર પાસે બેઠી હતી ત્યારે એમણે મને કહ્યું કે આપણાં કલાયન્ટ અનુપ ઇન્ડ્સ્ટ્રીઝવાળા અનુપ સરનાં દીકરા અમોલની વાઇફ અનિસાએ સુસાઇડ કર્યુ છે પણ વાત ખાસ ફેલાઇ નથી અનુપ સર પહોચી વળે એવા છે.
એ સાંભળતાંજ મારાં મનમાં તારોજ વિચાર આવેલો કે મારા જર્નાલીસ્ટ નીલુને હું આ ખબર આપીશ.
નીલાંગ સાંભળીને આશ્ચર્ય પામ્યો પણ પછી સમજી ગયો કે આ શ્રોફ એનાં CA હશે એટલે કંઇક અગત્યની વાત શેર કરી લાગે છે એણે નીલાંગીને કહે "તારાં સરે શું શું કીધુ તને એ બધુજ મને યાદ કરીને કહે. અને હું આજ વાતની સરપ્રાઇઝ તને આપવાનો હતો અને આ કેસ ઓફીસમાંથી મનેજ સોંપવામાં આવ્યો છે અને એની મેં ઘણી માહિતી આજેજ એકઠી કરી લીધી છે... નીલાંગ હજી કહી રહેલો અને એનાં ફોન પર કોઇ મેસેજનું નોટીફીકેશન આવ્યું.
વધુ આવતા અંકે ---પ્રકરણ-21