The Corporate Evil - 21 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-21

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-21

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-21
નીલાંગ અને નીલાંગી 8.30ની લોકલમાં નીકળી ઘરે જઇ રહ્યાં હતાં. બંન્ને જણાં એકબીજાને એકજ સમાચારની સરપ્રાઇઝ આપવા માંગતાં હતાં. નીલાંગીએ જણાવ્યા પછી નીલાંગે કહ્યું આ કેસ મારી પાસે જ છે મને જ સોંપ્યો છે અમારા ન્યૂઝ પેપર અંગે.
નીલાંગે આગળ વધતાં પહેલાં કીધુ. નીલો, હું જે લાઇનમાં કામ કરું છું એનો પહેલો સિધ્ધાંત જે વાત મનમાં રાખવાની હોય એ પેટ સુધી પણ નહીં જવા દેવાની નહીતર ઘણાંને બીજાને એ ખાનગી વાત કહી દેવાનો અસહ્ય દુઃખાવો થાય છે એ બીજાને કહીદે પછી એને નિરાંત થાય છે.
નીલો આ કેસ મારી પાસે છે અને મેં આ કેસની મોટાંભાગની વાતો રહસ્યમ્ય રીતે જાણી લીધી છે એટલે કે મેં મારી ટ્રીક વાપરી હતી અને એક મારાં મનમાં છે હવે એ જે વાત છે જે અસલ હકીક્તનું સત્ય છે એને હું પત્રકારીત્વની કળામાં ઢાળીને રાત્રે તૈયાર કરીને બોસ સામે રજૂ કરીશ.
નીલો મેં ધાર્યુ હોતતો આ સત્ય જાણી લેવાની ઉત્તેજનામાં સીધો ઓફીસ જઇ બોસની સામે રજૂઆત કરી દીધી હોત પરંતુ પછી મારાં શાણા મગજે મને સમજાવ્યો કે તારો બોસ ફોન કે મેસેજથી તને કહી દેવા જણાવી દેવા ભડકાવે કે દબાણ કરે તોય એમજ એમને પીરસી નથી દેવાનું એ ચટપટી વાનગીઓ સમજાવવાની છે અને ધીરે ધીરે પીરસીને પૂરો લાભ ખાંટવાનો છે.
નીલાંગી એ સાંભળીને થોડીવાર નીલાંગ સામે જોઇ રહી પછી વળગીને હસી પડી અને બોલી "નીલુ તું શાણો નહી દેઢશાણે છે એમ કહીને ફરીથી ખડખડાટ હસી પડી.
નીલાંગે કહ્યું "તુ જે બોલે એ પણ મને અચાનકજ રસ્તામાં સ્ફુર્ય સીધા ઓફીસ નથી જવાનું નહીતર વાત વાતમાં પણ મારાથી વધુ રહસ્ય ઓકાઇ જવાશે. મને મળવો જોઇએ એટલો ફાયદો મને મારી મહેનત અને જોખમ લીધાનો નહીં મળે ભલુ થાય એ રસોઇયાનુ કે એણે મારું કામ સરળ કરી નાંખ્યું.
એટલામાં નીલાંગનાં ફોનમાં મેસેજ આવ્યો એણે જોયુ કે ગણેશ કાંબલેનો મેસેજ છે એમણે આજનો રીપોર્ટ માંગ્યો છે શું થયું ક્યાં છે ? તારો કોઇ મેસેજ કે રીપોર્ટ નથી ? ઓલ વેલ ?
નીલાંગે વાંચીને ફોન ખીસામાં મૂકી દીધો.
નીલાંગીને આશ્ચર્ય થયુ કે તારે જવાબ નથી આપવો ? નીલાંગે હસ્તાં હસતાં કહ્યું અત્યારે જવાબ આપીશ તો મને તરતજ ફોન કરશે. અત્યારે આપણે સાથે છીએ મારે એને કબાબમાં હડ્ડી નથી બનાવવો સમજી ?
નીલાંગી નીલાંગને વળગી પડી મારો નીલુ, તું હુંશિયાર છે એય લવ યુ. નીલાંગે કહ્યું એમને થોડી ચટપટી થવા દેવાની.. તરતજ ઘરે જઇને જવાબ લખીશ અને કહીશ હું હમણાં બીઝી છું પ્રોજેક્ટમાં વધારે લખી કે કહી શકું એમ નથી સવારે ઓફીસ આવીને રીપોર્ટ કરીશ ભલે એટલી રાહ જોતાં અને હું ચેલેન્જ મારું શું કે મારી પાસે માહિતી છે એ કોઇ મીડીયા કે પત્રકાર પાસે નથીજ હું કાલે ઓફીસ જઇને તહલકો મચાવી દઇશ એ નક્કીજ છે.
નીલાંગીએ કંઇજ કહ્યું નહીં નીલાંગની આંખોમાં જોઇ રહી. નીલાંગની આંખોમાં વિજયની ખુમારી, સફળતાનો રોબ અને એનાં માટે અપાર પ્રેમ છલકતો હતો બધી સફળતાનાં એહસાસ વચ્ચે એ નીલાંગીને સમય આપવાનુંજ વિચારી રહેલો.
નીલાંગી વિચારી રહી... નીલાંગે ધાર્યુ હોત તો સીધો ઓફીસ જઇને રીપોર્ટીગ લખી શણગારી રાત્રે જ બધુ શેર કર્યુ હોત અને ઇનામમાં રાત રંગીન થઇ ગઇ હોત બીજો કોઇ હોત તો ચોક્કસ સફળતાનું મૂલ્ય વસૂલી લીધું. હોત પણ મારો નીલુ મારું જ વિચારીને મને સાથે લઇ લીધી છે હું જાણું છું.
નીલાંગે કહ્યું "એય મારી નીલો શું વિચારમાં પડી ગઇ નીલાંગી કહે તારાંજ વિચાર કરુ છું માય લવ, તારાં માટે એટલો પ્રેમ ઉભરાય છે કે શું કરી નાંખું.
નીલાંગે કહ્યું "તો કરી નાંખને કોની રાહ જુએ છે ? આટલી સરસ નશીલી સાંજ છે રેશમી રાત આવી રહી છે એકમેકનો સાથ છે ઠંડો પવન છે આવી જાને મારી પાસે એમ કહીને નીલાંગીને પોતાની તરફ ખેંચી લીધી અને હોઠ પર હોઠ દહકતાં અંગાર જેવાં મૂકાઇ ગયાં.
બંન્ને જણાં કોઇની પરવા કર્યા વિના એકમેકનાં હોઠનાં મીઠો રસાસ્વાદ માણી રહ્યાં. નીલાંગીનાં હોઠની કોરથી લાળની લાઇન ટપકી રહી હતી બંન્ને હોઠથી જાણે પ્રેમનો ખજાનો લૂટી રહ્યાં હતાં.
બંન્ને યુવાન હૈયાનો પ્રેમ હોઠ દ્વારા જાણે આનંદ લૂંટી રહેલો. આજે કેટલાય સમય પછી જાણે સંકોચની દીવાર ટૂટી રહી હતી નીલાંગે નીલાંગીનાં દેહ ફરતે હાથ વીંટાળીને ભીંસ આપી અને હોઠ છૂટા પાડી બોલ્યો "એય નીલો આમ તું કાયમ જાણે મુખવાસમાંજ પતાવે એવું નહી ચાલે કમસે કમ નાસ્તો તો કરાવ.
નીલાંગીએ હસી પડતાં કહ્યું આવો મીઠો મુખવાસ ક્યાં મળવાનો હતો તને ? અને મને ? આમ પણ મુખવાસ ખૂબજ ગમે છે જ્યારે સાચે સાચ ભૂખ ખૂલશે ને ત્યારે નાસ્તો શું આખું જમણજ જમી લઇશું શું કહે છે ? એમ કહી બંન્ને હસી પડ્યાં.
નીલાંગીએ કહ્યું "નીલુ આજે કેટલાય દિવસે તારાં ચહેરાં પર આનંદ અને થોડો સંતોષ દેખાઇ રહ્યો છે આઇ લવ યુ નીલું. અને જો કાંદીવલી પણ આવ્યું મારાં નીલુ કાલે મળીશું પણ એ પહેલાં રાત્રે સૂતાં પહેલાં તારાં ફોનની રાહ, જોઇશ. પણ તું રીપોર્ટ તૈયાર કરી લે પછી ફોન કરજે ભલે ગમે તેટલા વાગે.
નીલાંગે કહ્યું હાં ચોક્કસ અને સ્ટેશન આવ્યુ ભીડ ઓછી હતી બધાં ઉતરનારા વધારે ચઢનાર ઓછાં હતાં.
નીલાંગીએ બાય કીધુ ટ્રેઇન ઉપરી ત્યાં સુધી બાય કરતી રહી.... આંખોથી ઓઝલ થઇને એ ઘરે જવા પગ ઉપાડ્યાં.
બોરીવલી આવ્યું અને નીલાંગે કુદકો મારીને સ્ટેશન પર ઉતર્યો એણે જોયું. રઘુ પોતાનાં સ્ટોલ પર હવે વસ્તી કરવાનાં મૂડમાં હતો એણે ઘડીયાળમાં જોયુ રાતનાં 9.00 વાગી ચૂક્યાં હતાં.
હવે ટ્રેઇનમાં ટ્રાફીક ઓછો થતો જવાનો. નીલાંગ ઉતરીને રઘુનાં સ્ટોલ તરફ ગયો અને રઘુને કહ્યું "કાય રઘુભાઇ આજે તમારો ચહેરો થાકેલો લાગે છે કેમ ?
રઘુએ નીલાંગને જોયો અને ચહેરો ખીલી ઉઠ્યો અને બોલ્યો "અરે નીલાંગ કાય ? તારે તો મજા પડી ગઇ હશે. તારી જોબમાં તું હવે કાયમ ફ્રેશ ફ્રેશ લાગે છે સવારે જતાં અને રાત્રે પાછા આવતાં. કેમ ચાલે છે તારું કામ ? તને ગમે છે ને ? હવે તો આશાતાઇને જોઇને પણ આંખ ધરાય છે તારી પ્રગતિથી એ ખુશ છે મને ખૂબ આનંદ થાય છે.
નીલાંગે કહ્યું રઘુભાઇ તમારી શુભેચ્છા અને આઇનાં આશીર્વાદ મને ખૂબ મજા આવે છે ગમતી લાઇન ગમતું કામ હું આનંદ સાથે કરું છું. વેલ.. ભાઉ ઘરે જવાની તૈયારી ?
હાં યાર આજે સવારે 8.00 વાગ્યાથી અહીં છું હમણાં દેવો આવતોજ હશે. બપોરે દેવો ખરીદી કરવા ગયેલો એટલે સળંગ મેં ખેચ્યુ હવે ઘરેજ જમીશ અને એય પછી ખાટલામાં નીંદર લઇશ.
નીલાંગે કહ્યું "હા રઘુભાઇ ઠીક છે ચલો હું જાઊં મારે પણ ઘરે જઇને જમીને બધુ લખવા બેસવું છે.
થાકેલા રઘુએ વધારે પંચાત ના કરી અને જય ગણેશદેવા એમ કહીને બંન્ને જણાં છૂટાં પડ્યો.
***************
સવારે વહેલો ઉઠીને નીલાંગ ટીફીન લઇને આશાતાઇનાં આશિષ લઇને વહેલી લોકલમાં નીકળી ગયો. એણે નીલાંગી સાથે વાત કરી લીધી હતી. રાત્રે કાંબલી સર, અને રાનડે સર સાથે થયેલી વાત પણ એ કીધી હતી એ લોકલ પકડીને વહેલોજ ઓફીસ પહોંચી ગયો.
કાંબલે અને રાનડે બંન્ને જણાં ઘણાં ઉત્સાહી. હતાં રાત્રેજ નીલાંગે થોડીક વાત કરી હતી અને રાનડેનાં મગજમાં અંદાજ આવી ગયેલો કે નીલાંગે નિશાન તાંકી લીધુ છે.
રાનડે સરની ચેમ્બરમાં કાંબલે અને નીલાંગ પહોચી ગયાં.બાકીનો સ્ટાફ હજી આવી રહેલો. પ્યુનને ખાસ તાકીદ કરી હતી કે અમારે અગત્યની મીટીંગ ચાલશે કોઇ વચ્ચે ડીસ્ટર્બ ના કરે અને સ્ટાફનાં કામની સૂચનાં આપી દેવામાં આવી હતી.
ગણેશ કાંબલેએ ચીફ એડીટરનાં નાતે સૂચના આપી હતી કે બાકીના લોકલ ન્યૂઝ, શેરબજાર, જથ્થાબંધ બજાર અને કંપની સમાચાર બધા ટાઇપ સેટીંગ કરી લેવા પણ મુખ્ય મથાળુ અને બ્રેકીંગ ન્યૂઝ માટેની બધીજ જગ્યા ખાલી રાખવી.
રાનડે સરની ચેમ્બરમાં ત્રણે જણાં બેઠાં હતાં કાંબલે અને રાનડે સરની આંખો નીલાંગ પર મંડાયેલી હતી અને કાન રીપોર્ટ સાંભળવા સરવા થઇ ગયાં હતાં.
નીલાંગે ગલાસમાંથી પાણી પીધુ પછી બોલ્યો રાનડે સર, કાંબલે સર,તમારી આપેલી ટ્રેઇનીંગ અને મારી સૂઝ પ્રમાણે મેં અનુપસરને ત્યાં અમોલ સરની વાઇફ મોડલ અનિસાએ સુસાઇડ કર્યું. એની છેક અંદરની માહિતી લાવ્યો છું એમ કહીને એક ફાઇલ ટેબલ પર મૂકી....
વધુ આવતા અંકે ---પ્રકરણ-22