Learn to live - 5 in Gujarati Motivational Stories by Tanu Kadri books and stories PDF | Learn to live - 5

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

Learn to live - 5

એક સાધારણ વ્યક્તિ હંમેશા અસાધારણ કામ કરી ને આગળ આવે છે. વિશ્વનાં મોટા ભાગ નાં ફેમસ લોકો ને જોઈએ તો એ બધા ગરીબ અને મધ્યમ વર્ગ માંથી આવે છે. એ લોકો ને એવી કોઈ સંપત્તિ વારસા માં મળતી નથી જેનાથી એ લોકો આગળ આવે. પણ એ વ્યક્તિઓ માં કંઈક એવું હોય છે જે એમને બીજા કરતા અલગ રાખે chhe. 62 અરબ ડૉલર નાં માલિક Warren buffet નું નામ અમેરિકન સ્ટોક બજારમાં ખુબ જ પ્રખ્યાત છે. એ વ્યક્તિએ 11 વર્ષ ની ઉમર માં એક શેયર ખરીદ્યો અને થોડુંક નફો મળતા એ વેચી દીધું. બે દિવસ પછી એ શેર નાં ભાવમાં ખુબ જ વધારો થયો. તે દિવસ થી Warren buffet એ નક્કી કર્યું કે જો લાઈફ માં આગળ આવવું છે તો ધીરજ રાખવી જરૂરી છે. તેઓ એ તેમના મિત્રો ને કહી રાખ્યું હતું કે જો 30 વર્ષ ની ઉમર સુધી કરોડપતિ લોકો ની લિસ્ટ માં નહિ આવે તો તે આત્મહત્યા કરશે. તેઓ પાસે એવું કોઈ જાદુઈ ચિરાગ ન હતો કે ન જ હતી વારસા માં મળેલ સંપત્તિ. બસ હતું માત્ર એક સફળ દોલતમંદ વ્યક્તિ બનવાનનું સ્વપ્ન.
આપણા સ્વપ્ન, આપણા વિચારો નો આધાર દુનિયા ઉપર નાં રાખો. જો તમારો રસ્તો સાચો છે તમારા વિચારો નેક છે તો દુનિયા ની કોઈ વસ્તુ તમને કામિયાબ થતા રોકી નહિ શકે. અને એ સફળતા માટે ધીરજ રાખી કામ કરો. કોઈપણ કામ કે વેપાર કરવાનું નક્કી કરો તો સમય વેડફ્યા વગર એમાં મહેનત કરવાનું શરુ કરો. ખુદને એવા વ્યક્તિઓ સાથે રાખો જે તમારાથી વધારે કામિયાબ હોય. કેમ કે નિષ્ફળ વ્યક્તિ તમને કઈ નહિ આપી શકે. જે લોકી ની પાસે તમારા કરતા વધારે અનુભવ અને જ્ઞાન હોય એવા વ્યક્તિ સાથે સમય વિતાઓ. પોતે સ્વીકારેલ રસ્તા ઉપર વિશ્વાસ રાખવો જ પડશે તે વિશ્વાસ જે આગળ જતા તમને સફળતા અપાવશે. વ્યક્તિએ કંઈક અલગ કરતા રહેવું જોઈએ. બીજા નાં રસ્તા ઉપર ચાલી ને તમે તમારો ઇતિહાસ ન બનાવી શકો.
જયારે કંઈક કરવાનું વિચાર કરીયે તો નજર હંમેશા એ માટેનાં રસ્તા ઉપર રાખો. જો પહેલાથી જ મંઝિલ ને જોવાનું રાખશો તો તમે વિચારેલ મંઝિલ તમને ખુબજ દૂર અને મુશ્કેલ લાગશે,. પરિણામે તમે શરૂઆતમાં જ આત્મવિશ્વ ખોઈ નાખશો. અને પરિણામ શૂન્ય મળશે. પણ જો રસ્તા ઉપર જ નજર હશે તો એ રસ્તા માં આવતા ઉતાવ ચઢાવ ને તમે પાર કરી શકશો. Life માં કોઈ મોટું કામ કરવું હોય તો એ કામ કરો જેમાં interest હોય, અહીંયા 3 ઈડિયટ્સ નો સચિન અને લતામંગેસ્કર વાળો પેલો સીન યાદ કરી લો. અને દુનિયાની સામે કાન બંધ કરી લો. શરૂઆત માં અગર નિષ્ફળતા મળે તો ત્યાં શાંતિ રાખો. બની શકે કે જે સમય છે એ તમારી નિષ્ફળતા માટે જ છે અને ટૂંક સમયમાં જ એ સમય ચાલ્યો જશે. સૌથી વિશેષ છે કે જ્યાં સુધી તમે સફળતા નાં મળી હોય ત્યાં સુધી નિષ્ફળતા માટે લોકો ની સામે રડવાનું બંધ કરો. વિશ્વાસ કરો લોકો ને કોઈ interest નથી તમારી નિષ્ફળતા માં અને રડવામાં. જો રડવું આવતું જ હોય તો રડી લો. અને પછી મન માં વિચારી લો કે હવે બહુ થયું. હવે હું જે કરીશ એમાં હું સફળતા મેળવીશ જ.
એક વાત હંમેશા યાદ રાખવી કે સમસ્યાઓ, નિષ્ફળતા ઓ એ બધું જીવન નો એક ભાગ છે એનાથી ભગવું ન જોઈએ. પણ સંપૂર્ણ આત્મવિશ્ર્વાસ અને મહેનત થી સામનો કરવો જોઈએ. બાળપણ માં સાંભળતા કરોળિયાની વાર્તા નાં કરોળિયા બની જાવ. જેટલી વાર નીચે આવો, બમણા જોશ સાથે ઉપર જાવો. બસ યાદ રહે કે એ જે જાળું છે એમાં ફસાવાનું નથી.