The Author Tanu Kadri Follow Current Read Learn to live - 4 By Tanu Kadri Gujarati Human Science Share Facebook Twitter Whatsapp Featured Books नियती - भाग 49 भाग 49त्यावर तोही तिला खट्याळपणे म्हणाला...."काय झालं...?? ब... क्रीपि फाईलज - खरी दृष्य भीतीची ... - सीजन 1 - भाग 17 भाग ३ आंतिम हळू हळू रात्रीचा प्रहार वर चढत होता , चंद्र आपली... अनुबंध बंधनाचे. - भाग 30 अनुबंध बंधनाचे.....( भाग ३० )दुसऱ्या दिवशी सकाळी नेहमीप्रमाण... आर्या... ( भाग ६ ) आर्या आता वैतागून गेली होती . तिची चीड चीड होत होती .... तुझी माझी रेशीमगाठ..... भाग 11 हे पाहून श्रेया त्याला म्हणते " तुम्ही बार जा ... मी फ्रेश ह... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Tanu Kadri in Gujarati Human Science Total Episodes : 5 Share Learn to live - 4 (3) 1.5k 4.3k " લગ્નનાં માંડવે બેઠેલ છોકરી ક્યારેય એવું નથી વિચારતી કે એ એક દિવસ વિધવા થઈ જશે " આમ તો હું અર્થશાસ્ત્રની વિધાર્થીની પરતું મારી બેસ્ટ ફ્રેન્ડ નો મુખ્ય વિષય ગુજરાતી હતો. એટલે કોલેજ નાં પ્રથમ દિવસે એની સાથે ગુજરાતીનાં ક્લાસ ભરવા ગઈ. ગુજરાતીનાં એક પીઢ પ્રોફેસર દ્વારા અવતરન ચિન્હનાં શબ્દો સાંભળવા મળ્યા. કદાચ આ એક જ એવી નેગેટીવ વાત છે જે મનુષ્ય કોઈ દિવસ વિચારતી નથી. નહીતો આજનાં સમયમાં પોતાની સાથે ન થવાની બધી કલ્પના મનુષ્ય કરવા લાગ્યો છે. અને દરેક નાં મુખે એક જ વાત છે કે લાઈફ નો કોઈ ભરોશો નથી. સાચી વાત લાઈફ નો કોઈ ભરોશો નથી પણ એનો અર્થ એ તો નથી જ કે મરતા મરતા જીવવું પડે. કેટલાક લોકો ની ટેવ હોય છે વધુ પડતું વિચારવાનું અને ક્યારેક એ વધુ પડતા નેગેટીવ વિચારો જ એને મારી નાખે છે. લાઈફને ઇઝી કરી નાખો એને વધારે વિચારવાનું બંધ કરો. જે પરિસ્થિતિ હશે તેમાંથી બહાર આવવાના રસ્તાઓ પણ આપોઆપ ખુલી જશે. સૌ પ્રથમ સવારે જાગો ત્યારે પોતાની જાત ને કહો I love my Self . અને આ માત્ર કહેવા ખાતર નહિ પરંતુ સાચે જ ખુદ ને ચાહો. કેમ કે તમારી સાથે માત્ર તમે જ નહિ પરતું તમને સૌથી પ્રિય એવી તમારી ફેમીલી પણ છે જેને તમે ખુદ થી વધારે ચાહો છો. એટલે જ ખુદ ને પ્રેમ કરશો તો આજુ બાજુ ની દરેક વસ્તુ તમને સારી લાગશે. આજુ બાજુ ની દરેક વસ્તુ તમને એની તરફ ખેચશે. કોઈ એક વસ્તુ તો હશે જે તમને સારી રીતે ખુશહાલ જીવન જીવવા માટેનું પ્રરક બળ આપશે એને શોધો. અને એ તમે જાતે શોધો અન્ય વ્યક્તિ જ્યારે તમને કહેશે કે તમે સારા છો, પ્રેમ કરવા જેવા છો તો એ તમે માત્ર સંભાળશો એની એટલી અશર નહિ થાય પરતું જ્યારે તમે ખુદ ને કહેશો કે I love my Self તો એ અલગ મોટીવેશન પૂરું પાડશે. જીવન ને પોઝેટીવ વિચાર સાથે જીવવા માટે નું પ્રેરક બળ શોધવા દુર નહિ જવું પડે એ તમારી આપની આસપાસ જ છે. બસ માત્ર એને શોધવું જરૂરી છે. અને એ તમને ત્યારેજ મળશે જ્યારે તમે લાઈફને પોઝેટીવ વિચાર સાથે જોશો. રાજશ્રી પ્રોડક્શન ની મુવી માં કેન્સર નાં લાસ્ટ સ્ટેજ પર આવેલ અભિનેત્રી જ્યારે આખો ખોલે છે ત્યારે કહે છે કે આજે સવાર કેટલી સુંદર છે. આપને કોઈ દિવસ એવું વિચાર્યું છે કે આજે સવાર ખુબ જ સરસ છે. ? નથી વિચારતા કેમ કે આપને જાગીએ ત્યારથી જ આખા દિવસ માં ક્યા બનાવો બનવાનાં છે એ નજર સમક્ષ આવી જાય છે. અને દિવસ ની શરૂઆત જ ટેન્શનથી થાય છે. આજે ઓફીસમાં આ કામ બાકી રહી જશે તો અધિકારીની ડાટ સાંભળવી પડશે, જો આ ભૂલી જઈશ તો એમ થશે , તેમ થશે ..ફરગેટ શુ કામ વિચારવું પડે કે આમ થશે અને તેમ થશે, જો જરૂરી કામ હોય તે દિવસ ઓફીસમાં જઈ ને તરત જ કામ ની શરૂઆત કરી લો તો આખા દિવસમાં કામ ન થાય એ પ્રોસીબ્લ જ નથી. કોઈપણ અગત્યનાં કામ માટે સમય ગુમાવ્યા વગર કામ કરવાની ટેવ રાખો. આત્મવિશ્વાસ વધારો, અરીશા સામે ઉભા રહી પોતાનું નિરીક્ષણ કરતા શીખો. જુઓ ઉમર વધવાની સાથે થયેલ ફેરફાર ને અપનાવતા સીખો. મન થી તંદુરસ્ત રહો. શરીરની તંદુરસ્તી ગમે એટલી હશે જો મન તંદુરસ્ત નહિ હોય તો તમે બીમાર જ રહેશો. દિવસ સારો જાય એવા પ્રયત્ન કરો. જો દિવસ સારો જશે તો બધા કામ સારા થશે અને આત્મવિશ્વાસમાં વધારો થતો જશે. પોતાના પ્રશ્નો ને ખુદ જ ઉકેલવાની કોશીશ કરો. બીજા ઉપર આધાર રાખશો તો એ પ્રશ્નો વધારે પેચીદા બની જશે. બધા લોકો તમારા હિતેચ્છુઓ નથી હોતા. અને બધાને તમારી સાથે લાગણી હોય એ જરૂરી પણ નથી. તેથી એવા લોકો ને જાણવા પ્રયાસ કરો જે સાચે જેને સાચેજ તમારાથી લાગણી છે. ઓફીસ અને ઘર ના પ્રશ્નો ને અલગ રાખો. બંને જગ્યાએ અલગ અલગ પ્રશ્નો હશે અને બંને બાજુના પ્રશ્નો ને એક બીજા સાથે કોઈ કનેક્શન નહિ હોય તેથી આવા પ્રશ્નો ને અલગ રાખો નહીતો બંને ને એક સાથે સાંભળવું મુશ્કેલ થઇ જશે. ‹ Previous ChapterLearn to live - 3 - પરિસ્થિતિને અનુરૂપ. . . › Next Chapter Learn to live - 5 Download Our App