1983 કે 84માં ગુજરાત વિદ્યાપીઠમાં વરિષ્ટ સાહિત્યકાર શ્રી કનુભાઈ જાણી મને વિદયપીઠનું મ્યૂઝિમ જોવા લઇ ગયા. એ સમયે જેમનું ફક્ત નામ જ સાંભળેલું તેવા ચિત્રકાર હકુ શાહનો એમણે મને પરિચય કરાવેલો. સફેદ લેંઘો અને અચ્છા રંગનો ઝભ્ભો પહેરેલા અને ઉભા વાળ ઓળેલા હકુભાઇ અત્યંત સદા અને સરળ લાગેલા। પછી એમની સાથે કેટલીક વાતો થઇ. એમણે મને મ્યૂઝિમ બતાવ્યું. શ્રી કનુભાઈ જાણીએ પણ થોડી વાતો કરી. એ વાતો તો આજે યાદ નથી. એ અડધા કલાકનો સમય સદા સ્મૃઈમાં મઢાયેલો છે.
એ પછી હકુભાઈને મળવાના કહેતા જોવાના કેટલાક પ્રસંગો બનેલા. તેમ એમની કાલા પ્રવૃત્તિથી સતત વાકેફ રહેવાનું બન્યું. એક વખત હું બેંગલોર ગયેલો, ત્યાં ચિત્રકલામાં અનાયાસ એમનું એક પ્રદર્શન જોવાનો પણ લાભ મળેલો. આમ એક કલાકાર તરીકે એમના કાર્યથી અત્યંત પરિચિત.
હકુભાઈનો જન્મ સુરત જિલ્લાના વાલોડમાં 26 માર્ચ 1936ના રોજ થયેલો. એમણે ચિત્રકલાનો અભ્યાસ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી કરેલો. 1965માં આજ વિષયમાં માસ્ટર્સ પણ ત્યાં જ કર્યું. એમને એન. એસ. બેન્દ્રે અને કે. જી. સુબ્રમણ્યમ જેવા શિક્ષકો પાસેથી શીખવા મળ્યું। જેમને એમને રવીન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બાસુ જેવા ચિત્રકારોની કાલા અને વિચારોથી પરિચિત કરાવ્યા. સાથ સાથે આનંદકુમાર સ્વામી જેવાની ભારતીય કળાની વિચારણાથી પણ પરિચય કરાવ્યો.
આ સમયમાં જ હકુભાઇ ગાંધીમાર્ગ અને રવીન્દ્રનાથના માનવવાદથી પ્રભાવિત થયા. જીવનમાં સત્યાગ્રહ અને કલામાં શાંતિનિકેતનની કલા દ્રષ્ટિ એમનો પથ બન્યા. જીવનમાં સાદગી એમનો આદર્શ રહી અને કલામાં માનવવાદ સહિત સ્વદેશી પ્રતિબદ્ધતા. એમણે ભારતીય લોક, પરંપરા અને આદિવાસી કલાઓની વ્યંજક યુક્તિઓ, રૂપકો અને પ્રતીકોની સાથે જોડીને એક ભૂમિ તૈયાર કરી. અનુઆધુનિક્તાના એ સમયમાં જયારે તેનું સંચાલન કરેલું। કલાને નિર્ધારિત કરતુ હતું અને કલાની જાતીયતા સંકટમાં હતી ત્યારે હકુ શાહની આજ સર્જનાત્મકતા એક તરફ પ્રેરણા દેનારી તો બીજી તરફ બઝારવાદનો જોરદાર વિરોદ કરવા વાળી પણ હતી, કારણ કે આપણે ત્યાં કલા માંગની નહિ, આત્માન્વેષણની પ્રક્રિયાથી જન્મતી હતી. આ સમયમાં જ તેઓ તેમના કાર્ય વિષે લખવું શરુ કરેલું જે કેટલાક પુસ્તકો રૂપે પ્રગટ થયું અને ભક્તિ પરંપરાની નિર્ગુણ કવિતા વિષે પણ તેઓ લખ્યું.
આ સમયમાં શરુ થઇ હકુભાઈની ચિત્રકલા યાત્રા. અનેક પ્રદર્શનો કર્યા. એમણે કેટલાય પ્રદર્શનો કલકત્તા અને મુંબઈમાં કાર્ય. 1968માં એમણે એક મહત્વનું પ્રદર્શન "અનનોન ઇન્ડિયા"('Unknown India')નું ફિલાડેલ્ફિયા મ્યૂઝિમ ઓફ આર્ટમાં આયોજન કર્યું. આ પ્રદર્શનના તેઓ કયુરેટર હતા. અને કલા વિવેચક સ્ટેલા ક્રામરિચે તેનું સંચાલન કરેલું. હકુભાઈને 1968માં અને 1971માં - એમ બે વખત રોકફેલર ગ્રાન્ટ મળી હતી.
આ બધા વર્ષોમાં હકુભાઈએ લોકજાતિ(tribal - ટ્રાઇબલ) અને ગામઠી (rural - રૂરલ) કલા અને હુન્નર(craft - ક્રાફ્ટ )ની પરંપરામાં ખાસ્સું સંશોધન કર્યું. જેનું એમણે પ્રત્યેક સ્થળે જઈને તેનું દસ્તવેજીકરણ પણ કર્યું. અને એમાં પરિણામરૂપ એમણે ટ્રાઇબલ મ્યૂઝિમની અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં સ્થાપનાકારી અને એના કયુરેટર તરીકે કેટલાક વર્ષો કાર્ય કર્યું। એવી જ રીતે અર્થમાં દાયકામાં એમણે ક્રાફટ વિલેજનું આયોજન કરીને ઉદેપુર(રાજસ્થાન)પાસે - 'શિલ્પગ્રામ'ની સ્થાપના કરી. આ પ્રકારનું આ સૌ પ્રથમ આયોજન હતું જ્યાં હુન્નરને કે કસાબને મહત્વ આપવામાં આવ્યું હતું. આ બધા અનુભવોને વિષે એમણે એક સ્મરણકથા લખી જે 'માનૂસ' નામે પ્રગટ થઇ. 'હમન કે ઈસ્ક' જેવા કાર્યક્રમમાં શુભ મુદગલ ગાયું તો હકુભાઈએ ચિત્રણ કરેલું.
હકુભાઈની ઉત્કૃષ્ટ કલાયાત્રાના પરિણામે એમને અનેક માનસન્માન પ્રાપ્ત થયેલા જેમાં મહત્વના તેવા 1968માં જોન ડી. રોકફેલર થર્ડ ફેલો, ન્યૂયોર્ક, અમેરિકા; 1971માં નેહરુ ફેલોશીપ એવોર્ડ, ન્યૂ દિલ્હી; 1973માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ સિવિક એવોર્ડ આપી સન્માન કર્યું; 1975માં ફરી જોન ડી. રોકફેલર થર્ડ ફેલો - ન્યૂયોર્ક, અમેરિકા; 1998માં ભારત સરકાર દ્વારા "પદ્મશ્રી"થી સન્માનિત કરાયા; 1991માં regent પ્રોફેસર, કેલિફોર્નિયા, અમેરિકા; 1997માં ઓલ ઇન્ડિયા આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી(ન્યૂ દિલ્હી) દ્વારા 'કલા રત્ન" સન્માન; 1998માં ગુજરાતની લલિત કલા એકેડેમી દ્વારા "કલા શિરોમણી" સન્માન અને 2006માં શાંતિનિકેતન દ્વારા અપાતો 'ગગન અવની' પુરસ્કાર મુખ્યત્વે છે.
હકુ શાહના ચિત્રો લગભગ સો થી વધુ ગ્રુપ શૉમાં પ્રદર્શિત થયા છે. તો ત્રીસથી વધુ એમના વન મેન શૉ થયેલા છે. પણ એમનામાં પ્રચાર કે યશની કામના ક્યારેય જોવા મળી નથી. કલાને તેઓ માનવોચિત કર્તવ્યની જેમ જોતા હતા અને મનુસ્યતાને પરમ ધર્મ માનતા હતા. એક ચિત્રકાર અને કલા વિચારકના રૂપમાં તેઓ ભારતીય મૂલ્યો અને બહુલતાવાદી વિચારોના વાહકનું કાર્ય કરતા હતા. ગાંધીજી એમના ચિત્રોના કેન્દ્રમાં હતા, તો કબીર એમની માન્યતામાં સમાવિષ્ટ હતા. ચિત્રોનું એક આખું પ્રદર્શન એમણે ગાંધીજીને કેન્દ્રમાં રાખીને "નિત્ય ગાંધી" એવા શીષર્કથી કરેલું। જયારે ભારતીય વિચાર જ ખતરામાં છે ત્યારે કલા જગતમાં હકુ શાહનું હોવું એક મોટું આશ્વાસન હતું .
માર્ચમાં આવતા એમના જન્મ દિવસના છ દિવસ પહેલા 21માર્ચ 2019ના રોજ હકુભાઇ એમની કલાયાત્રા સંકેલી લીધી. આધુનિકતાના જુવાળ સામે હકુ શાહની કલા ભારતીય માટીની કલા હતી. એમણે સ્વીકારેલા અને પ્રયોજેલાં મોટિફ્સ(motif)ને સમજવામાં ઘણા કલાકારો અને સમીક્ષકો પણ નિષ્ફળ રહ્યા છે. અને ગુજરાતના હોવા છતાં ગુજરાત બહાર એમની નામના અને સારાહનાહ વધુ જોવા મળી છે. એમના માટે સાચી શ્રદ્ધાંજલિ તો એ જ હોઈ શકે કે એમના કાલા સર્જનો અને માન્યતાઓમાંથી આપણે પ્રેરણા લઈએ. શ્રી પ્રકાશ શાહે એમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે, "જનસાધારણની કલાના હકુભાઇ મર્મિ હતા. ક્ષેત્રે ક્ષેત્રે, આવા લોકો હશે ત્યારે સ્વરાજની સાર્થકતા અનુભવાશે."
હકુભાઈએ એક વાતચીતમાં કહેલું, "કિસી સાધન કો અપને કામ મેં બરતને સે પહેલે યહ બહુત જરૂરી હૈ કી હમ ઊસે ઉસકી પ્રકૃતિ, સંભાવનાઓ ઔર સીમાઓ સહીત ઠીક તરહ સે જાણ લે. અગર આપ અપને જાનને મેં ગંભીર નહીં હૈ તો આપ નહીં જાન સકેંગે. રચના સમગ્ર કે પ્રતિ આપ મેં ભક્તિ હોની ચાહીએ. આત્મ તલાશ કા મતલબ હૈ અપને પેટ મેં બચ્ચા હોના. ગર્ભિત અવસ્થા મેં હોના। યહ ગર્ભ ધારણ કરને જેસા હૈ ઔર આપકો ઉસકી બહુત સજાગતા ઔર સાવધાની સે રક્ષા કારની હૈ." (માનુષ, પુષ્ઠ - 27)