tribute to Pandit Jasraj in Gujarati Moral Stories by Abhijit Vyas books and stories PDF | કાલીના સ્વર ઉપાસક કાળમાં વિલીન

Featured Books
Categories
Share

કાલીના સ્વર ઉપાસક કાળમાં વિલીન

કાલીના સ્વર ઉપાસક કાળમાં વિલીન

ગાયક પંડિત જસરાજને શ્રદ્ધાંજલિ

- અભિજિત વ્યાસ

રાગ અડાણામાં 'માતા કાલકા'ની રજુઆત જેમણે પંડિત જસરાજના કંઠે સાંભળી છે તેમને જરૂર કાલી માતાના દર્શન થયા હશે. પંડિત જસરાજને સૌ પ્રથમ રૂબરૂ સાંભળ્યા ત્યારે આ જ રાગ અડાણાની બંદિશ સાંભળેલી. આ પહેલા એમને રેડીઓ પાર સાંભળેલા પણ એમને રૂબરૂ સાંભળવાનો જે આનંદ અને અનુભવ થયો એ અત્યંત આહલાદક અને અવર્ણીય હતો.

લગભગ સીતેર જેટલા વર્ષ સુધી એક અવાજે ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રોતાઓને મંત્રમુગ્ધ રાખ્યા એ અવાજ અચાનક 17મી ઑગષ્ટના રોજ થંભી ગયો. કહો કે નાદબ્રહ્મમાં વિલીન થઇ ગયો. પંડિત જસરાજનું અવસાન બધા સંગીત રસિકોને એક દર્દ આપી ગયું. હવે આ અવાજ નહિ સંભળાય.

પંડિત જસરાજનો જન્મ બ્રિટિશ પંજાબના હિસ્સાર (હાલનું હરિયાણા)ના પીળી મંડોરી ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં 28 જાન્યુઆરી 1930ના રોજ થયો હતો. ચાર ભાઈઓમાં જશરાજજી સૌથી નાના હતા. મોટાભાઈ પંડિત પ્રતાપનારાયણ, મોતીરામ, મણિરામ। જસરાજજીની પ્રારંભિક તાલીમ તબલા વાદક તરીકે થઇ હતી. અને તેઓ તેમના મોટાભાઈ, ખાસ કરીને પંડિત પ્રતાપનારાયણની સાથે તબલા વગાડતા હતા. પણ એક દિવસ એક કાર્યક્રમમાં આયોજકે તેમને બેસવાની બાબતમાં અપમાન કરી લેતા ગાયક બનવાનું નક્કી કરેલું। ત્યારથી એમને ગાયનની તાલીમ એમના મોટાભાઈઓ પાસેથી લેવી શરુ કરેલી. અને એક ગાયક તરીકે જ પછી તેઓ ઓળખાવા લાગેલા. એમની નિમણૂંક રાજ ગાયક તરીકે મીર ઓસમાણ અલીખાંના દરબારમાં થયેલી. પણ દેશને સ્વતંત્રતા માલ્ટા તેઓ એક સ્વતંત્ર ગાયક તરીકે કાર્યક્રમ આપવા લાગ્યા. 1946માં તેઓ કલકત્તા રેડીઓમાં ગાયક તરીકે જોડાય છે. અને પછી કેટલાક વર્ષ તેઓ ત્યાં જ રહે છે. અને 1963માં તેઓ કલકત્તા છોડીને મુંબઈને રહેઠાણ તરીકે પસંદ કરે છે. આ દરમ્યાન વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક વી. શાંતારામની પુત્રી મધુર જોડે 1962માં લગ્ન કરે છે.

એ સમયે તેઓ બેગમ અખાતની ગાયકીથી ખુબ આકર્ષાયેલા. અને બેગમને તેઓ પ્રેરણાસ્ત્રોત માનવા લાગેલા. યુવાનીનો સમય એમણે હૈદરાબાદમાં ગાળેલો અને એ સમયે તેઓ અવાર નવાર સાણંદ આવીને ત્યાંના મહારાજા જશવંતસિંહ વાઘેલા પાસે મેવાતી ઘરાણાની તાલીમ લેવા લાગે છે. પંડિત જસરાજ મેવાતી ઘરાનાનું એક ઘરેણું પછી તો બની ગયા હતા.

એક ગાયક તરીકેનો પંડિત જસરાજનો પ્રવૃત્તિ સમય લગભગ સીતેર વર્ષનો રહ્યો. આ સમય દરમ્યાન એમણે અનેક કાર્યક્રમો અનેક જગ્યાએ, અનેક શહેરોમાં, દેશ અને વિદેશમાં આપ્યા છે. એમની સાદગી અનેરી હતી. અપેક્ષાઓ પણ ખાસ નહિ. મને યાદ છે કે પહેલી વખત અમે એમનો કાર્યક્રમ કરેલો ત્યારે એમને કાર્યક્રમન્સ સમયે હોટેલ પાર તેડવા જઈએ તે પહેલા તો તેઓ હાથમાં સ્વરમંડળ લઈને ચાલીને હોલ પાર પહોંચી ગયા હતા. એમને તેડવા જવામાં વિલંબ થયો તેની દિલગીરી વ્યક્ત કરી તો કહે એમાં શું,"પાસ હે થા તો ચાલ આયા". આજે તો આવી કલ્પના પણ કરી શકાય નહીં તેવી આજના કલાકારોની માંગણીઓ હોય છે.

પંડિત જશરાજે અનેક રાગોની રજૂઆત કરી. એમણે અનેક જાણીતા - પ્રચલિત તથા અપ્રચલિત રાગોની પ્રસ્તુતિ કરી છે. અહીંની હવેલીમાં જયારે કાર્યક્રમ આપ્યો ત્યારે અત્યન્ત અપ્રચલિત એવો રાગ 'ચંપક'ની રજૂઆત પણ પ્રભાવક કરી હતી. સામાન્ય રીતે ઘણા કલાકારો અપ્રચલિત રાગને જમાવી શકતા નથી. પણ જસરાજજીમાં એવું ક્યારેય જોયું નથી. દ્વારકાના મંદિરમાં જયારે એમને પ્રસ્તુતિ કરેલી ત્યારેની એમની ધ્યાનસ્થ મુદ્રા મનમાં અંકિત થઇ ગઈ છે.

પંડિત જસરાજે ભક્તિ સંગીતમાં અનેરી રજૂઆત કરી છે. છેલ્લા કેતાક વર્ષો તો એમણે એજ પ્રકારના પદો ની પ્રસ્તુતિ કરતા હતા. તેમાં પણ હવેલી સંગીતના એમના પદો અનન્ય છે. એમની હવેલી સંગીતની એક રેકોર્ડ પણ પ્રગટ થઇ છે. એમની લગભગ 29 જેટલી રેકોર્ડ્સ પ્રગટ થઇ છે. જેમાં અનેક રાગોની પ્રસ્તુતિ કરેલી છે. જશરાજજીએ ફિલ્મોમાં પણ ગાયું છે. એમણે બે અંગ્રેજી ફિલ્મો - 'લાઈફ ઓફ પાઇ' (રાગ આહીર ભૈરવ) અને 'બીરબલ માય બ્રધર'(આ ફિલ્મમાં એમણે પંડિત ભીમસેન જોશીની સાથે જુગલબંધીમાં રાગ માલકોંસ ની રજૂઆત કરી છે)માં એમની પ્રસ્તુતિ સાંભળવા મળે છે.

પંડિત જસરાજનો શીસ્યગણ પણ બહોળો છે. જે એમની ગયાં શૈલીને રજૂ કરે છે. જસરાજજીએ અનેક રાગો - લગભગ સીતેર ઉપરાંત રાગમાં પ્રસ્તુતિ કરી છે. એમની ગાયનની વિષેશતા એટલે સ્વરોની વિશાલ રેન્જ. તેમાં પણ ખરાજના સ્વરો બહુ અદભૂત લગાવતા સાંભળવા મળે. એમને જુગલબંદીમાં પણ નવતર પ્રયોગ કરીને પ્રસ્તુત કરી છે. જુગલબંધીની તો આપણી બહુ જૂની પરંપરા છે કે જેમાં બે ગાયકો કે વાદકો એક જ રાગની રજૂઆત કરે છે. પણ પંડિત જશરાજે જે નવતર જુગલબંદીની રજૂઆત કરી તેમાં બંને ગાયકો અલગ અલગ રાગની રજૂઆત કરતા સાંભળવા મળે. બંનેની રજૂઆતનો મુખડો એક જ પણ બંને કલાકારોનો રાગ અલગ અલગ હોય. આ શૈલી વિષે પંડિત જસરાજ કહે છે, "હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠ સંગીતમાં આજ લાગી જયારે પણ ગાયક - ગાયિકાના યુગલ ગાન સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે મનમાં દરેક વખતે એક ઉલઝન થતી રહી છે કે શું બન્ને કલાકાર પોતપોતાના ગયાંને પૂર્ણ રીતે ન્યાય કરી શકે? ના, અમેક વર્ષોના આ વિચાર દ્વારા સ્ત્રી-પુરુષ જુગલબંદીનો એક માર્ગ મનમાં ઉભરવા લાગ્યો.

નર - નારી, સાગર - સરિતા, ધરતી - આકાશ, વૃક્ષ-લતા, પ્રકૃતિ-પુરુષ, શિવ-શક્તિ આ બધા જ ચેઈટનય સ્વરૂપ છે, અને તેનાથી આખાય વિષવામાં સંતુલન ને સુંદરતાનું નિર્માણ થાય છે. જે આપણને પૂર્ણતાની તરફ લઇ જાય છે. આ જ વેયશ્વિક તત્વોનો પ્રયોગ કરી આ સ્ત્રી-પુરુષ જુગલબંધી અધિક સાર્થક થશે એવું મનમાં લાગવા લાગ્યું. મન ખુબ અશાંત હતું। શોધ....... લગાતાર શોધ નહિ, સહગાન પણ નહિ, પણ અલગતામાં એકતાનું સર્જન હોય. દ્વેતથી અદ્વેત સુધી પહોંચવાનો એક સરળ માર્ગ હોય. આ અમૂર્ત કલ્પના ઘણા દિવસો સુધી આંખ-મિચોલીની રમત રમાડતી રહી. અને એક દિવસ અચાનક જેમ પડદો ખુલી ગયો. મુરચના ભેદના આધારથી આ નરનારી જુગલબંદીને ગાઈ શકાય છે. એવું લાગ્યું જાણે માનો કે વિશ્વનું રહસ્ય ખુલી ગયું.

આ જુગલબંદીમાં મૂર્છાનાની પારંપરિક ગયાં પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ત્રી - પુરુષ કલાકાર બે ભિન્ન રાગોને ષડજ મધ્યમથી ગે છે. અને બન્ને કલાકાર સુસંગત સ્વરાકૃતિ નિર્માણ કરે છે. બન્નેના રાગ એવી રીતે પસંદ થયા છે જે પરસ્પર પૂરક હોય છે. એકબીજાના સહાયક હોય છે. જેમ એક ગાડીના બે પૈડાં. ઈશ્વરે જે આપણને શરીર દીધું છે તેનાથી - ગાત્રવીણાથી આ જુગલબંદી ગઈ શકાય છે. તે પણ ફક્ત સ્ત્રી-પુરુષ સ્વાર્થી જ." પંડિત જશરાજે આમ એક નવતર પ્રયોગ કરીને આ અલગ અલગ રાગની એક જ મુખડાની સ્ત્રી-પુરુષ, ગાયક-ગાયીકા જુગલબંદીને પ્રસ્તુત કરી જે ખરે જ સાંભળવી મનભાવન છે.

પંડિત જસરાજની એક ગાયક તરીકેની પ્રસિદ્ધિને કારણે એમને અનેક માન - સન્માન અપાવ્યા છે. જેમાં ઉલ્લેખ કરવો ગમે તેવા પારિતોષિકોમાં - પદ્મશ્રી(1975), સંગીત નાટક એકેડેમી એવોર્ડ(1987), પદ્મભૂષણ(1990), પદ્મવિભષંણ(2000), સવાઈ ગંધર્વ પુરસ્કાર(2008), સંગીત નાટક ફેલોશિપ(2010), પૂ. લ. દેશપાંડે લાઈફ ટાઈમ એચીવેમેન્ટ એવોર્ડ (2012), ભારત રત્ન પંડિત ભીમસેન જોશી કલાસિકલ મ્યુઝિક લાઈફ એચીવેમેન્ટ એવોર્ડ(2013). ગંગુબાઈ હંગલ લાઈફટાઈમ એચીવેમેન્ટ એવોર્ડ(2016), મહારાષ્ટ્ર ગોઉરવ પુરસ્કાર અને માસ્ટર દીનાનાથ મંગેસ્કર એવોર્ડ આપવામાં આવેલ છે.

સપ્ટેમ્બર 2019માં મંગળ અને ગુરુની વચ્ચેના એક નવા શોધાયેલા ગ્રહને પંડિત જસરાજનું નામ આપવમાં આવેલું છે. એવું બહુમાન મેળવનાર તેઓ એક માત્ર ભારતીય સંગીતકાર અને ગાયક છે. એટલે પંડિત જસરાજનું નામ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતું રહેશે.

પંડિત જસરાજનું 17મેં ઓગષ્ટ 2020ના રોજ અમરિકાના ન્યૂ જર્સીની એક હોસ્પિટલમાં અવસાન થયું। એમના અગ્નિ સંસ્કાર 20 ઓગ્સટન રોજ મુંબઈમાં થયા ત્યારે અનેક શિષ્યો અને શ્રોતાઓ એમની યાદમાં અશ્રુઓ સારતા હતા. મહાકાળીના આ ઉપાસક કાળમાં વિલીન થઇ ગયા. પણ એમના ગાયનની ધ્વનિ મુદ્રિત થયેલી રેકોર્ડ્સમાં અને કેસેટ્સમાં એઓ સદા જીવંત રહેશે। ગુજરાતમાં એમના કેટલાક શિષ્યો કે[ જે એમની ગયાં શૈલીને અને મેવાતી ઘરનાને રજુ કરે છે. ખાસ ઉલ્લેખનીય ગાયકોમાં નીરજ પરીખ અને સ્વેતા ઝવેરીનો ઉલ્લેખ કરી શકાય.