Vatsalya - 2 in Gujarati Moral Stories by Jayrajsinh Chavda books and stories PDF | વાત્સલ્ય-અંતનો અંતે આરંભ - ભાગ-૨

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

વાત્સલ્ય-અંતનો અંતે આરંભ - ભાગ-૨

•સૌ પ્રથમ વિશ્વના તમામ માતા-પિતાને મારા વંદન...
વિશ્વના તમામ માતા-પિતાના ચરણોમાં આશીર્વાદ લેવા મારી આ રચના સમપિર્ત કરું છું અને તેમના સન્માનમાં નીચેની પંક્તિઓ મારા શબ્દોમાં:-

"માતા છે જીવનની ધારા,
તો પિતા છે તેની અમૃત ધારા;
માતા છે વાત્સલ્યની મૂતિઁ,
તો પિતા છે તે મૂતિઁની માટી;
માતા છે પ્રેમની અખંડ જ્યોત,
તો પિતા છે તે જ્યેતનો સ્ત્રોત છે;
માતા છે જીવનમાં અનમોલ,
તો પિતા છે આપણા જીવનનું મૂળ!"

•વાત જાણે સુરતના એક ઉધોગપતિની છે.તેમને ત્યાં ભગવાનની અસીમ મહેરબાની અને લીલા લહેર હતા,પરંતુ એક કહેવત કે"ભગવાન બધાને બધું નથી આપતો!"આવી લીલીવાડી છતાં તેને ત્યાં લગ્નનાં બે વર્ષ થયાં છતાં એકપણ બાળક નહોતું અને બંને પતિ-પત્ની બાળક માટે તરસતા હતા અને રાતદિવસ બાળક માટે ભગવાનને પ્રાર્થના કરતાં હતાં.

•એક દિવસ સવારે......

સકુંતલા:-(ઉધોગપતિની ધર્મપત્ની)તમને કહું છું,ચાલો ને આજે ડોક્ટર પાસે એક છેલ્લો રિપોર્ટ કરાવી આવીએ!મને લાગે છે કે,ભગવાને આપણી પ્રાર્થના સાંભળીને આપણને જે ખોટ હતી તે પૂરી કરી છે.

નિરજ:-(સકુંતલાનો પતિ-ઊધોપતિ)કેટલીવાર સકુંતલા?કેટલીવાર દવાખાનાના ચક્કર લગાવવા?અને અંતે પરિણામ?તો કે,રિપોર્ટ નેગેટિવ.ભગવાને આપણને બધું આપવાનું વિચારીને એક બાળક આપવાનું જ ભૂલી ગયો છે.માટે તું પણ ભૂલી જાય અને આપણે બંને આપણી જીંદગી આરામથી જીવીએ.

સકુંતલા:-પણ,ચાલો ને છેલ્લી કોશિશ કરીને એક રિપોર્ટ કરાવતાં આવીએ અને મને લાગે છે કે,આ છેલ્લા રિપોર્ટ આપણને નિરાશ નહી કરે.

નિરજ:-ઠીક છે!ચાલ તું આટલું કહે છે તો એકવાર રિપોર્ટ કરાવતા આવીએ અને હા,જો આ છેલ્લીવાર જ છે પછી રિપોર્ટ નેગેટિવ આવે એટલે તું પણ બાળકના સપના ભૂલીને મોજથી જીવવાનું ચાલુ કરીશ તો જ જઈએ રિપોર્ટ કરાવવા બાકી નહિ.

સકુંતલા:-ઠીક છે સારું છેલ્લીવાર બસ...
(મિત્રો,બાળક પ્રત્યેના પ્રેમ અને વેદનાની ભાવના ભગવાન પણ પોતે નથી જાણી શક્યો તો માણસ શું જાણી શકવાનો?આમ,બાળક માટે તરસતા નિરજ અને સકુંતલા માટે ભગવાને કંઈક અલગ જ કરવાનો જાણે નિણર્ય લીધો હતો.બંને ઘરેથી રિપોર્ટ કરાવવા માટે દવાખાને જાય છે અને દવાખાને પહોંચીને......)

નિરજ:-ડોક્ટર સાહેબ,છેલ્લીવાર તમારો દરવાજો ખટખટાવવા આવ્યા છીએ તો આપ છેલ્લો રિપોર્ટ કરી આપો ને કેમકે,મારી આ પત્ની માનતી જ નથી.

ડોક્ટર:-સકુંતલા બહેન,તમારા બંનેમાંથી કોઈમાં પણ ખામી નથી છતાં હવે અંતે બધું ભગવાનના હાથમાં જ હોય છે,માટે આટલા બધા પૈસા તમે દવા અને રિપોર્ટમાં ન નાખવા કરતાં તમારા વૃધ્ધાવસ્થાના સમય માટે બચાવીને રાખો તો કામ લાગશે.

સકુંતલા:-ના ના ડોક્ટર સાહેબ,મને લાગે છે કે અમારા પૈસાનો વાપરનાર અને અને અમારી વૃધ્ધાવસ્થાનો સહારો આવવાનો છે જ.

નીરજ:-ડોક્ટર સાહેબ,તમે રિપોર્ટ કરીને આપો ને એટલે સકુંતલાને શાંતિ થાય.તેને એક શંકા પણ દૂર થઇ જાય.

ડોક્ટર:-(સકુંતલાની બાળક માટેની લાગણી જોઈને)ખરેખર માઁ ની મમતા અને વાત્સલ્ય અપાર છે!(એક સ્મિત આપીને)ઠીક છે,સકુંતલા બહેન તમારી મમતા માટે આજે એક રિપોર્ટ વધારે નાખીએ.કદાચ આ રિપોર્ટ તમારી મમતા સામે હારી જાય!
(મિત્રો,ખરેખર માતા-પિતાનો વાત્સલ્ય દુનિયામાં અમર હતો,અમર છે અને આવનારા સમયમાં પણ અમર જ રહેવાનો છે.આવા વાત્સલ્ય સામે ભગવાન પણ ક્યારેય જીતી નથી શક્યા અને માતા-પિતા સામે તેને પણ હાર માનવી જ પડી છે.સકુંતલાની એકતરફી મમતા પણ કંઈક આવું જ કરી બતાવવાની છે,જ્યાં હવે ભગવાન પણ હાર માનવાનો હતો....)

•એક બાજુ સકુંતલાનો રિપોર્ટ ચાલતો હતો અને બીજી બાજુ નિરજ રૂમની બહાર એક સારા સમાચારની પ્રાર્થના ભગવાનને કરે છે અને લોબીમાં આમતેમ આંટા મારતો હોય છે.
-થોડા સમય પછી.....

ડોક્ટર:-(રૂમમાંથી બહાર આવીને થોડી ઊદાસી સાથે મસ્તીમાં)નિરજભાઈ.....આજે પણ રિપોર્ટ.......
(આટલું બોલતાં જ નિરજે ડોક્ટરને અટકાવ્યા)

નિરજ:-મને ખબર જ હતી,પરંતુ તે ગાંડીને સમજાવી સમજાવીને થાક્યો પણ તે સમજાવવા તૈયાર જ નથી.(ગુસ્સામાં)
(તેટલામાં સકુંતલા રૂમમાંથી બહાર આવે છે અને નિરજનો ગુસ્સો જોઈને તેની સામે હસે છે.... )

નિરજ:-(સકુંતલાને હસતી જોઈને....)હવે હસે છે શું?ભગવાનને જે મંજૂર છે તે આપણે બંનેને ખબર જ છે,પણ તને ભગવાનની ઈચ્છા મંજૂર નથી એટલે સાવ પાગલ જેવું કરે છે.(ગુસ્સામાં...)
(તેટલામાં ડોક્ટર નિરજનો ગુસ્સો શાંત કરવા નિરજ ને બોલતાં અટકાવે છે.....)

ડોક્ટર:-નિરજભાઈ,શાંત તો થાવ અને તમે મારી હજુ પૂરી વાત જ ક્યાં સાંભળી છે.તમે ખાલી રિપોર્ટનું નામ સાંભળતાં જ બોલવાનું શરૂ કરી દીધું.તમે પૂરી વાત બતાવવાનો સમય આપો તો બતાવું ને!
(તેટલામાં ફરીથી નિરજ ગુસ્સામાં ડોક્ટરને બોલતાં અટકાવી દે છે.....)

નિરજ:-તમે શું પૂરી વાત કરશો?ખાલી આશ્વાસન આપશો કે ભગવાન ઊપર ભરોસો રાખજો બધું સારું થઈ જશે.બાકી તમે શું પૂરી વાત કરી શકવાના?

સકુંતલા:-તમે તમારો ગુસ્સો શાંત કરીને બોલવાનો સમય આપો તો પૂરી વાત ખબર પડે ને!ખાલી ગુસ્સામાં બધું બોલી જવાથી કંઈ જ ખબર ન પડે.

નિરજ:-નથી મારે કંઈ સાંભળવું અને તારા જીવને શાંતિ થઈ હોય તો ચાલો હવે ઘરે મારે કંપનીએ જવાનું મોડું થાય છે.(ગુસ્સામાં)

•મિત્રો,નિરજને પણ પિતા બનવાની ઈચ્છા ઘણી છે,પરંતુ તેને ખબર જ હતી કે આપણા નસીબમાં ક્યારેય બાળકનું સુખ છે જ નહિ તો પછી ખાલી તેની પાછળ પાગલ થવાનો કોઈ મતલબ જ નથી.પરંતુ સકુંતલાની મમતા એક હદે પાગલપનમાં ફેરવાઈ ચૂકી હતી અને તેના આ રિપોર્ટથી ડોક્ટર પણ હેરાન હતા.આ જ રિપોર્ટની વિગત જ્યારે નિરજને ખબર પડશે તો તે પણ હેરાન રહી જશે કે,એક માતા-પિતાનો વાત્સલ્ય ભગવાનને પણ હાર માનવા ઊપર મજબૂર કરી શકે છે.

•આજ રચનાના ત્રીજા ભાગમાં સકુંતલાના રિપોર્ટનો સાચો ભેદ ખૂલશે અને તેનાથી નિરજ હેરાન થઈ જશે.

•તો જાણવા માટે વાંચવાનું ભૂલશો નહિ "વાત્સલ્ય-અંતનો અંતે આરંભ-ભાગ-૩"ટૂંક જ સમયમાં માતૃભારતી એપ પર.


-જયરાજસિંહ ચાવડા