Vatsalya - 3 in Gujarati Motivational Stories by Jayrajsinh Chavda books and stories PDF | વાત્સલ્ય-અંતનો અંતે આરંભ - ભાગ-૩

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

વાત્સલ્ય-અંતનો અંતે આરંભ - ભાગ-૩

•મિત્રો,ભાગ-૨ માં આપણે જોયું કે સકુંતલાનો રિપોર્ટ આવે છે,પણ નિરજને તે રિપોર્ટની ખબર જ નથી હોતી કેમકે,તેને એમ જ હતું કે આજનો રિપોર્ટ પણ આગલાં રિપોર્ટ જેવો જ હશે તેથી તે ગુસ્સામાં સંકુતલાને દવાખાનેથી ઘરે જવાનું કહે છે...

નિરજ:-રિપોર્ટથી તું સંતુષ્ટ થઈ હોય તો ચાલ હવે ઘરે.(ગુસ્સામાં)

ડોક્ટર:-ઘરે ક્યાંથી જશો મને પેંડા ખવડાવીને પછી જવાનું છે ઘરે.(સ્મિત આપીને)

નિરજ:-પેંડા?મને સમજાયું નહિ કંઈ આપ શું કહેવા માંગો છો?(આશ્ચર્યથી)

ડોક્ટર:-Congratulations Mr.Niraj Shah તમે પપ્પા બનવાના છો,કેમકે આજે આવો અદ્ભૂત ચમત્કાર મેં પહેલીવાર જોયો કે બધા રિપોર્ટ નેગેટિવ છતાં પણ અચાનક પોઝિટિવ રિપોર્ટ કેમ આવ્યો!(સ્માઈલ સાથે)

નિરજ:-(ખૂશીથી)શું વાત છે તો આજે એક માઁની મમતા અને વાત્સલ્યે ભગવાનને પણ હરાવી દીધા એમને!વાહ,પ્રભુ ખરેખર તે આજે અમારા બધા સપનાઓને સાકાર ક્યાઁ છે."તું કરે છે કંઈક તેવી લીલા,છે માનવ માટે એક ધીરજની પીડા!"(ભગવાનને યાદ કરતાં કરતાં)

ડોક્ટર:-અને મોટી આશ્ચર્યની વાત તો તે છે કે,તમે બંને અેકી સાથે ત્રણ બાળકોના માતા-પિતા બનવાના છો કેમકે સંકુલતા બહેનના પેટમાં ત્રણ ગભઁ છે.

નિરજ:-(ખુશીમાં)શું વાત કરો છો?વાહ!સંકુતલા તારી મમતાને ધન્ય છે હો.ડોક્ટર સાહેબ ચાલો બિલની વિધિ પૂરી કરો એટલે અમે પછી રજા લઈએ.

ડોક્ટર:-પણ હા,સંકુતલા બહેનને ડિલીવરી સુધી બરાબર ધ્યાન રાખવું પડશે બધી બાબતોનું કેમકે એકીસાથે ત્રણ ગભઁ હોવાથી તેમની ડિલીવરી બહુ જ ગંભીર પરિસ્થિતિમાં થશે.(ચિંતા સાથે)

ડોક્ટર:-માટે હું દવા આપુ છુ તે દરરોજ લેવાની અને દર મહિને ચેક અપમાં આવવાનું થશે.

નિરજ:-સારું ડોક્ટર સાહેબ દવા આપો હું સકુંતલાને સમયસર આપતો રહીશ અને દર મહિને તેને ચેક અપમાં લઈ આવીશ.

•મિત્રો,આટલા વર્ષ પછી સારા સમાચાર સાંભળીને નિરજ અને સકુંતલા બહું જ ખુશ હતાં અને તેઓ દવાખાનાની વિધિ પૂરી કરી ઘરે જવા નિકળે છે.

(ગાડીમાં રસ્તામાં.....)
નિરજ:-બકુડી,મને માફ કરી દે હું તારા ઊપર વિશ્વાસ જ ન કરી શક્યો કેમકે મને એમ જ હતું કે હવે આપણે ક્યારેય બાળક સુખ નહિ મળે અને યાદ રાખજે આપણા બાળકો માટે વાત્સલ્યનો દરિયો ક્યારેય સુકાવો ન જોઈએ તે આપણી જવાબદારીમાં આવે છે.

સંકુતલા:-મને મારા અંતરથી જ લાગતું હતું કે હવે આપણે સંતાનપ્રાપ્તિ થવાની છે અને તમને શું લાગે છે?કે મારો વાત્સલ્ય ભરેલો પ્રેમ મારા બાળકો માટે ઓછો થશે તો સાંભળી લો હું મારા વાત્સલ્યને ધીરજથી જાળવી શકું છું તો તેને નિભાવી પણ શકું છું.(સ્મિત સાથે)

નિરજ:-સારું થયું જે થયું તે હું તને ઘરે ઉતારું એટલે તૈયાર રહેજે સાંજે કંપનીમાં એક પ્રોગ્રામ હશે તેના માટે આવવાનું છે તારે પણ.

સકુંતલા:-સારું અને તરુણભાઈને ફોન કરીને કહી દેજો નહિ તો તમને ઘણું સાંભળવા મળશે.

નિરજ:-અરે,યાર તરીયાને તો ફોનનું ભૂલાય જ ગયું.સારું તે યાદ કરાવ્યું હું કંપનીએ જઈને ફોન કરી દઈશ.
(તેટલામાં ઘર આવે છે.)

નિરજ:-ચાલ બાય,અને રેડી રેહેજે સમયસર.

સકુંતલા:-હા હા હવે તમે ત્યાંથી નિકળો એટલે ફોન કરજો હું તૈયાર જ હોઈશ.(સ્મિત સાથે)

•મિત્રો આ જ રચનામાંં આગળ તમે એક માતાની કુતૂહલતા અને પિતાની એક એવી ચિંતા જોશો કે જ્યાં નિણર્ય કરવો બહુ જ મુશ્કેલ પડી જશે.

(આમ નિરજ સકુંતલાને ઘરે ઊતારીને કંપનીએ જવા નિકળે છે.કંપનીમાં નિરજનું માન-સન્માન પણ ખૂબ હતું.નિરજ આજે ખૂબ જ ખુશ હતો તેથી તે કંપનીમાં બધા મજૂરો અને કમ્રચારીઓને હોલમાં એકઠા કરે છે અને....)
નિરજ:-મારી કંપનીનો દરેક સ્ટાફ મારા પરિવાર જેવો છે અને મારી આ કંપની એક પરિવારની જેમ કામ કરતી આવી છે તો આજે મારા પરિવારમાં આનંદ હોય અને તેના સભ્યોને જાણ ન કરું તો તે અન્યાય કહેવાય.મિત્રો ભગવાનની દયા આને આપ સહુની દુઆથી હું ટૂંક જ સમયમાં પપ્પા બનવાનો છું.
(તેટલું સાંભળતા જ નિરજના માનમાં તાળીઓ અને સીટીઓ વાગવા લાગી.)

નિરજ:-શાંતિ....શાંતિ....શાંતિ મિત્રો,જ્યારે આટલી ખુશીના સમાચાર હોય અને તેનું Celibration જો પરિવારમાં ન થાય તો આટલી મોટી ખુશી અધૂરી લાગે અને તેથી આજના દિવસ માટે બધાને કામ પરથી છુટી અને આજે સાંજે તમને તમારા સહપરિવાર સાથે જમવાનું મારા તરફથી ભાવભર્યું આમંત્રણ આપું છું.
(અને ફરી પાછો તાળીઓ અને સીટીઓનો નાદ થવા લાગ્યો.નિરજના કહેવા પ્રમાણે બધા મજૂરો અને કર્મચારીઓ પોતપોતાના ઘરે જવા નીકળ્યાં,પરંતુ નીરજ ખુશીમાં એટલો તલીન હતો કે તે પોતાની જ કંપનીમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં પોતાના ખાસ ભાઈબંધ તરુણને કહેતાં ભૂલી જ જાય છે અને પોતે પણ ઘરે જવા નિકળે છે.તરુણને નિરજે માત્ર અઢાર વર્ષે જ પોતાની કંપનીમાં એક તક આપી હતી અને તરુણે તે તકનો સારો ઊપયોગ કરીને તે છવીસ વર્ષનો થતાં કંપનીમાં મેનેજમેન્ટમાં પદ મેળવીને નિરજના દિલમાં એક અલગ જ છાપ છોડી હતી અને બંનેની મિત્રતા બાળપણના મિત્રતા જેવી ગાઢ હતી અને સમયજોગે તે દિવસે તરુણ રજા ઊપર હોવાથી તે કંપનીએ પણ નહોતો આવ્યો.)

(નિરજ ઘરે પહોંચીને ગાડીમાંથી ઊતરીને ઘરમાં પ્રવેશ કરે છે....)

નિરજ:-અરે...તરીયા તું અહીંયા?તું છે ને એક મારી પળે પળની ખબર રાખે છે હો!(હસતાં હસતાં તરુણને ભેટી પડે છે.)

તરુણ:-તું તો રહેવા જ દે ભાઈ આમે તને આવડી મોટી વાત કહેવાનો સમય જ નથી અમારા માટે.(પ્રેમથી ગુસ્સામાં)

નિરજ:-અરે,યાર એવું કશું જ નથી.મને તારી ભાભીએ બપોરે જ કહ્યું હતું કે,તરુણભાઈને ફોન કરી દેજો,પણ કંપનીમાં પ્રોગ્રામના કામમાં ભૂલાય જ ગયું.છોડ હવે માફ કરી દે ને ચાલે રાખે આવું બધું તો.(તરુણને મનાવતા મનાવતા)

તરુણ:-આમે તું હવે બાપ બનવાનો છો એટલે અમને તો ભૂલવાનો જ ને.(મસ્તીમાં)

નિરજ:-ના ના ભાઈ,પણ શું કરું ખૂશી જ એટલી થાય છે કે હું કોઈને તે બતાવી જ નથી શકતો.(સ્મિત સાથે)

તરુણ:-બસ,મારો ભાઈ ખુશ તો હું પણ ખુશ.યાદ રાખજે આટલી મોટી ખુશીમાં મને ભૂલી ગયો છે તું આ તો ભાભીએ મને ફોન કર્યો એટલે જ આવ્યો બાકી ન આવત હું.(મસ્તીમાં)

નિરજ:-સારુ..લ્યા હવે ક્યાં સકુંતલા?

તરુણ:-યાર,મે તેમને ના પાડી કે મારે ચા નથી પીવી છતાં તે મારા માટે ચા બનાવવા ગયા.

નિરજ:-તેમાં શું છે?તારું જ ઘર છે તો માલિકને ચા તો પીવડાવી પડે ને!(મસ્તીમાં)

તરુણ:-તું પણ યાર ખરો છે હો,પણ જોજે મને ઘરનો માલિક બનાવી દઈશ તો હું પછી તને મારી જોડે નહિ રાખુ હો.(મસ્તીમાં)

(તેટલામાં સકુંતલા ચા લઈને રસોડામાંથી આવે છે...)
સકુંતલા:-બસ,હવે લડવા ઝગડવાનું પત્યું હોય તો ચાલો ચા પીને તૈયાર થઈને નિકળવાનું છે,નહિ તો તમારા બંનેનો ઝગડો તો બંધ જ નહિ થવાનો.(હસતાં હસતાં)

તરુણ:-ભાભી,સાચું કહેજો કોની ભૂલ છે મારી કે આ નિરયાની?

સકુંતલા:-તરુણભાઈ,ભૂલ તો તમારા ભાઈની જ પણ જવા દો ને તેમના જેવું કોણ થાય હવે?(સ્મિત સાથે)

નિરજ:-સારું,તરીયા સોરી હવે તું ચા પી હું હમણાં પાંચ મિનિટમાં ફ્રેશ થઈને આવ્યો.(બોલતાં બોલતાં સીડી ચડવા લાગ્યો.)

તરુણ:-પાછો ઝડપથી આવજે તૈયાર થવામાં ભવ ના કરતો હો...(મસ્તીમાં..સકુંતલા અને તરુણ બંને હસે છે.)

નિરજ:-સારું હવે બંધ થા...

સકુંતલા:-તરુણભાઈ તમે બેસો હું થોડું કામ પતાવી દવ.(તેમ કહેતાં તે રસોડામાં જાય છે.)

તરુણ:-સારું ભાભી..(સ્મિત સાથે)
(થોડા સમય પછી નિરજ તૈયાર થઈને સીડી ઊતરે છે અને તેને જોઈને.....)

તરુણ:-ભાભી....ઓ ભાભી....જોવો આ હીરોને તો જાણે બીજા લગ્ન કરવા લઈ જતાં હોય તેમ તૈયાર થઈને આવ્યો છે.(મસ્તીમાં)

(તેટલામાં સકુંતલા પણ રસોડામાંથી બહાર આવે છે અને તરુણ સાથે મળીને નિરજની મસ્તી કરે છે....)

સકુંતલા:-તરુણભાઈ,આજે તો સાચે જ આમને બીજા લગ્ન કરવા લાગે છે.કંપનીમાં છે નહિ ને બીજી બકુડી?(મસ્તીમાં)

નિરજ:-ના યાર હવે,શું તમે બંને જણા મળીને મસ્તીમાં લાગ્યા છો?ચાલો મોડું થાય છે હવે.

તરુણ:-હા હવે,તારા વિના જાણે ત્યાં પ્રોગ્રામ ચાલુ થઇ જશે અને તું જાણે અહીં જ રહી જવાનો તેવી વાતો કરે છે.(મસ્તીમાં)

સકુંતલા:-બસ હવે બંને પાછી કથા ચાલ ન કરતા અને જવાનુ કરજો.(હસતાં હસતાં)

નિરજ:-આ જો તરીયાને કે તું હું કંઈ બોલતો જ નથી,તેણે જ ચાલુ કર્યુ છે.

તરુણ:-હા મારો નિરીયો તો સાવ સીધો જ છે હો ભાભી..(બધા હસે છે.)
(પછી ઘરેથી બધાં કંપનીએ જવા નિકળે છે અને કંપનીમાં પ્રોગ્રામની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો હતો.કંપનીના ચોગાનમાં ગાડી આવીને ઊભી રહે છે અને ગાડીમાંથી નિરજ,સકુંતલા અને તરુણ ઊતરે છે અને તેને ઊતરતાં જોઈને ત્યાં ઊપસ્થિત દરેકે દરેક તેના માનમાં તાળીઓ વગાડીને તેનું સ્વાગત કરે છે.પછી પ્રોગ્રામ ચાલુ થાય છે અને પ્રોગ્રામમાં બત્રીસ જાતનાં ભોજનના સ્ટોલ લાગે છે.એકતરફ જમણવાર ચાલુ થાય છે અને બીજી તરફ કંપનીના બધા કમ્રચારીઓ અને તેનો પરિવાર નિરજ અને સંકુતલાને શુભેચ્છાઓ આપવા આવે છે.ત્યારબાદ પ્રોગ્રામને અંતિમ ઓપ આપવા નિરજ બધા કમર્ચારીઓને સંબોધિત કરે છે,.....)

નિરજ:-આપ સહુએ તમારા પરિવાર સાથે મારા આ અનેરા આનંદને ચાર ચાંદ લગાવ્યા તે બદલ આપનો અને આપના પરિવારનો મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ!
(ત્યારબાદ પ્રોગ્રામ પૂરો થાય છે અને બધા કર્મચારીઓ પોતપોતાના ઘરે જાય છે અને નિરજ,તરુણ અને સકુંતલા જમવા બેસે છે.....)

તરુણ:-શું નિરીયા આજે તો રાજીને?(જમતાં જમતાં)

નિરજ:--હા,ભાઈ ભગવાનની મહેરબાની.(હસતાં હસતાં)

સકુંતલા:-તરુણ ભાઈ આટલા વર્ષો પછી વાત્સલ્યની પરીક્ષાનો અંત આવ્યો અને આ જ વાત્સલ્ય હવે અમારો સહારો બનશે.(એક સ્મિત સાથે)
(પછી બધા ઘરે જવા નીકળે છે.....)

•મિત્રો,સંકુતલા અને નિરજને એમ હતું કે તેના આવનારા બાળકો તેની વૃધ્ધાવસ્થાનો સહારો બનશે,પણ તેની આ જ વિચારધારા તેના વૃધ્ધાવસ્થા પહેલાં જ તેનો નિરાધાર બનીને તેને એક વાત્સલ્યમાં મોટા કરેલા પોતાના બાળકો દ્રારા વાત્સલ્યની એક મોટી કસોટીમાં ઉતારવાની છે.

•મે એક કહેવત સાંભળી છે કે,"અતિની ગતિ અવગતિ જ અપાવે છે."પણ પહેલીવાર અતિ વાત્સલ્ય એક અલગ જ સમયમાં અલગ રૂપ પણ બતાવી શકે છે.

•નિરજ અને સકુંતલા નવ મહિના સુધી ખૂબ આનંદમાં રહે છે,પણ આ આનંદ તેના પાસે ફક્ત થોડો સમય જ રહેવાનો હતો અને પછી તે એક નવા આરંભમાં અંતને અંત તરફ લઈ જવાનો હતો.

•"વાત્સલ્ય-અંતનો અંતે આરંભ(ભાગ-૪)ટૂંક જ સમયમાં,માતૃભારતીના મારા એકાઉન્ટ ઊપર પ્રસારિત કરવામાં આવશે.તો વાંચવાનું ચૂકશો નહિ"વાત્સલ્ય-અંતનો અંતે આરંભ".

-જયરાજસિંહ ચાવડા