Is our happiness in the hands of others? in Gujarati Motivational Stories by Milan Mehta books and stories PDF | શું આપણો આનંદ બીજાની મુઠ્ઠીમાં કેદ છે?

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

શું આપણો આનંદ બીજાની મુઠ્ઠીમાં કેદ છે?



આજે આપણને ટેવ પડી ગઈ છે બીજાના એપ્રૂવલની કે કોઈ કહે તો જ આપણને આનંદ આવે અને મજા આવતી હોય છે એટલો આપણો આનંદ આજે બીજાની મુઠ્ઠીમાં કેદ થયેલો જણાય છે.
કોઈના રીસેપ્શન,લગ્નમાં કે કોઈ પાર્ટીમાં જઈએ અને આપણે પહેરેલા કપડાની કોઈ પ્રશંશા ના કરે તો આપણને જમવું પણ ભાવતું નથી એટલે આપણે બીજાને પૂછી લઈએ છીએ “કેમ લાગે છે આ શર્ટ ?“બસ આથી જ આપણે આનંદની પળ માણી શકતા નથી.અરે ભાઈ તમે પહેરેલા કપડા કે કોઈ કિમતી ઘરેણા તમારા છે તો શા માટે તમે બીજાને પૂછો છો? તમને ગમતાં હતા એટલે તો તમે લીધા છે ને? તો પછી શા માટે તેને પૂછવું જોઈએ કે કપડા કેવા લાગે છે એમ.તમને લાલ કલરનું ટી શર્ટ ગમે છે તો એ જ પહેરોને, બીજાને નથી ગમતું એટલે તમે નથી પહેરતાં એવું કેમ કરો છો?

કોઈ વિધાર્થી શિક્ષકને એવું કહે કે સાહેબ આજે તમારા લેક્ચરમાં મજા આવી ગઈ.શું તો જ શિક્ષકને આનંદ થાય અને મજા આવે તેવું હોય? ના – ના એવું ક્યારેય ના હોય કારણ કે વિદ્યાર્થી તો કહે પણ ખરા અને ના પણ કહે તો શું શિક્ષકને રાહ જોવાની વિદ્યાર્થીના એપ્રુવલની? તો પછી શિક્ષકનો આનંદ વિદ્યાર્થીની મુઠ્ઠીમાં કેદ કહેવાય ને? કોઈ કહે કે ના કહે પણ શિક્ષક એની મસ્ત મજાથી ભણાવે તે છે સાચો આનંદ. કારણ કે તેમાં કોઈના કહેવાની રાહ હોતી નથી અને આ જ સાચું છે.

આજે દેખાદેખી અને આ દુનિયામાં બધાને ખુશ રાખવા જતા પોતે આપણે હતાશ અને નિરાશ થઇ જઈએ છીએ અને દુનિયામાં બધા આપણાથી ખુશ રહેશે જ નહિ. કોઈને ગમે તેટલું આપી દો.કંઈ ને કંઈ ઓછુ તો પડવાનું જ છે તો શા માટે પોતાનું મન મારીને જીવવું જોઈએ. દુનિયામાં કોઈ તમને કશું નહિ આપી દે.તે આપશે તો માત્રને માત્ર સલાહ.તો મિત્રો,શાને બીજા માટે તમે ખુદ દુઃખી થાવ છો? જીવનરૂપી બગીચો તમારો છે અને તમે જ તેના માળી છો.જે ફૂલ ખીલશે તે તમારી મહેનતના હશે.હા,તેમાં થોડા ઓછા ફૂલ હશે તો પણ શું થઇ ગયું? છે તો તમારા જ ને?
બસ બીજાનું એપ્રુવલ લેવાનું છોડી દો.જીવન ખૂલીને જીવતાં શીખી જાવ.જે પણ કરો દિલથી કરો – પૂરા વિશ્વાસથી કરો. પોતાના આનંદ માટે કરો. પોતાનું મન હોય તેમ જીવી લેવાનું.હા તેનું ધ્યાન પણ રાખવાનું કે આપણો આનંદ અજાણતા પણ કોઈના દુઃખનું કારણ ના બને.એકવાર પોતાના મનથી અને દિલથી જીવી તો જુવો.દુનિયાની પરવા કર્યા વગર જીવન રંગીન અને દુનિયા ખુબસૂરત લાગશે. વાતાવરણમાં ખુશનુમા અને અદકેરો આનંદ મળશે તે અલગથી.જીવનમાં બધું જ હકારત્મક થતું જણાશે.તમે તમારી જાતને આદરથી ઉજવતાં શીખશો.જીવનમાં જે પણ મળશે તે અદભુત,અદ્વિતિય મળશે તે તમે ક્યારેય કલ્પી પણ નહિ શકો અને કહી પણ નહિ શકો તેવો અદકેરો આનંદ થશે તે હું પૂરા વિશ્વાસથી અાપને કહું છું.બસ નિર્ણય તમારો હોવો જોઈએ કારણ કે જીવન પણ તમારું છે. બસ,દિલથી જીવી લો.

મિત્રો આપના પ્રતિભાવ થી લખવાની સતત પ્રેરણા મળી રહી છે અને લખવાનો ઉત્સાહ વધી રહ્યો છે .તો આપના કિંમતી સમયમાંથી સમય લઈને ચોક્કસ આપના પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં. આપના બધા જ પ્રતિભાવ મારા માટે સદૈવ આવકાર્ય અને શીરો માન્ય રહશે તો આપના પ્રિતિભાવ આપવાનું ભૂલતા નહિ. હંમેશા મારો ઉત્સાહ વધારવા બદલ આપ સર્વે વડીલો - સ્નેહીજનો અને વાંચક શ્રી નો ખૂબ ખૂબ આભાર. 🙏 🙏 🙏 🙏 .


મિલન મહેતા – બુઢણા.
૯૮૨૪૩૫૦૯૪૨.