માણસ સ્માર્ટ કે મોબાઈલ ..?
૨૧ મી સદી એટલે ટેક્નોલીજી ની સદી જેમ માણસને જીવન જીવવા માટે પાણી ની જરૂર છ., તેમ જ્ઞાન વધારવા અને આજના સમયના સથવારા સાથે તાલ મિલાવીને ચાલવા માટે ટેકનોલોજી જાણવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ આવશ્યક નહિ પણ અનિવાર્ય થઈ ગયું છે. આજે જે ટેક્નલોજી નો સુયોગ્ય ઉપયોગ નથી કરી શકતો તે સમય થી ઘણો જ પાછળ રહી ગયો છે. કારણ કે આજે સતત હરીફાઈ વધી રહી છે અને તે દિન-પ્રતિદિન વધતી જ રેહવાની છે તે આપણે બધા જ જાણીએ છીએ અને જો કોઈ આજે આ શ્રેષ્ઠ ગણાતી ટેક્નલોજી નો યોગ્ય ઉપયોગ ના કરી શકે તો તે સમય અને સમાજ સાથે નહિ ચાલી શકે. આજે પળવારમાં ટેકનોલોજી ના માધ્યમથી ક્યાં દેશમાં શું જોવા જેવું છે.,ત્યાં નું ચલણ શું છે.,ત્યાની સંસ્કૃતિ શું છે.,ત્યાંના લોકો કેવા છે .,તેનો પેહરવેશ કેવો છે બધું જ જાણી શકાય છે અને તે પણ મિનીટ ના ભાગમાં જ .અને આપણા જન્મના ૫૦૦ વર્ષ પેહલા શું ઘટના બની તે પણ ઈન્ટરનેટ પર ઘર બેઠા બેઠા આરામથી અને સહેલાઇથી જાણી શકાય છે.,વેપારીઓ ઈ કોમર્સ દ્વારા પોતાનો વેપાર વધારે છે અને અને ઓનલાઈન વેપાર કરે છે ., વિધર્થીઓ પોતાના પાઠ્યપુસ્તક અને બીજી રેફરન્સ બુક પીડીએફ માં મેળવી શકે છે .,સાહિત્ય રસિકો સાહિત્યના પુસ્તકો અને પોતાના પ્રિય લેખકશ્રીઓ .,કવિશ્રી ના નવી રચનાઓ વાચી શકે છે ., બહેનો નવી રેસેપી શીખી શકે છે .,યુ ટ્યુબ પર બાળકો માટે જ્ઞાન સાથે ગમત કઈ રીતે થઈ શકે તે માટે કેટલી બધી રમતો ઉપલબ્ધ છે તો સાથે જ યુ ટ્યુબ પર નવા સર્જકોને એક નવું પ્લેટફોર્મ આપે આપે છે અને પોતાના વિચારો મુક્ત મનેરજુ કરી શકે છે. આજે ઈન્ટરનેટ અને આજની ટેકનોલોજીના આધારે માણસ ચંદ્ર પર પહોચ્યો છે. પણ આજે તેનો સદ ઉપયોગ કેટલો થાય છે તે વધારે મહત્વનું છે
આજે કોમ્યુ નીકેશન નું શ્રેષ્ઠ અને સરળ માધ્યમ એટલે સેલફોન જેને આપણે મોબાઈલ થી ઓળખીએ છીએ તેનો ઉપયોગ ખુબ જ જરુરી છે કારણ કે સમયનું મહત્વ વધી રહું છે અને સમયના તાલ સાથે તાલ મિલાવવા અને જડપી કામ કરવા માટે તે આજના સમયમાં અનિવાર્ય છે સાથે જ જરૂરી પણ એટલું જ છે. પણ આજે સેલફોન માણસ પર એટલો એટલો હાવી થઈ ગયો છ કે માણસનું અવિભાજ્ય અંગ કેમ ના હોય તેવું તેને લાગી રહ્યું છે અને જો પોતાની પાસે પોતાનો એક પણ સ્વજન ના હોય તો ચાલે પણ મોબાઈલ વગર તો કેમ ચાલે ..‼! આપણી સવાર જ કરાગ્રે વસ્તે સેલફોન થી થાય છે અને રાત્રે સુતા પેહલા પણ સેલફોનમાં શું નવીન છે તે જોવું માણસની આજે આદત બની ગઈ છે અને તેમાં પણ જો ફેસબુક – વોટ્સ એપ -ઈનસ્ટાગ્રામ –યુ ટ્યુબ બધી જ સાઈટની એક આદત બની ગઈ છે અને જે કંપનઓ પેહલા મહિનાનું ૧ જી.બી નેટ આપતી તે મહિનો ચાલતું હતું તે આજે હરરોજનું ૧.૪ જી.બી ઈન્ટરનેટ હોવા છતા રાત્રે બીજાનું હોટસ્પોર્ટ શરૂ કરવું પડે છે તે આપણે કેટલો વપરાશ કરીએ છીએ તે કહી જાય છે. સેલફોન ઉપયોગ જરૂરી છે અને કરવો જ જોઈએ પણ માણસના આજે મગજ પર હાવી થઈ ગયું છે તેમ હાવી ના થવું જોઈએ તેવું હું અંગત રીતે માનું છે. કારણ કે આજે વ્યક્તિ જાગે છે ત્યારથી સુવે છે ત્યાં સુધી ઓનલાઈન રહે છે પણ સામે બેઠેલા વ્યક્તિની સામે લાઇવ નથી રહી શકતો એ કેટલું યોગ્ય….??તે કોઈના ઘરે જાય છે ત્યારે તે બીજા સાથે વાત કરે છે અને તે પોતાના ઘરે હોય ત્યારે જે વ્યક્તિના ઘરે ગયો હોય તેની સાથે વાત કરે છે..‼ માણસ ઘરે આવીને ઓફિસ અને મિત્રો સાથે ગ્રુપમાં વાત કરતો હોય છે અને મિત્રો સાથે હોય ત્યારે ઘરે વાત કરતો હોય છે પરિણામે એક પણ જગ્યાએ તે સમયનો અને વ્યક્તિનો આનંદ લઈ શકતો નથી. આજે પોતાના સ્વજનને જેટલો સ્પર્શ નથી કરતો તેટલો સેલફોન ને સ્પર્શ કરે છે. અને જો પોતાનો સેલફોન માત્ર એક દિવસ માટે પણ ટેકનીકલ રીતે બંધ - ખરાબ થયો હોય તો વ્યક્તિ પોતાને મજા ના હોય અને પોતે બીમાર હોય તેવું અનુભવે છે.
આજે વ્યક્તિ ઓનલાઈન રેહવામાં લાઇવ રેહતો નથી એ મારા અનુભવે મે જોયું છે. વ્યક્તિના ઘરે પ્રસંગ હોવા છતા અને આટલા બધા સ્વજન હોવા છતાં પણ મોબાઈલમાં શું શોધતો હોય છે તે આજ સુધી મને હજુ ખબર નથી પડી…‼ ઘણીવાર હું એવા પ્રસંગમાં પણ ગયો છુ કે જ્યાં વરરાજા પણ સેલફોનમાં કઈક શોધતા હોય છે પોતાના પ્રસંગમાં શું શોધતા હશે..?? માણસની માનસિકતા તો એવી થઈ ગઈ છે કે જો આખા દિવસમાં ઈન્ટરનેટ નો વપરાશ ના થયો હોય (તે પણ ક્યારેક) તો પણ યુટ્યુબમાં જોતા જોતા પોતે ઓફ લાઈન થઈ જાય છે પણ ઈન્ટરનેટ જતું ના રહે તેનું ધ્યાન રાખે છે…! આ માણસની માનસિકતા છતી કરે છે. આજે એવા કેટલા મિત્રો છે જે આખા દિવસમાં ઈન્ટરનેટ વગર રહી શકે છે ..?? વ્હોટસ એપ જોયા વગર., ફેસબુકમાં લાઇવ થયા વગર.,ઈનસ્ટાગ્રામમાં લાઇક આપ્યા સિવાય રહી શકે છે તે તમારા મનથી વિચારજો. મોબાઈલમાં એક પણ મેસેજ કે ફોન ન હોય તો પણ આપણે કેટલી વાર જોઈએ છીએ.અને એવું તો શું કામ હોય છે જે આપણા મેસેજ કે ફોન નો રીપ્લ્યે આપ્યા વગર થઈ જ ના શકે અને જો જવાબ ના આપો તો તમને માત્ર ૧ રૂપિયાની પણ ખોટ જતી હોય કે તમે જવાબ ના આપો અને સામે વાળી વ્યક્તિ ને પણ માત્ર ૧ રૂપિયાનું નુકશાન જતું હોય તો ચોક્કસ જવાબ આપજો જ તેવું પણ હું માનું છુ પણ જો જો તમે બિનજરૂરી સેલફોન નો ઉપયોગ કરીને તમારું અને તમારા સ્વાસ્થ્ય ખરાબ તો નથી કરી રહ્યા ને..? એનું સવિશેષ ધ્યાન રાખજો આજે દુનિયામાં માણસો દિવસે ડીપ્રેશનમાં ગરકાવ થતા જાય છે અને માનસિક તાણ અનુભવી રહ્યા છે તેનું કારણ પણ સતત નિર્જિવ વસ્તુ સાથે કામ કરી રહ્યા છે તે જ છે કારણ કે માણસ આજે ફરવા જાય તો પણ સેલ્ફી પાડવાની ઉતાવળમાં હોય છે અને સેલ્ફી પાડ્યા પછી તે નેટ પર મુકવા તત પર થઈ જાય છે અને પછી તેમાં કોણે લાઇક આપી અને કોણે પ્રતિક્રિયા આપી તે જોવે છે સાથે જ બધી જ પ્રતિક્રિયા નો જવાબ આપે છે પરિણામે તે ત્યાં ફરવા જાય છે ત્યાં ફરી નથી શકતો. (આ લાઇક અને કોમેન્ટ નો રીવાજ થઈ ગયો ના હોય તેવું લાગી રહ્યું છે તમે લાઇક અને કોમેન્ટ આપો તો જ હું આપું..‼‼‼! )
એક વ્યક્તિ ને હું ઓળખું છુ તે સતત ઓનલાઈન હોય છે અને તે રાત્રે સુવે ત્યારે પણ પોતાના ડેટા કનેક્શન બંધ નથી કરતી અને અને આ કોરોનાના વેકશનમાં તેનો હમણાં ફોન આવ્યો ત્યારે તેણે મને હસતા હસતા કહ્યું કે રવિને કઈ થઈ જાય તો છોકરા રાખે તેવું લાગતું નથી ત્યારે મારાથી કેહવાય ગયું કે લાઇવ રહો તો બધા રાખે ઓનલાઈન રહો તો નહિ.
આજે માત્ર ૨ વર્ષનું નાનું બાળક રડતું હોય ત્યારે ઘરનાં સભ્યો દ્વારા તેને રડતું બંધ કરવા માટે મોબાઈલ હાથમાં આપી દેવામાં આવે છે જેને મોબાઈલ શું છે તે પણ ખબર નથી તે બાળકને શાંત કરવા માટે. અને આજ બાળક મોટું થાય ત્યારે આજ ઘરના સભ્યો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે તુ મોબાઈલમાં હો છો ત્યારે ઘરનું કાઈ સાંભળતો નથી આ કેટલું યોગ્ય કેહવાય…??
બની શકે તો રજામાં ક્યારેક એક દિવસ તમારો સેલફોન બંધ કરી પોતાના પ્રિય પાત્ર સાથે પોતાના સ્વજન સાથે બેસજો તમને જયારે તે આનંદ મળશે તે દુનિયામાં કે તમારા સેલફોનમાં ક્યારેય નહિ મળે ક્યારેક પોતાની એક દિવસ માટે સોશ્યલ સાઈટ બંદ કરી ને પોતાની જાત ને પણ મળજો તમે વિતાવેલી યાદગાર પળ ને યાદ કરજો અને ત્યારે તમને આનંદ આવશે તે બીજે ક્યાય નહિ આવે તે હું પુરા વિશ્વાસથી તમને કહી શકુ છુ.
અંતમાં તમારે જરૂર હોય તે પ્રમાણે તમારા સેલફોન નો ભરપુર ઉપયોગ કરજો –જરૂરી પણ છે પણ એક એક યોગ્ય સમય નકકી કરજો જેથી તમે માનસિક સ્વસ્થ રહી શકો અને પોતાના સ્વજન સાથે રહી શકો પોતાના સ્વજનની વાત સમજી શકો સાથે જ તમે ખુલ્લા મને પોતાની વાત પણ કહી શકો અને આજે મોટા પ્રમાણે વાત નથી સાંભળવાથી કે સમજવાથી જ પ્રશ્ન ઉદભવે છે એટલે ઘરના સ્વજન તમારા જ છે અને છેલ્લે જીવનના અંત સમયે તે જ તમારી સાથે રહેશે અને છેલ્લે જીવનમાં લાયક કરવા વાળા નહિ લાઇવ રહેવા વાળા જ કામ લાગતા હોય છે તે પણ જેટલું વેહલું સમજી શકાય તેટલું સમજી લેજો આજ માટે નહિ તમારી આવતી કાલ માટે - તમારા સ્વસ્થ માટે. એથી જ કહી શકાય માણસ સ્માર્ટ કે મોબાઈલ ..??
મિલન મહેતા – બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨