Whom should I tell my grief - 10 in Gujarati Mythological Stories by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા books and stories PDF | હું મારી વ્યથા કોને કહું- ભાગ ૧૦

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

હું મારી વ્યથા કોને કહું- ભાગ ૧૦

માતા સત્યવતિની આજ્ઞા પ્રમાણે વેદવ્યાસ માની ગયા. તથા તેઁમણે જણાવ્યા મુજબ અંબા તથા અંબાલિકાને નિયોગથી ગર્ભધારણ માટે બોલાવી.

સૌપ્રથમ અમ્બિકા મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે. પરંતુ તે વેદવ્યાસ પાસે ડરી જાય છે અને તેની આંખો બંધ થઈ જાય છે. તેવી જ રીતે અંબાલિકા પણ મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે અને તે પણ વેદવ્યાસના તેજથી અંજાઈને પીળી પદી જાય છે. મહર્ષિ વેદવ્યાસ આનાથી ચિંતીત થઈ જાય છે.

માતા સત્યવતિ આ કાર્ય વિષે તેમને પુછે છે:

“”હે પુત્ર! મેં તને જે કાર્ય સોંપેલું તે પુર્ણ થયું?”

“”””હા માતા”” આપે સોંપેલું કાર્ય પુર્ણ તો થયું પરંતુ?”

“પરંતુ શું પુત્ર?”

“એક મુશ્કેલી છે?”

“”હજું શું મુશ્કેલી આવવાની બાકી રહી ગઈ છે?”

“તો સાંભળો માતા! અમ્બિકા મારી પાસે આવી પરંતુ નિયોગ દરમિયાન તેની આંખોબંધ થઈ ગઈ હતી. જેથી તેનો પુત્ર ખુબ જ બળશાળી તો થશે પરંતુ તે અંધ હશે. તેવી જ રીતે અંબાલિક પણ નિયોગ દરમિયાન પીળી પડી ગઈ હતી જેથી તેનો પુત્ર બળશાળી તો હશે જ પરંતુ નિઃસ્તેજ હશે તથા અલ્પાયુ હશે.”

આ સાંભળી માતા સત્ય”વતિ ખુબ જ દુઃખી થયા તથા અમારા ઉપરથી સંકટના વાદળો ઓછા થવાનું નામ લેતા ન હતા. યોગ્ય સમયે અમ્બિકા તથા અંબાલિકાના ગર્ભમાંથી સુંદર પુત્રોનો જન્મ થયો પરંતુ જન્મ થતાની સાથે જ વેદવ્યાસે કહેલી વાત સાચી પડી. અમ્બિકાનો પુત્ર અંધ હતો તો અંબાલિકાનો પુત્ર નિસ્તેજ. માતા સત્યવતિ તેમને જોઈને ખુશ તો થયા પરંતુ સાથે સાથે તેમને દુઃખ પણ હતું.

હવે માતા સત્યવતિએ મહર્ષિ વેદવ્યાસને અમ્બિકા પાસે મોકલે છે. પરંતુ અમ્બિકા પહેલેથી જ મહર્ષિ વેદવ્યાસથી ડરેલી હોય તેણે પોતાની દાસીને વેદવ્યાસ પાસે મોકલાવી દીધી. પરંતુ બધાથી વિપરીત અમ્બિકાની દાસી પોતે આત્મવિશ્વાસથી ભરપુર અને પુરી હિમ્મતથી મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે. નિયોગ દરમિયાન મહર્ષિ વેદવ્યાસને જાણ થઈ જાય છે કે આવેલ સ્ત્રી અમ્બિકા નથી પરંતુ તેની દાસી છે. પરંતુતે દરમિયાન નિયોગની પ્રક્રિયા પુર્ણ થઈ જાય છે. માતા સત્યવતિ દ્વારા ફરીથી વેદવ્યાસજીને પરીણામ અંગે પુછવામાં આવે છે.

“”””હે પુત્ર! આ સમયે તો બધું સમુંસુતરૂં પાર પડશે ને?“”

“હે માતે! હું આપના પરિવાર માટે ચિંતીત છું. આ વખતે પણ ભુલ થયેલ છે.”

“હવે આ વખતે શું થયું?”

“”આપની પુત્રવધુ અમ્બિકાએ પોતાની જગ્યાએ પોતાની દાસીને મોકલાવી હતી. પરંતુ તે દાસી આપની બંન્ને પુત્રવધુઓ કરતા વધુ પ્રબળ એટલે કે આત્મવિશ્વાસથી ભરપુર અને હિમ્મતવાળી સાબિત થઈ. તેની કુખેથી જે બાળક અવતરશે તે તંદુરસ્ત તથા બુધ્ધિશાળી હશે.”

આમ, કુરૂવંશમાં ત્રણ રાજકુમારોનો જન્મ થયો. મહર્ષિ વેદવ્યાસ દ્વારા નિયોગ સમયે અમ્બિકાની આંખો બંધ થઈ જવાથી તેની કુખેથી જે પુત્ર થયો તે અંધ હોવાથી તેનું નામ ધૃતરાષ્ટ્ર રાખવામાં આવ્યું. તથા અંબાલિકા નિયોગ સમયે પીળી પડી જવાથી” તેની કુખેથી જે પુત્ર થયો તેનું નામ પાંડુ રાખવામાં આવ્યું. તથા ફરી નિયોગ સમયે અમ્બિકાએ પોતાની દાસી મોકલાવી હતી તે આત્મવિશ્વાસથી ભરપુર અને હિમ્મતવાન હતી તેની કુખેથી જે પુત્ર થયો તેનું નામ વિદુર રાખવામાં આવ્યું.

સમય જતા બધા જ રાજકુમારોની શીક્ષા-દીક્ષાની જવાબદારી ફરી મારી ઉપર જ આવી પડી. હું પણ સમય જતા વૃધ્ધ થવા લાગ્યો હતો. મને પણ થાક લાગતો હતો. પણ હું શું કરૂં. મારે મારા પરિવાર માટે આ કાર્ય કરવું જ રહ્યુ. ધૃતરાષ્ટ્ર ખુબ જ શક્તિશાળી હતો પરંતુ અંધ હતો તેથી તેની શક્તિ સિમીત રહી જવા પામેલ. જ્યારે પાંડુ તીરંદાજીમાં કુશળ હતો તથા વિદુર નિતીશાસ્ત્રમાં નિપુણ તથા બુધ્ધિશાળી હતો.

સમય જતા બધા જ રાજકુમારો પુખ્તવયના થયા. હવે સમય જતાં એક સમસ્યા ઉદ્દભવી કે રાજ્યનો કારભાર રાજા તરીકે કોને સોંપવો? બધા જ મંત્રિઓ, રાજ્યસભાના સભ્યો તથા વડીલો સાથે મારે ચર્ચા થઈ તે મુજબ ધૃતરાષ્ટ્ર બધા જ પુત્રોમાં મોટો હતો પરંતુ અંધ હોવાને કારણે તેને રાજા બનાવવામાં ન આવ્યો અને પાંડુને રાજા બનાવવામાં આવ્યો. તથા વિદુરને મંત્રિપદ આપવામાં આવ્યું.