Whom should I tell my grief - 5 in Gujarati Mythological Stories by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા books and stories PDF | હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૫

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૫

આમ મારી અને નિષાદ વચ્ચે સંવાદ ચાલુ હતો.

“ધન્ય છે મહારાજ પુત્ર તમારી જનેતાને. મારી કન્યા માટે તમે તમારું સર્વસ્વ ગુમાવી ને તમારી ભાગ્ય રેખા જ બદલી નાંખી.”

“હે નિષાદ! ભાગ્ય રેખા બદલવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મેં જે કંઈ પણ કાર્ય કર્યું છે તે જ મારી ભાગ્યરેખામાં લખાયેલ હશે. તેમાં અન્ય કોઈની ભાગ્ય રેખાનો લગીરે વાંક નથી. હાલ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તે સમયની જ માંગ હશે.”

“પરંતુ?”

“આ સમયે પરંતુ જેવા શબ્દોનો કોઈ જ અર્થ નથી નિષાદરાજ. હવે માતા સત્યવતિને મારી સાથે વિદાય કરો.”

આમ, હું પિતાશ્રીને ખુશ કરવા માટે માતા સત્યવતિને સાથે લઈ મારા રથમાં હસ્તિનાપુર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં માતા સત્યવતિએ મારો રથ ઉભો રખાવવા જણાવ્યું.

“કેમ માતે?”

“હે દેવવ્રત! હસ્તિનાપુર પહોંચતા પહેલા મારે આપને એક વાત જણાવવી છે.”

“માતે! હવે તો બધું જ સારૂં થઈ રહ્યું છે તો હવે ક્યો પ્રશ્ન તમને સતાવી રહ્યો છે?”

“હાલના સમયમાં જે ઘટનાઓ ઘટી રહી છે તે જોતા હું શું પ્રશ્ન કરી શકું? પરંતુ મારે આપને એક વાત જણાવવી છે.”

“નિઃસંકોચ પણે જણાવો માતે.”

“સત્યતો એ છે કે માહારાજની જગ્યાએ આપ લગ્ન લાયક છો. છતાં પણ આપે આપના પિતાશ્રી માટે સર્વસ્વનો ત્યાગ કર્યો?”

“હે માતા! માતા-પિતા હંમેશાથી પુજનિય જ રહ્યા છે. હું તેમના કારણે જ આ વિશ્વ જોવા પામ્યો. તેમણે ઘણા કષ્ટો વેઠીને મને ઉછેર્યો. તેમણે મારા માટે ઘણા ત્યાગ કર્યા છે, તો શું એ મારી ફરજ નથી કે હું તેમના માટે કોઈ ત્યાગ કરી શકું?”

“હે દેવવ્રત! તમે હંમેશા પુજનિય રહેશો. હું આપની ચરણ સ્પર્શ કરવા ઇચ્છું છું.”

“આપ માતા છો. માતા ક્યારેય પોતાના પુત્રના ચરણ સ્પર્શ ના કરે. આપ મારી માતા છો. ચરણ સ્પર્શ તો મારે કરવા જોઈએ. પિતાશ્રી આપણી રાહ જોતા હશે.”

હું અને માતા સત્યવતિ હસ્તિનાપુર આવી પહોંચ્યા. પિતાશ્રી અમારી જ રાહ જોઈ રહ્યા હતા.

“હે પુત્ર! આ તે કેવી પ્રતિજ્ઞા લીધી? મારા માટે થઈને તારું ભવિષ્ય દાવ પર લગાવી દીધું?”

“પિતાશ્રી મે કંઈ જ નથી કર્યું. જે કઈ પણ ઘટનાઓ બની છે તે માત્ર ને માત્ર નસીબનો ખેલ છે. જે થવાનું હોય છે તે થઈ ને જ રહે છે.”

“છતાં પણ તે શા માટે પુત્ર શા માટે? એક વાર મને તો જણાવવું હતું.”

“પિતાશ્રી જે નિર્ણય મારે લેવાનો હોય તેમાં મારે આપને જણાવવું યોગ્ય ના લાગ્યું. આપ ખુશ રહો તે જ મારા માટે સર્વસ્વ છે.”

“તો સાંભળ. હે ચારે દિશાઓ, દિગ્પાળો, દેવો, ગાંધર્વો, બ્રમ્હા, વિષ્ણુ, મહેશ બધા જ સાંભળો જેમ મારા પુત્રે મારા માટે ભીષણ પ્રતિજ્ઞા લીધી તેવી જ રીતે હું પણ અક પિતા તરીકે મારા પુત્રને વરદાન આપું છું કે તે ઈચ્છસે ત્યાં સુધી જીવીત રહી શકશે.”

આ બધું જ સારૂં થઈ રહ્યું હતું. પરંતુ પિતાશ્રી મનમાં ને મનમાં પોતે દોષિતપણાની લાગણી અનુભવી રહ્યા હતા. માતા સત્યવતિ તથા મારા દવારા તેમને ઘણું સમજાવવામાં આવ્યા પરંતુ તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર ના આવી શક્યા. અને મારા ભાઈઓ ચિત્રાંગદ તથા વિચિત્રવીર્યના જન્મ બાદ તેમના બાલ્યકાળમાં જ સ્વર્ગે સિધાવ્યા. સમગ્ર રાજ પરિવાર તથા હસ્તિનાપુરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. પરંતુ હરીઈચ્છા પાસે કોઈનું કંઇજ ચાલતું નથી. ભાઈ ચિત્રાંગદ મોટો હતઓ પરંતુ તે હજુ બાળક હતો. પિતાશ્રીના સ્વર્ગવાસ બાદ મારી જવાબદારીઓ વધુ થઈ ગઈ હતી. પરંતુ શું થાઈ નસીબની બલિહારી છે. બંન્ને ભાઈઓનો ઉછેર તથા પાલનપોષણની જવાબદારી માતા સત્યવતિ તથા મારી ઉપર આવી પડી.

જેમ જેમ ચિત્રાંગદ મોટો થતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ પરિપક્વ થતો ગયો. હવે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે તેનો રાજ્યાભિષેક કરવાનો વારો આવ્યો. કુળગુરૂ, પરિવારના વડિલો તથા ઋષિમુનિઓના આશિર્વાદ સાથે ચિત્રાંગદને રાજતિલક કરવામાં આવ્યું.

“મહારાજ ચિત્રાંગદની જય” નો નાદ ચોતરફ ફેલાઈ રહ્યો હતો.