Chalo Thithiya Kadhia - 6 in Gujarati Comedy stories by Shailesh Joshi books and stories PDF | ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 6

Featured Books
Categories
Share

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 6

ભાગ - 6
ખાસ નોંધ - આ ભાગમાં મામાને, કે એમનાં મિત્રને શારીરિક, માનસીક, આર્થીક કે "તાર્કીક" ગમે તે પ્રકારની
"કીક વાગે અને ઠીક ના થાય"
અથવા
બીજા કોઈ પ્રકારની-
બીજા કોઈ પ્રકારની એટલાં માટે કે, ભાણા પાસે સામેવાળાને અસંખ્ય પ્રકારની તકલીફ આપવાનું,
વિશેષજ્ઞાન નહીં, પરંતુ "કેવળ એનુંજ જ્ઞાન" છે.
હા પણ એમાય, લગભગ એનો વાંકતો હોતોજ નથી,
પરંતુ સામેવાળા વ્યક્તી તેનાં પર પૂરો વિશ્વાસજ નથી મુકતા.
માટે હવે આ લોકોને કંઈ પણ તકલીફ થાય, હાની કે પછી માનહાની થાય, એમા અડવીતરાનો કોઈજ વાંક નથી.
હા પણ નુકશાન બહુ મોટુ થવાનું છે. એ નક્કી...

મામાને સ્કૂટર પર સર્કલનાં ચક્કર લગાવતા જોઇ ઉભા રહી ગયેલાં મામાના મિત્ર,
ગાડીમાંથી નીચે ઊતરે છે.
તેમની સાથેજ તેમનો ડ્રાઇવર તેમજ તેમનો નાનો ભાઈ પણ,
ગાડીનો "પોતપોતાનો" દરવાજો ખોલી ગાડીમાંથી નીચે ઊતરે છે.
મામાનો મિત્ર,
તેની સાથે ગાડીમાંથી નીચે ઉતરેલા અને ભાંગના નશામાં બકબક કરતા પોતાના ભાઈને લઇને ડ્રાઇવરને ગાડીમાં બેસવા કહે છે.
પછી મામાનો મિત્ર,
સ્કૂટર લઈને સર્કલનાં ગોળ આંટા મારી રહેલા પોતાના મિત્રને મળવા,
ચાલતા-ચાલતા સર્કલના ચક્કર લગાવતા લક્ષ્મીચંદ પાસે આવે છે.
અને ડરતા-ડરતા,

મામાના મિત્રને અત્યારે ડર એ વાતનો છે કે,
લક્ષ્મીચંદ પણ ક્યાંક પોતાના ભાઈની જેમ ભાંગનાં નશામાં....
મિત્ર સર્કલની નજીક આવી સ્કૂટર ઉભુ રખાવવાનો ટ્રાય કરે છે, અને
બીજાજ રાઉન્ડમા, સ્કૂટર ઉભુ રખાવવામાં એ સક્ષેશ પણ થાય છે.
સ્કૂટર ઉભુ રહેતા અને લક્ષ્મીચંદ સાથે "ચંદ" વાત કરતા,
તેનો ડર ગાયબ થઈ જાય છે.
એટલુંજ નહીં, લક્ષ્મીચંદનીહાલની,
આ અજીબ હરકત અને મનોસ્થિતિનું સાચું કારણ જાણતા, મામાના મિત્ર થોડા ખુશ પણ થાય છે.
ખુશ એટલાં માટે કે,
હાલ તેની પાસે એક એવો રસ્તો છે કે, તેમાં તેનો પણ ફાયદો છે, અને લક્ષ્મીચંદનો પણ ફાયદો છે.
લક્ષ્મીચંદના મિત્ર પાસે અત્યારે, રસ્તો કે કામ એવું છે કે,
તેઓ ઇન્ડસ્ટ્રીઝના રો-મટીરીયલ મિક્ષ કરવા માટેના કોંમ્પરેસર વાળા, અલગ-અલગ ટાઇપના ઇલેક્ટ્રોનિક્સ મશીન બનાવવાનો બિઝનેસ કરે છે.
અને આજે,
તેઓએ 4 દિવસ પહેલા જે કંપનીમાં, એક પાર્ટીને મશીન ડિસ્પેંચ કરેલું,
તે કંપની પર જઇને મશીનના પેમેન્ટનો ચેક કલેકટ કરવાનો હતો,
આમતો તેમની કંપનીમાં ચેક કલેકસનનું કામ હંમેશા એમના નાના ભાઈ કરે છે.
પરંતુ આજે તેમનાં ભાઈ,
ભાંગના નશામા હોવાથી તેમને મોકલાય તેમ નથી.
તેમજ તેઓ પોતે આજે ફેક્ટરી કે ભાઈને સુના મુકીને કયાંય જઈ શકે તેમ નથી.
લક્ષ્મીચંદની ભાણા વિશેની "વિશિષ્ટ" વાતો જાણી,
મામાનો મિત્ર, લક્ષ્મીચંદને થોડા સાઈડમાં લઈ જઈ...
મિત્ર : લક્ષ્મી,
જો યાર તારા અને મારા અત્યારના પ્રોબ્લેમનું,
હાલ પુરતું એક સૉંલ્યુસન મારી પાસે છે.
લક્ષ્મીચંદ : તો લગાવી દે
મિત્ર : શું ?
લક્ષ્મીચંદ : સૉંલ્યુસન
મિત્ર : મજાક છોડ, અને સાંભળ
તારો ભાણો હું જે એડ્રેસ આપુ ત્યાં જઈ શકશે ?
લક્ષ્મીચંદ : એડ્રેસ નહીં આપે તો પણ પહોચી જશે.
મિત્ર : અરે, ચેક લાવવાનો છે ત્યાંથી.
લક્ષ્મીચંદ : ત્યાંની ને ચેકની શું વાત કરે છે ?
મારો ભાણો કયાંય પણ જશે, અને એ ત્યાં જઇ,
સામેવાળા વ્યક્તી પાસે એ,
જે પણ કંઈ માંગશે
જો મારો ભાણો તે વ્યક્તિનો પીછો છોડવા તૈયાર હશે તો,
સામેવાળો વ્યક્તી
મારો ભાણો જે માંગશે તે આપી દેશે.
મિત્ર : કોઈની પાસેથી પેમેન્ટ લેવાનું ના હોય તો પણ ?
મામા : હા, તો પણ
મિત્ર : લક્ષ્મી, તારો ભાણોતો જબરો માણસ લાગે છે.
મામા : જબરો નહીં બહુ ભારે છે.
તુ ખાલી બોલ, તારે એને ક્યાં મોકલવો છે ?
મિત્ર : વડોદરા
લક્ષ્મીચંદ : દુરનું કોઈ એડ્રેસ નથી ?
મિત્ર કોઈ જવાબ નહીં આપતાં થોડીવાર રહી
મામા : સારૂં, સારૂં હવે,
ચલ આપણે ભાણાને વાત કરીએ
લક્ષ્મીચંદ અને તેમનો મિત્ર ભાણાને ચેક લેવા જવા વિગતવાર સમજાવે છે.
તે લોકોની પુરી વાત સાંભળ્યા પછી ભાણો મામાને...
અડવીતરો : મામા,
તમારા મિત્ર આપણને રસ્તામાં ના મળ્યા હોત,
તો ચેક લેવા કોણ જવાનું હતું ?
મિત્ર : ભાણાભાઈ,
ચેક લેવા તો દરવખતે મારો નાનો ભાઈ જાય છે.
પરંતુ,
આજે ફેક્ટરી પર કામ થોડું વધારે છે.
એટલે એને મોકલાય તેમ નથી.
સામે પાર્ટી નવી છે, તેમજ એ પાર્ટીએ ચેક આપવાનો આજનો વાયદો પણ કરેલો છે.
જો આજે ચેક કલેકટ ના કરાવીએ અને પછી પેમેન્ટ લેટ થઈ જાય કે ધક્કાઓ ખાવા પડે એવું છે.
મામાનો મિત્ર સાચી હકીકત જણાવતો નથી કે,
મારો ભાઈ આજે ભાંગના નશામાં છે, એટલે તને મોકલવો પડે છે.
અડવીતરાને થોડુ અજીબતો લાગેજ છે,
પરંતુ મામાનાં મિત્રએ આટલી રીકવેસ્ટથી કરેલી વાત સાંભળી, ભાણો તૈયાર થઈ જાય છે.
છતા, મામાને
અડવીતરો : મામા, તમારા મિત્ર જે બોલ્યા તે બધુ બરાબર છે ને ?
કંઈ લોચા લાપસી જેવું, કંઈ છુપાવતા તો નથીને ?
પાછળથી કંઈ લોચા થાય તો મને ના કહેતાં.
મામાને એમકે ક્યાં "કેસ" લાવવાની છે.
ખાલી ચેક લાવવાનો છે, એમા શુ લોચા કરવાનો એ ?
મામા : નાના, ભાણા એવું કંઈ નથી.
મામાને એમકે, મારે એક દિવસ તો શાંતી.
એ સાંજે પાછો આવે ત્યાં સુધી આગળનો રસ્તો વિચારવાનો કે રસ્તો કાઢવાનો સમય તો મળશે મને.
મામાનો મિત્ર ભાણાને પાર્ટીનું બીલ, એડ્રેસ, ભાડાના પૈસા અને પોતાનુ વિઝીટીગકાર્ડ આપે છે.
ત્યારબાદ મામાનો મિત્ર વિચારે છે કે,
મામા અત્યારે કંટાળી ગયા લાગે છે. તો મારા ડ્રાઇવરને અને મારા ભાઈને રીક્ષામાં ફેક્ટરી મોકલી દઉં, અને હું ભાણાને ગાડીમાં બસ-સ્ટેન્ડ મુકી આવુ.
એટલે મામાનો મિત્ર વડોદરા જવા તૈયાર થયેલા ભાણાને,
મિત્ર : ચાલો ભાણાભાઈ, હું તમને બસ-સ્ટેન્ડ મુકી જાઉ.
આ સાંભળી મામાથી અચાનક થોડા ઉંચા અવાજે બોલાઈ જાય છે..
મામા : નાના, એને બસ સ્ટેન્ડ મુકવા તો હું જ જઈશ.
અચાનક મામાનો ઊંચો અવાજ સાંભળી મામાનાં મિત્રને નવાઈ લાગે છે.
પરંતુ બિજીજ ક્ષણે મિત્ર સમજી જાય છે કે,
"ભાણાને બસ-સ્ટેન્ડ પાછો મુકવા જવા માટે તો મામા ક્યારનાય સર્કલના ચક્કર લગાવી રહ્યાં હતા,
અને અત્યારે,
ચાલુ ચક્કરમાંજ
ભાણાને બસ-સ્ટેન્ડ પાછા મુકવા જવાનો મોકો મળી ગયો હતો.
ભલે ભાણાને તેનાં ગામ પાછો મોકલવા નહીં, પરંતુ એક દિવસ માટેય ભાણો તેમનાથી દુર તો રહેશે
સોરી
એક દિવસ માટે મામાને ભાણાથી દુર તો રહેવા મળશે.
અત્યાર સુધીમાં તો મામાએ સ્કૂટર બસ-સ્ટેન્ડ જવાની દિશામાં લાવી દીધું છે.
પછી મામા તેમનાં મિત્રને...
મામા : તમે નીકળો, ચેક આવી જશે.
હું પણ નીકળું એને બસ-સ્ટેન્ડ મુકવા.
ભાણો : મામા અહીંથી ડાયરેક્ટ ? તો આ થેલો ?
મામા : એ હું પાછો લેતો આવીશ.
ભાણો : પણ મામા,
હું વડોદરાથી સાંજે પાછો આવીશ,
તો બસ-સ્ટેન્ડથી અહીંનો રસ્તો તો મે જોઈ લીધો છે,
પરંતુ
આપણું ઘર મે ક્યાં જોયું છે ?
ભાણાની વાત સાંભળી, મામા દૂરથી સામે દેખાતું તેમનુ ઘર ભાણાને બતાવી દે છે.
મામાનો મિત્ર જતા-જતા, મામા-ભાણાની આ વાત સાંભળી જતા,
મામાને...
મિત્ર : લક્ષ્મી, દૂરથી ઘર બતાવે છે, તો યાદ રહેશે એને ?
મામા : એનામાં કુદરતે, બે બક્ષિસ આપી છે.
મિત્ર : કેવી ?
મામા : એકતો એ જે જ્ગ્યા, વસ્તુ કે વાત,
જોઈલે/સાંભળીલે તે જિંદગીભર ના ભૂલે.
મિત્ર : ઓહો, અને બીજી ?
બીજી એ કે
"એ પોતે જેને એકજવાર અને એકજ ક્ષણ માટે પણ મળે"
તો સામેવાળો વ્યક્તી એને કે એનાં ચહેરાને જીંદગીભર ના ભૂલે.
મિત્ર : કમાલ કહેવાય હો લક્ષ્મી,
મને તો ગઈકાલનું પણ કંઈ યાદ રહેતું નથી.
મામા : હવે રહેશે ?
મિત્ર : શું ?
મામા : યાદ
મિત્ર : શાની યાદ ?
મામા : આજની ઘડી અને આજની મુલાકાત,
તુ જોજે,
આજની ઘડી તારા માટે જીવનભરનું સંભારણું બની જશે.
મિત્રને મામાની વાતમાં બહુ ખબર નથી પડી રહી...
વધું આગળ ભાગ 7 માં