Chalo Thithiya Kadhia - 1 in Gujarati Comedy stories by Shailesh Joshi books and stories PDF | ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 1

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 1

નોંધ - દોસ્તો, મારી લખેલ નવલકથા
સેતુ - કુદરત નો એક અદભુત ચમત્કાર
"સેતુ" નવલકથાનાં અત્યાર સુધી પબ્લીશ થયેલાં દરેક ભાગને તમામ વાચકોએ ઉત્સાહભેર આવકાર્યા છે. તો એ બદલ તમામ વાચકોનો હું ખૂબ-ખૂબ આભાર વ્યકત કરૂ છું.
બીજુ ખાસ હું એ કહેવા માંગુ છું કે, સેતુ નવલકથાનો 7મો ભાગ થોડો ભારે છે, અને હવે પછીનાં ભાગ પણ એટલાજ ભારે છે. તો મને થયુ લાવ વચ્ચે થોડા હળવા થઈએ. એટલે, આ નવલકથાની સાથે-સાથેજ હું એક કોમેડી વાર્તાની શ્રુખલાં ચાલુ કરવા જઇ રહ્યો છુ. હું આશા રાખું છું કે એને પણ તમામ વાચકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળશેજ.
અહી હાસ્ય એટલે ખુશી,જીત. આપણે જાણીએ છીએ કે એક ટૂંકા ગાળાનું સ્મિત પણ આપણાં અટકેલા જીવન પર એનો એવો ધક્કો મારે છે, અને એ ધક્કો એટલો પાવરફુલ પણ હોય છે કે, એ ફરી આપણને પ્રતિકૂળ સંજોગો સામે, વાસ્તવિકતા સામે હરખભેર લડવા ઉભા કરી દે છે. આનું ઉદાહરણ અહી નથી લખતો કેમકે આના એકહજાર ઉદાહરણ મળી રહે. એટલે હું મારી એ હાસ્યની વાત ડાયરેકટ આગળ વધારૂ છુ અને એ એક નવી હાસ્યવાર્તાની સિરીઝનાં એક કાલ્પનિક પાત્રને મનની આંખ સામે રાખી (મનની આંખ સામે એટલાં માટે કે, એ પાત્રને પ્રત્યક્ષ નજર સામે રાખવાની કલ્પના પણ થાય એમ નથી) હું આ હાસ્યવાર્તા ચાલુ કરૂ છું.
વાર્તાનું શીર્ષક છે
" ચાલો ઠીઠીયાં કાઢીએ "
જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યરૂપી ઝરણું, "જરૂરી છે"
આ વાર્તાના મેઇન પાત્રનું નામ હજી પાડ્યું નથી કેમકે, નામની સૌથી વધારે જરૂર કોઈને બોલાવવા માટે હોય અને આપણાં આ પાત્રને કોઈ બોલાવવા તૈયાર થાય તેમ નથી. હજી નામ નથી પાડ્યું તેનુ બીજુ પણ એક કારણ છે કે એની જન્મ કુંડળીજ હજી બનવાની "પાઇપ લાઇનમાં" છે. કેમકે એની કુંડળીમાં એકે ગ્રહ "બેસવા કે ઉભા રહેવા" તૈયાર નથી. એટલે એની કુંડળી "કુંડાળાની" જેમ ખાલીજ છે. છતા એની કુંડળી બનાવવાની મથામણ "યુદ્ધ-વિરામ"નાં ધોરણે કોણ કરે છે એ ખબર નથી પણ પ્રક્રિયા ચાલુ છે. એટલે કુંડળી બની જાય પછી આપણે ભેગા મળી રાશી પ્રમાણે એનું કોઈ "રાસી" કે સારુ નામ પાડી દઇશુ. ત્યાં સુધી આપણે એનું ટેમ્પરરી નામ "અળવીતરો" રાખીએ છીએ. હા, પણ આનાથી વધારે સારૂ નામ જો તમને યાદ આવે તો કમેન્ટ કરજો.
હવે આપણે એનું નામ જાણી લીધુ, એટલે મને એનાં સ્વભાવ વિશે વધારે લખવાનું જરૂરી લાગતું નથી. નામ જાણીને તમને એનાં વ્યક્તિત્વ ! વિશે પૂરેપૂરો ખ્યાલ આવીજ ગયો હશે.
એટલે એનાં નામ ને, "જો સીધુ બેસે તો" સાઈડમાં રાખી આપણે એનાં "કામ", સોરી કારસ્તાન વિશે જાણવાનું ચાલુ કરીએ.
આમતો બીજા ઘણાં નામ બંધ બેસતા આવે છે, જેમકે ઉબેટ, રકમ,તવો, ખર્ચાવાળીગાડી પણ આપણે જે નામ રાખ્યું એ પણ બરાબરજ છે. હવે એની વાત ચાલુ કરીએ એ પહેલા એનાં વિશે એની થોડી ખાસિયતો આપણે જાણી લઇએ.
1. એ જે લોચા મારે છે એમાંથી લગભગ લોચા, કોઇએ જેટલું કહ્યુ હોય એનું "અક્ષરસ" પાલન કરવામાંજ પડે છે.
2. બીજા નંબરે લોચા સામે વાળો "જેવો" સવાલ કરે એનો "એવોજ" જવાબ આપવામાં પળે છે
3. એની હાઈ લેવલની વિચાર શક્તિ નો "ઉપયોગ" લોચામાં વધારો કરે છે.
હવે અડવીતરો જે શહેરમાં રહેતો હતો, કે પછી જે શહેરવાળા અડવીતરાને એ શહેરમાં રહેવા દેતા હતાં એ શહેરની એક કલબમાં એક દિવસ સ્ટાર નાઈટનાં પ્રોગ્રામનું આયોજન રાખવામાં આવ્યુ હોય છે. આમતો અડવીતરો પોતે પોતાની જાતને કોઈ સેલિબ્રિટીથી ઓછી સમજતો ન હતો, પરંતું એ વાત જુદી છે કે એનાં "સમજવા" પર બીજુ કોઈ માનવાં તૈયાર ન હતુ. હવે આપણે જાણીએ છીએ કે આવા પ્રોગ્રામની ટીકીટ ખૂબજ મોંઘી હોય એ સ્વાભાવિક છે. સામે ટીકીટ ખરીદવા અળવીતરા પાસે જે પૈસા કે ચલણ હતુ એ કયા દેશનું છે ? તેનુ પણ સંશોધન તેની કુંડળી ની જેમ બાકી જ હતુ. હવે વાત રહી પોગ્રામનાં ફ્રી પાસની, અને ફ્રી પાસતો ફક્ત કલબ મેમ્બરનેજ મળે. હવે પૂરા શહેરમાંથી એને કોઈ મેમ્બર ફ્રી પાસ આપે, "એટલા કોઈ મેમ્બર ફ્રી ન હતાં" પણ પોગ્રામતો કોઈ પણ ભોગે કે "કોઇપણનાં" ભોગે જોવો એટલું તો જેન્ટલ (સોરી અગેઇન) ખોટું પ્રોમિસ અડવીતરો પોતાની જાતને આપી ચુક્યો હતો. એટલે એણે ફ્રી પાસ મેળવવા માટે અત્ર,તત્ર,સર્વત્ર સામેવાળાને મારી નાંખે એવાં મરણીયાં (સોરી) "જીવણીયાં" પ્રયાસો ચાલુ કરી દીધાં અને, અને અડવીતરો એનાં આ પ્રયાસોમાં નાની એક આશાની કિરણ જોવામાં સફળ પણ રહ્યો.
એને જાણવા મળ્યું કે એનીજ સોસાયટીમાં રહેતાં જનકભાઈનાં એક સગા પેલી કલબમાં સારા હોદ્દા પર છે.
બસ પછી શું ?
આજે કાંતો જનકભાઈ નહીં, કાંતો એમનાં સગા નહીં
કે પછી,
કે પછી એ સગાનો હોદ્દો નહીં.
આમતો એને સોસાયટી વાળા ખાલી ઓળખતા ન હતાં, પણ "સારી રીતે" ઓળખતા હતાં.એટલે સોસાયટીવાળાની અડવીતરા સામે આખી ટીમ તૈયાર થઇ ગઇ હતી. સોસાયટીની એ પુરી ટીમનું એકજ કામ અડવીતરો જ્યારે પણ એનાં ઘરેથી બહાર નીકળે ત્યારે સોસાયટીવાળા બધાં એકબીજાને "સ્વબચાવ" માટે ફોનથી જાણ કરી દેતા.એટલે ભૂલથી પણ કોઈને એનો સામનો ના કરવો પડે. જયાં સુધી અડવીતરો સોસાયટીની બહારનાં નીકળે ત્યાં સુધી એને સોસાયટીનું કોઈ વ્યક્તિ જોવા નાં મળે. હા એ વાત અલગ હતી કે સોસાયટીની ઘણી વ્યક્તિઓ પોતપોતાની જગ્યાએથી "એને બહાર જતો" જોતી રહેતી. ઘણાને તો એ બહાર નીકળે એટલે સોસાયટીનો ગેટ બંધ કરવાનું પણ મન થઈ જતુ. પણ એ લોકો સારી રીતે જાણતાં હતાં કે, અડવીતરાને ગેટ કરતા "બીજી બધી જગ્યાએથી સોસાયટીમાં આવતાં સારુ ફાવે છે" આજે અડવીતરો પ્રોગ્રામનાં ફ્રી પાસ માટે સીધો જનકભાઈને ત્યાં પહોચી ગયો. પરંતું રાબેતા મુજબ એનાં પહેલાં એનાં આવવાના સમાચાર ફોનથી જનકભાઈ પાસે પહોચી ગયા હોવાથી, જનકભાઈ પૂર્વ તૈયારીના ભાગ રૂપે ઘરમાંથી સહેજે અવાજ બહાર નાં જાય, માટે ઘરનાં પંખા બંધ કરી, રોકાય એટલાં શ્વાસ રોકીને ઘરનાં છેલ્લાં ખૂણામાં પહોચી ગયા. ત્યાંજ એમનાં ઘરનો દરવાજો ખખડયો. અડવીતરાએ દરવાજો વધારે ખખડાવવા છતાં ખુલ્યો નહીં, તેથી તેણે બાજુનાં ઘરનો દરવાજો ખખળાવ્યો. તે પણ નહીં ખુલતા તેણે સામેનાં ઘરનો દરવાજો ખખળાવ્યો. પહેલેથી કહી રાખ્યું હોવાથી સામે વાળાએ "અડધું મોઢું દેખાય" એટલો દરવાજો ખોલી "જનકભાઈ સુઈ ગયા છે મોડે આવજો" એમ કહી દરવાજો બંધ કર્યો.
પણ આતો અડવીતરો, અને એ પણ "મિશન" પર નીકળેલો. જનકભાઈના ઘરનાં દરવાજા બહારજ બેસી ગયો. સામે વાળાએ પણ આ હરકત "કિ" હોલમાંથી જોતાં આ મેસેજ જનકભાઈને આપી દીધો. જનકભાઈને થયુ આજે વાત કર્યા સીવાય આ જશે નહીં એટલે થોડીવાર પછી ખબર હોવાં છતાં આમ અજાણતા જનકભાઈએ ઘરનો દરવાજો તો ખોલ્યો પણ સામે અડવીતરાને જોતાં જાળી ખોલ્યા સીવાય અને "સોશિયલ ડિસ્ટંસ" જાળવીને એને અહી આવવાનું કારણ પૂછ્યું. કોઈને સીધો જવાબ નહીં આપતાં અડવીતરાએ પુરી અદબથી જનકભાઈને એની સમસ્યા જણાવી. જનકભાઈ ને તો જીવનમાં પહેલીવાર એની વાત કરવાની શિસ્ત જોઈને આંખમાં પાણી આવતાં-આવતાં રહી ગયા. એકવારતો જનકભાઈને થયુ એને અંદર બોલવું ચા-પાણી કરાવું પણ એવી ઉતાવળ નહીં કરતાં એમણે એમનાં કલબવાળા સગાને એક ફ્રી પાસ માટે વાત કરી અને પાસ ક્યારે ? અને ક્યાં મળશે ? એની વિગતવાર જાણકારી અડવીતરાને આપી અને રવાના કર્યો. એનાં જતાજ, સામેવાળા પડોશી હાથમાં રાઈ લઇને આવ્યાં. પણ જનકભાઈએ નાં પાડતા તે રાઈ પાછી લઈ ગયા. છતા જનકભાઈએ ઘરમાં આવી એ પ્રોગ્રામનાં એમનાં પૂરા ફેમિલી માટે મળેલાં ફ્રી પાસ ફાડી નાંખ્યા. અડવીતરો હાજર હોય એવો કોઈ પોગ્રામ જોવાનું જનકભાઈ રિસ્ક લેવા માંગતા ન હતાં અને એ પણ "પૂરા ફેમીલી સાથે"
● દરવાજો ખુલતા અડવીતરા અને જનકભાઈ વચ્ચે થયેલી વાતચીત નાં થોડા અંશ...
જનકભાઈ : બોલો, શુ હતુ ?
અડવીતરો : કેમ છો જનકઅંકલ મજામાં ?
જનકભાઈ : "નકારમાં" મુન્ડી હલાવી
હા, મજામાં. શુ કામ હતુ ?
અડવીતરો : મારે તમારી થોડી મદદ જોઈએ છે.
જનકભાઈ : (મનમાં અલ્યા તુ સામે ઉભો હોય તો મદદની જરૂર સામેવાળાને હોય) હા, બોલો
અડવીતરો : જનકભાઈ પેલા તમારા સગા કલબમાં છે ને ?
જનકભાઈ : ( ફરી મનમાં, "તુ એમને મળ્યો નહીં હોય તો હશે" ) હા, તો
અડવીતરો : આવતીકાલે કલબમાં જે પોગ્રામ છે તેનાં ફ્રી પાસ માટે વાત કરવી હતી.
જનકભાઈ : કેટલા પાસ જોઈએ છે ? ( પછી જનકભાઈને મનમાં થાય છે કે, "કેટલા પાસ જોઈએ છે" એ પ્રશ્ન જ ખોટો હતો કેમકે એની સાથે ચાર કલાકનો પોગ્રામ જોવાની હિમ્મત કોણ કરવાનું હતુ. ઉપરથી એ જે ચેરમાં પ્રોગ્રામ જોવા બેસશે એની 10 મિનિટમાં "આગળ-પાછળ અને આજુબાજુની ઓછામાંઓછી 20 ચેર આપોઆપ ખાલી થઈ જશે" અને ભલે એનાથી દુર બેઠેલાંને પણ એક ટીકીટમાં "બે" પ્રોગ્રામ જોવા મળશે એની મને ખાત્રી હતી.
બીજા દિવસે જનકભાઈએ જણાવ્યા મુજબ એક કલાક વહેલા અડવીતરો કલબ પર પહોંચે છે અને જનકભાઈએ જે ગેટ જણાવેલ અડવીતરો કલબનાં એ ગેટપર પહોંચે છે. કલબનો એ ગેટ બંધ હતો. તે ગેટ પર ચઢવા જાય છે. આ દ્રષ્ય અંદર બેઠેલ સિક્યુરિટી જોઇ જતા દંડો બતાવી એને ભગાડે છે. સિક્યુરિટીવાળો ગેટથી થોડો દુર જતાં અડવીતરો ફરી તે ગેટપર ચઢવા જાય છે. પછી તો સિક્યુરીટીવાળો એને ભગાડી ગેટ પાસેજ ઉભો રહે છે. એટલે અડવીતરો થોડો દુર જઇ કલબની કંપાઉન્ડવોલ પર ચઢી ધીમા પગલે બંધ ગેટ તરફ આગળ વધે છે. દુરથી આવતાં બીજા બે સિક્યુરિટીવાળા એને આ રીતે જોઇ જતા એને પકડીને બેસાડી દે છે. અને એને આમ કરવા બદલ ધમકાવે છે. સિક્યુરિટીવાળા અડવીતરાને ધમકાવતા હોય છે, એટલામાંજ જનકભાઈનાં સગા ત્યાં આવે છે.
સગા : શુ થયુ ? કોણ છે આ ?
સિક્યુરિટી : સાહેબ આ બંધ ગેટ કૂદી અંદર આવવા માંગતો હતો.
સગા : કેમ ભાઈ, ગેટ કેમ કૂદતો હતો ?
અડવીતરો : સાહેબ હું ગેટ કુદી અંદર નહોતો આવતો.
સગા : તો ?
અડવીતરો : મારી સોસાયટીમાં રહેતાં જનકભાઈએ મને કહ્યુ હતુ કે, પ્રોગ્રામ ચાલુ થવાના એક કલાક પહેલાં તુ કલબનાં આ ગેટ ઊપર ઉભો રહેજે, મારા સગા તને એક ફ્રી પાસ આપી જશે. એટલે હું ગેટ કૂદીને અંદર નહોતો આવતો પણ હું તો "ગેટ ઉપર" ઉભો રહેવાનો હતો.
જનકભાઈનાં સગા આખી વાત સમજી જાય છે અને એને એક પાસ આપતાં.
સગા : ભાઈ, જનકભાઈએ ગેટ ઊપર ઉભા રહેવાનું કહ્યુ એટલે ગેટની ઉપર નહીં ગેટની પાસે ઉભા રહેવાનું. સમજ્યો...
અડવીતરો : હા,તો જનકભાઈએ ગેટઉપર ને બદલે ગેટપાસે ઉભા રહેવાનું કહેવું જોઈએને ? તો હુ ગેટ પાસે ઉભો રહેતો.
અડવીતરા ની વાતનો કોઈ "સચોટ" જવાબ જનકભાઈનાં સગા પાસે કે સિક્યુરિટીપાસે નહીં હોવાથી તેઓ મનમાં હસતાં-હસતાં છુટા પડે છે.
એક સિક્યુરિટીવાળો બીજા સિક્યુરિટીને : વાત તો સાચી છે એની, એતો જનકભાઈએ જેટલું કહ્યુ એનું અક્ષરસ પાલન કરતો હતો. એમ કહી ત્રણે હસે છે.
પ્રોગ્રામ ચાલુ થવાની હજી વાર હતી પણ સિક્યુરિટીવાળાઓને મજા આવવાની ચાલુ થઈ ગઇ હતી.
અડવીતરાનાં બીજા કારસ્તાન બીજા ભાગમાં