Jokar - 47 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 47

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જોકર – સ્ટૉરી એક લુઝરની – 47

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 47
લેખક – મેર મેહુલ
દોઢ વર્ષ પછી હું સુરત પરત ફર્યો ત્યારે ઘણુંબધું બદલાય ગયું હતું.મારું નામ પણ લગભગ સૌ ભૂલી જ ગયા હતા.પણ હું કંઈ નહોતો ભુલ્યો.મારે એક સાથે ઘણાબધાં કામ કરવાના હતા.મારાં બાપુના મૃત્યુનું રહસ્ય પણ હજી અકબંધ હતું.મારે સૌથી પહેલા એ જ જાણવું હતું.
મેં વેશ પલટો કરી લીધો જેથી કોઈ મને ઓળખી ના શકે. જોકરના લિબાસમાં હું મારાં પહેલા કામને અંજામ આપવા નીકળી ગયો.મારે લાલજી પટેલને દબોચી માહિતી ઓકાવવી હતી.રાત્રે એ મોડે સુધી તેની ટ્રાવેલ્સની મુખ્ય ઑફિસે હોય એ મને ખબર હતી એટલે બાર વાગ્યા સુધીમાં હું તેની ઓફિસે પહોંચી ગયો.બસો ધીમે ધીમે પોતાની મંજિલ તરફ રવાના થઇ રહી હતી.હું રામદેવ ટ્રાવેલ્સની ઓફિસની સામે પાનના ગલ્લાની પાછળ અંધારામાં છુપાયો હતો.
લગભગ રાતના દોઢ થવા આવ્યા હતા.લાલજી પટેલ એની ઑફિસ બંધ કરી બહાર નીકળ્યો.હું સચેત થયો.તેની કાર પાછળ મેં મારી બાઇક ધીમે ધીમે ચલાવી.આગળ અવાવરું જગ્યા જોઈ મેં મારી બાઇક તેની કાર આગળ રાખી દીધી અને કમરેથી રિવોલ્વર કાઢી તેને દરવાજો ખોલવા કહ્યું.
મારી આ હરકતથી એ પૂરેપૂરો ડરી ગયો હતો.તેણે દરવાજો ખોલ્યો એટલે હું તેની બાજુની સિટમાં બેસી ગયો.
“કોણ છો તમે?,શું જોઈએ છે?” તેણે મારી તરફ જોઈને પૂછ્યું.
“ચુપચાપ ગાડી ચલાવ નહીંતર બધી ગોળી તારી ખોપરીમાં ઉતારી દઈશ”મેં ધમકી આપતાં રિવોલ્વરનું નાળચુ તેનાં કપાળ પર ટેકવ્યું.તેણે મારા કહ્યા મુજબ ગાડી ચલાવી.હું તેને સિટીથી દૂર અવાવરું જગ્યા પર લઈ ગયો.
“શું જોઈએ છે તમારે?”લાલજી પટેલે અટહાસ્ય રેલ્યું, “આ જ સાંભળવું હતુંને જૈનીત?”
“મને ખબર હતી તું એક દિવસ પાછો આવીશ જ”તેણે પોતાના કપાળ પરથી રિવોલ્વરનું નાળચુ હટાવીને કહ્યું.
“હવે ખબર જ હતી તો જલ્દીથી મારાં બાપુ વિશે જાણતો હોય એ બધું કહી દે”મેં ફરી એકવાર તેનાં કપાળ પર નાળચુ ટેકાવ્યું.
“હોવ હોવ..કહું છું..ઉતાવળ શેની છે?,તારાં પપ્પાએ સ્યુસાઇડ નહોતું કર્યું.મર્ડર થયું હતું તેનું”
“કોણે કર્યું હતું?”
“આપણાં ગામના જ જીવાએ,મેં જ તેને કહ્યું હતું એ કામ કરવા માટે”
“તારી….”હું ટ્રિગર પર આંગળી રાખવા જતો હતો ત્યાં તેણે મને રોક્યો.
“એક એક મિનિટ મેં આવું શા માટે કર્યું એ નહિ જાણવું?”
મેં રિવોલ્વરથી ઈશારો કરીને બોલવા કહ્યું.
“હું જે ધંધામાં છું ત્યાં સંબંધોને કોઈ સ્થાન નથી.તારો બાપ મારો દોસ્ત હતો પણ જ્યારે હું તને મારી દીકરી સાથે જોઈ ગયો ત્યારે મેં તારી સાથે બદલો લેવાનું વિચાર્યું.”
“એમાં મારાં બાપુનો શું વાંક હતો”મેં બરાડીને કહ્યું, “એને શું કામ માર્યા?”
એ સહેજ હસ્યો, “તારાં બાપુનો એક જ વાંક હતો.તારી મમ્મીને જ્યારે જીવો લઈ જતો હતો ત્યારે તારો બાપુ જોઈ ગયો.મેં જ જીવાને કહ્યું હતું, કામમાં વચ્ચે કોઈ આવે તો પતાવી દેજે”
“બસ,તારો સમય હવે પૂરો થઈ ગયો.બીજી વાતો હવે મારાં બાપુ જોડે કરી લેજે”કહી મેં ટ્રિગર પર આંગળી રાખી.
“તું વારેવારે ટ્રિગર પર શા માટે આંગળી રાખે છે?”લાલજી પટેલે બિન્દાસ થઈ કહ્યું, “હું તારાં કામનો માણસ છું અને તારાં મમ્મી વિશે જાણવામાં તને રસ હશે એવું મને લાગે છે”
“મતલબ….”મેં પૂછ્યું.
“તારી માં હજી જીવતી છે.ક્યાં છે એ મને નથી ખબર પણ એ હજી જીવતી છે”
મારો ગુસ્સો પારો વટાવી ચુક્યો હતો.ક્યારનો એ પહેલી બુજાવતો હતો.મેં રિવોલ્વરનું હેન્ડલ તેનાં નાક પર માર્યું.
“હવે કામની વાત જ બોલજે.બીજી બક** કરી તો તારી તો ખેર નહિ”મેં કહ્યું.
“વિક્રમ દેસાઈ”તેણે કહ્યું, “તું જેને શોધી રહ્યો છે એ વિક્રમ દેસાઈ વિશે હું જાણું છું.હું પણ એનાં સુધી જ પહોંચવાની કોશિશ કરું છું. તું મારો સાથ આપે તો બંને એની જગ્યા પર બેસીને રાજ કરીશું”
મને એક વિચાર સુજ્યો.વિક્રમ દેસાઈ સુધી પહોંચવાનો રસ્તો મારી સામે હતો.મેં થોડો વિચાર કર્યો પછી કહ્યું, “કેવી રીતે એનાં સુધી પહોંચી શકીએ?”
“તેનાં બે હાથ છે”લાલજી પટેલે સ્મિત કરીને કહ્યું, “એક રેંગો છે.ત્રીસેક વર્ષનો.વિક્રમ દેસાઈથી ઉંમરમાં મોટો છે પણ બુદ્ધિથી અડિયલ છે.વિક્રમ દેસાઈ તેને કામ ચીંધે છે અને એ તેનાં પંટરો પાસે કામ કરાવે છે.હું એની નીચે જ કામ કરૂં છું”
“અને બીજો હાથ?”મેં પૂછ્યું.
“હસમુખ પટેલ,ઉંમર પંચાવન આજુબાજુ.દુનિયા સામે શરીફ પણ અંદરથી રંગીલા મિજાજનો.એ વિક્રમ દેસાઈનો ખાસ માણસ છે.એનાં સુધી પહોંચવું મુશ્કેલ છે કારણ કે એ પોતાનાં કામ બીજા હાથને પણ ખબર ના પડે એટલી સિફતથી કરે છે”
હસમુખ પટેલનું નામ મેં સાંભળ્યું હતું. મને આ નામ યાદ હતું પણ ક્યાં સાંભળ્યું એ મને યાદ નહોતું આવતું.
“રેંગા સુધી કેવી રીતે પહોંચી શકાય?”મેં પૂછ્યું.
“સુરું”લાલજી પટેલે કહ્યું, “રેડ એરિયામાં ત્રીજી ગલીમાં તેનું ઘર છે.એનાં સુધી આપણે પહોંચી ગયા તો રેંગો આપણાં હાથમાં આવી જશે”
“છેલ્લી વાત”મેં કહ્યું, “મારી બડી સાથે તમે લોકોએ શું કર્યું?”
“મારે કહેવાની જરૂર છે?”તેને ભમરો ચડાવીને પૂછ્યું.
શું???,એ કહેતો હતો કે મારી બડીને એણે વેચી નાંખ્યા હતાં?,બે વર્ષથી એ એવી જગ્યામાં હતા?
મારો ચહેરો લાલઘૂમ થઈ ગયો.મારાં શરીરના બધાં રૂવાંટા બેઠાં થઈ ગયા.મારું શરીર કાંપવ લાગ્યું હતું.હું મારાં મગજ પરથી કંટ્રોલ ગુમાવી રહ્યો હતો.નિધિના પપ્પાના કારણે મારાં બાપુનો જીવ ગયો હતો અને મારી બડી નર્કથી પણ ખરાબ જગ્યામાં ધકેલાયા હતા.
મારો વિચાર હતો કે પહેલાં લાલજીનો ઉપયોગ કરીશ અને પછી તેને ઠેકાણે લગાવીશ.પણ તેની વાત સાંભળી મેં એક સેકેન્ડમાં વિચારને બદલી બીજી જ સેકેન્ડે ટ્રિગર દબાવી દીધું.ધડ…ધડ..ધડ….છ ગોળી તેની ખોપરીમાં ઉતારી દીધી મેં.
ગોળીના ધડાકા સાથે નિશાચર પક્ષીઓના અવાજથી વાતવરણ ગુંજી ઉઠ્યું.આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નહોતો અને અમે ખેતરોની વચ્ચે હતા તેથી થોડીવાર પછી ફરી નિરવ શાંતિ ફેલાય ગઈ.લાલજી પટેલનો મૃતદેહ તેની કાર નજીક પડ્યો હતો.મારો ગુસ્સો હજી શાંત નહોતો થયો.તેનો ચહેરો જોઈ મારો ગુસ્સો બેવડાતો હતો.મેં તેને પેટમાં લાતો મારી, માથામાં ઘા માર્યા અને અંતે એનાં હાથમાં એક ચિઠ્ઠી છોડી હું ત્યાંથી નાસી ગયો.
મારું માથું ભમતું હતું.મારાં મગજમાં મારાં બડી જ ઘુમતાં હતા.
‘ક્યાં હશે એ?,કેવી હાલતમાં હશે?,જીવતા હશે કે નહીં?,જીવતા હશે તો કેવી જિંદગી જીવતા હશે?,મારે તેને કોઈ પણ હાલતમાં શોધવા છે,હું જમીન આસમાન એક કરી દઈશ પણ મારી બડીને શોધીને જ જંપીશ’મારાં મગજમાં આવું જ ધમાસાન યુદ્ધ ચાલતું હતું.હું રડતો હતો.ખેતરોની વચ્ચે હું કંઈ દિશામાં જતો હતો એ મને ખબર નહોતી.હું લથડાયો,પડ્યો,ફરી ઉભો થયો. મારી સાથે આવું ઘણીવાર થયું.મારું શરીર પ્રતિક્રિયા આપતું બંધ થઈ ગયું હતું.હું ઝાડનું થડ શોધી હું બેસી ગયો.મારે આરામની જરૂર હતી.
મારી આંખો બંધ હતી.મારી આંખો સામે એવા દ્રશ્યો ઘૂમી રહ્યા હતા જે કોઈ દીકરો એની માં વિશે વિચારવા નહીં ઇચ્છતો હોય.હું વિવશ હતો.હાલ હું કંઈ કરી શકું એમ નહોતો.મેં મારું એક કામ બખૂબી પૂરું કર્યું હતું. મેં જે ચિઠ્ઠી છોડી હતી એ વાંચી વિક્રમ દેસાઈની રાતોની ઊંઘ હરામ થઈ જવાની હતી.
મારે ઊંઘની જરૂર હતી.રડી રડીને મારી આંખો થાકી ગઈ હતી.મારી આંખોને પણ હવે આરામની જરૂર હતી.મોડી રાતે મારી આંખો લાગી ગઈ.આવતી કાલની સવાર સુરતમાં ભૂકંપ મચાવવાની હતી.
(ક્રમશઃ)
જૈનીતે ચિઠ્ઠીમાં શું લખ્યું હશે?,જૈનીત પોતાનો બદલો લઈ શકશે?,પોતાની બડીને શોધી શકશે?,સફર લાંબી છે પણ આગળ જતાં રહસ્યો ઉકેલાતાં જશે.
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226