Jokar - 48 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 48

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જોકર – સ્ટૉરી એક લુઝરની – 48

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 48
લેખક – મેર મેહુલ
“કોણ છે આ હરામી?”વિક્રમ દેસાઈ ઉર્ફે વિક્કી ગુસ્સામાં લાલઘુમ થઈ ગયો હતો.તેની સામે રેંગો બેઠો હતો.સુરતના એક ટ્રાવેલ્સના માલિકની હત્યા થઈ તેનાં સમાચાર પવન વેગે ફેલાયા હતા.વિક્કીને એની સાથે કોઈ નિસ્બત નહોતી.એક ઇન્સ્પેક્ટરે બોડીની તાપસ કરતી વેળાએ બોડીના હાથમાં એક ચિઠ્ઠી જોઈ હતી.એ ચિઠ્ઠી વાંચી તેનામાં લાલચ જાગી હતી.આમ તો એ વિક્રમ દેસાઈનો જ માણસ હતો પણ એ માત્ર રેંગા સુધી જ પહોંચી શક્યો હતો.આ ચિઠ્ઠીના બહાને વિક્રમ દેસાઈ સાથે મુલાકાત અને તેના નાસ્તાની રકમ લેવાં તેણે રેંગાનો કોન્ટેક કર્યો હતો.રેંગો હાલ તેને લઈને કોસંબાથી કિમ તરફ જતાં રોડ પર વિક્રમ દેસાઈના ફાર્મ હાઉસ પર લઈ આવ્યો હતો.
માત્ર કહેવા માટે આ ફાર્મ હાઉસ હતું.અંદરથી આ કોઈ રિસોર્ટથી ઓછું નહોતું.અહીં ફાઇવ સ્ટારની હોટેલ જેવી સુવિધા હતી.ત્રણ-ત્રણ સ્વિમિંગ પુલ હતા,ત્રણ એકરમાં ફેલાયેલો મોટો ગાર્ડન હતો અને દવાદારૂ સાથે હવસ શમાવવાની પણ અહીં વ્યવસ્થા હતી.વિક્રમ દેસાઈ આ કરોડોની સંપત્તિનો માલિક હતો.આ તો માત્ર એક જગ્યા હતી.આવી જુદી જુદી કેટલીય જગ્યાઓ હતી જે વિક્રમ દેસાઈના માલિકીની હતી.
“કોઈ અજાણ્યો જ માલુમ પડે છે માલિક”રેંગાએ કહ્યું, “નહીંતર તમારી સામે પડવાની આવી હિંમત કોણ કરે?”
“તને ખબર છે ને રેંગા,મને દુશ્મનો બિલકુલ પસંદ નથી.”વિક્રમ દેસાઈએ સ્વિમિંગપુલ પાસેની લાંબી ખુરશી પર લંબાવી પગ પર પગ ચડાવતાં કહ્યું, “મારાં પપ્પા પણ મારી સાથે દુશ્મની કરવા ચાલ્યાં હતા અને મેં તેઓને મૌતને ઘાટ ઉતારી દીધાં હતાં”વિક્કી ઉભો થઇ ગયો,મોંમાં રહેલો સિગાર હાથમાં લઈ બાજુમાં ઉભેલી છોકરીને આપ્યો અને રેંગાની કૉલર પકડી, “એ કોઈ પણ હોય,મારે એની લાશ જોઈએ છે.મને ધમકી આપવાવાળાને આ દુનિયામાં જીવવાનો અધિકાર જ નથી”
રેંગાના પગ ધ્રૂજવા લાગ્યાં.એ જાણતો હતો,તેનો બૉસ જ્યારે ખારો થાય છે ત્યારે કોઈક માણસ આ દુનિયામાંથી ઓછો થાય જ છે.આ વખતે તેનો વારો ન આવે એ ભયથી રેંગાએ ધીરજીથી કામ લીધું.
“માલિક એને તમારાં વિશે ખબર નહિ હોય એટલે ધમકી આપી હશે.હું બે જ દિવસમાં એને તમારી સામે હાજર કરું છું.પછી એનું શું કરવું એ તમે જ નક્કી કરી લેજો”
“ઠીક છે.બીજીવાર મારી પાસે આ વાત ના આવી જોઈએ”વિકકીએ શાંત પડતાં ફરી સિગાર મોંમાં લઈને કહ્યું, “અને આ કોણ છે?”તેની સામે લાલચમાં આવીને પોતાનાં મૌતને સામેથી આમંત્રણ આપેલો ઇન્સ્પેક્ટર ઉભો હતો.
“માલિક આ એ જ ઇન્સ્પેક્ટર છે જેને ચિઠ્ઠી વાંચી હતી”રેંગાએ કહ્યું, “ઈનામની આશાએ આવ્યો છે”
વિક્કી હસ્યો.એનાં અટહાસ્યમાં ગજબનું રહસ્ય હતું.વિકકીએ મુઠ્ઠી વાળી,પેલાં ઇન્સ્પેક્ટર પાસે પહોંચ્યો અને ગળું દબાવી ઊંચો કર્યો.પૂરાં છ ફૂટનો વિક્કી શરીરે હૃષ્ટપુષ્ટ હતો.તેનાં હાથીની સૂંઢ જેવાં હાથમાં અખૂટ ઉર્જા હતી.ઇન્સ્પેક્ટરના શ્વાસ ના બંધ થયા ત્યાં સુધી વિકકીએ તેને એક હાથે ઉઠાવી રાખ્યો.પછી તેને દૂર ફેંકી વિક્કી બોલ્યો, “સાલો સવાર સવારમાં ખરાબ સમાચાર લઈને આવ્યો અને એ પણ ઇનામની આશાએ.ફેંકી દો આની લાશને”
આ કોઈ ફિલ્મ નહોતી.ફિલ્મની માફક ઇન્સ્પેક્ટર પોતાનો રોલ પૂરો કરીને ઉઠવાનો નહોતો.આ હતી વિક્રમ દેસાઈ ઉર્ફે વિક્કીની દહેશત.પપ્પા સાથે નાની ઉંમરમાં જ ગેરમાર્ગે દોરાઈને વિક્કી શાતીર બની ગયો હતો.આગળ જતાં તેના રસ્તામાં આવતાં બધાં કાંટા દૂર કરી વિક્કી પોતાનાં મનસૂબામાં સફળ થતો ગયો હતો.તેણે તેનાં રસ્તામાં આવેલા પોતાના પિતાનું ખૂન કરી નાખ્યું એટલી હદે તેનામાં દહેશત ફેલાવવાનું જુનૂન ચડ્યું હતું.
દુનિયા માટે વિક્કી અને ગુંડાઓ માટે વિક્રમ દેસાઈ એમ તેનાં બે ચહેરા હતાં. વિક્કી કહો કે વિક્રમ દેસાઈ.બંને અત્યાર સુધી પૂરાં સુરતને પોતાની આંગળી પર નચાવી રહ્યા હતા.બસ એક જ વ્યક્તિ હતો જેણે તેને ચેલેન્જ આપ્યો હતો.એ હતો જૈનીત જોશી.
જૈનીતે ચિઠ્ઠીમાં કંઈક આવું લખ્યું હતું,
‘વિક્રમ દેસાઈ,તારી માટે આ એક નમૂનો છે. હજી તારી પાસે સમય છે.સુધરી જા.સમય ચાલ્યો જશે પછી તું મોતની ભીખ માંગીશ તો પણ હું તને નહિ બક્ષુ.દુનિયાના કોઈપણ ખૂણામાં જઈને છુપાઈશ તો પણ બાજ જેમ તેનો શિકાર શોધી લે છે તેમ તને શોધીને ભરખી જઈશ. લી. તારો એક માત્ર દુશ્મન,જોકર’
***
મારી આંખો ખુલ્લી ત્યારે હું કોઈ રૂમમાં સૂતો હતો.મેં ચહેરા પર હાથ ફેરવ્યો તો મારો મેકઅપ દૂર થઈ ગયો હતો.મેં આજુબાજુ નજર કરી.રૂમ જાણીતો હતો.હું બકુલના રૂમમાં હતો.
“ક્યાં ક્યાં પડ્યો રહે છે”બકુલે ગુસ્સામાં કહ્યું, “સારું થયું તું જે ખેતરમાં હતો એ ખેડૂત સારો હતો.વહેલી સવારે એણે તને ત્યાં જોયો અને છેલ્લો મારો કૉલ હતો એટલે મને જાણ કરી નહીંતર અત્યારે લોકઅપમાં પડ્યો હોત”
“તું મને અહીં સુધી લાવ્યો તો પણ હું ના જાગ્યો?”મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.
“સદમમાં હતો તું.કેટલો ઢંઢોળ્યો પણ તે કોઈ રિસ્પોન્સ ના આપ્યો એટલે તને અહીં લઈ આવ્યો”બકુલે કહ્યું, “શું થયું હતું કાલે રાતે?”
મને ગઈ રાતની ઘટના યાદ આવી ગઈ.ફરી એ જ દ્રશ્યો.ફરી મારાં મગજમાં ધ્રાસકો પડ્યો.
“બકુલ”મેં કહ્યું, “મારી બડીને એ લોકો….”કહી હું રડવા લાગ્યો.
બકુલે મને શાંત કર્યો.મેં તેને માંડીને બધી વાત કહી.મારી વાતો સાંભળી બકુલ પણ ગુસ્સે ભરાયો.
“હવે તો કોઈ પણ હાલતમાં વિક્રમ દેસાઈને મારીને જ રહીશું”બકુલે આવેગમાં આવીને કહ્યું.
“હા,મારી પાસે તેનાં સુધી પહોંચવાનો રસ્તો છે”મેં કહ્યું, “હવે એની ખેર નહિ”
*
મેં સુરું વિશે માહિતી મેળવી હતી.સાચું નામ સુલોચના હતું.એ પણ જૉબ પર બ્લેકમેઇલનો શિકાર બની હતી.એ ક્યાં કારણોસર રેડ એરિયામાં પહોંચી હતી એ મારે જાણવું હતું.એ માટે હું તેનાં ઘરનું એડ્રેસ લઈ તેના ઘરે પહોંચી ગયો.
“સુલોચના અહીં રહે છે?”તેનાં ઘરનો દરવાજો ખુલ્યો એટલે મેં પૂછ્યું.મારી સામે પિસ્તાલિસેક વર્ષના વ્યક્તિ ઉભા હતા.કદાચ એ તેનાં પપ્પા હતા.
“તમે કોણ?”તેઓએ મને પૂછ્યું.
“હું તેનો ફ્રેન્ડ છું”હું ખોટું બોલ્યો, “આજે જ બેંગ્લોરથી આવ્યો છું.ઘણા સમયથી તેને મળ્યો નહોતો હતો તો મળવા આવી ગયો”
“તને સમાચાર નથી મળ્યા?”સુલોચનાના પપ્પાએ ઉદાસ થતાં કહ્યું, “એક વર્ષ પહેલાં જ એ ઘર છોડીને જતી રહી છે”
“શું?”મેં અચંબા સાથે પૂછ્યું, “કોઈ કારણ?”
“કારણ જ નહીં ખબર બેટા”તેઓએ કહ્યું, “એક દિવસ અચાનક ચિઠ્ઠી છોડીને ચાલી ગઈ.કેટલું દોડ્યા પણ હજી સુધી પત્તો નહિ મળ્યો”
“હું બનતી કોશિશ કરીશ અંકલ”મેં કહ્યું, “મને તમારો નંબર આપો,સુલોચનાની ભાળ મળશે એટલે હું તમને જાણ કરીશ”
તેઓનો નંબર લઈ હું નીકળી ગયો.સુલોચનાને મારે મળવું હતું.એ ક્યાં હતી એની જાણ હોવા છતાં હું તેનાં પપ્પાને જણાવી નહોતો શકતો.પૂરો દિવસ વિચારી મેં નિર્ણય કર્યો.સુલોચનાને મળ્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.આ મુલાકાત જોખમભરી બને શકે એનાથી હું વાકેફ હતો.સુલોચના એક વર્ષથી તેઓની સાથે હતી.એ મને ફસાવી શકે એમાં મને કોઈ શંકા નહોતી.છતાં મેં જોખમ ઉઠાવવાનું નક્કી કરી લીધું.
મોડી રાતે હું રેડ એરિયામાં પહોંચ્યો.આ મારો પહેલો અનુભવ હતો.આજદિન સુધી હું આવા વિસ્તારમાં નહોતો ગયો.લાલજી પટેલે કહ્યું હતું એ મુજબ હું ત્રીજી ગલીમાં ઘુસી ગયો.ત્યાંનો નજારો જોઈ હું કંપી ગયો.બહાર શાંત દેખાતો આ એરિયો અંદરથી શરીરના વ્યાપરથી મધમધતો હતો.જેવી રીતે મધના પૂડાની આજુબાજુ માખીઓ ફરતી હોય એવી રીતે હવસના પૂજારી જુદાં જુદાં ઘરમાં ઘુસવા મથી રહ્યા હતા.ઓરડીનો અધુકડો દરવાજો ખોલી ગણિકાઓ તેઓને આમંત્રણ આપતી હતી.
હું એક ઓડરી પાસે પહોંચ્યો.મારી સામે લાલ સાડીમાં એક યુવતી ઉભી હતી.તેનાં ચહેરા પર ભભકાદાર મેકઅપ હતો.કદાચ મોંમાં પાન હતું.
“પુરી રાતના ત્રણ હજાર અને એક કલાકના સાતસો”તેણે કહ્યું, “બોલ ચીકના શું પસંદ કરીશ?”
“હું સુરુંને શોધું છું”મેં કહ્યું, “એની ઓરડી કંઈ છે?”
“સો રૂપિયા ઓછાં આપજે”તેણે મારો હાથ પકડ્યો, “સુરું જેવી જ મજા આપીશ તને”
“આલો રૂપિયા”મેં હાથ છોડાવી સોની નોટ તેનાં હાથમાં આપી કહ્યું, “સુરુની ઓરડી કંઈ છે?”
“સામે અવાવરું મકાનની બાજુમાં બે માળિયું મકાન છે તેમાં નીચેની”મારી સામે અચરજ ભરી નજરે જોઈ તેણે કહ્યું.
“આભાર”કહી હું ચાલતો થયો.
“એક મિનિટ ચીકના”હું ચીકનો તો નહોતો જ લાગતો.તેણે સોની નોટ મને પાછી આપી, “મજલી હરામના રૂપિયા નથી લેતી”
મેં સ્મિત કર્યું.તેણે પણ સામે એવી જ મુસ્કાન આપી.હું સુરુની ઓરડી તરફ અગ્રેસર થયો.આગળની થોડી ક્ષણોમાં શું થવાનું હતું એ મને નહોતી ખબર.હું ઉત્સુકતા અને ભય મિશ્રિત ભાવે સુરીની સામે જઇ ઉભો રહ્યો.એ પણ મજલીની જેમ જ શણગાર કરીને મને આવકારવા ઉભી હતી.
(ક્રમશઃ)
શું થશે આગળ?,જૈનીત સુરુને કેવી રીતે કન્વીસન્સ કરશે?,વિક્રમ દેસાઈ સુધી પહોંચવું આસન નથી તો જૈનીત કેવી રીતે પહોંચશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226