Hi Keplar - 3 in Gujarati Adventure Stories by BHIMANI AKSHIT books and stories PDF | હાઈ, કેપ્લર ભાગ - 3

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

હાઈ, કેપ્લર ભાગ - 3


હાઈ કેપ્લર - ૩

‌‌ શું કામ.....?


અમને કંઈ ને કંઈ સમજાતું ન હતું પણ અમે ચાલતા રહ્યા. મને થયું કે કોઈ ભ્રમ હશે. અહીં તો પહેલા દેખાતા હતા તેના કરતાં પણ વધારે મોટા અને વિશાળ પથરાયેલા યંત્રો હતા અને પહેલા જેવી જ શાંતિ લાગતી હતી.

અમે આગળ ચાલ્યા તો અહીં એક વિશાળ કક્ષ હતો. ત્યાં વિચિત્ર આકાર વાળા માણસો હજારોની સંખ્યામાં દેખાયા. તેઓ આમ થી તેમ ફરતા હતા, અમુક લાઈન લગાવીને ઉભા હતા તો અમુક ઉપરથી નીચે આવતા હતા. આમ ચારેબાજુ અવર જવર દેખાતી હતી. જાણે અમે કોઈ મેળામાં આવી પહોંચ્યા હોય તેવું લાગતું હતું, પણ એક વસ્તુ ખૂંચતી હતી એ એ હતો, અવાજ... અમને એક પણ વ્યક્તિનો સહેજ પણ અવાજ સંભળાતો નહોતો જાણે પિક્ચર mute કરીને જોતા હોય એવું લાગતું હતું.

અમને કક્ષની વચ્ચો-વચ લાવવામાં આવ્યા, બધા જ માણસો ઘડીક માટે કોઈએ pause નું બટન દબાવી દીધું હોય તેમ પોતાની જગ્યા પર અટકી ગયા. અમારી સામેની તરફથી કોઈ આવતું હોય એવું લાગ્યું. બધા પોતાની જગ્યાએથી થોડાક પાછળ ખસ્યા અમે જોયું તો કોઈ કદાવર વ્યક્તિ અમારી તરફ આવી રહી હતી દેખાવમાં તો જાણે કોઈ WWE નો વિરાટ કુસ્તીબાજ હોય એવું લાગતું હતું. તેની સાથે પણ અમારી સાથે હતા તેવા માસ્ક વાળા સૈનિકો હતા. તે અમારી નજીક આવીને ઊભો રહ્યો, પછી અમને ત્રણેયને એકીટશે જોઇ રહ્યો અને તેની સાથે આવેલા બે સરખા લાગતા સૈનિકોને ગુસ્સાથી કંઈ કહેતો હોય એવું લાગ્યું અને બીજાઓને પણ ઈશારો કરતાં પોતાના કામે વળગ્યાં.

પેલા બંને ને અમારી પાસે મૂકીને પોતે આવ્યો હતો ત્યાંથી ચાલ્યો ગયો. હવે પેલા બે ડુબ્લીકેટ કોપી જેવા લાગતા સૈનિકો મારી પાસે આવ્યા અને ઘડિયાળ જેવા યંત્ર પહેરાવ્યા. અમે તે પહેરી લીધા પછી તેના પર રહેલું બટન દબાવવા ઈશારો કર્યો. મેં જેવું બટન દબાવ્યું કે તરત જ આસપાસનો તીવ્ર અવાજ સંભળાવા લાગ્યો, મેં પોતાના કાનને હાથ વડે દાબી દીધા. થોડીવાર પછી બધું સરખું થતા હું સ્વસ્થ બન્યો. હવે અમે આસપાસની બધી વસ્તુ નો અવાજ સાંભળી શકતા હતા. અમે કંઈ બોલીએ તે પહેલા પહેલા ડુબ્લીકેટ કોપી માંથી એક આગળ આવીને બોલવા લાગ્યો, "તમારું સ્વાગત છે, હું છું 'લેન' અને આ 'રોઝ' તમે ભૂખ્યા થયા હશો. ચાલો, કંઈ પોષણ લઈએ" કોઈ ટેપરેકોર્ડરમાંથી આવતો હોય તેઓ અવાજ સંભળાતો હતો. ભાવિકથી ના રહેવાતા તે બોલ્યો... 'પોષણ...?..' પણ કોઈ કંઈ બોલ્યું નહીં
હવે આગળ ચાલતા થયા ત્યાં એક મશીનની આગળ દસેક લોકોની લાઈન હતી. તેની સાથે અમને જોડાવા કહ્યું, અમે જોડાયા તેઓ પણ અમારી સાથે જોડાયા. અમારામાંથી તો કોઈને કંઈ ખબર નહોતી‌, એટલે આ બધું શું ચાલે છે તે પૂછવાનું સવાલ જ ન હતો. મૂંગા મૂંગા ચાલ્યા કરતા હતા. પેલા હું ચાલતો હતો ત્યારબાદ ભાવિક અને પછી વેદ. પહેલા મારો વારો આવ્યો મને ત્યાં એક ચોરસ ઓટલા પર ઉભો રહેવા કહ્યું અને મશીનના એક ભાગમાંથી મારા શરીરને સ્કેન કરતું હોય તેવી લેઝર લાઇટ નીકળી અને મશીનમાં થોડો અવાજ આવ્યો. ATMમાંથી પૈસા નીકળે તેમ મશીનના એક બાજુના ખાનામાંથી એક ટેબ્લેટ અને કોઈ વિચિત્ર પ્રવાહી ભરેલી બોટલ નીકળી. તે લેવા કહ્યું અને સાથે ઉમેર્યું કે "આ યંત્ર શરીરની જરૂરિયાત પ્રમાણેના પોષક તત્વો, ચરબી, કાર્બોદિત, પ્રોટીન્સ અને વિટામિન્સ આપે છે. નહીં વધુ... કે નહીં ઓછુ..." પેલો ભાવિક સામે જોતા જોતા બોલ્યો અમે ટેબલેટ અને પ્રવાહી અણગમાનાં ભાવ સાથે જેમ-તેમ કરીને લીધું.

ત્યારબાદ એણે કહ્યું, 'હવે આપણે નગરચર્યા પર નીકળીશું. તમને અહીંના વાતાવરણથી વાફેક કરાવીશું. તો તૈયાર થઈ જાઓ....' અમે એકબીજા સામે જોઈને મલક્યા. અમે ડાબી બાજુના અવકાશીયંત્ર-સંચાલક કક્ષ તરફ આવ્યા અને એક બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં જેમાં સાત લોકો બેસી શકે‌ તેવા કોઈ નવીન અવકાશી યંત્રમાં બેઠા. અમે બેઠા હતા તે સીટ સિવાય બાકીનું બધું કાચનું બનેલું હતું. અમારું અવકાશ યંત્ર શરૂ થતા ની સાથે જ થોડી સેકન્ડોમાં આકાશમાં પહોંચી ગયું. આકાશ એકદમ મરુણને જાંબલી જેવા રીંગણી કલર થી છવાયેલું હતું. આસપાસ અમારા કરતાં નાના અને મોટા જુદી જુદી ડિઝાઈનવાળા અવકાશયાન તો ઉડતા હતા. ચારેય તરફ જ્યાં નજર કરો ત્યાં મોટી મોટી ઇમારતો દેખાતી હતી. આ બધી ઇમારતો ની અંદર શું ચાલતું હશે એનું તો કંઈ ભાન ન હતું, પણ બહારથી જે કઈ નજારો દેખાતો હતો તે ખરેખર અદભુત હતો.

અમે આગળ ચાલતા તેમ‌ લેન-રોઝ બધા સ્થળો ના નામ જણાવતા અને તેના વિશેની માહિતી આપતા. મને તો બંને સરખા જ લાગતા હતા, મારાથી તો બંનેને અલગ પાડવા મુશ્કેલ હતા. અહીં ‌ઊંચાઈથી આ બધું જોઇને આહ્લાદક અનુભવ થતો.
"આ વિશાળ મૂર્તિ 'ધ ગ્રેટ વિલોન્ગ'ની છે જે ને અહીંના સૌપ્રથમ વ્યક્તિ માનવામાં આવે છે.....
આ છે રાજા 'થ્રોન'ની ઈમારત અને તેની પાછળની બાજુની ઈમારત રાણીની છે.... પણ અત્યારે ત્યાં રાજકુમારી......
આ‌ 'સ્ટ્રેટીગસ' નું પ્રખ્યાત દેવસ્થળ......"
આ બધું કહેતા ત્યારે અમારી સાથે રહેલા પેલા બે વ્યક્તિઓ તેની સામે જોયા કરતા. આમ ઈમારતો અને શિલ્પ સ્થાપત્ય ની માહિતી આપતા ત્યારે વેદ વચ્ચે કંઈનું કંઈ પૂછતો પણ લેન-રોઝ ક્યારેક-ક્યારેક જવાબ આપતાં બાકી પોતાની વાત ચાલુ રાખતાં.

અમે ધીમે ધીમે ઊંચાઈ પર જતાં હતા પછી એક સ્થાને અટક્યા. ત્યાંથી અવકાશમાં ચાર ચંદ્રો દેખાતા હતા.અમે ગ્રહની સપાટી થી ખૂબ જ ઊંચાઈ પર હતા અને સામેની તરફથી ચંદ્રોનો પ્રકાશ અમારી તરફ પડતો હતો. આવો અદ્ભુત અને અવિસ્મરણીય નજારો મેં પહેલા ક્યારેય જોયો ન હતો. લેન-રોઝને પણ આ નજારો ગમતો હશે એવું લાગ્યું કારણ કે તેણે ઘણા સમય માટે યંત્ર ત્યાં જ ટકાવી રાખ્યું . જાણે સમય થંભી ગયો હોય તેવું લાગતું હતું. બધા શાંતિથી નજારો નિહાળતા હતા.

આ સમયનો લાભ લઇ અને કોઈ પ્રશ્નોના જવાબ મળે તે હેતુથી મેં વચ્ચે સવાલોનો મારો ચલાવ્યો, " તમે અમને આ બધું શું કામ બતાવો છો...? અમને અહીં શા માટે લાવવામાં આવ્યા છે...? તમે કોણ છો...? અમારા તરફથી શું ઈચ્છો છો...?". લેન-રોઝ મારી સામે તાકી રહ્યા અને બોલ્યા, 'બોસ નો આદેશ .....'.

‌ બસ આટલું બોલીને અટકી ગયા મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. તેનો સ્વભાવ જ એવો હતો કે પછી તે અમારાથી કાંઈ છુપાવવા માગતા હતા....? કે જે પેલા બે માણસો ની સામે અમને કહી નહોતા શકતા...? પણ શું કામ...? શું કામ છુપાવવા માગતા હતા...? હજુ પહેલા પ્રશ્નોના જવાબ મળ્યા ન હતા ત્યાં નવા પ્રશ્નો..!!!!

_________________________________________

THANK U 4 READING THIS CHAPTER...

તમને શું લાગે છે, તેઓ અમને આ બધુ શું કામ બતાવતા હશે..?
_________________________________________

SORRY FOR LATE...🙇‍♂️🙇‍♂️
હવેથી બધા ભાગ ટાઈમ પર આવશે.....☺️

THANK YOU.....