Hi Keplar - 4 in Gujarati Adventure Stories by BHIMANI AKSHIT books and stories PDF | હાઈ કેપ્લર - ભાગ - 4

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

હાઈ કેપ્લર - ભાગ - 4



હાઈ કેપ્લર-૪

‌‌ રાજકુમારી.....?


અમે બસ તેઓની સામે જોતા રહ્યા. તે જે કંઈ બોલતો તેમાંથી અડધાની પણ પણ અમને ખબર પડતી નથી નહોતી છતાં અમે તેને સહન કરતા હતા. આ બધું બતાવી ને અમને પાછા પેલા સ્પેસશીપમાં હતી તેવી જ એક રૂમમાં રાખવામાં આવ્યા પણ આ એના કરતાં ચાર ગણી મોટી અને ઊંચાઈ પર આવેલી હતી. અહીં બહારની તરફ એક વિશાળ ગેલેરી હતી ત્યાંથી આખું શહેર બરાબર દેખાતું દેખાતું હતું. અમારી સુરક્ષાની જવાબદારી લેન-રોઝને સોંપવામાં આવી હતી. તેઓ રૂમના આગળના ભાગે પહેરેદારી આપતા.

આખા દિવસની રજળપાટ પછી અમે રૂમના બેડ પર આડા પડ્યા. ભાવિક અને વેદ તો આડા પડતા જ સુઇ ગયા, પણ મને ઊંઘ આવતી નહોતી. આથી હું પાછળના ભાગે બહાર ગેલેરીમાં આવીને ઊભો રહ્યો. હું બહારનાં દ્રશ્યો જોઈ રહ્યો હતો. મને તો અહીંના માણસોના આકાર જોઇને આશ્ચર્ય થતું હતું તેઓ મગજ નો ઉપયોગ વધારે કરતા હશે તેથી લેમાર્કના સિધ્ધાંત મુજબ મુજબ મગજનો વિકાસ વધારે થયો હશે. આથી માથા પણ 'પા‌‌' પિક્ચર ના અમિતાભ બચ્ચન જેવા હતા. પણ હાથ-પગ પ્રમાણમાં પાતળા અને કદ પૃથ્વીના મનુષ્યો કરતા નાનુ જોવા મળતું.

ત્યાં જ અચાનક એક અવકાશી યંત્ર અમારા રૂમ ની ગેલેરી પાસે ખુબ જ ઝડપથી આવતું દેખાયું. હું તો તે જોઈને ડરી ગયો અને નીચે બેસવા ગયો પણ તે અમારી ગેલેરીથી થોડું દૂર હશે ત્યાં એકદમ થંભી ગયું. અવકાશીય યાન માંથી ત્યાંના વિચિત્ર માણસો જેવી જ મોટું માથું અને મોટી આંખો વાળી કન્યા દેખાઈ. મારી આંખો થોડીવાર તેની આંખો સાથે મળી, મને પહેલા ક્યારેય નહીં થઈ હોય તેવી લાગણી ઉદ્દભવી. તેણે મારી સામે હળવું સ્મિત કર્યું અને થોડી જ ક્ષણોમાં અવકાશયાન જે દિશામાંથી આવ્યું હતું તે દિશામાં જ ગાયબ થઈ ગયું પણ હું વિચારતો જ રહ્યો.

અમારા રૂમની બહાર ની તરફ બે પહેરેદાર સાથે લેન-રોઝ ખડે પગે અમારી પહેરેદારી કરતા હતાં. હું તે જોવા આગળ ની તરફ ગયો તો રોઝ મારી સામે જોઈ રહ્યો, તેણે પેલા બે પહેરેદારીઓને જવા કહ્યું. તેના ગયા પછી તે મારી પાસે આવ્યો અને કહ્યું, "મને ખબર છે કે તમને અહીં અજુગતું લાગતું હશે. આમ પણ પૃથ્વી જેવો ગ્રહ માં રહેવું એ અમારું પણ સપનું છે. તમે તો ખૂબ ભાગ્યશાળી છો, પણ અહીં તો અમારુ સામ્રાજ્ય કહો કે ગ્રહ બસ આ જ અમારો સ્ટ્રેટીગર્ડ.... મને જાણવા મળ્યું છે કે તમારે ત્યાં દિવસ અને રાત થાય છે અને રાતે ત્યાં લોકોને રજા રહે છે શું તે સાચું છે ? આમ વાત ચાલુ હતી ત્યાં કોઈનાં આવવાનો અવાજ સંભળાયો એટલે રોઝ પોતાની મૂળ જગ્યા પર પાછો ફર્યો. હવે હું લેન-રોઝ ને અલગ પાડી શકતો હતો. લેનની આંખો બોલતી વખતે થોડી ફરકતી હતી. સામાન્ય રીતે જોતાં ખબર ન પડતી.

લેન-રોઝના કહ્યાં પ્રમાણે અહીં રાત-દિવસમાં કોઈ મોટો બદલાવ થતો ન હતો. માત્ર આકાશના રંગો બદલાતા જાંબલી માંથી ગુલાબી અને ગુલાબી માંથી જાંબલી. થોડા દિવસ તો આકાશ જોઇને આનંદ થતો પણ પછી આ રંગોના મિશ્રણથી કંટાળી ગયા હતા. કદાચ આથી જ રોઝ પૃથ્વીવાસીઓને ભાગ્યશાળી સમજતો હશે.

અમે લગભગ બે-ત્રણ દિવસથી આ રૂમમાં હતા. જોકે રૂમમાં અમને ફાઈવ-સ્ટાર હોટલ કરતા પણ સારી સુવિધા આપવામાં આવતી હતી. તેઓએ અમારા માટે ટીવી અને વિડીયો-ગેમ ની પણ વ્યવસ્થા કરી હતી. બહારના વાતાવરણથી અમને અલગ રાખવા વાતાનુકૂલિત યંત્રની મદદ લેવામાં આવતી.

આ સમયમાં હું અને વેદ પોતાના બાળપણના દિવસો યાદ કરતા. હું અને વેદ અમારા ગામમાં આવેલી સરકારી શાળામાં સાથે ભણતા પણ પછી અચાનક થી પપ્પાની બદલી થઈ જવાથી હવે શહેરમાં રહેવા લાગ્યા હતા. દાદા-દાદી હજુ ગામડે જ ખેતર સંભાળતા. શહેરમાં ગયા પછી મને ત્યાંની લોકલ સ્કૂલમાં મૂકવામાં આવ્યો. હવે વેદ સાથે મળવાનું બહુ ઓછું થતું પણ અમે ફોન દ્વારા એક-બીજાના સંપર્કમાં રહેતા. જ્યાં સુધી હું ગામડે હતો ત્યાં સુધી શાળામાં મારો નંબર પહેલો અને વેદનો બીજો આવતો, પણ મારા ગયા પછી ક્યારેય તેનો બીજો નંબર નથી આવ્યો. તે અવ્વલ જ આવતો.

ભાવિક આમ તો મારાથી ચાર વર્ષ નાનો હતો પણ વાતો બહુ મોટી મોટી કરતો. કમ્પ્યુટર હોય કે મોબાઈલ બધામાં મારી કરતાં વધુ પાવરધો હતો. તેને અમે વૈદિક ગણિત નો કોર્સ કરાવ્યો હતો. તેથી હું તેને સરવાળા-ગુણાકાર ના સવાલ પૂછ્યા કરતા કરતો. તે પણ મને નિરાશ કરતો નહીં. અમારી બંનેની શાળાનો સમય અલગ મ-અલગ હતો. તેથી એકબીજાને પૂરતો સમય આપી શકતા ન હતા. પણ અત્યારે અમને સમય મળ્યો હતો. આથી હું તેનો ભરપૂર આનંદ લેવા માગતો હતો. આટલા દિવસોમાં અમને અહીં શું કામ‌ લાવ્યા હતા તે વાત તો જાણે ભૂલાઈ જ ગઈ હતી.

અમારા આવા વર્તાવ પરથી લેન-રોઝને અમારી ઉપર ભરોસો આવ્યો હોય એવું લાગતું હતું. આથી તેઓ અમને ત્યાં ની ઘણી વાતો કરતા અને અમારી પાસેથી પૃથ્વી પરની નવી વાતો ની જાણકારી મેળવતા. તેની પાસેથી અમને એટલું તો જાણવા મળ્યું હતું કે અમને વેર્નોન દ્વારા અહીં રાખવામાં આવ્યા હતાં. જે સ્ટ્રેટીગર્ડ રાજ્યના સેનાપતિ છે. ધ ગ્રેટ થ્રોન આ રાજ્યના રાજા હતા. તેમજ રાજકુમાર મેથીસ અને ક્લેરીયોસા તેમના સંતાનો છે. આ ઉપરાંત તેના પાડોશી રાજ્ય‌ ટ્રાયોન સાથે સ્ટ્રેટીગર્ડના સંબંધો તંગ છે....
આ બધી વાતો સમૂહ વાતો તો સમજ્યા પણ અમે અહીં શું કામ લાવ્યા હતા તે વાતની ખબર નહોતી અમને કે નહોતી લેન-રોઝને. તેઓ તો ઉપરની વાતો પણ અમને છુપાઈ છુપાઈને કરતા હતાં.


એક વખત હંમેશાની જેમ હું ગેલેરીમાં ઊભો હતો. ત્યાં અચાનક મારી ઘડિયાળમાંથી લાલ રંગના કિરણો નીકળવા માંડ્યા. તેની ઉપર બે-ત્રણ વખત દબાવતા તેમાં એક મેસેજ ડિસ્પ્લે થયો.
"તમને મળવા માગું છું.....
એકાંતમાં.....
રાજકુમારી ક્લેરીયોસા"
બસ આટલું દર્શાવ્યા બાદ ઘડિયાળ બંધ થઈ ગઈ. આ જોઈ મારે શું કરવું તે સમજાતું ન હતું. રાજકુમારીને મારું એવું તો શું કામ પડ્યું હશે ? તે પણ એકાંતમાં ? આ વાતની જાણ વેદને કરું કે નહીં ? તે વાત સમજાતી નહોતી.....

_________________________________________

THANK U 4 READING THIS CHAPTER...

તમને શું લાગે છે, મારે આ વાત વેદ ને‌ કહેવી જોઈએ કે ‌નહીં ?
_________________________________________

THANK YOU....

KEEP SUPPORTING....🙏🙏