Yog-Viyog - 24 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 24

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

યોગ-વિયોગ - 24

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૪

લક્ષ્મી અને નીરવ હજી ગાડી કાઢે એ પહેલાં એક માણસ તાજની અંદરથી હાંફળો-ફાંફળો દોડતો બહાર આવ્યો. સૂટ-બૂટ પહેરેલો એ માણસ આમતેમ ફાંફા મારી રહ્યો હતો. એણે દરવાનને, ડોરકીપરને ઘાંઘોવાંઘો થઈને પૂછી રહ્યો હતો, ‘‘અનુપમા ? અનુપમા ઘોષ કે દેખા કિસી ને ? વો હીરોઈન... અનુપમાજી જાનતે હો ના ? દેખા કિસીને ?’’

દરવાને, બેલકેપ્ટને, બધાએ એક જ જવાબ આપ્યો, ‘‘અભી તો યહાં થી, પતા નહીં કહા ચલી ગઈ...’’

‘‘શીટ...’’ પેલો માણસ માથે હાથ દઈને તાજમહાલ હોટેલની પોર્ચના પગથિયામાં બેસી ગયો !

‘‘શું થયું ?’’ નીરવે પૂછ્‌યું.

‘‘કશું નહીં. એક્ચ્યુલી... ’’ આ અજાણ્યા માણસ પર વિશ્વાસ કરવો કે નહીં એમ વિચારતો પેલો સૂટ પહેરેલો માણસ નીરવની આંખોમાં જોઈ રહ્યો.

‘‘ડરો નહીં, મારો મિત્ર એમને ઘરે મૂકવા ગયો છે.’’

‘‘ઓહ! એટલે એ અહીં જ હતી.’’ પેલા માણસના ચહેરા પર હળવાશના ભાવ આવી ગયા ! ‘‘સમજતી જ નથી, કેટલી વાર કહ્યું કે અમુક પાટર્ીઓમાં એકલા નહીં જવાનું. જ્યારે સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે એક જ વાત કરશે- હું ઇન્ડિપેન્ડન્ટ છું, મને જેમ ફાવશે એમ રહીશ. સમજતી નથી કે સેલિબ્રિટી છે. કોઈ પણ ગમે ત્યારે ગમે તેવો ઉપયોગ કરી શકે. હવે કદાચ કોઈ ફોટોગ્રાફરે આવી હાલતમાં એનો ફોટો પાડી લીધો હોત તો ? મારે તો સવારનાં છાપાંઓ જોઈને માથું જ કૂટવાનું ને ?’’

‘‘તમે...’’ અનુપમા વિશે આટલો બધો કકળાટ કરી રહેલો આ માણસ કોણ હતો એ જાણવાનું લક્ષ્મીને કુતૂહલ થઈ આવ્યું.

‘‘હું સેક્રેટરી છું એનો...’’ પેલાએ હાથ લંબાવ્યો, ‘‘સંજીવ... સંજીવ શર્મા નામ છે મારું.’’

‘‘નાઇસ મિટિંગ યુ...’’ નીરવે હાથ મિલાવ્યો, પણ પેલો ઉતાવળમાં હતો, ‘‘શ્યોર ઘરે જ ગયા છે ને ?’’

‘‘ઓહ અફકોર્સ ! હજી હમણાં જ ટેક્સીમાં ગયા.’’

‘‘ટેક્સીમાં ? પણ અનુ તો ગાડીમાં આવી હતી. એની ગાડીની ચાવી એની પાસે જ હશે. અરે ભગવાન ! કાલે સવારે બધી હજામત ફરી કરવાની. આ છોકરી બહુ માનસિક ત્રાસ આપે છે.’’ સંજીવ શર્માએ કહ્યું અને પછી પોતાની ગાડી બોલાવવા માટે બેલ કેપ્ટનને ચાવી આપી.

અનુપમા અલયના ખભે માથું મૂકીને સૂરીલા અવાજે ગાઈ રહી હતી, ‘‘હમ નશે મેં હૈ, સમ્હાલો હમે તુમ... નિંદ આતી હૈ જગા લો હમે તુમ... ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો, હમ હૈ તૈયાર, ચલો... જિંદગી ખત્મ ભી હો જાયે અગર... ન કભી ખત્મ હો ટેક્સી કા સફર...’’ એણે અચાનક માથું ઊંચકીને નશીલી આંખે અલયના ચહેરા સામે જોયું, ‘‘નામ શું છે નામ ?’’

‘‘મારું ?’’

‘‘મારું તો મને ખબર જ હોય ને ?’’ અનુપમા હસી પડી.

‘‘અલય.’’

‘‘ગુડ નેમ... ગુડ નેમ...’’ પછી અલયને ખભો થાબડ્યો, ‘‘એન્ડ ગુડ મેન... બાય ધ વે આપણે ક્યાં જઈએ છીએ ?’’

‘‘ઘેર...’’ અલયે કહ્યું. અનુપમાના શરીરમાંથી આવતી સુગંધ અલયના નસકોરા સુધી પહોંચતી હતી. એની તગતગતી ત્વચા અને વારે વારે ઊતરી જતું ઓફશોલ્ડર ટોપ ગમે તેટલું રોકવા છતાં નજરને વારંવાર ત્યાં ખેંચતું હતું. એ અલયના ખભે માથું મૂકીને સૂતી હતી. એણે બંધ આંખે જ પૂછ્‌યું, ‘‘કોના ઘેર, તમારા ?’’

‘‘ના તમારા...’’ અલયે બને એટલા સંયમથી જવાબ આપ્યો.

‘‘પણ મારે તો ઘર છે જ નહીં.’’ અને અલયના ખભા ઉપર તાલ આપીને ગાવા લાગી, ‘‘મૈં તો બેઘર હૂં, અપને ઘર લે ચલો... ઘરમેં હો મુશ્કિલ તો દફ્તર મેં લે ચલો !’’

અલયે એક પણ અક્ષર બોલ્યા વિના ટેક્સીવાળાને કહ્યું, ‘‘અહીં, જમણી બાજુ...’’ પછી અનુપમાનું માથું પોતાના ખભા પરથી ઊંચકતા કહ્યું, ‘‘ઘર આવી ગયું છે. મને પૈસા આપવા દો.’’

‘‘પૈસા ? પૈસા તો બહુ છે મારી પાસે, હું આપું.’’ પછી એણે આમતેમ પોતાની પર્સ શોધવા માંડી, ‘‘મારી પર્સ નથી. હું મૂકી આવી...’’

‘‘કેટલા પૈસા હતા ?’’

‘‘ઓહ ! એ જરાય અગત્યનું નથી. તમને ખબર છે હું કોણ છું ? અનુપમા ઘોષ...’’

‘‘જી.’’ અને અલયે ટેક્સીવાળાને પૂછ્‌યું, ‘‘કિતના હુઆ ?’’

‘‘નૌ સો ચાલીસ રૃપયે....’’ ભગવાનનું નામ લઈને અલયે ખિસ્સામાં હાથ નાખ્યો. પાંચસો-પાંચસોની બે જ નોટ નીકળી. એણે ટેક્સીવાળાના હાથમાં આપી.

‘‘થેન્ક યુ સાબ...’’

‘‘કીપ ધ ચેન્જ.’’ અને અનુપમા એના બંગલાના ગેટ ઉપર ઝૂલવા લાગી, ‘‘આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મરને કા ઇરાદા હૈ...’’

‘‘ચાવી આપશો ?’’

‘‘કેમ, તમે ચાવીથી ચાલો છો ? રમકડું છો રમકડું ?’’ અનુપમા હસી રહી હતી. એની આંખોમાં ભરપૂર નશો હતો. એના શરીર પર એનો કાબૂ નહોતો. એ કહેતાં કહેતાં અલયની નજીક આવી અને એની હાઇ હિલ સેન્ડલે સહેજ સંતુલન ગુમાવ્યું. એ સીધી અલયના ગળે વળગી અને ત્યાં જ ઝૂલવા લાગી, ‘‘ચાવી તો નથ્થીઈઈઈ...’’

‘‘નથી ?’’ અલયને એક હજાર રૃપિયા માથે પડ્યાનું દુઃખ થયું.

‘‘નથ્થ્થીઈઈઈઈ...’’ નાના બાળકની જેમ એણે લાડ કર્યા.

‘‘ક્યાં છે ?’’

‘‘પર્સમાં....’’

‘‘તો કાઢો...’’

‘‘ના મળે.’’

‘‘પ્લીઝ.’’ અલયનું મગજ ફાટફાટ થતું હતું, ‘‘પર્સ ક્યાં છે ?’’

‘‘ પર્સ ગાડીમાં છે.’’

‘‘ને ગાડી ક્યાં છે ?’’ અલયનો અવાજ ઊંચો થઈ ગયો. એને થયું કે આ બગડેલી-પીધેલી કરોડ રૃપિયાની એક્ટ્રેસને એક થપ્પડ રસીદ કરવી જોઈએ.

‘‘ગાડી તાજમાં... આપણે તો ટેક્સીમાં આવ્યા ને ?’’ અનુપમાએ સ્માઇલ કરીને ફરી લાડમાં પૂછ્‌યું.

‘‘હવે ?’’

‘‘કંઈ નહીં, આપણે તમારા ઘરે જઈએ.’’

અલયે ઘડિયાળ જોઈ... બે ! આખી રાત અહીં અનુપમાના ઓટલે કાઢવા કરતાં એને ઘરે લઈ જવાનો આઇડિયા સારો જ હતો ! અલયે ઘડીભર વિચાર્યું. ટેક્સીવાળાને કોણ જાણે સિક્સ્થ સેન્સ હશે કે પછી આ નશામાં ઝૂલતી એની ફેવરિટ હિરોઈનનો આ માણસ ગેરલાભ ના લે એ જોવાના ઇરાદાથી પણ એ બોનેટ ખોલીને ઊભો હતો.

‘‘સરદારજી, મેરે ઘર જાના પડેગા.’’

‘‘ક્યું ?’’

‘‘ચાબી નહીં હૈ મેડમ કે પાસ.’’

‘‘આપ તો ફસ ગયે સાહબ, ઘર મેં બીવી હોગી, માર ડાલેગી.’’

‘‘બીવી નહીં હૈ... મા ઔર ભાભી હૈ...’’ અલયે ટેક્સીવાળાનો ઉચાટ સમજીને જરા હસીને કહ્યું.

‘‘અચ્છા... અચ્છા, ચલો સાહબ.’’

‘‘અબ પૈસા નહીં હૈ.’’

‘‘કોઈ ચિંતા નહીં સાહબ. બાદ મેં દે દેને, મત દેના. આપ જૈસે ભલે આદમી દુનિયામેં હોતે નહીં હૈ, વરના નશેમેં ધૂત ઐસી લડકી કો ઘર કૌન લે જાયેગા...’’

‘‘સહી હૈ.’’ અનુપમા હજુ અલયના ગળામાં ઝૂલી રહી હતી. અલયે એને પકડી અને ફરી ટેક્સીમાં નાખી.

‘‘ઘરે જઈએ છીએ ?’’ અનુપમા ટેક્સીની પાછલી સીટમાં નાનું બાળક સૂવે એમ સૂઈ ગઈ. બે હાથ માથા નીચે મૂકીને ટૂંટિયું વળીને સૂતેલી અનુપમાની છાતીનો ક્લીવિચ સ્પષ્ટ દેખાતો હતો અને છતાં એના ચહેરા પરની માસૂમિયત જાણે પાંચ વર્ષની બાળકી ઊંઘી ગઈ હોય એટલી વહાલસોઈ હતી.

‘‘આગે આ જાઓ સાહબ.’’ અલય ટેક્સીવાળાની બાજુમાં બેસી ગયો.

શ્રેયા ઘરે પહોંચીને ક્યાંય સુધી પાર્કિંગમાં બેસી રહી...

અનુપમા જે રીતે અલય સાથે વર્તતી હતી એ રહી રહીને શ્રેયાની નજર સામે આવતું હતું. કોઈ રીતે એના મનમાંથી એ દૃશ્ય ખસતું જ નહોતું. એણે સ્ટિયરિંગ પર માથું નાખી દીધું. એના આખાય શરીરમાં એક ગજબ પ્રકારનો હિસ્ટેરિક ગુસ્સો આવતો હતો. એને હમણાં ને હમણાં અલયને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડવું હતું.

શ્રેયા અલયને ખૂબ પ્રેમ કરતી, પણ હજુ સુધી પરણી નહોતી શકી એટલે કે કદાચ અલયના અલગારી સ્વભાવના લીધે શ્રેયા અલય વિશે ખૂબ પઝેસિવ હતી. ઘેલછાની હદ સુધી પ્રેમ કરતી હતી એ, પરંતુ એ ઘેલછા ક્યારેક ઉન્માદ બની જતી. શ્રેયા માટે અલય એની જિંદગીથી વધુ, એના શ્વાસ-પ્રાણથીય વધુ મહત્ત્વ ધરાવતો હતો. એ કલ્પના પણ નહોતી કરી શકતી કે અલયને કોઈ બીજી સ્ત્રી અડકે !

અને એમાં પણ અનુપમા ઘોષ !

અલય જ્યારે જ્યારે અનુપમા ઘોષની વાત કરતો ત્યારે એના અવાજમાં રહેલું અદમ્ય આકર્ષણ સાંભળી શકતી શ્રેયા. એ ક્યારેક ચીડવતીયે ખરી, ‘‘એની જોડે ફિલમ કરીશ તો મને ભૂલી જઈશ ?’’

‘‘ભૂલી તો નહીં જાઉં, પણ થોડી વાર માટે થૂપ્પીસ કરીને ફ્લર્ટ જરૂર કરી લઈશ. વોટ એ વુમન !’’

‘‘મારી નાખીશ કોઈ બીજી સ્ત્રી સામે જોયું તો, આંખો જ કાઢી લઈશ.’’

‘‘બીજી કોઈ સ્ત્રી નહીં બસ ? પ્રોમિસ ! અનુપમા માટે છૂટ રાખજે યાર.’’ અલયે સાવ મજાકમાં કહેલી એ વાત આજે શ્રેયાની છાતી ચીરીને બહાર નીકળી ગઈ. એણે મોબાઈલ ઉપાડ્યો. પછી મૂકી દીધો. થોડી વાર અન્યમનસ્ક જેવી એમ જ બેસી રહી. પછી ફરી મોબાઈલ ઉપાડ્યો અને પહેલો જ નંબર ડાયલ કર્યો.

‘‘બોલ !’’ બીજી જ રિંગે ફોન ઉપડ્યો. હજી રસ્તા પરના વાહનોના અવાજ આવી રહ્યા હતા.

‘‘પહોંચ્યા નથી ?’’

‘‘અમે ઘરે આવીએ છીએ.’’

‘‘અમે ? અમે કોણ ? કોના ઘરે ?’’

‘‘અનુપમા અને હું, શ્રીજી વિલા.’’

‘‘વ્હોટ ?? પણ કેમ ?’’

‘‘અરે, એના ઘરની ચાવી નથી.’’

‘‘તો નાખી દે હોટેલમાં. આપણા ઘરે લાવવાની જરૂર નથી.’’

‘‘શું વાત કરે છે શ્રેયા ? એક જુવાન પીધેલી છોકરીને એકલી મૂકી દઉં ? વ્હોટ નોનસેન્સ ?’’

‘‘કેમ એણે પીધા પહેલાં તારી પાસે વચન લીધું હતું કે તું એને સંભાળી લઈશ કે પછી એને ઘરે લઈ આવ્યા પછી પાછી જવા ન દેવી પડે એવી વ્યવસ્થા કરવી છે ?’’

‘‘તારું મગજ ખરાબ થઈ ગયું છે.’’ અલયે ફોન ડિસકનેક્ટ કર્યો અને પાછળ એક નજર નાખી, ‘‘આવી માસૂમ સ્ટૂપીડ છોકરીને રસ્તા પર કેવી રીતે છોડી દેવાય ?’’

ટેક્સી શ્રીજી વિલાના દરવાજે આવીને ઊભી રહી. શ્રેયાએ પોતાના કંપાઉન્ડમાં, પોતાની ગાડીમાં બેઠા બેઠા અલયને પાછલી સીટમાં ઝૂકીને અનુપમાને ઉઠાડતો જોયો. એનું રોમ રોમ ઉશ્કેરાઈ ગયું. એનું ચાલે તો જઈને અલયનું શર્ટ ફાડી નાખે, એને નહોર ભરી જાય, શુંનું શુંય કરી નાખે... એની નજર સામે અનુપમાને બે હાથમાં ઊંચકીને અલય શ્રીજી વિલાનાં પગથિયાં ચડી રહ્યો હતો. માત્ર ત્રીસ ફૂટના રોડની પેલી તરફ શ્રેયાનું શેર લોહી બળી રહ્યું હતું અને આ તરફ અલયના હાથમાં ઝૂલતી અનુપમાના બંને હાથ અને બંને પગ સાવ લસ્ત થઈને લટકી રહ્યા હતા. એના લાંબા વાળ અલયના હાથની પેલી તરફ થઈને ઝૂલી રહ્યા હતા...

ટેક્સીવાળાએ પણ આ સ્થિતિ જોઈને ત્યાંથી જતા રહેવાનું જ પસંદ કર્યું. અલયે અનુપમાને હાથમાં ઊંચકીને પગની લાતથી બારણું ઠોક્યું, એક વાર... બે વાર...

જાનકીએ દરવાજો ખોલ્યો. એની આંખો આશ્ચર્યમાં પહોળી થઈ ગઈ, ‘‘અલયભાઈ !?’’ ઓટલા પર જલી રહેલા પીળા લેમ્પમાં અનુપમાનો ચહેરો સાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.

‘‘તાજમાં મળી ગઈ.’’ અલયે અંદર જઈને એને સોફા પર સૂવડાવી. એનું સ્કર્ટ ઘૂંટણ સુધી ચડી ગયું હતું અને ટોપ... ‘‘આના પર ચાદર નાખો.’’ અને અલય પોતાના રૂમ તરફ જવા લાગ્યો. જતા અલયનો હાથ સાવ તંદ્રામાં અનુપમાએ પકડી લીધો અને લગભગ અર્ધબેભાન અવસ્થામાં બબડી, ‘‘ક્યાં જાય છે ?’’

‘‘ઉપર... સૂવા...’’ અનુપમાએ એનો હાથ એટલા તો જોરથી પકડ્યો હતો કે છોડાવવા માટે અલયે બીજો હાથ વાપરવો પડ્યો.

‘‘ના જા... મારી પાસે રહેને પ્લીઝ ! તને ખબર નથી હું કેટલી એકલી છું.’’ ડૂમો ભરાઈ આવ્યો અનુપમાને, ‘‘એક કરોડ રૂપિયા લઉં છું એક ફિલમના. મારા ફોટા વિના એક મેગેઝિન નથી છપાતું ફિલમનું. અનુપમા ઘોષ નામ છે મારું. લાખો-કરોડો ફેન્સ છે. કોથળો ભરીને ફેનમેઈલ આવે છે... પણ મારું કોઈ નથી... નહીં જા. પ્લીઝ નહીં જા...’’ અનુપમાની બંધ આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. નાના બાળકની જેમ હીબકે ચડી ગઈ હતી એ. અલય એની પાસે સોફાની બાજુમાં જમીન પર બેસી ગયો. અનુપમા અચાનક બેઠી થઈને અલયને વળગી પડી. બંને હાથ એની આસપાસ લપેટી દીધા અને છાતીમાં માથું નાખીને જોરજોરથી રડવા લાગી, ‘‘આઈ એમ વેરી લોન્લી...’’ અલયથી અનિચ્છાએ પણ એની પીઠ પર હાથ ફેરવાઈ ગયો. અનુપમા વધારે હીબકાં લઈને રડવા લાગી. એના આંસુથી, એના નાકમાંથી વહેતા પાણીથી, એની લાળથી અલયના શર્ટનો છાતી પરનો ભાગ ભીનો થઈ ગયો હતો. એ પોતાનું માથું અલયની છાતીમાં ઘસતાં ઘસતાં જોર જોરથી રડી રહી હતી, ‘‘હું દારૂ નથી પીતી. હું સારી છોકરી છું. હુંતો ગુસ્સામાં આવી હતી પાટર્ીમાં. શર્માના બચ્ચાને પણ પાછળ જ છોડી આવી... મને શું ખબર કે કોઈ ઓરેન્જ જ્યૂસમાં...’’ એના રડવાનો અવાજ વધતો જતો હતો. જાનકીએ વસુમાના ઓરડા તરફ જોયું.

‘‘અલયભાઈ, મા જાગશે તો...?’’ જાનકી અસમંજસમાં હતી.

‘‘શું કરું ભાભી, આ તો છોડતી જ નથી.’’

‘‘નહીં છોડું, જિંદગીભર નહીં છોડું...’’ અનુપમા હજીયે રડી રહી હતી અને એણે અલયને પોતાના બાહુપાશમાં ભીંસી રાખ્યો હતો. એ જ વખતે મુખ્ય દરવાજા પર કોઈનાં પગલાં સંભળાયાં.

‘‘તું ?’’ જાનકીનો અવાજ ધ્રૂજી ગયો.

‘‘મને એમ કે આટલાં વર્ષોની એકલતાએ તારામાં એક ભૂખ જગાડી હશે, સ્નેહની, સાથની... અને એ ભૂખે તને થોડી મૃદુ બનાવી હશે.’’ આટલું કહેતા કહેતામાં તો સૂર્યકાંતનો અવાજ ઊંચો થઈ ગયો હતો. ગાલ, કપાળ, કાન સુધી બધું લાલ લાલ થઈ ગયું હતું. આવેશમાં એમનું શરીર ધ્રૂજવા લાગ્યું હતું. આંખોમાં સહેજ ભીનાશ આવી ગઈ હતી.

‘‘પણ, તારે તો તારા ચણેલા કિલ્લામાં સાથે ચણાઈને મરી જવું છે... કોઈ તારી શું મદદ કરે વસુ ? ને શું કામ કરે ?’’ એ સડસડાટ શ્રીજી વિલાનાં ચાર પગથિયાં ઊતરીને ગેટ તરફ ચાલી ગયા.

એ વિલે પાર્લે સ્ટેશન તરફ ઝડપી પગલાં ભરતા જઈ રહ્યા હતા. એમના આખા શરીરમાં પરસેવો-પરસેવો થઈ રહ્યો હતો. એમને સમજાતું નહોતું કે વસુના આવા વર્તનનો એ શું જવાબ આપી શકે ? વસુએ એમને ઘરે બોલાવીને એમના હાથમાં સળગતો અંગારો આપી દીધો હતો. વસુ જાણતી હતી યશોધરા વિશે. એ જાણતી હતી કે પોતે દેવાને કારણે નહોતા ભાગ્યા અને છતાં એ વાત બાળકોને નહીં કહીને વસુએ એમને કેટલા નાના બનાવી દીધા હતા ! શા માટે ? શા માટે આ સ્ત્રી વારંવાર એમના ઉપર ઉપકાર કરવાની એક પણ તક નહોતી છોડતી. શા માટે એવો પ્રયાસ કરતી હતી કે પોતે વધુ નાના, વધુ વામણા થતા જાય...

‘‘આ વાતનો જવાબ તો આપીશ હું.’’ એમણે દાંત કચકચાવ્યા, ‘‘છોકરાંઓની સામે જ કાઢીશ આ વાત. એ શું ઉપકાર કરતી હતી મારા ઉપર ! નથી જોઈતો મારે એનો ઉપકાર... ત્યાગ, બલિદાન, સમજદારી દેખાડી દેખાડીને મારા બાપને જીતી લીધો. મારાં છોકરાંઓને જીતી લીધાં. સમજે છે શું એના મનમાં ?’’

સૂર્યકાંત ટેક્સીમાં બેસીને તાજમહાલ હોટેલ સુધી પહોંચવાના આખા રસ્તા દરમિયાન જાણે વસુંધરા સાથે જીવેલું જીવન ફરી એક વાર જીવી રહ્યા.

પરણીને આવ્યાની પહેલી રાતે જ એ ઓરડામાં દાખલ થયા ત્યારે વસુંધરા એક હાથનો ઘૂમટો તાણીને બેઠી હશે એમ એમણે માનેલું, પરંતુ એ સજાવેલા ઓરડામાં દાખલ થતાંની સાથે જ એમનું આશ્ચર્ય ફાટીને ધૂમાડે ગયું.

સજેલી-ધજેલી ઢીંગલી જેવી વસુંધરા ખુરશી પર બેઠી હતી. એનો બે ખોબામાં સમાય એવડો અંબોડો એણે છોડી નાખ્યો હતો. વાળ ખુરશીની પીઠ પર થઈને લગભગ જમીનને અડતા હતા. દાગીના એણે ઉતારી નાખ્યા હતા. માત્ર કંકુની લાલ પટ્ટીવાળું સાદું સફેદ પાનેતર અને લીલો કમખો પહેરી રાખ્યો હતો. એ ખુરશી પર બેસીને ર. વ. દેસાઈની ‘અપ્સરા’નો ત્રીજો ભાગ વાંચી રહી હતી.

‘‘વાંચે છે ?’’

‘‘તો શું કરું ? હું રાહ જોતી હતી તમારી. મને લાગ્યું તમે આવો ત્યાં સુધી થોડાં પાનાં પૂરાં થઈ જશે. બહુ સુંદર ચોપડી છે. પાંચ ભાગ છે.’’

‘‘આજની રાત્રે વાંચીશ તું ?’’

‘‘કેમ ?’’

‘‘હું જાણું છું તું બહુ ભણેલી છે, પણ એથી મારા પર પ્રભાવ પાડવા માટે આવી વાર્તાઓ વાંચવાની જરૂર નથી.’’

‘‘આ વાર્તા નથી.’’ એના મોતી જેવા ગોઠવાયેલા બત્રીસ દાંત ઝગારા મારતા હતા, ‘‘આ તો નિબંધ છે - શોધનિબંધ. વેશ્યા વ્યવસાય ઉપરનો.’’

‘‘આવું વાંચે છે ? બિભત્સ સાહિત્ય ?’’

એણે સૂર્યકાંત તરફ જાણે દયા આવતી હોય એવી રીતે જોયું, ‘‘બિભત્સ ના કહેવાય... આ તો બહુ જાણીતા લેખકે લખેલો નિબંધ છે....’’

‘‘પણ વેશ્યાઓ ઉપર જ લખ્યો છે ને ? એક સારા ઘરની પુત્રવધૂ આવું વાંચે ? તારા બાપા પૂજારી છે પૂજારી...’’

‘‘તો ?’’ એને જાણે આ વાક્ય સમજાયું જ નહોતું.

‘‘મૂક આ બધું. ઘરમાં કોઈ જોશેને તો થૂં-થૂં કરશે...’’ આટલું કહેતાં કહેતાંમાં તો સૂર્યકાંતની નજર એના ઓરડાના ખૂણામાં પડેલાં ત્રણ-ચાર પૂંઠાનાં ખોખાં પર પડી, ‘‘આ... આ શું છે બધું ?’’

‘‘પુસ્તકો છે.’’ વસુના ચહેરા પર બિલકુલ સ્પષ્ટ હતું કે આ માણસ એને સમજાતો નથી.

‘‘પુસ્તકો ? તું દાયજામાં પુસ્તકો લાવી છે ?’’

‘‘એટલે ? આ તો મારાં બધાં પોતાનાં...’’

મોઢા પર હાસ્યાસ્પદ સ્મિત સાથે સૂર્યકાંતે વસુ તરફ એવી રીતે જોયું જાણે એ ઝૂ માંથી આવેલું પ્રાણી હોય, ‘‘આ મુંબઈ છે. અહીંયા પુસ્તકોની દુકાનોની ખોટ નથી, જોઈએ એટલાં મળશે.’’ અને પછી પેલાં ખોખાં નિદર્યતાથી ઉઘાડીને ફટાક-ફટાક કરીને બંધ કર્યાં. ‘‘ને પૈસાનીય ખોટ નથી આપણે ત્યાં.’’

‘‘પણ આ પુસ્તકો તો મેં અનેક વાર વાંચ્યાં છે, આની સાથે મારી યાદો, મારી સ્મૃતિઓ, મારી યુવાની જોડાયેલી છે. આમાં કેટલાંય પુસ્તકો એવાં છે જે વાંચતાં વાંચતાં મેં ક્યાંક તમને કલ્પ્યા હતા. સરસ્વતીચંદ્રના સરસ્વતીચંદ્ર, હૃદયનાથના હૃદયનાથ, મળેલા જીવના કાળુ કે વાની મારી કોયલના ગાવા ગળિયારા જેવા કેટલાંય સ્વરૃપે જોયા છે મેં તમને.’’

ખડખડાટ હસી પડ્યા સૂર્યકાંત, ‘‘હવે તો જોઈ લીધો ને, હું આમાંનો એકેય નથી. હું સૂર્યકાંત છું, સૂર્યકાંત દેવશંકર મહેતા...’’ પછી એની તરફ જોઈને એક તુચ્છ નજર નાખી અને પલંગમાં પડતાં ઉમેર્યું, ‘‘સૂઈ જા, બહુ આશા નહીં રાખતી મારી પાસેથી. તું દેવશંકર મહેતાએ પસંદ કરેલી ઘરની વહુ છે. મારી પસંદગીની પત્ની નથી.’’

‘‘એટલે તમે...’’

વસુંધરાના હાથમાં પુસ્તક ધ્રૂજી રહ્યું હતું.

‘‘હા, મારે જિંદગીમાં કોઈ બીજું છે, તું આવી એ પહેલાંથી, અને એ તો રહેશે જ...તું તારે વાંચ, આમેય આ ઘરમાં મોટા ભાગની રાતો તારે જાગીને જ કાઢવાની છે. સારું થયું તું તારાં પુસ્તકો તારી સાથે લઈ આવી. કંપની રહેશે...’’ અને મોગરાના ઢગલાની વચ્ચે પડખું ફરીને સૂઈ ગયેલા પતિને એકીટશે જોતી વસુંધરાને સમજાયું નહીં કે નસીબે એની સાથે આ કઈ રમત કરી હતી !

ટેક્સીમાં બેઠેલા સૂર્યકાંત બહાર ટ્રાફિક જોઈ રહ્યા હતા. એમના મનમાં વીતેલાં વર્ષોની ઉથલપાથલ થઈ રહી હતી. એમને વસુંધરા સાથે જે કંઈ થયું એનો અફસોસ થઈ રહ્યો હતો કે એ પોતે જીવેલાં વર્ષો વિશે પોતાની જ જાત સાથે દલીલ કરી રહ્યા હતા ? કોને ખબર ?

દેવશંકર મહેતાના ઘરમાં વસુંધરાનું માન જરાય ઓછું નહોતું. ગોદાવરીબહેન એને અચ્છો અચ્છે વાના કરતાં. દેવશંકર મહેતા તો એને લક્ષ્મી કે સરસ્વતી કહીને જ બોલાવતા. વસુંધરાએ ઘરમાં આવ્યા પછી લગભગ બધી જ જવાબદારીઓ ઉપાડી લીધી હતી. ગોદાવરીબહેને સોનાના ઝૂડામાં એને ચાવીઓ સોંપી એ પળથી જ વસુંધરા જાણે આ ઘરની કર્તાહર્તા બની ગઈ હતી પણ, સૂર્યકાંત મહેતાનું મન એને કેમેય કળાતું નહોતું. કદીક પથારીમાં આવીને પોતાના શરીર સાથે એક ફરજ પૂરી કરતા હોય એમ સંબંધ બાંધતા કે માત્ર સ્ત્રીશરીરની જરૃરિયાત સંતોષતા હોય એમ પ્રેમ કરતા પતિને વસુ સમજી નહોતી શકતી.

ક્યારેક આખેઆખી સાંજ ચૂપચાપ એકલા બેસી રહેતા સૂર્યકાંત મહેતાને જોઈને વસુ એમની પાસે જતી પણ એ એને પોતાનું મન નહોતા આપતા. વસુ બહુ પ્રયાસ કરતી કે એ સૂર્યકાંત મહેતાને કોઈક રીતે જીતી લે અને એવામાં જાણે ઈશ્વરે લગ્નના આઠમા મહિને એને શુભ સમાચાર મોકલી આપ્યા હતા- અભયનો જન્મ થવાનો હતો.

ખોળો ભરાયો હતો. ઘરકુટુંબની સ્ત્રીઓને સોને મઢેલી સોપારી અને ચાંદીની તાસક અપાઈ હતી અને હાજર તમામ મહેમાનોને મીઠાઈઓનાં ખોખાં વહેંચાયાં હતાં, જેમાં ચાંદીના સિક્કા હતા.

અરીસામાં ઊભી રહીને પોતાની જાતને જોઈ રહેલી વસુંધરા અચાનક ચોંકી હતી. સૂર્યકાંત મહેતા ઓરડામાં દાખલ થયા ત્યારે એમના પગ લથડતા હતા ! એ જે રીતે દાખલ થયા, જે રીતે ખુરશીમાં પછડાયા...

‘‘તમે ? તમે દારૃ પીધો છે ?’’ સાત મહિના પૂરા કરેલી સગર્ભા વસુંધરા પડતી પડતી રહી ગઈ હતી.

‘‘પીધો છે. હજી પીશ...’’

‘‘બાપુજીને ખબર પડશે તો...’’

‘‘...તો શું કરશે ? જીવ લેશે મારો ? અમથોય તારી જોડે પરણાવીને મારી જ નાખ્યો છે મને.’’

‘‘આ શું બોલો છો તમે ? તમે બાપ થવાના છો.’’

‘‘ભૂલમાં... ભૂલમાં થયું છે બધું.’’ વસુંધરાનો હાથ અનાયાસે પોતાના પેટ પર ફરી ગયો. એક જીવ જે અંદરથી લાત મારતો હતો, બહાર આવીને આંખો ઉઘાડીને દુનિયા જોવો બેચેન હતો એ માણસ જેવા માણસને સૂર્યકાંત મહેતા ભૂલ કહેતા હતા ?

નશામાં સૂર્યકાંત હજીયે બોલી રહ્યા હતા, ‘‘તને ખબર છે, યશોધરાને ખબર પડી ગઈ છે કે તું મા બનવાની છે. એણે આજે બારણું જ ના ખોલ્યું. હું કેટલીયે વાર સુધી માગણ જેવો ઊભો રહ્યો એના દરવાજે. વિનંતીઓ કરતો, કરગરતો, પણ એને કોઈ અસર ના થઈ. બધું તારે લીધે થયું છે...’’

‘‘મારે લીધે ?’’ વસુંધરા ત્યાં જ ઊભી રહીને સૂર્યકાંત મહેતા તરફ જોઈ રહી, ‘‘દેવશંકર મહેતાની પસંદગી હું હતી એ મારો ગુનો ? તમારી પસંદગી હું નહોતી એ પણ મારો ગુનો ? મારી પહેલાં તમે કોઈને ચાહતા હતા એ પણ મારો જ ગુનો...ને મારા આટલા પ્રયત્ન છતાં હું તમારું મન ના જીતી શકી, એ પણ આમ જુઓ તો મારો જ ગુનો...’’ આજે પહેલી વાર લગ્નના સોળમા મહિને વસુંધરાની આંખમાં પાણી આવ્યાં હતાં, પણ એ પાણી જોવાની નશામાં ધૂત સૂર્યકાંતને તમા નહોતી.

ટેક્સીમાં સૂર્યકાંત આકળવિકળ થઈ રહ્યા હતા. ‘‘કેવું જીવ્યા ? જેવું જીવ્યા એવું શું કામ જીવ્યા ? હવે એમાં શું થઈ શકે ?’’ સૂર્યકાંત મહેતાને સમજાતું નહોતું કે એ શું કરે તો બનેલી ઘટનાઓ ભૂંસી શકે... પરિસ્થિતિને જુદો વળાંક આપીને ક્યાંક નવા સરનામે પહોંચાડી શકે.

જાનકીની આંગળી પકડીને ઊભેલા હૃદયના માથે હાથ ફેરવીને વસુમાએ હળવેકથી કહ્યું, ‘‘ચાલ, આવે છે દાદી સાથે ? વાર્તા કહીશ.’’

‘‘ઊંઘ આવે એટલે જતો રહીશ.’’ હૃદયે શરત કરી.

‘‘ભલે.’’ વસુમાએ મમતાળુ હસીને એને ઊંચકી લીધો અને પોતાના ઓરડા તરફ ચાલવા લાગ્યાં.

જાનકીને એ સમજતા વાર નાલાગી કે વસુમાએ અજયના મનમાં જાગેલા સવાલો માટે એની અને જાનકી વચ્ચે જગ્યા કરી આપી હતી.

‘‘તને નથી લાગતું કે માએ બાપુને રોકવા જોઈતા હતા ?’’

હજી તો દરવાજો બંધ થાય એ પહેલાં અજયે જાનકીને પૂછ્‌યું.

જાનકી ચૂપચાપ કપડાં બદલવા લાગી. એણે કંઈ જવાબ ના આપ્યો.

‘‘હું તને પૂછું છું.’’ અજયની સરળતા બેનમૂન હતી. જાનકી જવાબ ના આપે તો એ બાબતે ચીડાવાના બદલે એણે નથી સાંભળ્યું એમ માનીને ફરી સવાલ પૂછતા ક્યારેય અચકાતો નહીં. એણે ફરી કહ્યું, ‘‘બાપુ રોકાયા હોત તો ? માએ એમને રોકવા જોઈતા હતા. બાપુ રોકાયા હોત તો ? મા પણ ઘણી વાર છે ને... ’’

‘‘અજ્જુ, એક વા ત કહું ? માએ જે કયુર્ં હશે એ સમજી વિચારીને જ કયુર્ં હશે ને ?’’

‘‘સમજી વિચારીને કયુર્ં હોત તો...’’ અજય જાણે આગળના શબ્દો ગળી ગયો અને ચીડાઈને કપડાં બદલવા લાગ્યો. જાનકીએ એને પાછળથી જઈને પકડી લીધો. એની છાતી ઉપર હાથ લપેટી પીઠ ઉપર માથું મૂકી દીધું, ‘‘હું પણ ઇચ્છું છું કે બાપુ ઘરે આવે. આપણા સૌની સાથે રહે, પણ એનો સમય થશે ત્યારે એ પણ થશે.’’

‘‘માની સાથે રહીને તું પણ એની જ ભાષા બોલવા લાગી છે. માણસ પચીસ વર્ષે ઘેર પાછો ફરે અને હોટેલમાં રહે એ કેવું કહેવાય ખબર છે ? હું તો કાલે સવારે જ જઈને એમને લઈ આવવાનો છું અને કોઈનુંય નથી સાંભળવાનો.’’

‘‘સારું, એમ જ કરજો... પણ એક વાત કહું ?’’

‘‘આ એક વાત કહું કહીને તું બહુ બધી વાતો કહી નાખે છે, પણ આજે હું તને એક વાત કહીશ. એ મારા આ પિતાનું ઘર છે અને એ અહીં જ રહશે આવતી કાલ સવારથી. હું લઈ આવીશ એમને જઈને... આ ઘરમાં કોઈને ના પડી હોય તો કંઈ નહીં, મને મારા પિતાની જરૂર છે, આજે પણ...’’ અજયનો અવાજ સહેજ ગળગળો થઈ ગયો હતો, ‘‘એ આવું કરી જ કેવી રીતે શકે ?’’

‘‘અજય, તમે કારણ વગર મા ઉપર આક્ષેપ મૂકી રહ્યા છો. એમના આજ સુધીના નિર્ણયોથી જ આ ઘર અકબંધ રહી શક્યું છે એ તમે ભૂલી ગયા.’’ પછી ઊંડો નિઃશ્વાસ નાખીને ઉમેયુંર્ં, ‘‘કદાચ !’’

‘‘સાચી વાત છે. તારી સાથે મા વિરુદ્ધ વાત કરવાનો કંઈ અર્થ જ નથી, પણ તું ઘણી વાર ભૂલી જાય છે કે એ મારી મા છે !’’ અજય કપડાં બદલીને પથારીમાં પડ્યો. જાનકી બાજુમાં સૂઈને એના માથામાં, પીઠ પર, છાતી પર હાથ ફેરવતી રહી...

અજયનો ડૂમો ધીમે ધીમે પીગળ્યો અને એનું ઓશિકું ભીંજાતું ગયું. જાનકી કશુંય ના બોલી. એ માત્ર અજયને હાથ ફેરવતી રહી. જાણે કહેતી હોય, ‘‘બધું સારું જ થશે. બસ, થોડો સમય રાહ જોવાની છે.’’

અનુપમા હજીયે રડી રહી હતી અને એણે અલયને પોતાના બાહુપાશમાં ભીંસી રાખ્યો હતો. એ જ વખતે મુખ્ય દરવાજા પર કોઈનાં પગલાં સંભળાયાં.

‘‘તું ?’’ જાનકીનો અવાજ ધ્રૂજી ગયો.

‘‘અલય, એને હમણાં જ એના ઘરે મોકલી દે.’’

‘‘એની પાસે એના ઘરની ચાવી નથી. રસ્તા પર ફેંકી દઉં એને?’’

‘‘હા ફેંકી દે.’’

‘‘તું પાગલ થઈ ગઈ છે શ્રેયા, તારું મગજ ખરાબ થઈ ગયું છે. પ્લીઝ અત્યારે જા અહીંથી.’’

‘‘કેમ ? આ આવી એટલે મને ભગાડે છે ?’’

‘‘આપણે સવારે વાત કરીશું.’’

‘‘સવારે વાત કરવા જેવું કંઈ બચ્યું જ નહીં હોય અલય.’’

‘‘યુ જસ્ટ શટ-અપ જાન, ગો હોમ એન્ડ સ્લીપ.’’

‘‘ઓ.કે.’’ અનુપમાએ કહ્યું અને ઊભી થઈ ગઈ.

‘‘જો જો, તું એને જાન કહે છે ? ક્યારથી કહે છે ? ક્યારથી ચાલે છે આ ચક્કર ?’’

‘‘ઉફ !’’ અલયે જાનકી તરફ જોયું, ‘‘ભાભી, આને કંઈક સમજાવો.’’ માથે હાથ દઈને બેસી ગયો એ, ‘‘હું પહેલી વાર મળ્યો છું આને.’’ ઊભી થયેલી અનુપમા ફરી ધડાક દઈને સોફામા ં પડી. પહોળા હાથ અને પહોળા પગ સાથે એ ખરેખર વિચિત્ર હાલતમાં હતી...

અલય ઊભો થયો, ‘‘ભાભી, હું ઉપર જાઉં છું. તમારે જે કરવું હોય તે કરો. જેને રાખવી હોય એને રાખો ને જેને કાઢી મૂકવી હોય એને કાઢી મૂકો. હું તો કંટાળ્યો.’’ અલય બબ્બે પગથિયાં સામટાં ચડી ગયો.

શ્રેયા ડ્રોઇંગરૃમની વચ્ચોવચ ઊભી હતી. એની આંખોમાં આંસુ હતાં. ચહેરા ઉપર ભયાનક ક્રોધ હતો. એનું ચાલે તો બેહોશ અનુપમાને ગળું દબાવીને મારી નાખે.

જાનકીએ આવીને એના ખભે હાથ મૂક્યો, ‘‘તને તારા સાત વર્ષની શ્રદ્ધા આ છોકરીથી મોટી લાગે છે ?’’

‘‘ભાભી, તમે સમજતાં નથી.’’ ક્યારનું રોકી રાખેલું રુદન શ્રેયાના ગળાને ભીંજવતું ગયું.

‘‘હું સમજું છું એટલે જ કહું છું. જે તારું હશે એ ક્યાંય નહીં જાય ને જે તારું નહીં હોય એને ગમે તેટલા ધમપછાડા કરવાથી પણ બાંધી નહીં શકે તું.’’ શ્રેયા જોઈ રહી જાનકી સામે, ‘‘અને આવું કરીને તો તું વધારે દૂર ધકેલે છે એને. સન્માન, શ્રદ્ધા, સત્ય અને સ્વીકાર એ તો સ્નેહના પાયા છે. જેમ ઊંડા કરીશ એમ તારી ઇમારત ઊંચી અને બુલંદ થશે. મારું માન, તારાથી તો વધુ જ જિંદગી જોઈ છે મેં...’’ શ્રેયા જાનકીને ભેટી પડી, ‘‘પચીસ વર્ષે પણ એક માણસ પાછો ફરી શકે, બંધન એને કહેવાય કે જે તોડ્યા પછીયે ના તૂટે... કાચા સૂતરનાં તાંતણાં વડના ઝાડની આસપાસ લપેટવાથી પતિ નથી બંધાતા. પુરુષને બાંધવા માટે ઘણું બધું બનવું પડે છે. પુરુષ સ્ત્રીમાં ઘણું બધું ઝંખે છે. એક મા, એક પ્રિયતમા, એક પત્ની, એક મિત્ર, એક મંત્રી અને ક્યારેક એક વિચક્ષણ શત્રુ પણ...’’ જાનકીએ સહેજ હસીને શ્રેયાના માથે હાથ પસવાર્યો.

એ જ વખતે સોફામાં પડેલી અનુપમા અસ્ફૂટ સ્વરે બબડી, ‘‘અલય... વોટ અ મેન !’’ પછી સૂરીલા અવાજે રાત્રે અઢી વાગ્યે ગાવા માંડ્યું, ‘‘ઐસા લગતા હૈ, જો ના હુઆ, હોને કો હૈ... દિલ યે મેરા ખોને કો હૈ, વરના દિલ ક્યૂં ધડકતા, સાંસે ક્યૂં રુકતી, નિંદ મેરી ક્યૂં ઊડ જાતી...’’

જાનકી અને શ્રેયા થોડી વાર એકબીજા સામે જોઈ રહ્યાં અને પછી હસી પડ્યાં.

(ક્રમશઃ)