Whom should I tell my grief - 2 in Gujarati Mythological Stories by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા books and stories PDF | હું મારી વ્યથા કોને કહું? ભાગ-૨

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

હું મારી વ્યથા કોને કહું? ભાગ-૨

એક વાર મને યાદ છે તે મુજબ અમે આઠ ભાઈઓ ધર, ધૃવ, સોમ, અપ, અનલ, અનિલ, પ્રતુષ, પ્રભાસ હતા. સંયોગ વશ અમે બધા આકાશ માર્ગે ભ્રમણ કરતાં કરતાં કુટુંબ કબીલા સાથે ઋષિ વશિષ્ઠના આશ્રમમાં આવ્યા. મને યાદ છે તે મુજબ ઋષિ વશિષ્ઠએ અમારૂં સ્વાગત કર્યું. ત્યાર બાદ અમો બધા વિવિધ ક્રિડાઓમાં મગ્ન હતા. પરંતુ પ્રભાશના મનમાં અન્ય વિચારો જન્મ લઈ ચુક્યા હતા. જે મુજબ તે તથા તેની પત્ની ઋષિ વશિષ્ઠના આશ્રમમાં રહેતી કામધેનુ નંદીનીની ચોરી કરવાનું મન થઈ આવ્યું. થોડી વાર બાદ તેઓએ બીજા બધા ભાઈઓને જણાવ્યું. બધા જ ભાઈઓ આનાકાની કરવા લાગ્યા. પરંતુ છેવટે બધા જ માની ગયા અને બધા જ ભાઈઓ કામધેનુ નંદીનીને લઈ આકાશ માર્ગે પલાયન થઈ ગયા. પરંતુ જેવું ઋષિ વશિષ્ઠએ આ જાણ્યું કે તરત તેમણે પોતાના યોગબળે આ કાર્ય વિષે માહિતી મેળવી લીધી.

ઋષિ વશિષ્ઠ આ આઠ વસુઓને શ્રાપ દેતા બોલ્યા કે, “હે વસુઓ! તમે મારા આશ્રમમાંથી કામધેનુ નંદીનીની ચોરી કરી છે. તમારે આ પાપ માટે પૃથ્વિલોકમાં મનુષ્ય યોનીમાં જન્મ લેવો પડશે.”

તરત જ બધા જ વસુઓ કામધેનુ નંદીની ગાય સાથે ઋષિ વશિષ્ઠના આશ્રમમાં આવી પહોંચ્યા. બધા જ વસુઓ ઋષિ વશિષ્ઠના પગમાં પડીને માફી માંગવા લાગ્યા. પરંતુ ઋષિ વશિષ્ઠનો રોષ હજુ શમ્યો ન હતો. વસુઓ દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી તથા તેમનો રોષ શાંત પડે તે માટે પ્રયત્નો કરવા લાગ્યા. પરંતુ ઋષિ વશિષ્ઠ દ્વારા અપાયેલ શ્રાપમાં પરિવર્તન આવી શકે તેમ ન હતું પરંતુ તેનો ઉકેલ મળી શકે તેમ હતો. તેમણે સુચવેલ ઉકેલ મુજબ કુલ આઠ વસુઓમાંથી સાત વસુઓ જન્મતાની સાથે જ મૃત્યુ પામી પોતાની જગ્યાએ પરત આવી જશે પરંતુ કામધેનુ નંદીની ગાયની ચોરી કરવાનો જે વશુ એટલે કે પ્રભાસ નામના વસુને મનુષ્ય યોનીમાં લાંબુ આયુષ્ય ભોગવવું પડશે તથા તે આજીવન અપરણિત રહેશે.

આમ હવે મને મારા કર્મો મને ધીરેધીરે યાદ આવતા રહે છે.

“હે પ્રભુ! મને આ પીડામાંથી છુટકારો ના આપતા. હું હવે પછીની મારી બધી જ ક્ષણોમાં મે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરી લેવા માંગું છું. તથા અનેક જન્મોની પીડામાંથી છુટકારો મેળવવા માંગું છું. મારી યાચના સ્વિકારજો પ્રભુ.”

યાદોમાં એવો સરી પડ્યો કે હું શું વિચારતો હતો ને આડવાત આવી ગઈ.

આજે પિતાશ્રી ખુબ જ ખુશ જણાતા હતા. કારણ કે માતાશ્રીના ગર્ભમાં એક નવું જીવન પાંગરી રહ્યું હતું. પરંતુ વિધિની વક્રતા એ હતી કે હવે શું બનવાનું છે કે તેની પિતાશ્રીને જાણ ન હતી. તેઓ એ વાતે ખુશ હતા કે તેમનો વંશવેલો હવે આહળ વધવાનો છે. પરંતુ માતાશ્રીને આપેલા વચન મુજબ તેઓ હવે માતાશ્રીને કંઈપણ ન પુછવા માટે બંધાયેલા છે. આમને આમ પિતાશ્રી ખુશીમાં જ નવ માસ પસાર કરી ચુક્યા હતા. માતાશ્રીએ પુરા માસે પુત્રને જન્મ આપ્યો. પરંતુ પિતાશ્રી પુત્ર જન્મનું સુખ ન પામી શક્યા કારણ કે માતાશ્રી એ પુત્રને ગંગામાં વહેવડાવી દીધો.

પિતાશ્રી પોતાના વચનને કારણે મર્યાદામાં હતા. તેઓ માતાશ્રી શું કરી રહ્યા છે તે પુછી શક્યા નહી. આવું સાત પુત્રો સાથે થયું. પુરા રાજ્યમાં પિતાશ્રીની બદનામી થઈ રહી હતી. પિતાશ્રીની સહનશક્તિ પણ હવે ખુટી રહી હતી. માતાશ્રીએ આઠમી વાર ગર્ભ ધારણ કર્યો. તે સાથે જ પિતાશ્રીએ નિશ્ચય કર્યો કે આ પુત્રને તો હું મરવા નહિં જ દઉં. હું પણ માતાના ગર્ભમાં આવીને ખુશ હતો. આખરે પુરા માસે મારો જન્મ થયો. માતાશ્રી અગાઉના પુત્રોની જેમ જ માતા મને લઈ ગંગા નદીના વહેણ તરફ ચાલી નીકળા. પિતાશ્રીને જેવી આ વાતની જાણ થઈ કે તરત જ તેઓ પણ માતાશ્રીની પાછળ ચાલી નિકળ્યા.

“દેવી! આ શું કરી રહ્યા છો?”

“આર્ય તમે તમારૂં વચન તોડી રહ્યા છો!”

“મને ખબર છે દેવી. પણ હું પણ મારા પુત્રોને જોવા માંગું છું. અગાઉ પણ સાત-સાત પુત્રોને તમે ગંગામાં વહેવડાવી ચુક્યા છો.”

“આર્ય તમે મને વચન આપ્યું હતું કે હું કોઈ પણ કાર્ય કરૂં તેમાં તમે મને નહિં રોકો! તો પછી આજે શા માટે?”

“દેવી હવે મારાથી સહન નથી થતું. મારા સાત-સાત પુત્રોના મોં હું જોવા નથી પામ્યો. પણ હવે નહીં. હું મારા આ આઠમા પુત્રને મરવા નહિં દઉં. ભલે મારે વચન તોડવું પડે.”

“આર્ય તો મારે વચનભંગ બદલ તમારો ત્યાગ કરવો પડશે.”

“દેવી તમે એ કારણે મારો ત્યાગ કરશો?”

“એ જ નિયતિ છે.”

“વિધિનું વિધાન જે હોય તે પરંતુ મારા આ પુત્રને તો હું નહિં જ ત્યાગી શકું. હવે બસ કરો દેવી. તમારે મારો ત્યાગ કરવો પડે તો સુખેથી કરો પરંતુ હવે આ બાળ હત્યા ન કરો.”

“આ બાળક જીવતું રહેશે. મારૂં વચન છે. પરંતુ આ પુત્ર પુખ્તવયનો થશે ત્યાં સુધી મારી પાસે જ રહેશે અને વિવિધ ગુરૂઓ પાસેથી જ્ઞાન મેળવશે.”

“મને એમાં કોઈ જ વાંધો નથી. મારો પુત્ર જીવીત રહેતો હોય તો મને તેમ કરવું સ્વિકાર્ય રહેશે.”

(આ બાળક કોણ છે? તથા તેનું નામ તેના ગુરૂઓ વિષેની માહિતિ આગળના ભાગમાં)