Angarpath-56 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. - ૫૬

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અંગારપથ. - ૫૬

અંગારપથ.

પ્રકરણ-૫૬.

પ્રવીણ પીઠડીયા.

“માયગોડ…” લોબોને જબરજસ્ત કરંટ લાગ્યો હોય એમ તે ઉછળી પડયો. ’જૂલી…’ આ શબ્દ તેની નજરો સામે નાંચતો હતો. વાગાતોર બીચ ઉપર જવા માટે તેણે બોટની વ્યવસ્થા કરવાની હતી કારણકે કોસ્ટગાર્ડની બધી જ બોટો કોઈક મોકડ્રિલમાં રોકાયેલી હતી. એ સમયે તેણે તેના મિત્રની બોટ લઈ જવાનું નક્કી કર્યું હતું અને એ બોટ મેળવવા તે ડક્કા ઉપર ગયો હતો. એ સમયે સાવ અનાયાસે આ નામ તેણે વાંચ્યું હતું, બરાબર ચોકસાઈથી વાંચ્યું હતું. ’યસ્સ…’ તેણે એ બાબતે પેલા વીલીને પૃચ્છા પણ કરી હતી. જો એ વાતનું અનુસંધાન અભિમન્યુની જૂલી સાથે જોડાતું હોય તો..! એ ઘણી ગંભીર વાત હતી. તે આગળ વિચારી ન શકયો. તેનું માથું ભમવા લાગ્યું કારણકે તે જાણતો હતો કે એ બોટ કોની હતી!

“ડેરેન, શું થયું? કેમ અચાનક ખામોશ થઇ ગયો?” અભિમન્યુ લોબોનાં રિએકશન જોઇને ચોંક્યો. તેની પારખી નજરોએ લોબોની બૌખલાહટ પકડી પાડી હતી અને ખ્યાલ આવ્યો હતો કે લોબો ચોક્કસ એવું કશું જાણે છે જેનો સંબંધ રક્ષા સાથે છે.

“એ… એ બોટ… એ બોટ… દેસાઈ સરની છે.” શૂન્યમાં તાકતો હોય એમ તેની નજરો કમરાની સામેની દિવાલે તકાયેલી હતી. તેનો અવાજ જાણે કોઈ ઉંડા કૂવામાંથી પડઘાતો હોય એવો ભારે હતો. અભિમન્યુનાં કપાળે સળ ઉપસ્યાં.

“કઈ બોટ, તું શું બોલી રહ્યો છે?” અભિ અને ચારું બન્ને વિસ્મયપૂર્વક તેને જોઈ રહ્યાં. તેમને સમજાયું નહી કે લોબો એકાએક બોટની વાત કેમ કરે છે અને તેનું જૂલી સાથે શું કનેકશન છે?

“જેની ઉપર ’જૂલી’ લખેલું છે એ બોટ…” લોબો હજુંય ’શોક’માં હતો. જાણે પોતાનાં જ શબ્દો ખોખલાં લાગતાં હોય એમ તે સન્નાટામાં ખોવાઇ ગયો હતો. દેસાઈ સર વિશે અજુગતું વિચારવા તેનું મન તૈયાર નહોતું.

“તું ઉખાણા પૂછી રહ્યો છે લોબો. ચોખવટથી કહે કે આખરે વાત છે શું? તારા બોસની કોઈ અંગત બોટ હોય અને તેની ઉપર જૂલી લખેલું હોય એમ તું કહેવા માંગે છે?” અભિમન્યુને પણ આશ્વર્યનો ઝટકો લાગ્યો હતો.

પરંતુ લોબો કશું સાંભળતો જ ન હતો. તેણે ફોન ઉપાડ્યો અને નંબર ડાયલ કરવા લાગ્યો. તેના શ્વાસોશ્વાસ ભયંકર તેજીથી ચાલતાં હતા. તે જે વિચારતો હતો એ માનવા તેનું દિલ તૈયાર નહોતું અને એની જ ખાતરી કરવા તેણે ફોન લગાવ્યો હતો.

“ઓહ હલ્લો દિવાન, મારું એક કામ કરીશ? જરાં જોને, સાહેબ ઓફિસમાં છે કે નહી?” લોબોએ તેની જ ઓફિસમાં કામ કરતાં તેના સાથી અફસરને ફોન કર્યો હતો અને સુશિલ દેસાઈની જાણકારી મેળવવાનું કામ સોંપ્યું હતું. દિવાન નામનાં અફસરે તુરંત માહિતી આપી હતી કે દેસાઈ સવારથી જ ઓફિસે આવ્યાં નથી.

“માયગોડ…” લોબોને પોતાની શંકા સાચી પડતી લાગી. આટલાં વર્ષોની સર્વિસમાં આજે પહેલીવાર દેસાઈનો ફોન બંધ આવતો હતો અને સવારથી તેના કોઈ સગડ પણ નહોતાં. તે ગાયબ હતાં… શું કામ? એ કલ્પના લોબોને ધ્રૂજાવી ગઈ. તે આગળ વિચારી શક્યો નહી. તેણે આંખો બંધ કરી અને માથું તકિયે ઢાળી દીધું. તેણે દેસાઈની પ્રાઈવેટ ’યોટ’ ને જેટ્ટી ઉપર લાંગરેલી જોઈ હતી. એ યોટની આગળની સરફેસ ઉપર ’જૂલી’ લખેલું હતું એ તેણે બરાબર વાંચ્યું હતું. અને ત્યારે જ તેનું માથું ઠનક્યું હતું પરંતુ એ સમયે તેને કશું યાદ આવ્યું નહી કારણકે તે ડ્રગ્સ પેડલરોને પકડવા જઈ રહ્યો હતો. પરંતુ અત્યારે એકાએક બધું જ ક્લિયર થયું હતું. જો એ જૂલી અભિમન્યુ જેને શોધી રહ્યો છે એજ હોય તો..! આગળની કલ્પના કરવી લોબો માટે મુશ્કેલ હતું.

અભિમન્યુ ભારે આશ્વર્યથી તેને જોઈ રહ્યો. તેના મનમાં લોબોનાં વર્તનનું પૃથ્થકરણ ચાલતું હતું. ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ લોબો ક્યારેય ઉશ્કેરાતો નહી. તે પોતાનાં મગજ ઉપર જબરજસ્ત કાબુ ધરાવતો હતો અને ભયાનક ઠંડકથી દરેક મામલાને હેંન્ડલ કરી શકતો હતો. જ્યારે આજે તેનાથી સદંતર ઉલટું બની રહ્યું હતું એ બાબત અભિમન્યુને હેરાન કરતી હતી. આખરે લોબો કહેવા શું માંગતો હતો એનો જરા-સરખો અણસાર તો તેને આવી જ ચૂક્યો હતો પરંતુ શું જૂલી અને દેસાઈ વચ્ચે કોઈ કનેકશન હોઈ શકે? બટ હોઉ ઈઝ પોસીબલ? અભિ ગુંચવાઈ ગયો.

“લોબો, મને ચોખવટથી વાત કર?” તેણે ધારદાર અવાજે સીધું જ કહ્યું. તેને સમજાતું હતું કે લોબો જૂલી વિશે કશુંક તો જાણે છે.

“એ નામ મેં દેસાઈની ’યોટ’ ઉપર વાંચ્યું હતું. મતલબ કે દેસાઈ સર પાસે જૂલી નામની પોતાની પ્રાઈવેટ ’યોટ’ છે.” લોબોએ જે જોયું હતું એ વિસ્તારથી બયાન કર્યું. “પણ મને એ નથી સમજાતું કે રક્ષા બેભાન થતાં પહેલા કોઈ યોટનું નામ શું કામ લે? કોઈ યોટ એટલી અગત્યની કેમ હોઇ શકે? રક્ષા એ સિવાય બીજું કંઇપણ બોલી શકી હોત જેનાથી કોઈ સ્પષ્ટ સંદેશો મળી શક્યો હોત.”

કમરામાં સન્નાટો પ્રસરી ગયો. જૂલીનું અનુસંધાન દેસાઈની યોટ સાથે જોડાતું હશે એવી તો કોઈએ કલ્પના પણ ક્યાંથી કરી હોય. અને હજું એ બાબતે તેઓ શ્યોર પણ નહોતાં. બની શકે કે એ ફક્ત કોઈ જાગાનુંજોગ સમાનતા હોય. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનાં એક ઉચ્ચ અધીકારીને વળી રક્ષા સાથે શું દુશ્મની હોઇ શકે એ વિચારવા લાયક બાબત હતી.

“મને નથી લાગતું કે આપણે જે જૂલીની વાત કરી રહ્યાં છીએ એ કોઈ યોટ વિશે હશે. આપણે બીજું વિચારવું રહ્યું.” લોબોએ તેનો મત જાહેર કર્યો. પણ તેને ખુદને પોતાનાં શબ્દો ઉપર વિશ્વાસ નહોતો.

“દેસાઈ ક્યાં મળશે?” અભિમન્યુ એકાએક બોલી ઉઠયો. રક્ષા ’બાગા બીચ’ નાં ઉત્તરે આવેલા ખડકોમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. એનો મતલબ એવો પણ નિકળી શકે કે એ કોઈ બોટમાંથી ફંગોળાઈ હશે કે પછી તેને મારીને જાણીજોઈને દરિયામાં ફેંકી દેવામાં આવી હોય અને ઘાયલ અવસ્થામાં બાગા બીચ સુધી તણાઈ આવી હોય. અભિનું લોહી ઉકળી ઉઠયું. ચોક્કસ એવું જ થયું હશે. રક્ષાનો અસલી ગુનેહગાર સુશિલ દેસાઈ હતો એ ખ્યાલ તેના રોમરોમમાં ક્રોધ જન્માવી રહ્યો હતો. જેને શોધવા તેણે આખા ગોવાને જ્વાળામૂખીનાં મૂખ ઉપર લાવીને ખડું કરી દીધું હતું એ વ્યક્તિ તો પહેલેથી જ તેની નજરો સામે હતો… તેની સાથે હતો અને… લગભગ તેની બધી જ ગતિવિધીઓને બારીકાઈથી જોઈ રહ્યો હતો.

“હું પણ સવારથી તેમને જ શોધી રહ્યો છું. બટ, આ થોડું અજીબ નથી લાગતું તને? દેસાઈ સરનાં હાથ નીચે હું વર્ષોથી કામ કરતો આવ્યો છું અને તેમને સારી રીતે ઓળખું છું. મારું અનુમાન કહે છે કે આપણે ખોટી દિશામાં વિચારી રહ્યાં છીએ. દેસાઈ આવું કરી જ ન શકે.” લોબો હજુંય મુંઝવણમાં હતો.

“તો એની પાસે લકઝરી યોટ લેવાનાં પૈસા ક્યાંથી આવ્યાં? ડુ યુ થિંક કે તેણે પગારનાં પૈસાથી યોટ ખરીદી હોય! રક્ષા કદાચ એ રહસ્ય જાણી ગઈ હશે અને દેસાઈ ઉપર ખતરો બની હશે એટલે તેને રસ્તામાંથી હટાવી દેવામાં આવી હોય એવું કેમ ન બને?” અભિમન્યુ તર્કબધ્ધ વિચારી રહ્યો હતો.

લોબો એ દલિલ ઉપર ખામોશ થઇ ગયો. અભિની વાત સાચી હતી. કોઈ માણસ.. અને એમાં પણ કોઈ સરકારી અફસર ઉપરની કમાઈ વગર આટલી કિંમતી યોટ ખરીદી જ ન શકે. તો શું રક્ષા દેસાઈની એ કમાઈ વિશે જાણી ગઈ હશે એટલે તેને ખામોશ કરી દેવામાં આવી હશે! કેટકેટલાં પ્રશ્નો હોસ્પિટલનાં એ નાનકડા કમરામાં ઘુમરાઈ રહ્યાં હતા જેનો કોઈ જવાબ સુઝતો નહોતો. કમસેકમ જ્યાં સુધી દેસાઈનાં કોઈ સગડ ન મળે ત્યાં સુધી તો કોઈ જવાબ મળવાનાં નહોતા. પણ સુશિલ દેસાઈ હતો ક્યાં? એ ક્યાં ગાયબ થઇ ગયો હતો? શું તેને આ બાબતની ભનક લાગી ગઈ હતી એટલે તે આગમચેતી વાપરીને પહેલેથી જ ગાયબ થઇ ગયો હતો? જો એમ હોય તો તેને શોધવો ખરેખર અઘરું બનવાનું હતું. બરાબર એ સમયે જ….

@@@

“ટક.. ટક.. ટક..” દરવાજે ટકોરા પડયાં અને સહસા બધા ચોંકી ઉઠયા. કમરામાં પ્રસરેલા ગહેરા સન્નાટમાં એ અવાજ બધાનાં હદય ઉપર કોઈ શારડીની માફક ફરી વળ્યો. આટલી મોડી રાત્રે વળી કોણ આવ્યું હશે? અભિમન્યુ સાવધાનીથી ઉભો થયો અને ખામોશ પગલે દરવાજા તરફ આગળ વધ્યો. તે ગમેતેવી પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હતો. દરવાજે પહોંચીને તેણે પાછળ ફરીને જોયું. લોબો અને ચારુંની નજરો તેની તરફ જ મંડાયેલી હતી. અભિમન્યુએ દરવાજાનો નોબ ઘુમાવ્યો અને એકદમ ધીરેથી… સાવધાની પૂર્વક દરવાજો થોડોક ખોલ્યો. દરવાજાની તીરાડમાંથી બહાર, હોસ્પિટલની લોબીમાં ઝાંક્યું. અને… તેની આંખોમાં દુનિયાભરનું આશ્વર્ય ઉભર્યું. તેની ભ્રકૂટીઓ ખેંચાઈને ભયંકર આઘાતથી તંગ બની. હદય એક સેકન્ડ પુરતું ધબકવાનું ભૂલી ગયું અને શરીરમાં દોડતા લોહીમાં ભયંકર તેજી વ્યાપી.

“અભિમન્યુ, કોણ છે ત્યાં?” અભિને વાર લાગી એટલે ચારુએ અપાર જીજ્ઞાસાથી પૂછયું અને દરવાજા તરફ ચાલી. અભિમન્યુએ દરવાજો ખોલી નાંખ્યો. એ વ્યક્તિ અંદર પ્રવેશ્યો. લોબોનું ધ્યાન પણ એ તરફ જ હતું. જેવો પેલા વ્યક્તિનો ચહેરો તેની સમક્ષ ઉજાગર થયો કે કોઈએ ચારસો ચાલિસનો કરંટ આપ્યો હોય એમ તે ઉછળી પડયો. તેની છાતીમાં ધબકતું હદય ગળામાં આવીને અટકયું અને આશ્વર્યથી તેની આંખો પહોળી થઇ.

“સર.. તમે?” તેનો અવાજ લગભગ ફાટી પડયો. સવારનો જે વ્યક્તિની પાછળ તે લાગ્યો હતો એ દેસાઈ સર આમ સાવ અચાનક જ… અડધી રાત્રે તેના દરવાજે આવીને ઉભા રહેશે એવું તો સાત જન્મારે પણ તેણે ક્યાંથી વિચાર્યું હોય!

“તું મને શોધી રહ્યો છે એવું મેં સાંભળ્યું છે. કેમ?” દેસાઈ એકદમ નોર્મલ લાગતો હતો. તેનો અવાજ પણ સાધારણ હતો. કોઈ નવિન આશ્વર્ય તેના ચહેરા ઉપર નહોતું જાણે તે કોઈ માંદા વ્યક્તિની ખબર પૂછવાં દવાખાને આવ્યો હોય એવું તેનું વર્તન હતું. તે હળવી ચાલે ચાલતો લોબોનાં બેડ નજીક આવ્યો અને પ્રશ્નાર્થ નજરે લોબો સામું જોયું.

“સવારથી તમે ક્યાં ગાયબ હતાં? અને તમારો ફોન કેમ બંધ આવે છે?” દેસાઈનાં પ્રશ્નને અધ્યાહાર રાખીને લોબોએ સામાં પ્રશ્નો પૂછયાં.

“અરે પણ વાત શું છે? સવારથી હું એક અંગત પ્રસંગમાં હતો અને ખબર નહી કેમ પણ મારો ફોન ઓચિંતો જ ’ડેડ’ થઇ ગયો એટલે તેને રીપેરમાં મોકલાવ્યો છે. તારે કોઈ કામ હતું તો તારી ભાભીનાં નંબર પર સંપર્ક કરવો જોઈએને.”

લોબો શું બોલે! દેસાઈ સરની વાત સાચી હતી. ભાભીને ફોન કરવાનું તો તેને યાદ આવ્યું જ નહોતું.

“હમણાં દિવાને મને જણાવ્યું એટલે સીધો જ અહી દોડી આવ્યો છું. કેમ છે તને?” દેસાઈએ લોબોનાં ખબર પૂછયાં. એ દરમ્યાન અભિમન્યુ દેસાઈની નજીક આવ્યો હતો.

“તમારી યોટ ઉપર જૂલી લખેલું છે એ વાત તમે કેમ છૂપાવી?” તેણે સીધો જ વાર કર્યો.

“છૂપાવી છે? વોટ આર યુ ટોકિંગ અબાઉટ મેન? અને મારી પાસે કોઈ યોટ નથી.” દેસાઈ એકાએક જ ખાસીયાણો પડી ગયો હોય એમ તેનો અવાજ ધ્રૂજયો.

“એનો કોઈ મતલબ નથી સર, મને ખબર છે કે તમારી પાસે એક લકઝરી યોટ છે જે અત્યારે ડક્કા ઉપર ઉભી છે અને તેની સરફેસ ઉપર જૂલી લખેલું છે.” લોબો બોલી ઉઠયો. દેસાઈએ નજરો ઝૂકાવી દીધી. તેનો મતલબ ત્યાં હાજર હતા એ લોકો ન સમજે એટલા બેવકૂફ નહોતાં. મતલબ કે રક્ષા વિશે તેમનુ અનુમાન સાચું હતું. દેસાઈએ જ રક્ષાને મારી હતી. અભિમન્યુનાં જહેનમાં ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી. ભયંકર વેગથી તે દેસાઈ તરફ આગળ વધ્યો. તેની કસાયેલી બાજુઓનાં સ્નાયુઓ એકાએક તંગ બન્યો હતા અને મુઠ્ઠીઓ આપસમાં ભીડાઈ.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. આ