Jokar - 31 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 31

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 31

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 31
લેખક – મેર મેહુલ
બીજા દિવસે ફરીવાર હું અને બકુલ પોતાનો મનસૂબો કાયમ કરવા મળ્યા.આજે બકુલના પ્લાન પર ચાલવાનું હતું.બકુલ પોતાની સાથે કિલો તેલનું પાઉંચ લઈને આવ્યો હતો.
“આ તેલ શા માટે લાવ્યો”મેં પૂછ્યું.
“તું કંઈ પૂછ નહિ”તેણે કહ્યું, “તું 1 TBની હાર્ડડિસ્ક લાવ્યો?”
મેં બેગમાંથી હાર્ડડિસ્ક કાઢીને તેને આપી.તેણે મને એ તેનું પાઉંચ આપતાં કહ્યું, “હવે સાંભળ,બી.સી.પટેલને આજે પહેલો લેક્ચર નથી.એ પોતાની ઑફિસમાં જ રહેશે. હું હમણાં તેને ચા આપવા જઉં છું.તેમાં મેડિકલેથી લીધેલી આ દવા નાખીને એને આપી દઈશ.આ દવાથી તેનું પેટ ખરાબ થઈ જશે.એની ઓફિસથી નીચેનું બાથરૂમ નજીક પડે છે એટલે એ પ્રોફેસરના જે દાદરા છે ત્યાંથી બાથરૂમ જવા નીચેના ફ્લોર પર આવશે.એ જ સમયે પગથિયાં પર તારે આ તેલ ઢોળી દેવાનું છે.એ પંદર પગથિયાં સુધી ગબડતો રહેશે.દવાખાને લઈ જવો પડશે અને આપણે આરામથી પુરી તેની હાર્ડડિસ્ક કૉપી કરી લઈશું”
“કૉપી નહિ મૂવ કરવાની છે ડફોળ”મેં કહ્યું.
“તો લેપટોપ જ લઈ લઈએ તો?”બકુલે પૂછ્યું.
“ના,એમાં જોખમ છે.તું માત્ર એનો ડેટા લઈ આપ બસ”
“અને એ ઉપરનાં બીજાં ફ્લોરનાં છેડે બાથરૂમ છે ત્યાં ગયો તો?”મેં પૂછ્યું.
“મેં બધું વિચારી લીધું છે.”તેણે બેગમાંથી બીજું તેલનું પાઉંચ કાઢ્યું, “હું ચા આપીને બાથરૂમ પહેલાં જે પાળી છે તેની પાસે તેલ ઢોળી નાખીશ.સાલો પાળી કૂદીને મરી જાય”બકુલે હસતાં હસતાં કહ્યું.
“પ્લાન દેશી છે પણ કામ બની જશે એવું લાગે છે. તું એકસાથે બધી ગોળી ચામાં નાંખી દેજે,જલ્દી પેટ ખરાબ થશે”મેં કહ્યું.
“તું મારાં કૉલની રાહ જોજે.જ્યાં સુધી સ્ટુડન્ટસની અવરજવર શરૂ હશે ત્યાં સુધી આ કામ નહીં થાય.માટે પહેલો લેક્ચર શરૂ થાય પછી જ એક્શનમાં આવવાનું છે”
***
પહેલો લેક્ચર શરૂ થઈ ગયો.હું બહાર લોનમાં બેસીને બકુલના કૉલની રાહ જોતો હતો.મારાં વિચારો હાલ સ્થિર નહોતાં.કાલનો પ્લાન તો આસાન હતો.માત્ર થોડાં વીડિયોની જ ચોરી કરવાની હતી અને એ પણ કોઈ હિંસા વિના.પણ આજે…આજે પુરી ડિસ્કમાં ગાબડું પાડવાનું હતું.બી.સી.પટેલ લપસી ગયો અને તેને વધારે લાગ્યું તો? અને અમે પકડાય ગયાં તો?,ભૂલથી બીજો કોઈ વ્યક્તિ લપસી પડ્યો તો?
જોતજોતામાં અમે મોટું મોટું જોખમ ખેડી લીધું હતું.પણ જોખમ જેટલું મોટું તેનું પરિણામ પણ એટલું સારું આવે.સદનસીબે બે દિવસ પહેલાં જ ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે કોલેજના બધાં કેમેરા બંધ થઈ ગયાં હતાં.
લેક્ચર શરૂ થયાની દસ મિનિટ પછી બકુલનો કૉલ આવ્યો.તેણે પોતાનું કામ કરી દીધું હતું.હવે મારી ટર્ન હતી.મારું હૃદય જોરજોરથી ધડકતું હતું પણ હું સ્વસ્થ દેખાઉં એ જરૂરી હતું.હું ઝડપથી ઉપરના ફ્લોર પર ગયો.ગનીમત એ રહી કે લોબીમાં કોઈ નહોતું.મેં ઝડપથી પાઉંચ ખોલી બધું તેલ પહેલાં બે પગથિયાં પર ઢોળી દીધું અને દોડીને ફરી લોનમાં આવી ગયો.બેગ ખોલી,એક બુક કાઢી વાંચવાનો ઢોંગ કરવા લાગ્યો.
એટલામાં બકુલનો ફોન આવ્યો.
“કામ થઈ ગયું?”બકુલે પૂછ્યું.
“હા, હું લોનમાં આવીને બેસી ગયો છું, તું ક્યાં છે?”મેં પૂછ્યું.
“હું કામ પતાવીને પગથિયાં પાસેના પંદર નંબરના રૂમમાં આવીને બારણાં પાછળ છુપાઈને ઉભો છું.પ્રોફેસર થોડીવારમાં જ બહાર આવશે.જેવો એ ગબડે તું આપણાં દાદરા ચડીને ઉપર આવી જજે”બકુલે કહ્યું, “એ આવે છે, બહાર નીકળ્યો પેટ પકડીને”
“કંઈ તરફ જાય છે એ?”મેં આતુરતાથી પૂછ્યું.
“હજી લોબીમાં જ ચાલ્યો આવે છે”બકુલે કહ્યું, “નીચેનાં બાથરૂમ તરફ વળ્યો એ નીચેનાં બાથરૂમ તરફ”બકુલ એક્સાઇટમેન્ટ સાથે બોલ્યો.
“એ.એ..એ..ગયો”બકુલે હસીને કહ્યું.મને પણ બી.સી.પટેલની ચીખ સંભળાય.એ ગબડતો ગબડતો નીચે આવ્યો.
ફોન કાપીને હું દોડવા લાગ્યો.બી.સી.પટેલ પાસે પહોંચ્યો અને તેને પકડીને જોરજોરથી ‘હેલ્પ’ની રાડો પાડવા લાગ્યો.
મેં બકુલને નહોતું જણાવ્યું પણ આ મારો બેકઅપ પ્લાન હતો.ના કરે અને નારાયણ કોઈ પ્રોબ્લેમ થાય તો હું આ ઘટના સમયે અહીંયા જ હતો અને મદદ પણ કરી હતી એવું કહેવા થાય.
થોડીવારમાં પ્રૉ.રાવળ બાથરૂમ તફરથી દોડી આવ્યા.
“શું થયું?”તેણે પૂછ્યું.
“પ્રોફેસર પગથિયાં ચુકી ગયાં લાગે છે. ગબડતા ગબડતા નીચે આવ્યા.તમે જલ્દીથી એમ્બ્યુલન્સને ફોન કરો”મેં કહ્યું.ધીમે ધીમે ટોળું વળતું જતું હતો.મોકો જોઈ મેં બી.સી.પટેલનું માથું બીજાના ખોળામાં આપી દીધું અને ત્યાંથી નીકળી ગયો.
“ક્યાં રહી ગયો હતો?”હું બકુલ પાસે પહોંચ્યો એટલે તેણે પૂછ્યું.
“ક્યાંય નહીં,ચાલ જલ્દી હવે કામ પટાવીએ”કહી અમે બંને બી.સી.પટેલના રૂમ તરફ દોડ્યા.પુરી કોલેજ તો નીચે ભેગી થઈ હતી એટલે ઉપર કોઈ નહોતું.
અમે બંને બી.સી.પટેલની ઑફિસમાં પહોંચ્યા.આજે અમારા નસીબ જોર કરતાં હતાં.લેપટોપ ટેબલ પર જ પડ્યું હતું અને એ પણ ઑન હતું.બકુલે ઉતાવળેથી હાર્ડડિસ્કનો કેબલ યુએસબી પોર્ટમાં લગાવ્યો.ફાઇલ ખોલી.એક એક ડ્રાઇવ કટ કરીને પેસ્ટ કરવા લાગ્યો.
“તું બારણાં પાસે ઉભો રહે,કોઈ આવે તો ઈશારો કરજે”બકુલે કહ્યું.હું દોડીને બારણાં પાસે જઈ ડોકિયું કરીને ઉભો રહ્યો.પૂરાં ત્રણસો GBના ડેટા મૂવ કરવાના હતા એટલે સમય લાગે એમ હતો.પંદર મિનિટ જેટલી થઈ હશે ત્યાં કોઈની આહટ મને સંભળાય.મેં બકુલને અવાજ આપી ઈશારો કર્યો.તેણે ડિસ્ક ટેબલ નીચે છુપાવી દીધી અને કબાટ પાછળ જઈ છુપાઈ ગયો.હું પણ દરવાજો બંધ કરી બીજા કબાટની ઓથ લઈ છુપાઈ ગયો.
દસ સેકેન્ડમાં જ દરવાજો ખુલ્યો.કોઈ છોકરીના પગ ટેબલ તરફ આગળ વધતા હતા.અમારાં આશ્ચર્યની વચ્ચે તેણે ‘બકુલ અને મારું નામ’ લીધું.
“ઓહ…શેફાલી.તે તો અમને ડરાવી જ દીધા”બહાર નીકળતાં મેં કહ્યું.
“બચાવી લીધાં એમ કહે”શેફાલીએ હસીને કહ્યું, “આટલાં પગથિયાં ગબડયો તો પણ હજી લેપટોપ નહિ ભુલ્યો.કોઈને લેપટોપ બંધ કરવા મોકલતો હતો.એ તો હું ત્યાં હાજર હતી એટલે બાજી સંભાળી લીધી. નહિતર તમે બંને તો ગયાં જ હતા”
“હાહા,લેપટોપ તો બંધ થશે જ.પણ આપણું કામ થઈ જાય પછી”મેં પણ હસીને કહ્યું, “અને અમને બચાવવા માટે ખૂબ ખૂબ આભાર તારો”
“હવે જલ્દી કરો.એમ્બ્યુલન્સ આવે જ છે.થોડીવારમાં ભીડ વિખાય જશે”શેફાલીએ કહ્યું.
“હા બસ 80% થઈ ગયું”બકુલે કહ્યું.
“સારો પ્લાન હતો તારો બકુલ,ગુડ જોબ”શેફાલીએ કહ્યું.બકુલે તેની સામે જોઈ સ્મિત કર્યું.બંને વચ્ચે હકીકતમાં વાત બનતી હતી એવું મને લાગ્યું.
“ચાલો ચાલો જાલ્ફી ભાગો”બકુલે લેપટોપ બંધ કરીને કહ્યું.અમે ત્રણેય ઓફીસમાંથી નીકળી ગયા.
હું સ્વીકારી નહોતો શકતો, અમે સફળ થઇ ગયાં હતાં.બી.સી.પટેલના લેપટોપનો પૂરો ડેટા અમારાં હાથમાં હતો.એનો ભાંડો તો હવે ફૂટવાનો જ હતો.સાથે તેને સાથ આપી રહેલાં લોકોની પણ ખેર નહિ હવે.કોલેજમાં તો બધા હવસખોરો સંત બનીને ફરતાં હતા.હવે તેઓના ચહેરા પરથી નકાબ હટવાનું હતું.સત્ય બહાર આવવાનું હતું.અમારી આ કોશીશથી ઘણીબધી એવી છોકરીઓ બચી જવાની હતી જે આગળ જતાં પ્રોફેસરનો શિકાર થવાની હતી.સાથે જેને પ્રોફેસરોએ બ્લેકમેઇલ કરી હતી તેઓને પણ ઇન્સાફ મળવાનો હતો.
અમે સૌ ખુશ હતાં સાથે ડિસ્કમાં જરૂરી ડેટા છે કે નહીં એ જાણવા પણ આતુર હતા.બકુલે એ હાર્ડડિસ્ક નિધીને આપતાં કહ્યું, “આજે જ ઘરે જઈ ડેટા ચેક કરી લેજે,સાંજે સાત વાગ્યે આપણે સૌ ડેરીડોનમાં મળીશું અને આગળ શું કરવું તેની ચર્ચા કરીશું”
શું હશે એ હાર્ડડિસ્કમાં?
(ક્રમશઃ)
જૈનીત અને તેની ટીમે હેમખેમ કરીને ડેટા ચોરી લીધો હતો. હવે એ જ સવાલ છે કે શું હશે એ ડિસ્કમાં?,જરૂરી ડેટા મળશે કે આ લોકોની મહેનત પર પાણી ફરી જશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226