Jokar - 32 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 32

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 32

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ - 32
લેખક – મેર મેહુલ
અમે લોકો ડેરીડોનમાં હતાં. કૉફી પતાવી નિધિ ડિસ્કમાં શું છે એ જણાવી રહી હતી.
“બી.સી.પટેલ ખૂબ જ શાણો વ્યક્તિ છે.તેણે ડેટા એવી રીતે છુપાવીને રાખ્યો હતો જેથી કોઈને મળે નહીં.મેં બધા ફોલ્ડર ખોળી કાઢ્યા પણ કોઈ વીડિયો ના મળ્યો.પછી જ્યારે મેં ડેસ્ક પર ફેમેલી ફોટોનું ફોલ્ડર ખોલ્યું ત્યારે તેમાં ઘણીબધી ફાઈલો મળી.તેણે બધી છોકરીઓના નામ પ્રમાણે ફોલ્ડર બનાવી રાખ્યા છે.”નિધીએ કહ્યું.
“આપણાં માટે સારી વાત એ છે કે ફોલ્ડરમાં નામ સાથે બધી જ છોકરીઓની માહિતી અને કોન્ટેક નંબર છે.આપણે તેઓનો સંપર્ક કરી શકીશું.પણ પ્રોબ્લેમ એ છે કે વીડિયોમાં માત્ર છોકરીઓના જ ચહેરા દેખાય છે.બધા વીડિયોમાં પુરુષના ચહેરા જોકરના માસ્કથી છુપાવી લીધેલા છે અને આ વીડિયો માત્ર બી.સી.પટેલના નથી.ઘણાં બધાં લોકો આમાં શામેલ છે”
“તો આપણે કેવી રીતે એ લોકોને શોધીશું?”શેફાલીએ પૂછ્યું.
“ઝાડનું મૂળ જ આપણાં હાથમાં છે”મેં કહ્યું, “તેની ડાળીઓ સુધી એ જ આપણને પહોંચાડશે”
“તારો ઈશારો બી.સી.પટેલ તરફ છે?”નિધીએ પૂછ્યું.
“હા, આપણે કોઈ પણ સંજોગોમાં એની પાસેથી માહિતી મેળવી લઈશું અને બધાને એક્સપોઝ કરીશું”મેં કહ્યું.
“હું કંઈક બોલું?”બકુલે મોં ખોલ્યું, “ તમે લોકો ભૂલી રહ્યા છો કે આપણી કૉલેજમાં પચીસેક પુરુષ પ્રોફેસર છે.આપણી પાસે તેઓની જાસૂસી કરવાનો મોકો છે.મને પૂરેપૂરી શંકા છે,અડધાથી વધુ લોકો આમાં શામેલ હોવા જોઈએ”
“તો એક કામ કરીએ”મેં કહ્યું, “બકુલ અને શેફાલી બીજા પ્રોફેસરો પર નજર રાખશે.જરૂર જણાય ત્યાં સાવધાની પૂર્વક બીજાની મદદ લેશે.હું ડિસ્કના ડેટાને ચૅક કરીને તેનાં પર કામ કરીશ.નિધિ બધી છોકરીઓનો કોન્ટેકટ કરી બની શકે એટલાં બી.સી.પટેલ વિરુદ્ધ સબુત ભેગાં કરશે.નિધિ તે પેલાં વીડિયો તારી ડિસ્કમાં લઈ લીધાં છે ને?”
“હા,એ મારાં લેપટોપમાં સલામત છે”નિધીએ કહ્યું.
“એક કામ કરજે,તેની એક કૉપી પેન્ડ્રાઇવમાં લઇ સેફ જગ્યાએ છુપાવી દેજે.ભૂલથી ડિસ્ક કરપ્ટ થઈ જાય તો માહિતી કામમાં લાગે”
“ઘરે જઈ પહેલું કામ એ કરીશ હું”નિધીએ કહ્યું.
“તો આપણે એક મહિનામાં કૉલેજમાં ચાલતાં આ રેકેટને એક્સપોઝ કરીશું.કોણે કર્યું શા માટે કર્યું એ કોઈને જાણ નહિ થાય.બરાબર?”મેં ઉત્સાહ સાથે કહ્યું.
“બરાબર છે”સૌ એકસાથે બોલ્યા.
“તો અમે નીકળીએ,શેફાલીને હોસ્ટેલ છોડવા જવાની છે”બકુલે કહ્યું.
મેં નિધિ સામે જોયું.એ પણ મારી સામે જોઇને હસતી હતી.અમે બંનેએ સાથે ડોકું ધુણાવ્યું.એ બંને પણ થોડાં શરમાણાં અને નીકળી ગયાં.
“ચાલ આપણે પણ નીકળીએ”મેં બિલ ચૂકવતાં કહ્યું.
“મેં ડિસ્કની થોડી વાતો છુપાવેલી છે”નિધીએ કહ્યું, “માત્ર તને જ કહેવા જેવી હતી”
“આપણે બહાર જઈને વાત કરીએ”કહેતા હું ઉભો થયો.મારી વાત સમજી એ પણ મારી સાથે બહાર નીકળી. અમે શાંતિથી વાત કરી શકીએ એ માટે હું નિધીને લેક ગાર્ડન લઈ ગયો.મારે પણ નિધીને એક મહત્વની વાત કરવાની હતી.
અંદર પ્રેવશી અમે સારી જગ્યા શોધી બેસી ગયા.અહીં અમારે કોઈ રોમાન્સ નહોતો કરવાનો.આજુબાજુમાં ફેમેલીઓ બેઠી હતી,બાળકો રમી રહ્યા હતા એટલે મને સભ્યતા જળવાય રહે એટલું અંતર રાખ્યું હતું.
“શું કહેતી હતી બોલ હવે”મેં પૂછ્યું.
“અરે પેલી ડિસ્કમાં એવા પણ વીડિયો છે જે તારે જોવા જોઈએ”નિધીએ કહ્યું.શું કહેતી હતી એ?,મારે બીજી છોકરીઓના અશ્લીલ વીડિયો જોવાના હતા?
“ભાનમાં તો છે ને તું?” મેં કહ્યું, “અમે એવા વીડિયો ના જોઈ શકીએ એ માટે જ તો તને આપ્યા હતા”
“હું ભાનમાં છું અને બધું સમજુ છું પણ થોડાં એવા પણ વીડિયો છે જે અમે ના જોઈ શકીએ.એ તમારે જ જોવા જોઈએ”નિધી રહસ્યમય રીતે હસી રહી હતી.હું સમજી ગયો.મને પણ હસવું આવી ગયું.
“ગૅયના પણ વિડીયો છે?” મેં હસીને પૂછ્યું.
“શોખ શોખની વાત છે”નિધીએ હસીને કહ્યું.
“અને બીજી વાત”નિધીએ બીજી જ સેકેન્ડે ગંભીર થઈ ગઈ, “એમાં શેફાલીનો પણ વીડિયો હતો.મેં ડીલીટ કરી દીધો”
“સારું કર્યુ”મેં કહ્યું, હું નિધિની આ જ સમજદારી પર આફરીન હતો.
“તું મને અહીંયા કેમ લઈ આવ્યો?”નિધિએ પૂછ્યું.
“કાલે ઘરેથી ફોન હતો.”મેં કહ્યું.
“કેમ તારી બડી અને બાપુ? બધું કુશળમંગલ છે ને?”નિધીએ પૂછ્યું.
“બધું કુશળમંગલ છે અને એક ખુશીની વાત પણ છે.તારા પપ્પા સાથે મારાં બાપુની વાત થઈ હતી.હું સુરતમાં છું એ વાત તારાં પપ્પાને ખબર પડી એટલે તેઓએ મને ઘરે આવવા આમંત્રણ આપ્યું છે.થોડાં દિવસોમાં હું તારાં ઘરે આવીશ”મેં આનંદિત થઈ કહ્યું.
“શું વાત કરે છે?,તારા નસીબ જોર કરે છે હા”નિધીએ મને ઘૂંટણ પર મુક્કો મારીને કહ્યું.
“આપણાં નસીબ”મેં કહ્યું.
“તો ચાલો ઘરે આવવાની તૈયારી કરો જમાઇરાજા,અમે રાહ જોઈએ છીએ”નિધીએ મારી ખેંચતાં કહ્યું.
“શું તૈયારી કરું?,નર્વસ છું.કેવી રીતે ફેસ કરીશ અંકલને?”મેં કહ્યું.
“એમાં શું?,એને થોડી ખબર છે કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ.તારે નોર્મલ બનીને જ વાત કરવાની છે.બે વર્ષ પછી મળ્યો હોય એવી રીતે”નિધીએ મને સમજાવતાં કહ્યું.એને કોણ સમજાવે કે ભવિષ્યના સસુર સામે કેવી રીતે નોર્મલ રહી શકાય?
“બે દિવસમાં વિચારીને આવું છું,ત્યાં સુધીમાં આ હાર્ડડિસ્ક ચેક કરી લઈશ”મેં કહ્યું.
“તને જેમ યોગ્ય લાગે”નિધીએ કહ્યું, “મને છોડી જા હવે નહીંતર પાપાનો કૉલ આવશે,તે દિવસની જેમ”
“હા ચાલ ઉતારી જાઉં”ઉભા થતાં મેં કહ્યું, “મારે પણ ડિસ્ક પર કામ કરવું છે”
***
નિધીને ઘર પાસે ઉતારી હું ઘરે આવ્યો.ફ્રેશ થઈ લેપટોપ ખોલી બેસી ગયો.
“ભાઈ પહેલાં જમી લે”કૃતિએ રૂમમાં આવીને કહ્યું.
“હું જરૂરી કામ કરૂં છું, મારે મોડું થશે.તમે લોકો જમી લો”મેં કહ્યું. એ ચાલી ગઈ એટલે મેં ડિસ્ક કનેક્ટ કરી ફાઇલ ખોલી.નિધીએ ગૅયના નામથી જુદું ફોલ્ડર બનાવી રાખ્યું હતું.મેં ઓપન કરીને એ લોકોની માહિતી તપાસી.વીડિયો જોવાનો તો સવાલ જ નહોતો.એવા વીડિયો કોણ જુએ?
એ ફોલ્ડરમાં આઠ વીડિયો હતા જેમાંથી બે છોકરાં હજી અમારી કોલેજમાં ભણતાં હતા અને બાકીના છ છોકરાઓ કૉલેજ પુરી કરી જતાં રહ્યાં હતાં.
મેં બીજી ફાઈલો ખોલી.એક ‘માલ-સ્ટોક’ નામે ફોલ્ડર હતું.મેં ઓપન કર્યું તો મારાં હોશ જ ઊડી ગયાં. તેમાં પણ નિધીએ કહ્યું એમ છોકરીઓના નામે ફોલ્ડર બનાવેલા હતા.બસ એક વાત જુદી હતી.અહીં નામ પહેલાં ક્રમ આપેલો હતો અને સાથે કિંમત કરીને બાજુમાં આંકડા દર્શાવ્યા હતા. બધાં જ ફોલ્ડરમાં એ છોકરીઓના બે-બે ફોટા હતા.એક ફોટો કપડાં પહેરેલો,મોર્ડન દેખાતી હોય એવો અને બીજો નગ્ન.મને ધીમે ધીમે વાત સમજાય રહી હતી.
બી.સી.પટેલ માત્ર હવસ શમાવવા જ છોકરીઓને બ્લેકમેઇલ નહોતો કરતો.એ શરીરનો વ્યાપાર પણ કરતો હતો.છોકરીઓને બ્લેકમેઇલ કરી એ હવસખોરો પાસે મોકલતો.
મેં ફરી ફોલ્ડર બદલ્યું, ‘માલ-સ્ટોક’ પછી ‘કસ્ટમર’નું ફોલ્ડર હતું.મતલબ આ ફોલ્ડરમાં જે માહિતી હતી,બી.સી.પટેલ એ લોકો પાસે છોકરીઓ મોકલતો હશે.
મારી ધારણા સાચી ઠરી.અહીંયા લાંબી લાઇન લાગી હતી.મેં ઓલ સિલેક્ટ કરીને આઈટમ જોઈ તો 745 ફોલ્ડર હતા.ફોલ્ડર વ્યક્તિના નામે જ સેવ હતા. ‘રાહુલ 07’ નામનું ફોલ્ડર મેં ખોલ્યું તો તેમાં એક છોકરાનો ફોટો,એક નોટપેડ ફાઇલ અને એક્સેલ ફાઇલ હતી.મેં નોટપેડ ફાઇલ ખોલી.તેમાં રાહુલનું પૂરું નામ,સરનામું અને મોબાઈલ નંબર હતો.મને આ કામની વસ્તુ લાગી.
નોટપેડ બંધ કરી મેં એક્સેલ ફાઇલ ખોલી.એમાં જે ડેટા હતો એ તો વધુ ચોંકાવનારો હતો.તેમાં તારીખ સહિત રાહુલના સરનામાં પર મોકલેલી છોકરીઓની માહિતી હતી.જાણવા જેવી વાત તો એ હતી કે અહીં કોઈ છોકરીનું નામ નહોતું.માત્ર એક આંકડો હતો અને બાજુમાં કિંમત લખેલી હતી.રાહુલે જેટલીવાર એ છોકરીને બોલાવી હતી એને કિંમત વડે ગુણી લેણી નીકળતી રકમ લખેલી હતી.મારી નજર ટોટલ પર ગઈ.બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા.
માત્ર એક વ્યક્તિ પાસેથી એ આટલાં રૂપિયા પડાવી ચુક્યો હતો.હું ફરી ‘કસ્ટમર’ની લિસ્ટવાળા ફોલ્ડરમાં આવી ગયો અને બધાના નામ વાંચવા લાગ્યો.
નામ વાંચતા વાંચતા મારી નજર થોડાં એવા નામો પર પડી જેને હું ઓળખતો હતો.મારાં તો હોશ જ ઊડી ગયા,મગજ ચક્કર ખાય ગયું.આ માહિતી સુરતની સુરત બદલવા સક્ષમ હતી એટલું હું જાણી ગયો હતો.
(ક્રમશઃ)
શું હશે એ ડેટામાં?,જૈનીતના હાથમાં શું લાગ્યું હતું?,જૈનીત બધાને એક્સપોઝ કરી શકશે કે પોતે જ મુસીબતમાં ફસાય જશે?,જૈનીત અને નિધિ ક્યાં કારણથી જુદાં પડ્યા હશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226