Bas ek ghersamaj in Gujarati Moral Stories by KRUNAL books and stories PDF | બસ એક ગેરસમજણ

The Author
Featured Books
Categories
Share

બસ એક ગેરસમજણ



સ્ક્રીન નંબર:-૧


અમદાવાદમાં એક પાર્ટી પ્લોટ માં દિવ્ય જાની અને દ્રષ્ટી મહેતા નો લગ્ન સમારંભ ચાલી રહ્યો છે. એક બાજુ ડી.જે ની ધૂન પર નાચતા ગાતા જાન લગ્ન મંડપમાં પહોંચી છે તો બીજી બાજુ સ્ટેજ ઉપર થી લગ્ન ગીતો ગાઈને જાનૈયાઓ નું સ્વાગત થઇ રહ્યુ છે.


ધીરે ધીરે સહુ પોત પોતાની જગ્યા પર ગોઠવાઈ રહયા છે. વર-વધુ ને ગોર મહારાજ લગ્ન વિધિ કરાવી રહયા છે મહેમાનો સ્વાદિષ્ટ ભોજન સાથે બનારસી પાન અને આઈસક્રીમ ની મજા માણી રહ્યા હતાં. થોડા સમય પછી સહુ કોઈ વિખેરાઈ ગયા અને છેલ્લે રહી ગયા જાની અને મહેતા પરિવાર.
બે ત્રણ મહિના ની દોડ ધામ પછી આજે પ્રસંગ પત્યા પછી જાણે બધા ના શરીર થાકીને લોથપોથ થઈ ગયા હતા.








સ્ક્રીન નંબર:-૨


અમદાવાદના એક પોશ એરિયા મા મોટા બંગલામાં રહેતા દિવ્ય જાની ના ઘરેથી થોડા કેટલાંક દિવસ થી ઘર કલેશ ના અવાજો સંભાળતા હતા. હવે પડોશીઓ પણ ટેવાઈ ગયા હતા.

ઘર ની અંદર હિંચકા પર બેસી ઝુલતા દિવ્ય ના મમ્મી શાંતાબેન દ્રષ્ટી ને કહી રહયા હતા " તમારે લોકોએ શું કરવું છે, એજ નથી સમજાતું. લગ્ન ને હજી વર્ષ થયું છે ત્યા તમારે અલગ થઈ જવું છે. અમે તને કંઈ દુઃખ આપીએ છીએ??? "
દ્રષ્ટી સામે જોયા વગર જ જવાબ આપે છે "અમે અલગ નથી થઈ રહયા, બસ નવો ફલેટ લીધો છે. બાકી તમારા દિકરા ને ખબર ".

સાંજે દિવ્ય જેવો ઘરે આવ્યો કે શાંતાબેને આખાય દિવસ ની રામાયણ અને મહાભારત સંભળાવી દીધું. અને રડતા રડતા બોલ્યા કે " મારો એકનો એક દિકરો હતો ,તું પણ વહુના આવયા પછી બદલાઈ ગયો છે. મને છોડીને તમારે અલગ થઈ જવું છે, સ્વતંત્ર જીંદગી જીવી છે. અમે કયા કોઈ રોકટોક કરીએ છીએ. "

દિવ્ય ઠંડુ પાણી પીવે છે મમ્મી પાસે બેસીને સમજાવવાની કોશિશ કરે છે " જો મમ્મી અમે અલગ મકાન લીધું એનો મતલબ એ નથી કે અમે અલગ થઈ ગયા. હા અમે સ્વતંત્ર રીતે પોતાની જિંદગી ના દરેક પડાવ પાર કરવા માંગીએ છીએ. પણ તમને તરછોડી નથી દેવાના. "

શાંતા બેન રડતા રડતા કહેછે ...
" પણ આટલો મોટો બંગલો શું કામ નો ....? "

દિવ્ય શાંતા બેન ની વાત કાપતા વચ્ચે જ બોલી ઉઠ્યો
" જો મમ્મી અત્યારે હું અને દ્રષ્ટી બંને જોબ કરીએ છીએ. ઓફિસ ના કારણે ઘરમાં નાની મોટી ગેરસમજણ થાય છે. હું નથી ઈચ્છતો કે આગળ જતા આ મતભેદ મનભેદ થાય. "

" મમ્મી સાથે રહીને જો મનથી દૂર થઈ જવા કરતા તો સારું છેકે થોડા દૂર રહીને એકમન બની સાથે રહેવું "


શાંતા બેન રડતી આંખો લૂછતાં બોલ્યા "હા દીકરા તારી વાત સાચી છે,મારી જ બસ એક ગેરસમજણ થઈ હતી. પણ તું તો પહેલા આટલો સમજદાર નહતો. ક્યાંથી શીખીયો ભાઈ "

પછી હસ્તા હસ્તા બોલ્યા " આ સમજ લગ્ન પછી જ આવી છે, તું શુ કહે છે ,દ્રષ્ટી મારી એક શરતે જ જવા દઈશ કે દર રવિવારે તમારે અહિયા મારી સાથે જ જમવાનું બોલો છે મંજૂર ? ”

બધા એક સાથે હસી પડે છે. ..

દ્રષ્ટી બધા ને માટે જમવાનું તૈયાર કરે છે. બધા સુખે થી જમતા જમતા આગળ નું પ્લાનીંગ કરે છે.

સૌની ગેરસમજણ દૂર થઈ શકે છે બસ જરૂર છે તો મોકળા મને ખુલ્લી ને એક બીજા ને સામે બેસીને વાત કરવાની.....


✍🏻 કૃણાલ મેવાડા