pratixa prem ni in Gujarati Love Stories by ઝંખના books and stories PDF | પ્રતીક્ષા પ્રેમ ની

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

પ્રતીક્ષા પ્રેમ ની

" હેલો !!મીરા માય સ્વીટ હાર્ટ શું કરે છે ???";.શ્યામ ના ફોન થી મીરા ની તંદ્રા તૂટી ."કઈ નહીં બસ એમજ ફ્રી થઈને બેઠી "!!મીરા એ જવાબ આપ્યો.અને મારા સ્વીટ છોકરાઓ "એ બંને સુઈ ગયા છે .શ્યામ ના વળતા સવાલ નો મીરાં એ જવાબ આપ્યો .ઓકે ડાર્લિંગ સાંજે ફટાફટ છોકરાઓ ને હોમવર્ક કરાવી લેજે સાંજે મૂવી જોવા જવું છે .ને ડીનર પણ સાથે લઈશુ આપણે બે ને આપણા છોકરાઓ .ઓકે બાય .
આટલું કહી શ્યામે ફોન કટ કર્યો ...
શ્યામ નો આ અંદાજ મીરા ને હંમેશા થી ખટકતો રહ્યો ...શ્યામ ના લાખ પ્રયત્નો પછી પણ મીરા એની ઉદાસી ભરી ક્ષણો માંથી ક્યારેય બહાર આવીજ ના શકી કે કદાચ એ બહાર આવવવા જ માંગતી નહતી .એ પોતાની જાત ને એજ જૂનો ભૂતકાળ યાદ અપાવીને પોતાના જ દિલ પર ઉઝરડા પડ્યા કરતી ને શ્યામ ને ક્યારેય કોઈ ચોક્કસ મોકો જ આપતી નહિ કે એ એના જખ્મો પર મલમ લગાવીને એને રાહત આપી શકે .....
રાધા , શ્યામ અને મીરા ની કોમન મિત્ર હતી .એ ત્રણેય સ્કૂલ ના સમય થી સાથે હતા .અને રાધા શ્યામ ને એક તરફી પ્રેમ પણ કરતી પણ એ વાત ની આજ સુધી શ્યામ કે મિરાને ખબર સુધ્ધાં પાડવા દીધી નહિ .અને પડશે પણ નહિ એવો એને પોતાના પર અતૂટ વિશ્વાસ હતો .એ મીરા ને હમેંશા સમજાવતી કે ,"પ્લીસ મીરા એકવાર તો શ્યામ ને તારી નજીક આવવા દે આટલા વરસો સુધી કોઈ રાહ ના જોવે ."
મીરા આમ તો સાવ સામાન્ય છોકરી હતી .વિદ્યા સાગર એના પિતા અને માતા નું નામ કાશીબાઈ .ઉચ્ચકુળ ના બ્રાહ્મણ પરિવાર માં ખુબજ લાડ કોડ પણ રૂઢિચુસ્ત રીતે ઉછરેલી મીરા બાળપણ થી જ છોકરાઓ થી દૂર રહેતી ને થોડી અંતર્મુખી પણ ખરી એટલે જલ્દી કોઈની સાથે ભળતી નહિ .પાંચ વર્ષ ની ઉંમરે માતા નું અવસાન થતા વિદ્યાસાગરએ બીજા લગ્ન ના કરતા દીકરી ને ઉછેરવાની જવાબદારી ઉપાડી એકલા હાથે .સારું ભણતર ને સારા સંસ્કાર સાથે એક સારા પિતા બનવાની સંપૂર્ણ જવાબદારી નિભાવી પણ ખરી .આ બધું એકલા હાથે કરવામાં વિદ્યાસાગર ને સમાજ ના ઘણા બધા અવરોધો નો સામનો પણ કરવો પડ્યો .અને હવે સમય આવ્યો માં વગર ની દીકરી ને પરણાવીને સાસરે વળાવવાનો ને સારા ઘર માં વિદાઈ આપવાનો .

********
સમાજ ના આગેવાનો ને વાત કરીને એક ખુબજ સારા સંસ્કારી ને પૈસે ટકે સુખી એવા પ્રેમ ના પરિવાર સાથે મળીને બધું નક્કી કરીને પ્રેમ સાથે વિદ્યાસાગરે મીરા ને પરણાવી .બધું સામું સુતરું પાર પડે તો જિંદગી શાને કહેવાય .એમજ લગ્ન ના થોડાજ સમય માં મીરા ના સાસુ સસરા નો સ્વર્ગવાસ થયો .વારા ફરતી માતા પિતા ને ગુમાવવા ને કારણે પ્રેમ થોડો વિચલિત થઇ ઉઠ્યો .થોડા જ સમય માં પ્રેમ એ મીરાંને કહ્યું ,"મીરા અહીંયા આપણે માબાપ વિના ના થઇ ગયા ને ત્યાં તારા પિતા પણ સાવ જ એકલા નિરાધાર છે તો ચાલ આપણે ત્યાં એમની સાથે જઈને રહીયે ,આપણા માથે એમનો હાથ રહેશે ને એમને પણ રોજ રોજ જાતે રસોઈ બનવવા માંથી છુટકારો મળશે."

**************
વિદ્યા સાગર આમતો કઈ માને એવા હતા નહિ .પણ એ જ સમયે મીરા ના પેટ માં બાળક પણ હતું એટલે એ આવનાર બાળક ને દાદા નો પ્રેમ મળી રહે એવી પ્રેમ ની સમજાવટ થી પછી મીરા ના પિતા માની ગયા .દીકરી ને જમાઈ ને સાથે રાખવા માટે .આમજ દિવસો વીતતા ગયા ને મીરા પ્રેમ નો પ્રેમ ચરમ સીમા એ હતો .મીરા એ દીકરા ને જન્મ આપ્યો .એનું નામ રાખ્યું" કુંજ ".હવે મીરા ને એના પિતા નો સંપૂર્ણ સમય કુંજ ની પરવરીશ પાછળ પસાર થઇ જતો .હવે દાદાજી આખો દિવસ એમના ભાણેજ ને રમાડવા, ખવડાવવા તેડી ને બહાર ફરવા લઇ જવામાં પસાર કરતા .અને આમ હસતા રમતા કુંજ ત્રણ વર્ષ નો થઇ ગયો ને મીરા એ પ્રેમ ને ફરીથી સારા સમાચાર આપ્યા ને એ વખતે મીરા એ ફૂલ જેવી નાજુક કોમળ દીકરી ને જન્મ આપ્યો એનું નામ રાખ્યું "કિંજલ" .


મીરા ને પ્રેમ એકબીજા ને અઢળક પ્રેમ કરતા હતા .અને એ પ્રેમ ના સ્વરૂપ એમના ઘરે બે કુમળા ફૂલ અવતર્યા હતા .મીરા ના પિતા અને મીરા એ મળીને એ બાળકો ની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી હતી .અને પ્રેમ બસ એનો વ્યવસાવ વધારવા માટે આમ તેમ વિદેશ માં ફર્યા કરતો .અને મહિના માં કદાચ એક બે વખત જ મીરા ને બાળકો ને સમય આપી શકતો .પણ એ બંને નો પ્રેમ અદભુત ને અતૂટ રહ્યો .મીરા ક્યારેય પ્રેમ ને ફરિયાદ કરતી નહિ .બસ દરેક પરિસ્થિતિ સમજી ને પ્રેમ ને અને એના કામ ને અનુરૂપ થઇ જીવતી રહેતી .મીરા ને ક્યારેય પ્રેમ પ્રત્યે કે એના જીવન પ્રત્યે કોઈ ફરિયાદ હતી જ નહિ એતો બસ સરળ રીતે જીવ્યા કરતી .
**************


આમ ને આમ જીવતા જીવન માં ઈશ્વરે એક ખલેલ પાડી દીધી .ત્યારે કુંજ કાંઈક પાંચ વર્ષ નો ને કિંજલ બે જ વર્ષ ની હતી ને એક બીઝ્નેસ્સ મિટિંગ માં પ્રેમ ને યુરોપ જવાનું થયું અને એજ સમયે પ્લેન ક્રેઝ માં પ્રેમ નું અવસાન થયું .આ વાત મીરા માટે અને એના પિતા માટે બહુ જ અસહ્ય રહી .આ વાત પચાવવી ખુબજ અઘરી હતી .અને એ પણ એવી રીતે કે મીરા જેને અત્યંત પ્રેમ કરતી હતી એ પ્રેમ ને છેલ્લી ક્ષણો માં જોઈ પણ ના શકી .અને પ્રેમ એના બાળકો ને એક અંતિમ વાર માથે હાથ પણ ના ફેરવી શક્યો .અને પ્રેમ જે મીરા કરતાંય એના આત્મામાં વધારે જીવતો .પ્રેમ જે મીરાંને હસાવતો, ખુશ રાખતો એના આત્મા ની શાંતિ માટે એના અસ્થિઓ નું વિસર્જન પણ ના કરી શકી.પ્રેમ ના મૃત્યુ પછી મીરા સાવ જ સુંન મુન બની ગઈ .ના પોતાનું ધ્યાન આપે ના બાળકો નું .બસ એક ખૂણામાં બેસીને રડવું એજ એનું કામ થઇ પડ્યું .બસ જાણે જીવન જીવવાનું તો એ સાવ જ ભૂલી ગઈ હતી .અને આ બધી વાતો ની બાળકો પર ખુબજ ખરાબ અસર પડી રહી હતી .

*********

જોત જોતા માં એક વર્ષ વીતી ગયું હતું .અને મીરા ની ચિંતા માં વિદ્યા સાગર પણ સાવ ભાંગી પડ્યા હતા .હવે ધીમે ધીમે એમનું શરીર પણ એમનો સાથ આપતું ના હતું .પણ કહેવાય છે ને કે ,"ઈશ્વર નવ્વાણું દરવાજા બંધ કરે તો આશા ની એક બારી હંમેશા ખુલી રાખતો હોય છે".બસ એજ બારી માં નું કિરણ બનીને આવ્યો હતો શ્યામ .મીરા ની બાજુ માં જ રહેતો, એની સાથે એકજ ક્લાસ્સ માં ભણતો ,અને મીરાની સાથે રમીને તોફાન મસ્તી કરીને મોટો થયેલો શ્યામ ..શ્યામ એટલે મીરા નો આત્મા , શ્યામ એટલે મીરાના પિતા ની ઘડપણ ની લાકડી , શ્યામ એટલે મીરા ના બાળકો ના ચહેરા પર ની મુસ્કાન એમની રોજ ની ચોકલેટ, આઈસ્ક્રીમ .શ્યામ એટલે મીરા ના બાળકો નું ભણતર ,શ્યામ અંકલ આવે એટલે કુંજ અને કિંજલ ને મીરા ની પણ ક્યારેય જરૂરત પડે નહિ .

બીજુંએક વર્ષ વીતી ગયું. મીરાંને પોતાના બાળકો ને અને પોતાની જાત ને સાંભળતા .હવે ધીરે ધીરે મીરા જીવન ની હકીકતો ને સ્વીકારીને આગળ ચાલવા લાગી એ જોઈને વિદ્યા સાગરે રાહત નો શ્વાસ લીધો .અને ધીરે રહીને ને ને સમજાવટ ના સુરે કહ્યું ,"દીકરી તું હંમેશા થી મારી કહ્યાગરી દીકરી બનીને રહી છો .તે મારી સાચી ખોટી દરેક વાત ને હૃદય પૂર્વક સ્વીકરી છે .તો હું તને માત્ર એટલુંજ કહીશ કે શ્યામ સાથે લગ્ન કરીલે .તું અને તારા બાળકો બેય સચવાઈ જાસો .અને આ નિર્દયી દુનિયા માં તને જીવવાનો એક સહારો મળી રહેશે .બાકી હું તો રહ્યો ખર્યું પાન .ક્યારે ખરી પડું ખબર નહિ .એટલે વિનંતી છે કે મારી વાત નો વિચાર કરજે !"



થોડા દિવસ પછી આજ વાત શ્યામ ને કહી .ને શ્યામ તો બાળપણ થી જેની રાહ જોતોતો એ મળી ગયું .બસ મીરાંને માનવવવાની હતી .જોકે એ કાંઈ સરળ કામ હતું નહિ .પણ તોય મીરાંને શ્યામ ની કોમન મિત્ર રાધા ને બોલવી ને શ્યામે વિદ્યાસાગર કાકા એ કહેલી વાત કરી આમ તો રાધા પણ શ્યામ ને વરસો થી ચાહતી હતી જે આજ સુધી મીરા કે શ્યામ જાણી શક્ય નહિ .અને થોડી આનાકાની પછી મીરા ને એના પિતાની જીદ આગળ નમતું મૂકવું પડ્યું .અને શ્યામ સાથે કોર્ટ માં સહી કરીને લગ્ન કાર્ય .પણ મીરા ની થોડી શરતો હતી ....


એ પ્રમાણે હતી કે મીરાક્યારેય શ્યામ ના નામ નું સિંદૂર નહિ લગાવે .શ્યામ નો હક માત્ર બાળકો પ્રત્યે જ રહેશે મીરા ના જીવન પર કે એના શરીર પર શ્યામ નો કોઈ હક રહેશે નહિ .મીરાની લાગણીઓ પર કે પ્રેમ ની યાદો પર શ્યામ ની કોઈ રોકટોક હશે નહિ .એ બધી શરતો ની મંજૂરી પછી મીરાંએ શ્યામ ના હાથ હાથ માં હાથ રાખીને એની પાસે શરતો ના તોડવાનું વચન માંગ્યું ને શ્યામે આપી પણ દીધું

આમ ને આમ પાંચ વર્ષ વીતી ગયા .આજે કુંજ દસ વર્ષ નો ને કિંજલ સાત વર્ષ ની થઇ ગઈ .રાધા એના માતા પિતાએ શોધેલા મુરતિયા સાથે પરણાઈ ને એના પ્રેમ ની સીમાઓ સંકેલી ને સાસરે ચાલી ગઈ .અને આજે શ્યામ ને ઓફિસે માંથી પ્રમોશન મળવાની ખુશીમાં મીરા ને મુવી જોવાનું ને ડિનર સાથે લેવા માટે ફોન કર્યો પણ નામ જેનું મીરાં એના પ્રેમ ની યાદો માંથી એક ડગલુંય આગળ પાછળ ખસી નહિ ને હંમેશા આવી નાની નાની વાત માં શ્યામ ની લાગણીઓ ને ઠોકર મારતી જ રહી .અને આજે પણ એજ કરવા જઈ રહી હતી .વિચારતી હતી કે શ્યામ ને ફોન કરીને ના પડી દઉં .એટલા માં જ દરવાજા ની બેલ વાગી .મીરા એ જઈને જોયું તો રાધા નો પતિ હતો .માધવ .!!!!

" હેલો!!મીરાબેન હું માધવ શ્રીગોડ ".તમે કદાચ મને ઓળખશો નહિ .આપણે ક્યારેય મળ્યા પણ નથી .તો ઓળખવાનો પ્રશ્ન જ નથી .હા પણ હું ઓળખું છું .તમને ,વિદ્યાસાગર કાકા ને, શ્યામ ને અને તમારા બાળકો ને ..આવી ઓઉપચારિક વાતો કરીને માધવે કહ્યું હું," રાધા નો પતિ છું."આમ તો મારે અહીંયા આવવાનું એક ચોક્કસ કારણ છે .જો તમે થોડો સમય આપો તો વાત કરું મીરા એ કહ્યું," હા બોલોને શું વાત છે સ??

આમ કહી મીરાંએ માધવ ને બેસવા માટે ખુરસી આપી .માધવે વાત કરવાની શરુઆત કરી ,"મીરાબેન મારે તમારી પાસે કઈ જોતું નથી બસ થોડી ભીખ માંગવા આવ્યો છું!!!'અરે આ શું બોલો છો ?? માધવ ભાઈ 'બોલો શું વાત છે .જુઓ !!!!મીરાબેન તમને કદાચ ખબર હશે નહિ કે,, "શ્યામ તમને બાળપણ થી જ પ્રેમ કરતો હતો .અને રાધા શ્યામ ને પણ આ વાત આજ સુધી ના તમે સમજ્યા ના શ્યામ. તમે પ્રેમ માં ખોવાયેલા રહ્યા ને શ્યામ તમારા માં .પણ રાધા કે જે શ્યામ ને અનહદ પ્રેમ કરતી હતી એને હંમેશા તમને ને શ્યામ ને એક કરવા ના પ્રયત્નો જ કર્યા છે .શ્યામ ની યાદ માં ને યાદ માં એને પોતાનું ભાન જ રહ્યું નહિ .અને આજે રાધા કેન્સર જેવી મોટી બીમારી માં સપડાઈ ગઈ છે .અને હવે થોડા જ દિવસ ની મહેમાન છે મારી સાથે લગ્ન પછી થોડા જ સમય માં અમને એની બીમારી વિશે જાણ થઇ .પણ એ એટલી હદે વકરી ચૂક્યું હતું કે એનો કોઈ ઈલાજ શક્ય નથી ને હવે રાધા બસ મોત ના દિવસો ગણે છે

રાધા એ બસ મને માત્ર એટલુંજ કહેવા મોકલ્યો છે કે ,"હું તમને ને શ્યામ ને મલાવું .જુઓ!!!!મીરાબેન મૃત્યુ ની આરે પહોચેલું માણસ ખોટું બોલે નહિ .રાધા બાળપણ થીજ શ્યામ ને ચાહતી હતી .જેમ સાગર નો કે આભ નો કોઈ છેડો નથી એમ તમારા પ્રત્યે શ્યામ નો ને શ્યામ પ્રત્યે રાધા ના પ્રેમ નો કોઈ છેડો નથી "..મીરાબેન આવો ને આટલો કોઈ ફરિયાદ વગર નો પ્રેમ કોઈ કરી જ ના શકે .શ્યામ પળ પળ તડપે છે તમારા વગર તમે એક વાર તો એને મોકો આપો તમારી બાંધેલી સીમાઓ ની આસપાસ ભટકવાનો .તમારા હૃદય સુધી પહોચવાનો .એને પાંચ પાંચ વર્ષ કાઢી નાખ્યા એક ઉફ્ફ સુધ્ધાં ઉચ્ચાર્યા વગર .ને તમે એમની લાગણીઓ ને શું આમજ ઠોકર માર્યા કરો??
"શ્યામ તડપે છે તમને ખુશ રાખવા ખુશ જોવા માટે .તમારા બાળકો ને સદાય હસતા રાખવા માટે .શ્યામ તમારા વગર અધૂરો છે .અને રાધા શ્યામ વગર તમારા ત્રણેય નો પ્રેમ જોઈને તમને એક બીજા માટે ઝૂરતા જોઈને હું મારી જાત ને રોકી શક્યો નહિ ને અહીંયા આવી ચડ્યો.રાધા એ કહ્યું છે કે એની છેલ્લી ઈચ્છા પુરી કરવા અને શ્યામ એ કરેલી પ્રેમ ની પ્રતીક્ષા ના બદલ માં હવે તો એને એ સુખ મળવું જોઈએ જેના પર માત્ર ને માત્ર શ્યામ નો જ અધિકાર છે .અને તમે બંને સાથે મળીને શ્યામ ના નામનું સિંદૂર પૂરીને મારી રાધા ના અંતિમ સમય માં એની સામે હાજર રહો એવી એકજ મારી વિનંતી છે .તમારી પોતાની નહિ પણ મારી રાધા ની ઈચ્છા પુરી કરવા પ્લીઝ આટલું કરશો તો એની આત્મા ને શાંતિ મળશે.

માધવ ના ગયા પછી ઘણું વિચાર્યું મીરાંએ , "મેં આ શું અન્યાય કર્યો શ્યામ સાથે જે મારા શ્વાસે જીવતો એનાજ શ્વાસ તોડવા બેઠી છું હું? "!!
અને ફટાફટ છોકરાઓ ને જગાડીને તૈયાર કાર્ય અને પોતે પણ એક નવ પરણિત યુવતી ની જેમ સાજી ધજી ને પોતાની જાત ને અરીસા માં જોવા લાગી .શું આ જ મારુ સ્વરૂપ હતું જેનાથી હું દૂર ભાગ્ય કરતી .આ જોવા માટે શ્યામ આમ અધમુઓ થઈને હંમેશા ડાર્લિંગ ડાર્લિંગ કાર્ય કરતો .અને શ્યામ ઘરે આવ્યો તો એની સાથે સૌથી પહેલા રાધા ના ઘરે જઈને એની માફી માંગી .અને ખુબજ વલોપાત સાથે રાધા ને પોતાના જ ખોળા માં મીરા એ વિદાઈ આપી .
એમને આ રીતે જોઈને રાધા પણ ખુશી થી મૃત્યુ પામી સાકી બસ એને એ પ્રેમ મીરા માં મળી ગયો શ્યામ માટે જે," આજ સુધી કરતો હતો પ્રતીક્ષા પ્રેમ ની !!!"
અને રાધા ની વિદાઈ માં મીરા શ્યામ ને વળગીને રાધા ની અંતિમ ઈચ્છા શ્યામ ને ખુશ રાખવાનું વચન આપી રહી ..........