મંજુલા આમ તો નાની પણ સમજણ એનામા સાહીંઠવરસ ના માણસ ને શરમાવે એવી .
એટલે તો મોટી બેન ના લગન ની બધી તૈયારી એના માથે આવી આમ તો આજે એ ખુશ પણ બહુ હતી .કેમકે મોટી બેન ના લગ્ન પછી એ એની કોઈ પણ વસ્તુ માં ભાગ પડાવવા નઈ આવે પણ થોડી દુઃખી પણ હતી કેમકે એની વ્હાલી મોટી બેન એને છોડી ને જવાની હતી.અને હવે ખબર નઈ આવી તોફાન મસ્તી ફરીથી એની સાથે ક્યારે કરવા મળશે ." પણ એને જવાનું હતુજ અને પરિસ્થિતિ સાથે સમાધાન પણ કરવાનું હતું .એટલે બીજો કોઈ રસ્તો પણ હતો નઈ એટલે હસતા રડતા મોટી બેન ને વિદાઈ કરી દીધી" .પછી તો બસ બધા રીત રિવાજો ચાલ્યા ને નવા વર વધુ ને બધા ના ઘરે જમવા જવામાં દસ દિવસ ક્યાં વીતી ગયા એની ખબર પણ ના પડી .હવે સવિતા એના પિયર માં આવી ગઈ ને પાછી બેય બહેનો એમની મસ્તી માં લાગી ગઈ .માંડ મહિનો થયો હશે ત્યાં તો એક દિવસ સવાર સવાર માં સવિતા ઉઠીને તરત ઉલટી કરવા લાગી .એના દાદી દૂર ખાટલામાં સુતા આબધું જોઈ રહ્યા .એના મમ્મી દોડતા આવ્યા ને સવિતા નો હાથ પકડીને અંદર લઇ ગયા .દાદી પણ ઉઠીને આવ્યા બધા સવિતાની ફરતે ટોળું થઈગયા .ને જાત -જાત ની સલાહ સૂચન કરવાલાગ્યા .મંજુલા ને એનો નાનો ભાઈ તો હજુ સૂતાંહતાં .ત્યાં. આટલો અવાજ સાંભળીને એ પણ જાગી ગયા.મંજુ ના મગજ મા કાઈ ઉતર્યું નઈ એટલે એતો બાથરૂમ માં ચાલી ગઈ નાહવા માટે પછી બધાંને મોટીબેન ની સેવા કરતા જોઇને ગુસ્સે થઇ ગઈ .હા નવાઈ ના લગન કર્યા તે એની સેવા થાય ,અમારો કોઈ ભાવ નઈ પૂછે આમ બોલીને ગુસ્સા માં ચાલી ગઈ .થોડા દિવસ પછી સવિતા ના પતિ ને બોલાવી ને બધી વાત કરીને એમની જોડે મોકલી દીધી .જુનવાણી વિચારો માં બિચારી સવિતા નાની ઉંમરે માં બની ગઈ .જેની મંજુ ને પછીથી ખબર પડી હતી .ને રાજી ના રેડ થઇ ગઈ હતી .શ્રીમંત કરીને સવિતા ને પિયર તેડી લાવ્યા. પુરા નવ મહિને સવિતા એ એક ખુબ સુંદર અને તંદુરસ્ત દીકરા ને જન્મ આપ્યો .
આમ ને આમ થોડા મહિના વીતી ગયા .એ બાળક નું નામ મંજુ એ રાખ્યું જયેશ .જયેશ તો દિવસે ને રાત્રે મોટો થતો જતો હતો .સવિતા માત્ર અઢાર વર્ષ ની ઉંમરે એક વર્ષ દીકરા ની માં બની ગઈ હતી .આજે એનું અઢારમું પૂરું થઈને ઓગણીશ મુ વર્ષ બેઠું હતું .અને ફરીથી એની તબિયત ખરાબ થઇ ગઈ .ડોક્ટરે ફરીથી સારા સમાચાર હોવાના અણસાર આપ્યા .બધા ખુશ હતા .પણ સવિતા નું શરીર એનો સાથ આપતું નાતુ .કેમકે હજુ એની નાની ઉમર હતી .બીજા નવ મહિના પછી બીજો એક દીકરો સવિતા એ એના પતિ ને આપ્યો .એ થોડો જડ મગજ નો માણસ હતો .એને માટે સવિતા એક બાળક પેદા કરવા નું મશીન હતી .એને દર વર્ષે એક બાળક જોતું હતું જે મોટા થઈ ને એન રૂપિયા કમાઈ આપે .
આજ એની માનસિકતા એ આજે ત્રીજા વર્ષેત્રીજી વાર સવિતા ને ગર્ભવતી બનાવી દીધી .હવે સવિતાનું વીસમું પૂરું થવાનું હતું .પણ કોને ખબર કે આગળ ના વરસો કેવા હતા ?? વીસમાં વર્ષ માં બે મહિના બકી હતા ત્યાં તો સાતમા મહિને સવિતા ને પ્રસુતિ નિ પીડા ઉપડી ને ડોક્ટરે કહી દીધું કે માં ને બાળક બે માંથી એકજ બચશે .નેસવિતા ના પતિ એ કહ્યું " બાળક ને બચાવો માં તો બીજી પણઆવશે .તયારે હોસ્પિટલ માં સન્નાટો છવાઈ ગયો પણ સમાજ, રીત ,રિવાજ ,મર્યાદા આ બધા શબ્દો માત્ર છોકરી વાળા માટે જ બન્યા છે .એટલે સવિતા ના પિયર વાળા ચૂપ રહ્યા .ને ડોક્ટરે બાળક ને બચાવી લીધું .ખુબ મોટા આક્રંદ સાથે સવિતા ના પરિવારે આ હકીકત અને એમના જમાઈ એ આપેલું દર્દ સ્વીકારી લીધાં અને બધા છુટા પડ્યા .થોડા દિવસ પછી સવિતા ના સાસુ ત્રણેય છોકરાઓ ને આવીને ત્યાં મૂકી ગયા .કહ્યું કે ," મારે મારા છોકરા ને બીજી વાર પરણાવવો છે .આ છોકરા ઓ ના લીધે કોઈ હા નથી પડતું .થોડા દિવસતમે રાખો સગું થઇ જશે અને આવનારી છોકરી ત્રણેય છોકરા ને સાચવવા ની હા પડશે તો લઇ જાસુ , નહીતો કાયમ તમારે રાખવા પડશે ". સવિતા ના દાદી સમસમી ગયા .પણ દીકરી વાળા એ ના બોલાય એમ વિચારીને ચૂપ રહ્યા .
મંજુ હવે ત્રણેય છોકરા ની માં બની ગઈ હતી .એમને નવડાવવા, ખવડાવવા સુવડાવવા બધા કામ કરવા લાગી મોટો જયેશ બે વર્ષ નો, બીજો મહેશ એક વર્ષ નો ને નાનો નિલેશ છ મહિના નો થયો હતો એક દિવસ મંજુ બાર ઓટલે બેસીને નાના નિલેશ ને રમાડતી હતી . ત્યાં તો આજુબાજુ ના બૈરાં ભેગા થઇ ગયા. ”હે મંજુ સાંભળ્યું છે આ છોકરા નો બાપ બીજા લગ્ન કરે છે .હા કાકી જોવોને કેવા માણસો છે .છોકરા ની કઈ પડી નથી મંજુ એ કહ્યું .”તો આ છોકરા ને એની ”સાવકી માં તારી જેમ સાચવશે ??.” બીજા એ કહ્યું ,”લે હું શું કામ મારા છોકરા આપું કોઈને , મંજુ બોલી ”ત્યાં તો દાદી માં એ રાડ પાડી તને શું કાંઈ ઘરે બેસાડવાની છે?? જેના હોય એ લઇ જાય .એના લગન થઇ જાય એટલે છોકરા આપી દેવાના .પણ દાદી સાવકી માં મારશે , કામ કરાવશે , આ નાના ભૂલકા ની જિંદગી નરક બનાવી દેશે .હું તો નથી આપવાની જાવ તમારે જે કેવું હોય તે કેજો , “ અને હું લગન પણ નથી કરવાની , હું તો આ ત્રણેય ને મોટા કરીશ .આ સાંભળી ને દાદી ને ધ્રાસ્કો પડ્યો .એમને લાગ્યું કે મંજુ સાચે જ લગન નઈ કરે તો ???એટલે થોડા જ દિવસો માં મંજુ માટે છોકરો જોવાની વિધિ ચાલુ થઇ ગઈ .મંજુ ગુસસે થતી ના પાડતી .પણ કોઈએ સાંભળ્યું નઈ .અને છોકરા વાળા ને બોલાવી લીધા .મંજુ પણ ત્રણેય છોકરા થી દૂર જવાથી ડરતી હતી.એટલે એ મૂંઝવણ માં હતી કે શુ કરવું ??એના વિસ વર્ષ પુરા થવા આવ્યા હતા એટલે ઘરવાળા ને ચિંતા હતી .એમાંય ગામવાળા ની વાતો થી મંજુ બહુ ઉશ્કેરાઈ જતી .હવે એને રસ્તો શોધવાનો હતો .
બીજા દિવસે અચાનક સવારે વહેલા ઉઠીને નવી સાડીપહેરી ને તૈયાર થઇ ગઈ.બધા જોતા રહ્યા પૂછતા રહ્યાં તું સવાર સવાર મા ક્યાં જાય છે ??અને મંજુ હાંફતી હાંફતી પહોંચી બનેવી ના ઘરે એ એના માં_બાપ જોડે બેસીને ચા નાસ્તો કરતા હતા .એને જોઈને બધા ઉભા થઇ ગયા .કેમ મંજુ આટલા વહેલા આવવું પડ્યું?? શુંથયું ??અને કાંઈ બોલ્યા વગર મંજુ એના બનેવી નો હાથ પકડીને મંદિર તરફ ચાલવા લાગી એના મમ્મી પાપા દાદી બધા. દોડતા પાછળ આવતા હતાં .ને બધા ના આશ્ચર્ય વચ્ચે મંજુ એ મંદિર માં પડેલો હવન કુંડ પ્રગટાવીને એના બનેવી નો હાથ પક્ડી ફેરા ફરવા લાગી બધા રાડો પડતા રહ્યા .
આક્રંદ કરતા રહ્યા, મંજુએ કોઈનું કાંઈજ સાંભળ્યું નઈ ને ફેરા પુરા કરીને એના મમ્મી - પપ્પા દાદી ને પગે લાગીને ત્રણેય છોકરાઓ નો હાથ પકડી ને સાસરિયાં તરફ ચાલતી થઇ .બધા મૌન પ્રેક્ષક બની નેજોતા રહ્યા .
ઘરવાળા ની લગન તો કરવાજ પડશે, એવી જીદ હતી ને બીજા ના હાથ માં છોકરા સોંપવા નહોતાં ,એટલે મંજુ એ આવો કઠોર નિર્ણય લઈને એ સાવ જંગલી માણસ જોડે લગ્ન કર્યા , માત્ર છોકરા માટે થઈને .રોજ દારૂ પી ને મંજુ ને મારતો , એણે જરૂર હતી માત્ર એની હવસ પુરી કરવા વાળી અને છોકરા પેદા કરવા વાળી ઢીંગલીની જે મંજુ બનવા નહોતી માંગતી , એટલે જ એને આજે બીજો બહુ કઠોર નિર્ણય લઇ લીધો સરકારી દવાખાનાં માં જઈને કુટુંબ નિયોજન નું ઓપરેશન કરાવી આવી .જેની કોઈને જાણ ના થઇ .થોડાં સમય પછી મંજુ ને બધાં વાંઝણી કહેવા લાગ્યાં .પણ મંજુ એ કોઈની વાત કાને ધરી નહિ .જવાબ આપી દેતી આ ત્રણેય મારાં છોકરા તો છે.
આજે ત્રણેય છોકરા મોટા થઇ ગયા છે. એમનો બાપ પણ મંજુ ના પ્રેમ અને સેવા થી સુધરી ગયો છે .મંજુએ જે ધૈર્ય થી ત્રણેય ને મોટા કર્યા , સારા સંસ્કાર આપ્યા .બે ને એન્જીનીયરને નાના નિલેશ ને C.A બનાવ્યા .ત્રણ પુત્રવધુ પણ મંજુ ને એજ માન -સન્માન આપે છે .જે છોકરા ઓ એ આપ્યું .
હજુ પણ કોઈ ઍ નથી જાણતું કે , “ કાંઈ કેટલીય અધૂરી ઝાંખનાઓ ને દબાવીને સપનાઓ ચીરીને મંજુ આ સ્થાને પહોચી હતી .” મંજુ એ છોકરાઓ ની “સાવકી માં " બની હતી .