TOY JOKAR - 10 in Gujarati Horror Stories by Pankaj Rathod books and stories PDF | ટોય જોકર - 10

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ટોય જોકર - 10

પાર્ટ 10
આગળ તમે જોયું કે એક જોકર નું ટોય અભિના ફેમેલીને મારે છે. પ્રતીક અને પ્રજ્ઞા સુરું મણિ નામના ગુંડા નું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞાને શોપે છે. દિવ્યા ટોય એલિયન સાથે સંધિ કરે છે. ત્યાં તેને જાણવા મળે છે કે તેના ભાઈનું મર્ડર થયું છે. રાકેશ એક ટોય શોપમાં જાય છે ત્યાં તેને પોતાની સાથે થયેલો એક બનાવ યાદ આવે છે. રાકેશ નીચે ગોદામ તરફ જાય છે. હવે આગળ.
ઘડિયાળમાં સાત વાગવા આવી રહ્યા હોય છે. પોલીસ શોકીના તમામ કર્મચારી ઘરે જવાની તૈયારીમાં હોય છે. અમુક જતા રહ્યા હોય છે તો અમુક જવાની તૈયારી કરી રહ્યા હોય છે. તેમના સ્થાને રાત્રી ડ્યુટી માટે નિમેલા કર્મચારી સ્થાન લહી રહ્યા હોય છે.
આ બધી ભાગદોડ માં પ્રતિક તેની ઓફીસ માં શાંત ચિત્તે બેઠો હોય છે. તેના મન માં એક પ્રશ્ન વારંવાર આવતો હોય છે. આખરે શા માટે ત્રિવેદી સરે અભી મર્ડર કેસની ફાઈલ તેને સોંપી. એવો તો વળી બીજો કેવો કેસ તેની હાથ માં આવ્યો હશે કે તેણે અભી નો કેસ મને શોપી દીધો.
હાલ પ્રતીક ઓફીસ માં એકલો હતો . પ્રજ્ઞા ઘરે જતી રહી હતી. પણ પ્રતીક ને એક પ્રશ્ન મન માં ઉલજતો હતો તે માટે તે ઓફીસ માં બેસી રહ્યો. આખરે ઘણું વિચાર કર્યા બાદ પણ પરિણામ ન મળ્યું. કોઈ એવું કારણ ન મળ્યું જેથી ત્રિવેદ સામે ચાલીને તેને આવો મહત્વનો કેસ ચોપે.
જો આ કેસ ત્રિવેદી સોલ કરે તો તેની ભવ્ય કારકિર્દીમાં એક કેસ નો વધારે સમાવેશ થાય. શું હવે તે નિવૃત્તિના આરે આવ્યા છે એટલે તે કામ ઓછું કરવા માંગતા હશે. શુ તેમની ઉંમરના કારણે તે હવે પીછે હટ કરવા માંગતા હશે. ના ના ત્રિવેદી આવા માણસ નથી. તે કોઈ પણ કાળે હાર ન માને. તે એક જાબાજ ઓફિસર છે કોઈ પણ પરિસ્થિતિમાં ડરવું નહીં. પોતાનો સ્વાર્થ માટે કોઈ દિવસ પોતાના ફર્જ સાથે સમજોતો કરવો નહી તે તેના લોહી માં હતું. તો પછી હવે કોઈ એવું કારણ હોય જેનાથી આ કેસ મને ચોપવામાં આવ્યો હોય.
પ્રતીકના મનમાં આવા હજારો વિચાર ચાલતા હતા. તેને શું કરવું તે તે સમજી શકતો ન હતો. આખરે ઘણા વિચાર કર્યા બાદ પોતે હવે અભી ના કેસ માં ધ્યાન આપશે તેવુ મનોમન વિચાર કરી જોયો. પણ હજી પણ તેનું મન ત્રિવેદી સર પાસે જ હતું. તેથી તેણે હવે આ કારણ શું છે તે ગોતવા મનોમન નક્કી કરવાનું કરી લીધું.
પણ પેલા તે અભિના કેસ પર ધ્યાન આપશે. આખારે કોઈ અડધી રાતે આવીને પુરા ફેમેલીને મારી જાય અને કોઈ ને ખબર પણ ના પડે તે વળી કેવું.
પ્રતીક ઉભો થઈને પોતાના ફોન માં એક નંબર ડાયલ કર્યો. થોડી ઘણી વાત કરી પછી તેને ફોન કટ કરી નાખ્યો.
અભિના કેસ પર તે પોતે કામ કરશે અને ત્રિવેદી ની પાછળ તે તેનો એક ખાસ દોસ્ત જે પ્રાઈવેટ જાસૂસ હતો તેને લગાવશે.
પણ પ્રતીક એમ વિચારતો હતો કે ત્રિવેદી પાછળ પોતાના દોસ્તને લગાવીશ તો તેને હર પલ ની માહિતી મળતી રહશે. પણ તે એક મોટી ભૂલ કરી બેઠો હતો. વધુ જાણવામાં અને પોતાના સિનિયર પર ન ભરોસો હોવાના કારણે તે એક મોટી મુસીબત માં મુકવાનો હતો. આગળ જતાં તેને આ પગલું ખૂબ ભારે પડવાનું હતું.
@@@@@
રાકેશ નીચે ગોડાવુંન માં પહોંચીયો. તેને કોઈ પણ દેખાણું નહીં. કોઈ દેખાય ક્યાંથી બધે જ અંધારું હતું. આજુબાજુ ક્યાંય પણ અંજવાનું એક પણ કણ ન હતું.
હજુ હાલ પોતાનો એક એવો અનુભવની યાદ માંથી બહાર જ આવ્યો હતો. તે રાત નો હજુ પણ ડર તેની પર હાવી હતો. ત્યાં અહીં ચારેબાજુ એકદમ અંધારું જ અંધારું.
આ અંધારા માં તેનો ડર બેવડાયો હતો. તેના મન એક બે વખત વિચાર પણ આવ્યો કે સહી લીધા વગર જતો રહે. પણ તેનો ખડુંસ બોસ ના કારણે તેના પગ ન ઉપડ્યા. જો તે સહી લીધા વગર જતો રહે તો તેને પોતાના બોસનો સામનો કરવો પડે. તેના બોસ નો સામનો કરવા કરતાં અહીં થોડી વાર ઉભા રહી ને અહીંના શેઠની રાહ જોવી સારી.
પેલી મેડમે તો અહીજ કહ્યું હતું પણ અહીં તો કોઈ જ નથી. લાગે છે મારે આવવામાં ભૂલ થઈ છે. હું ઉપર જઈ ને પેલી મેડમને ફરી વાર પૂછતો આવું જેથી હવે કોઈ વાંધો ન આવે.
રાકેશ જેવો પાછળ ફરીને બે ડગલાં ચાલ્યો ત્યાં તેની પાછળ કોઈ ના ચાલવાનો આવાજ આવ્યો. રાકેશ ઉભો રહ્યો. તેણે મનમાં વિચારું કે આ શોપ ના માલિક લાગે છે પાછળ છે. પણ તે અંધારામાં શું કરે છે. એવું હોય શકે કે આ શોપ નવી છે તો અહીંનું ઇલેક્ટ્રિક કામ બાકી હોય. અને આ માલિક અહીં કશું કામ માટે આવ્યા હોય. રાકેશનું નાનું મગજ હદ બહારનું વિચારતું હતું. પણ તેમાં તેનો પણ કોઈ વાંક ન હતો. પહેલેથીજ તે સખત વિચારવામાં ટેવાયેલું હતું.
રાજેશ બે ડગલાં તે અવાજ તરફ ચાલ્યો. “કોઈ છે ત્યાં” રાકેશ બોલ્યો જેથી કોઈ તેનો અવાજ સાંભળે અને તેને બોલાવે. પણ ત્યાંથી કોઈ નો પણ અવાજ ન આવ્યો. હવે કોઈના ચાલવાનો પણ અવાજ આવતો બંધ થઈ ગયો.
રાકેશને લાગ્યું કે તેને જે અવાજ સાંભળ્યો હતો તે તેનો ભ્રમ હતો. જેવો જ આ વિચાર પુરા થતાની બે સેકેન્ડ થઈ ત્યાં અચાનક ત્યાંની લાઈટ શરૂ બંધ થવા લાગી. રાકેશ ની નજર સામે એક હાર માં લાઈનબધ જોકર ના ટોય હતા. તે પણ છ છ ફૂટના એકદમ સરખા. લગભગ સો થી પણ વધુ ત્યાં જોકર ના ટોય હતા. તે બધા એક સમાન હતા. આ ટેવાજ ટોય હતા જે અભિના ઘરે થી એક જોકર ટોય મળી આવ્યું હતું. ફર્ક ફક્ત એટલો જ હતો કે તે ટોય નાનું હતું અને આ ટોય પ્રમાણમાં ખૂબ મોટા હતા.
થોડીવાર માં તો તે જોકર ના ટોયમાં જાણે જીવ આવ્યો હોય તેમ તે નાચવા લાગ્યા. રાકેશ તો આ બધું જોતો જ રહ્યો. આ શું ચાલી રહ્યું છે તે તેની સમજ માં આવતું નહતું. જોર શોર થી આવાજ ના કારણે તેને પોતાના કાન પર હાથ વડે બંધ કર્યા. પણ ધીમે ધીમે શોર વધતો જતો હતો. ધીમે ધીમે તે ટોય જોકર રાકેશ તરફ આવતા હતા. રાકેશ આંખ અને કાન બંધ કરીને ઉભો હતો. પણ શોર એટલો બધો તીવ્ર હતો કે રાકેશને લાગતું હતું કે હમણાં મારા કાન ના પડદા તૂટી જાશે. શોર ના કારણે તેને કાન માં અસહ્ય પીડા થવા લાગી હતી. જ્યારે પીડા સહનશક્તિ વટાવી શુકી ત્યારે રાકેશ જોર થી ચીલાય ને બેહોશ થઈ શુકયો.
★★★★
ક્રમશઃ
રાકેશ સાથે હવે શું થશે? તે જીવંત રહશે કે તેનો અંત આવશે? પ્રતિકે ને તેની ભૂલ કેવી રીતે નડશે? ટોય એલિયન દિવ્યા ના ભાઈ વિચે કેવી રીતે જાણતા હતા? રાકેશ આગળ જતાં કેવી મુસીબત માં ફસાસે? દિવ્યા અને ટોય એલિયનની આ સંધિ આગળ જતાં કેવું પરિણામ લાવશે? શું સાચે જ દિવ્યાના ભાઈનું મર્ડર થયું હતું જો હા તો આ ટોય એલિયનને કેવી રીતે જાણ થઈ? ત્રિવેદી જે સંકટ ના તુફાન ની વાત કરતા હતા તે શું હતું? જોકરના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.?રાકેશની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.
પંકજ રાઠોડ