TOY JOKAR - 11 in Gujarati Horror Stories by Pankaj Rathod books and stories PDF | ટોય જોકર - 11

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ટોય જોકર - 11

પાર્ટ 11
આગળ તમે જોયું કે એક જોકર નું ટોય અભિના ફેમેલીને મારે છે. પ્રતીક અને પ્રજ્ઞા સુરું મણિ નામના ગુંડા નું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞાને શોપે છે. દિવ્યા ટોય એલિયન સાથે સંધિ કરે છે. ત્યાં તેને જાણવા મળે છે કે તેના ભાઈનું મર્ડર થયું છે. રાકેશ એક ટોય શોપમાં જાય છે ત્યાં તેને પોતાની સાથે થયેલો એક બનાવ યાદ આવે છે. રાકેશ નીચે ગોદામ તરફ જાય છે. ત્યાં અચાનક ટોય જોકર એક્ટિવ થઈ જાય છે. પ્રતીક એક યોજના અમલમાં મૂકે છે. હવે આગળ.
રાતના બાર ના ટકોરાનો ઘડિયાળ માંથી આવાજ આવ્યો. શુભમ તેની દીકરી હેતુ ને એક રાજા ની વાર્તા કહેતો હતો તેમાં ડિસ્ટપ પડ્યું.
“ ઓહ બાર વાગી ગયા. હજુ સુધી તારા મમ્મી અને ભાઈ નથી આવ્યા. લાગે છે હવે તે આવતા જ હશે.” હેતુ ને અનુલક્ષીને શુભમે કહ્યું તેના પ્રતિઉતર માં હેતુ એ ફક્ત મીઠી સ્માઈલ જ આપી.
શુભમ તુરંત રાજાની વાર્તા કહેવા લાગ્યો. હેતુ તે ધ્યાનથી સાંભળી રહી હતી. પંદર મિનિટ સુધી તે આમ જ વાર્તા ચાલુ રાખી. હેતુને પણ તે વાર્તામાં ખૂબ રસ પડતો હતો.
હેતુ હજુ માત્ર સાત વર્ષની જ હતી. શુભમ હોલસેલ નો વ્યાપાર કરતો હતા. શુભમ ને બે બાળકો હતા. હેતુ અને બીજો હેમાંગ. હેમાંગ હેતુથી બે વર્ષ નાનો હતો. તે હરરોજ અમેગા મોલ માં પેલા જોકર સાથે રમવાની ઝીદ કરતો. આજે પણ તે આ ઝીદ ને કારણે જ તેની મમ્મી રીના તેને અમેગા મોલ લહી ગઈ હતી. હેતુ ને જોકર થી ડર લાગતો. તે કોઈ દિવસ અમેગા મોલ જવાનું કહેતી નહિ. તેને જોકર શબ્દ થી એટલી ડરતી કે ક્યારેક ક્યારેક તેને પુરી રાત ઊંઘ ન આવતી.
તેને ક્યારેક ક્યારેક જોકરના ખૂબ ભયાનક સ્વપ્ન આવતા. જેના પ્રતાપે તે હંમેશા ડરેલીજ રહેતી. તેની આ મુંજવણ થી શુભમ અને રીના પણ દુઃખી રહેતા. શુભમ અને રીના એ ઘણા ડોક્ટર, સાયકોલોજી ને બતાવીને તપાસ કરાવી પણ તેની હાલત માં કોઈ પણ ફર્ક ન પડ્યો. શુભમ અને રીના નવી પેઢીના હોવાને કારણે તે ભુવા તાંત્રિક માં ન માને પણ હેતુ ના દાદા એ ખાનગીમાં એક ભુવા પાસે તપાસ કરાવી. પણ તેને પણ કોઈ રસ્તો ન મળ્યો.
નીચે ડોરબેલ નો આવાજ આવ્યો. શુભમ વાર્તા કહેતા કહેતા અટક્યો. તેને મન માં વિચાર આવ્યો કે લાગે છે રીના અને હેમાંગ આવી ગયા. હેતુ ના મુખ માં એક અનેરી સ્માઈલ આવી.
શુભમ નો વિચાર સાચો હતો. રીના અને હેમાંગ મોલ માંથી પાસા ફર્યા હતા. રીના તરત જ ઉપરના રૂમે આવી. જ્યાં શુભમ અને હેતુ હતા. રીના આવીને તરત જ હેતુ પાસે ગઈ એક કપાળે મીઠું ચુંબન કરીને હેતુ ના માથે હાથ ફેરવવા લાગી.
“તો આજે ક્યાં રાજા ની વાર્તા સાંભળી.” રીનાએ હેતુ ને વ્હાલથી પૂછતાં કહ્યું.
“મહારાણા પ્રતાપ ની તઅમારી મોમ ને કહો દીકરા.” શુભમે હેતુ ને અનુલક્ષીને કહ્યું.
હેતુ એ હકારમાં રીના સામે માંથી હલાવ્યું. આમ જ ત્રણેય વાતું કરતા હતા ત્યાં નીચેથી કાચ તૂટવાનો આવાજ આવ્યો.
“હેમાંગ બેટા તોફાન ન કર અહીં ઉપર આવીને દીદી પાસે સુઈ જા. રાતના સાડા બાર થવા આવી રહ્યા છે.” શુભમ એમ કે હેમાંગ નીચે તોફાન કરે છે તો તેને અનુલક્ષીને કહ્યું.
“તે એમ નહીં જ આવે મારે જ જવું પડશે.” હેમાંગ નો કોઈ પણ જવાબ ન આવતા રીના એ હેતુ પાસેથી ઉભી થઇ. અને હેતુ સામે જોઈ ને કહ્યું “હું બે જ મિનિટ માં આવું, ભાઈને નીચે થી લેતી આવું.”
રીનાએ હેતુ ને કહીને નીચે તરફ ચાલવા લાગી. શુભમ હેતુ ને સામે જોઈ ને કહ્યું. “હવે મહારાણા પ્રતાપ ની આગળની વાત કાલ કહીશ.” રીના દરવાજા પાસે પહોસીને પાસા ફરીને હેતુ તરફ જોતી હતી. હેતુના સહેરા ઉપર જે સ્માઈલ હતી તેનાથી રીના પણ ખુશ હતી. મનોમન ભગવાન ને તે પ્રાર્થના કરવા લાગી કે બસ આવી જ રીતે મારા પરિવાર ને ખુશ રાખજો. અને તે નીચે જતી રહી.
રીના હજુ નીચે ગઈ એને બે મિનિટ પણ નહોતી થઈ ત્યાં એક જોરદાર રીના ની સિચ સંભણાની. શુભમ હેતુ આ સિચ થી ઝબકી ગયા. શુભમ હેતુ ને લહીને સિધોજ નીચે આવીયો. નીચેના રૂમ માંથી શુભમ ના મમ્મી પપ્પા પણ બહાર આવ્યા. બધાજ નીચે રીના પાસે આવ્યા. રીના પોતાના મો પર હાથ રાખીને રડતી હતી. શુભમ રીના પાસે પહોસિયો ત્યાં તેના પણ મોતિયા મરી ગયા. તેની નજર સામે જે પણ દ્રશ્ય હતું તેનાથી તે અંદર સુધી હસમશી ગયો હતો.
શુભમ ના પિતા અને મમ્મી પણ સામેનું દ્રશ્ય જોઈને આઘાત લાગ્યો. હેતુ તો ડરની મારી શુભમ ના પગ સાથે ચોંટી ગઈ. આ પાંચેય ની સામે હેમાંગ ના શરીર ના ટુકડા હવા તરતા હતા. જેવી રીતે અભિના ઘરે હેમ ના બોડીના પાર્ટ વિખેરાયેલા હવામાં સ્થિર હતા તેવી જ રીતે શુભમ ના ઘરે હેમાંગ ના બોડી ના પાર્ટ વિખેરાયેલા હવામાં સ્થિર હતા. શુભમ ને પોતાનેજ કશું ભાન ન હતું તો તે રીના અને હતું ને શાંત કેવી રીતે કરે. રીના અને હેતુ રડતા હતા. શુભમ ના પપ્પા ત્યાંજ ઉભા ઉભા હેમાંગ ના બોડી ના પાર્ટ ને જોતા રહ્યા. શુભમ ના મમ્મી થી હેમાંગ ની આવી હાલત ન જોવાતા તે પાસા ફરીને રડવા લાગ્યા.
શુભમે પોતે મહામહેનતે સ્વસ્થ થઈ ને હેતુ ને સાંભળી. પાસેના જ સોફા પર તેને બેસાડી. શુભમે રીના તરફ જોયું. તે હજુ પણ રડતી હતી. તેને ખૂબ મોટો આઘાત લાગ્યો હતો. તેને હજી એક મિનિટ પહેલા આ પરિવાર ની ખુશી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. પણ ભગવાન પાસે તેની પ્રાર્થના પહોસે તે પહેલાં તેનું પરિવાર તૂટી પડ્યું હતું.
શુભમે વારે વારે બધાની તરફ નઝર કરી. હેમાંગ ના બોડીના પાર્ટ હજુ પણ હવામાં સ્થિર હતા. તેની મન માં એક વાત હજુ પણ સમજાતી ન હતી કે આટલા ઓછા સમય માં કોઈ કેવી રીતે આવું કાર્ય કરી શકે. રડતી આંખો હેમાંગ ના બોડી પર હતી. તેની રડતી આંખોએ એક વાત નોટિસ કરી. હેમાંગ ના બોડી નીચે એક જોકર નું ટોય હતું.
શુભમ હજુ આ બધું શું થવા માંડ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં રીના હવે સ્વસ્થ થતા તે હેમાંગ તરફ આગળ વધી. રડતી આંખો, ફૂલેલા નાક, અને ધ્રુજતા હાથે તે હેમાંગ ના માથે હાથ ફેરવ્યો. જેવો જ રીનાના હાથનો સ્પર્શ થતા જ નીચેનું જોકર નું ટોય સક્રિય થયું. અચાનક હેમાંગ ના બોડીના પાર્ટ હવામાં ગોળ ગોળ ફરવા લાગ્યા. થોડીવાર ફરીને અચાનક સ્થિર થઈ ગયા. અને એક ઝાટકે નીચે પડીને સળગવા લાગ્યા.
શુભમ કે રીના ને કશું પણ સમજાતું ન હતું. જોકરનું ટોય હજુ પણ જોર જોર થી આવાજ કરતું હતું. શુભમ અને રિનાની નજર તેની તરફ હતી. શુભમ ના પિતાએ આગળ આવીને શુભમ ના ખંભે હાથ મૂકીને આશ્વાસન આપ્યું.
ક્રમશઃ
શુભમ ના પરિવાર સાથે આગળ હવે શું થશે ? રાકેશ સાથે હવે શું થશે? તે જીવંત રહશે કે તેનો અંત આવશે? પ્રતિકે ને તેની ભૂલ કેવી રીતે નડશે? ટોય એલિયન દિવ્યા ના ભાઈ વિચે કેવી રીતે જાણતા હતા? રાકેશ આગળ જતાં કેવી મુસીબત માં ફસાસે? દિવ્યા અને ટોય એલિયનની આ સંધિ આગળ જતાં કેવું પરિણામ લાવશે? શું સાચે જ દિવ્યાના ભાઈનું મર્ડર થયું હતું જો હા તો આ ટોય એલિયનને કેવી રીતે જાણ થઈ? ત્રિવેદી જે સંકટ ના તુફાન ની વાત કરતા હતા તે શું હતું? જોકરના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.?રાકેશની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.
પંકજ રાઠોડ