Preet ek padchaya ni - 11 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૧૧

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૧૧

અન્વયને અપુર્વ આગળ છે અને પ્રિતીબેન પાછળ છે.... ત્રણેય ગાડી પાસે પહોંચે છે...એ ડ્રાઈવરે બધાંને જોઈને સ્માઈલ આપી...અપુર્વ એ પહેલાં અન્વયને કંઈ ઈશારામાં કહ્યું અને પછી ડ્રાઈવરને પુછ્યું, ભાઈ એસ. કે. હોસ્પિટલ લઈ જશો ??

ડ્રાઈવર : હા શા માટે નહીં ??

અપુર્વ : પૈસા ?? આઇ મીન કેટલાં લેશો ??

ડ્રાઈવર : એની ફિકર કરો મા... તમારા માટે તો હું અહીં આવ્યો છું...

અન્વય : શું અમારા માટે ?? બધાં એક મિનિટ માટે ચિંતામાં આવી ગયાં.

ડ્રાઈવર : શું થયું ?? તમે બધાં કેમ આમ ગભરાઈ ગયાં.. મારો કહેવાનો મતલબ છે કે હું સીટીથી દુર અહીં રાઉન્ડ મારવાં આવતો હોઉં છું..કોઈ ક્યાંય વ્હીકલ ન મળવાને કારણે અટવાયું હોય તો હું એને એનાં સ્થાને મુકી આવું છું..એ એટલી સારી રીતે વાત કરવા લાગ્યો છે કે હવે તેના પર વિશ્વાસ ન મુકવાનું કોઈ કારણ નથી આ લોકો પાસે. અને બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં છે...એટલે ત્રણેય જણાં ગાડીમાં બેસી ગયાં...

પણ કોણ જાણે કેમ કોઈની આગળ ડ્રાઈવર સીટ પાસે બેસવાની હિંમત ન થઈ. ત્રણેય જણાં પાછળ બેસી ગયાં ને ભગવાનનું નામ મનમાં સ્મરણ કરવા લાગ્યાં.

ગાડી એમ તો એ લોકો આવ્યા હતાં એ રસ્તે જ કદાચ જઈ રહી છે....એટલે બધાને થોડી નિરાંત થઈ છે...પ્રિતીબેનને થાક ને કારણે ગાડીમાં બેસતાં જ તરત ઉંધ આવી ગઈ... અન્વય અને અપુર્વ બંને જાગતાં બેઠા છે...પણ કદાચ એ ડ્રાઈવરની હાજરીને કારણે બંને કંઈ વાત નથી કરી રહ્યા...

બંને જણાં બહાર જોઈ રહ્યાં છે...હવે સાંજનો સમય હોવાથી થોડું અંધારું પણ થવા આવ્યું છે...અપુર્વને કદાચ તેને અનુભવેલી અને જોયેલી અમુક વસ્તુઓને કારણે તે થોડો અસ્વસ્થ છે તેને જરા પણ ઉંધ આવતી નથી...તેને અન્વય સાથે વાત કરવી છે પણ એ ડ્રાઈવરની હાજરીને કારણે તે ચૂપ બેસી રહ્યો છે.

એવામાં જ અન્વય બારીમાંથી બહાર જોતો જોતો બેઠો છે ત્યાં બે દિવસના થાક ને ઠંડા પવનને કારણે એક ઝોકું આવી ગયું....ને તરત જ ઝોકાં સાથે તે સ્વપ્નની દુનિયામાં પહોંચી ગયો.....

*. *. *. *. *.

સગાઈ બાદ લીપી અને અન્વયને મન ફાવે એ રીતે ફરવાની છૂટ મળી ગઈ છે...એક દિવસ અન્વય અને એનાં ફ્રેન્ડસ બધાં વન ડે પિકનિક માટે બધાં એક ફાર્મહાઉસ પર ગયાં છે... એમાં ત્રણ છોકરીઓ છે...અન્વય સાથે સાત છોકરાઓ છે...છોકરીઓમાં એક લીપી છે...

બધાં સવારથી નીકળી ગયાં છે...આજે બધાં બહું ખુશ છે... એમાં પણ અન્વય અને તેનાં બીજાં બે ફ્રેન્ડસ જે એમની ફિયોન્સી સાથે આવ્યાં છે... આવાં સગાઈવાળા કપલ્સને તો આમ ફરવા મળે એટલે ખુશીનો કોઈ પાર જ ન હોય...

બે જણાં પાસે ગાડી હતી એટલે બધાં રવિવાર હોવાથી વહેલી સવારે આખો દિવસ એન્જોય કરવા ફાર્મ હાઉસ ઉપડી ગયાં..એ અન્વયના મામાનું જ હતું...એટલે અન્વય ત્યાંનો જાણકાર છે.

બધાં ત્યાં પહોંચી ગયાં છે.... જગ્યા પ્રમાણમાં બહું મોટી છે...અને ત્યાં પણ બધાં રૂમ અને હોલ સુવિધાથી સજ્જ બનાવેલાં છે... અન્વય સિવાય બધાં પહેલી વાર અહીં આવી રહ્યાં છે...અન્વયની જેમ જ એનું ગૃપ પણ એટલું જ સરસ અને વ્યવસ્થિત છે.... ત્યાં પહોંચતાં જ ફાર્મહાઉસની બહારની જગ્યામાં જ એક સરસ સ્વિમિંગ પૂલ જોઈને બધાં તો રાજીના રેડ થઈ ગયાં... અન્વયનો ફ્રેન્ડ તેજસ બોલ્યો, યાર ચાલો બધાંની ઇચ્છા હોય તો બધાં સ્વિમિંગ કરીએ આજે...મજા આવશે...

છોકરાઓ તો રેડી થઈ ગયાં પણ લીપી અને બીજી બે છોકરીઓ નવ્યા અને અક્ષી કંઈ બોલ્યાં નહીં...અન્વય સમજી ગયો તે બોલ્યો, એક કામ કરીએ જેની ઈચ્છા હોય તે સ્વિમિંગ કરે અહીં અને બાકીનાં બધાં ઉપર જઈને બેસીએ... ત્યાં સુધીમાં તેજસ તમે લોકો ઉપર પહોંચી જજો.....

અન્વય લીપીને સાઈડમાં લઈ જઈને બોલ્યો, લીપી તારી શું ઈચ્છા છે ??

લીપી તને ખબર છે ને મને સ્વિમિંગનો ગાંડો શોખ છે પણ મને તારા સિવાય બીજાં કોઈ જેન્ટ્સ હોય તો સાથે તો કમ્ફોર્ટેબલના લાગે...નવ્યા અને અક્ષીને પણ એ જ પ્રોબ્લેમ છે....

ઓહો જાનેમન... આટલો જ પ્રોબ્લેમ છે તો ચાલો ઉપર મારી સાથે.... સ્વિમિંગ પછી કરીશું ...ઉપર જઈને એન્જોય કરીએ...એણે તેજસ અને બીજાં ત્રણ જણાં જે સિંગલ છે એ લોકોને બહુ ચોખવટ કર્યા વિના પછીથી શાંતિથી ઉપર આવવાં કહ્યું... સ્વિમિંગ પતાવીને...

લીપીને થોડું ન ગમ્યું કારણ કે એને સ્વિમિંગ કરવાની આજે પુરેપુરી ઈચ્છા હતી પણ તે કંઈ બોલી નહીં...તેના બીજા બે ફ્રેન્ડસ પણ તેમની ફિયોન્સી સાથે ઉપર આવવાં તૈયાર થઈ ગયાં...

ફાર્મહાઉસમાં નીચે તો બે રૂમ એક મોટો હોલ અને કિચન છે....એ જોઈને લીપી બોલી મામા એ લોકોનું આટલું સરસ ફાર્મહાઉસ છે મને તો ખબર જ નહોતી...એ લોકોને તો કેટલી મજા આવતી હશે... રજાઓમાં બે ચાર દિવસ અહીં આવીને રહી જઈએ તો ફ્રેશ થવા ક્યાંય દૂર જવાની જરૂર પણ ન પડે મને તો એવું લાગે છે...

અન્વય : હા મેડમ...ઉપર પણ જોઈ લો...

ઉપર જતાં સીડીમાં અન્વયે તેના બે ફ્રેન્ડસ ને ધીમેથી કંઈ કહ્યું...બંનેએ ખાલી હકારમાં માથું હલાવ્યું....આ લીપી અને અક્ષીએ જોયું...પણ કંઈ ખબર નાં પડી. બધાં ઉપર ગયાં...ઉપર જોઈને તો બધાનાં મોંઢા જ ખુલ્લાં જ રહી ગયાં.

બહારથી કોઈને ખબર પણ નાં પડે આ જગ્યા આટલી સરસ છે...કોઈ ફાઈવસ્ટાર હોટેલમાં આવી પહોંચ્યા હોય એવું લાગી રહ્યું છે... આગળની જગ્યામાં એક રજવાડી સ્ટાઈલમાં ડેકોરેશન ને બાકીનાં ચાર રૂમ દેખાય છે... અંદરનું તો અન્વય સિવાય અહીં કોઈને ખબર નથી.

અન્વય નાં એક ઈશારા મુજબ અન્વય અને તેનાં બે ફ્રેન્ડસ તેમની ફિયોન્સીની પાસે આવીને ઊભાં રહીને તેમની આંખો બંધ કરી દે છે. અન્વય પણ લીપીની આંખો બંધ કરીને કહે છે, હું તને એક જગ્યાએ લઈ જાઉં...ચાલ...

લીપી : પણ ક્યાં લઈ જાય છે અનુ ?? કહે તો ખરાં...

અન્વય : એ જ તો સરપ્રાઈઝ છે..તને મારા પર વિશ્વાસ છે ને ??

લીપી : હા વિશ્વાસ છે એટલે તો આવી જગ્યાએ તારી સાથે આવી છું મેરેજ પહેલાં...અને મારા પેરેન્ટસ એ પણ પરમીશન આપી છે...

અન્વય : હા તો વિશ્વાસ હોય તો ચાલ બોલવાનું બંધ કરીને....

અન્વય તેને એક રૂમમાં લઈ ગયો...ને ડોર બંધ કર્યો...ને પછી અંદર એક મોટો બાથરૂમ હતો ત્યાં લઈ ગયો...ને લીપીની આંખો ખોલી....

લીપી ખુશ થઈને બોલી, અનુ...વાઉ...મસ્ત અહીંયાં તો બાથટબ છે પણ કેટલું મસ્ત ડિઝાયનિગવાળુ...એન્ડ યુનિક છે...

અન્વય : આજે સ્વિમિંગ નહીં કરવાં મળે પણ આમાં તારી નહાવાની ઈચ્છા હોય તો નાહી શકે છે...પણ આમાં કંઈક એક હટકે પણ છે તે જોયું ??

લીપી : શું મને તો કંઈ ખબર ના પડી... તું જ કહી દે ને મને તો હવે અહીં નહાવા જાઉં છે... જલ્દીથી..

અન્વય હસતાં હસતાં બોલ્યો, હા તો જા ને હું ક્યાં ના પાડું છું ??

લીપી : તું બહાર જઈશ તો ને ?? પણ શું એ તો કહે પહેલાં...અને પછી બહાર જા..

અન્વય : આ તારે એકલીને ન્હાવા માટે બાથટબ નથી...આ કપલ બાથટબ છે...તને રૂટિનમાં બાથટબની સાઈઝ હોય એનાં કરતાં વધારે ન લાગી??

લીપી બોલી, હા એ તો છે પણ મને એમ કે હશે એમ જ.....પણ તારો પ્લાન શું છે ??

અન્વય : લીપી તું સમજી તો ગઈ જ હશે ને... હું તારી પાસે વધારે કંઈ માગણી નથી કરતો...પણ મને તારી સાથે આજે નહાવાની પરમિશન તો આપ‌...હવે તો બે મહિનામાં તો આપણાં મેરેજ ફાઈનલ છે...હવે એટલો તો મારાં પર વિશ્વાસ છે ને તને ??

લીપી અચકાઈને બોલી, પણ અનુ... પ્લીઝ... તું એક છોકરી તરીકે મારો વિચાર કરને ??

અન્વય : ઈટ્સ ઓકે...નો પ્રોબ્લેમ... તું નાહી લે... હું બહાર બેઠો છું. કંઈ વાંધો નહીં બકા.

એમ કહીને તે બહાર નીકળવા જાય છે ત્યાં જ લીપી આવીને અન્વયનો હાથ પકડીને ખેંચે છે એની તરફ અને કહે છે...ચાલ હવે હું તો તારી પરીક્ષા કરતી હતી કે તું મારી સાથે જબરદસ્તી તો નહીં કરે ને....તું મારા વિશ્વાસ રાખવા લાયક છે કે નહીં...પણ તું તો મારો હીરો જ છે...

એમ કહીને બંને જણાં ત્યાં જાય છે.... પોતાના જીવનની અમુલ્ય પળોને એકાંતમાં જીવનભર ન ભુલાય એ રીતે કેદ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે !!

શું થશે આગળ ?? અન્વયને આવેલું આ સપનું છે કે હકીકત ?? હવે જ્યારે ગાડી સલામત રીતે જઈ રહી છે તો તેઓ હોસ્પિટલ પહોંચી જશે ?? લીપી અને અન્વયની પ્રેમ કહાની ફરી પહેલાં જેવી આગળ વધશે ખરી ??

જાણવાં માટે વાંચો, પ્રિત એક પડછાયાની - ૧૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....