Preet ek padchaya ni - 12 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૧૨

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૧૨

અન્વય અને લીપી પોતાની મસ્તીમાં મસ્ત છે એકબીજા સાથે પોતાની ખુબસુરત પળોને માણી રહ્યાં છે ત્યાં જ એકદમ બહારથી કંઈ જોરજોરથી અવાજ આવે છે... થોડીવાર બંને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પણ કંઈ સમજાયું નહીં...લીપી ફટાફટ એક કુર્તીને પહેરી દે છે. બંને જણાં બહાર આવવા થોડાં વ્યવસ્થિત કપડાં પહેરીને તૈયાર થાય છે ત્યાં જ એકદમ લીપી બહાર નીકળવા જાય છે ત્યાં જ તેનો પગ લપસે છે...આમ તો બહું ભીનું પણ નથી ત્યાં....પણ એનું બેલેન્સ ન રહેતાં એકદમ જ અન્વય આવીને એનો હાથ પકડીને એને પકડવા જાય છે પણ એનો પ્રયત્ન નિષ્ફળ જાય છે અને લીપી એકદમ જ લપસતાં તેનું માથું બાથરૂમની ફર્શ પર જોરથી પટકાય છે....અને અન્વય જોરજોરથી લીપી લીપી બુમો પાડી રહ્યો છે......

અન્વયની બુમો એટલી મોટી છે કે પ્રિતીબેન એકદમ જાગી ગયાં ને બોલ્યાં, શું થયું બેટા ?? કેમ લીપી લીપી કરે છે ??

અપુર્વ તો જાગે જ છે. તે બોલ્યો ભાઈ શું થયું ?? તમને તો કેટલો પરસેવો થઈ ગયો છે અને તમારા હાથ કેમ ધ્રુજી રહ્યાં છે ??

અન્વયે એકદમ આંખો ખોલી, તે આમ આજુબાજુ જોવાં લાગ્યો...ને બોલ્યો લીપી તું ઠીક તો છે ને ??

પ્રિતીબેન : મને એવું લાગે છે કે તને કોઈ ખરાબ સપનું આવ્યું લાગે છે...લીપી બરાબર છે આપણે ત્યાં જ જઈ રહ્યાં છીએ...

થોડીવાર પછી અન્વય થોડો રિલેક્સ થયો...પણ તે એક અવઢવમાં મુકાયો...આ બધું આગળનું જે હતું એ સાચું છે...કે અમે બધાં મામાના ફાર્મહાઉસ પર મેરેજના બે મહિના પહેલાં ગયાં હતાં....પણ બાકીનું એ લોકો બાથટબ માં નહાવા સાથે ગયા છે એ તો જે હતું એ માથેરાન નું અમારાં મેરેજ પછીનું છે...પણ એ જે રીતે પડી એવું તો કંઈ હજું સુધી થયું નથી....

શું આ સપનું કંઈ કહેવા માગે છે કે મારી લીપી માટેની ચિંતાને અને આખો દિવસ વિચારોને કારણે આવું થયું??.... કંઈ સમજાતું નથી...ખબર નહીં આ અમારી લાઈફમાં શું થઈ રહ્યું છે...ક્યારે આ બધામાંથી મુક્ત થઈશું હવે...

એટલામાં જ અપુર્વનું ધ્યાન આગળ ગયું કે તે એકદમ જોરથી બોલ્યો...ભાઈ આજે ગયાં...આપણો અંત આવી ગયો...

અન્વય માંડ હજું એ સપનાં ને જોડવાની કોશિષ કરી રહ્યો છે ત્યાં જ અપુર્વનાં બોલવાં સાથે આગળ જોયું તો ગાડીમાં ડ્રાઈવર સીટ પર કોઈ છે જ નહીં અને ગાડી એમ જ આગળ વધી રહી છે...

પ્રિતીબેન : અરે બાપ રે !! આ શું ?? આજે તો ગયાં આપણે....

હવે લગભગ પહોંચવાની તૈયારીમાં જ હતાં...એ લોકો અહીં આવ્યાં હતાં એ મુજબ તો કદાચ સાતેક મિનિટ જ બાકી છે પહોંચવામાં...હવે ચાલું ગાડીને બંધ પણ કેમ કરવી?? એ ક્યાં લઈ જશે એ પણ ખબર નથી...

અપુર્વ : ભાઈ હું અંદરથી જ આગળ જવાનો પ્રયત્ન કરૂં... કદાચ ગાડીને બ્રેક મારીને રોકી શકાય...

અન્વય : એવું બોલીશ પણ નહીં...જે ગાડી ડ્રાઈવર વિના ચાલી રહી છે રોડ પર એને એક સામાન્ય માણસ થઈને આપણે કન્ટ્રોલ કરી શકીએ ખરાં...આ બધી જ માયાજાળ છે....હવે બસ આપણે ભગવાનનું નામ લેવાનું છે કે હેમખેમ એક વાર હોસ્પિટલ પહોંચી જઈએ...કારણ કે આપણા પહોંચવા કરતાં પણ એક મોટી ચિંતા મને લીપીની છે...મને આવેલાં સપનાં મુજબ એને કંઈ થવું ન જોઈએ...મને કુદરત કંઈ અગમચેતી આપી રહી હોય એવું લાગી રહ્યું છે.....બસ એકવાર મારે મારી લીપી પાસે પહોંચવું છે...

આ સાંભળીને પ્રિતીબેનને અન્વયને લીપી માટેનો આટલો અનહદ પ્રેમ અને ચિંતા જોઈને આટલાં ચિંતાભર્યા ભારેખમ વાતાવરણમાં પણ જાણે એક મા તરીકે એક દીકરી માટે આહલાદક નિરાંતનો અનુભવ થયો.....અને એ પણ બધાંની સાથે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યાં.....

*. *. *. *. *.

સાંજ પડી ગઈ છે... બધાં બસ અન્વયને લોકો આવે એટલે નીકળવાની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે...લીપી ઉઠેલી છે. તે બેઠી છે... કદાચ તેના પગમાં બાંધેલા દોરાને કારણે તે અત્યારે નોર્મલ છે...તેણે ઉઠીને જમી પણ લીધું નોર્મલ પ્યોર વેજિટેરિયન ફુડ.... પરેશભાઈ ને નિમેષભાઈ લોકો અન્વય એ લોકો સાથે ફોન પર વાત કરીને તેઓ સલામત છે કે ક્યારે પહોંચશે એ માટે એ માટે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ કોઈની જ સાથે વાત થતી નથી...

વાત થયાં વિનાં એ લોકો પણ લીપીને લઈને ઘરે જવા નીકળી શકે એમ નથી...દીપાબેનને બધું પેક કરતાં જોઈને લીપી બોલી, મમ્મી આપણે ક્યાં જવાનું છે ??

દીપાબેન : હવે તો સારૂં છે તને આપણે હવે એટલે ઘરે જઈશું ને હવે દીકરા... હજું તો કેટલાં કામ કરવાનાં છે આપણે...

લીપી ખુશ થઈ ગઈ ને બોલી,હા મમ્મી જઈને મારે પણ બધું બહું કામ છે...અને આપણાં અમદાવાદ નાં ઘરે બધું સેટ પણ કરવાનું છે...અનુ નાં આવે તો કંઈ નહીં ઓફિસના કામમાં હવે તો આપણે બે ફરીશું....હવે તો કંઈ ચિંતા જ ના કરતાં.

દીપાબેનને લીપીને આટલી સારી રીતે વાત કરતી જોઈને થોડીક શાંતિ થઈ...પણ એમને એ પણ ખબર છે કે આ દોરાની અસર બહું લાંબી ચાલે નહીં...એટલે એ વહેલી તકે એને અમદાવાદ લઈ જવાનું વિચારે છે.

એટલામાં લીપી બોલી, અનુ ક્યાં છે મમ્મી ?? હજું આવ્યો નહીં... મારામાંથી તો એને ફોન પણ નથી લાગતો.

દીપાબેન : એ કદાચ કંઈ કામમાં ફસાયો હશે... તું ચિંતા નાં કર આરામ કર. જવાનો સમય થશે એટલે તને કહીશું.

લીપી : બહુ આરામ કરી લીધો મેં તો હવે તો ઉંઘ પણ નથી આવતી...મારે તો ક્યાંક બહાર જવું છે ફરવા... પહેલાં મમ્મી હું નાહી લઉં ??

દીપાબેન : અત્યારે સાંજે નહાવું છે તારે ?? ઘરે જઈને સવારે નાહી લેજે ઘરે શાંતિથી... અહીં હોસ્પિટલમાં આમ પણ એટલું સારૂં ન હોય.

એટલામાં નિમેષભાઈ રૂમમાં આવતાં બોલ્યાં, જવા દે ને એ ફ્રેશ પણ થઈ જાય...

દીપાબેન એ દોરા તરફ ઈશારો કરીને કહ્યું, જો એને ખબર પડશે ને નીકાળી દેશે તો ઘરે લઈ જવી બહુ અઘરી થઈ જશે...

નિમેષભાઈ : પણ હવે એનાં મનમાં છે તો જવા દે ત્યાં સુધીમાં અનુને લોકો પણ કદાચ આવી જશે...

હા પાડતા વેંત જ લીપી ફટાફટ પોતાનાં કપડાં લઈને બાથરૂમમાં ન્હાવા ગઈ....એક બ્લેક કુર્તી અને નીચે પ્લાઝો પહેરવાં સાથે ગઈ....ને બાથરૂમમાં પહોંચતાં જ શાવર ચાલું કરીને ગીત ગણગણવા લાગી......

શું લીપી સલામત રીતે નાહીને બહાર આવશે ?? તે પગનો દોરાને તેની નજરે આવતાં રાખશે ખરી ?? અન્વય ને આવેલું સપનું સાચું પડશે ?? એ લોકો એ રહસ્યમય બનેલી એ ગાડીમાં હોસ્પિટલ પહોંચી શકશે ખરાં ??

હજું તો ઘણાં, રોમાંચ ને રહસ્યો ખુલશે, પ્રિત એક પડછાયાની સાથે...

વાંચતા રહો, પ્રિત એક પડછાયાની -૧૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......